________________
૧૦૦
પબદ્ધ જીવન
પ્રબુદ્ધ જૈન’તુ નવસંસ્કરણ વર્ષ ૩૧ : અ' ૧૭
Rd, No. M H. In વાર્ષિક લવાજમ રૂા. ૭
મુંબઇ, જાન્યુઆરી ૧ ૧૯૭૦, ગુરૂવાર પરદેશ માટે શિલિંગ ૧૫
તંત્રી : પરમાનંદ કુંવરજી કાપડિયા
ઉદ્ઘાટન સમારંભ
(શ્રી મુંબઈ જૈન યુવક સંઘના નવા કાર્યાલયના તેમ જ શ્રી. પરમાનંદ કાપડિયા સભાગૃહના પૂજ્ય શ્રી કાકાસાહેબના વરદ હસ્તે ગુરૂવાર તારીખ ૨૫-૧૨-૬૯ ના રોજ સવારના ૯-૩૦ વાગ્યે કરવામાં આવેલ ઉદ્ઘાટનની વિગતો નીચે આપવામાં આવે છે.)
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઈતિહાસમાં અનોખા એવા આજનો દિવસ હતો. ચાલીશ વર્ષથી એક્યારી પ્રવૃત્તિ કરતી આવતી આ સંસ્થાને વિશાળ જગ્યાવાળું નવું કાર્યાલય પ્રાપ્ત થતાં એના,ઉદ્ઘાટનના આજે મંગલ પ્રસંગ હતો. આ ઉદ્ઘાટન પ્રસંગે પૂજ્ય શ્રી કાકાસાહેબ કાલેલકર - જેમના આ સંસ્થા સાથે ઘણે જૂનો નાતો છે. - પ્રમુખસ્થાને હતા. આ મંગલ પ્રસંગ માટે વનિતા વિશ્રામના સભાગૃહમાં ઉદ્ઘાટન સમારંભનું એક આયોજન કરવામાં આવ્યું હતું. સભાગૃહ નિમંત્રિતોથી ભરાઈ ગયું હતું અને સભાનું કામકાજ નિયત સમયે શરૂ કરવામાં આવ્યું હતું.
શરૂઆતમાં શ્રીમતી શારદાબહેન બાબુભાઈ શાહે એમના મધુર કઠથી પ્રાર્થનાઓ ગાઈ વાતાવરણને પવિત્ર, પ્રસન્ન અને શાંત બનાવ્યું. ત્યાર બાદ સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે સૌનું સ્વાગત કર્યું અને કહ્યું :
શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહનું સ્વાગત પ્રવચન્ત
સંઘની સ્થાપનાને લગભગ ચાલીસ વર્ષ થયાં છે. વિશિષ્ટ વિચારસરણી સાથે જન્મેલી આ સંસ્થા છે. સભ્યોની સંખ્યાની
ચિંતા કરવા કરતાં એક વિચારનાં ભાઈ–બહેનને એકઠા કરવા
એ આ સંસ્થાની નીતિ રહી છે. આજે તે આખા યુગ પલટાઈ ગયા છે. ચાલીસ વર્ષની પહેલાની અને આજની–જૈન સમાજની તેમ જ દેશની—સ્થિતિમાં ભારે ફરક છે. યુવક સંઘે નવા વિચાર ફેલાવવાનું કામ આટલાં વર્ષોથી કર્યું છે. અલબત્ત, સામાજિક સેવાના ક્ષેત્રે સંઘે કોઈ નોંધપાત્ર કામ કર્યું નથી, પરંતુ વિચાર પરિવર્તનનું તેણે ભારે મેટું કામ કર્યું છે. આ કાર્ય સંઘની પ્રવૃત્તિ પ્રબુદ્ધ જીવન અને વ્યાખ્યાનમાળા દ્વારા થઈ રહ્યું છે. સંઘ આટલા વર્ષોની પ્રવૃત્તિ પછી પણ જૈન સમાજમાં સાંપ્રદાયિકતા ઓછી કરવામાં સફળ થયો છે એમ પણ હું નહિ કહું. આનું કારણ આપણા જૈન ભાઈઓના અંતરમાં એકતા ઊતરતી નથી એ છે. ફ્કત બહારથી જ એકતાની વાત થાય છે.
શ્રી મુંબઇ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટચ્ડ નકલ ૪૦ પૈસા
આજે પરમાનંદભાઈના પોતાના વિચારોમાં પણ પરિવર્તન ક્યું છે. આજે તેઓ જૈન સમાજ પૂરતા સીમિત વિચારના નથી આ માટે કેટલાક ભાઈઓના એમના પ્રત્યે આક્ષેપ પણ છે અને કહે છે કે તમારી દષ્ટિ રાષ્ટ્રીય પ્રશ્નો પર જ રહી છે. તેમણે જૈન સમાજની ચિન્તા છેાડી દીધી છે એમ નથી, પણ તેઓ પણ એક જાતની નિરાશા અનુભવે છે. કંઈ ફળદાયક આપી શકે એવું એ જોતા નથી. આજે જૈન અને જૈનેતર સમાજમાં પ્રબુદ્ધ જીવન એક જુદી જ ભાતનું પત્ર બન્યું છે. આનું કારણ એ છે કે જ્યારે
બીજાં પત્રામાં એક યા ખીજા પ્રકારે સાંપ્રદાયિકતાના ભાવ જોવામાં આવે છે, જે આ પત્રમાં નથી.
ભગવાન મહાવીરને નિર્વાણ મહોત્સવ ચાર વર્ષ પછી આવે છે. આ પ્રસંગને ઉચિત રીતે ઉજવવા પ્રયત્ન થઈ રહ્યા છે, આમાં જૈન સમાજ જોઈએ એટલે જાગૃત થયો નથી. સાધુ મુનિરાજોને સમાજ ઉપર હજી સારો પ્રભાવ છે, પણ વર્તમાન જીવનની સાથે જીવનદર્શન પલટાવવું જોઈએ એ બતાવવાની શકિત બહુ ઓછા મુનિરાજોમાં છે. આનું કારણ એ પણ હોઈ શકે કે એમના જ્ઞાનની મર્યાદા સીમિત છે; પરંતુ શ્રમણ સાંધના જે પ્રભાવ છે એ સમાજનાં ક્લ્યાણમાં વપરાય અને નહિ કે એને ક્ષીણ કરવામાં એ જરૂરનું છે. જૈન યુવક સંઘ રાષ્ટ્રીય ભાવનાના આવિષ્કારના એક ભાગ તરીકે જન્મ્યા હતા. એથી રાષ્ટ્રીય પ્રશ્ન ઉપર એનું વિશેષ ધ્યાન રહ્યું છે, અને રાષ્ટ્રીય ઉત્કર્ષમાં જૈન સમાજ કઈ રીતે ફાળો આપી શકે એ દષ્ટિથી જ યુવક સંઘની પ્રવૃત્તિ આજ સુધી ચાલી રહી છે. પ્રબુદ્ધ જીવન અને પર્યુષણ વ્યાખ્યાનમાળામાં જે ઉચ્ચ ધારણ સત્યનિષ્ટા અને વિવેક જળવાય છે એ સહેલું કામ નથી અને આના ઘણા જ યશ પરમાનંદભાઈને ભાગે જાય છે. પરમાનંદભાઈને સંતાપ આપી શકે એવા કોઈ ઉત્તરાધિકારી એમને મળ્યો નથી એની અમને ચિન્તા છે, પરંતુ સદ્ભાગ્યે સાંસ્કૃતિક પ્રવૃત્તિએ વિકસાવી શકાય એવી જગ્યા આજે સાંધને મળી છે અને આપ સૌના સહકારની અમને અપેક્ષા છે. આમ કહીને હું હવે આપ સર્વનું તેમ જ પૂજ્ય કાકાસાહેબનું હાર્દિક સ્વાગત કરું છું. :
ત્યાર બાદ સંઘના પ્રાણસમા અને સંઘના ઉપપ્રમુખ શ્રી પરમ!નંદભાઈએ લેખિત નિવેદન રજૂ કર્યું, જે નીચે મુજબ છે:
શ્રી પરમાનંદભાઈ નું નિવેદન
આજે જે સંસ્થાએ ૪૦ વર્ષ પૂરાં કર્યાં છે અને તેના પ્રાભથી આજ સુધીની કાર્યવાહીને હું માત્ર સાક્ષી નહિ, પણ સક્રિય કાર્યકર્તા રહ્યો છું, તે સંધના નવા વિશાળ કાર્યાલયનું પૂજ્ય કાકાસાહેબના હાથે ઉદ્ઘાટન થઈ રહ્યું છે ત્યારે, અંગત રીતે અનુભવાતા આનંદરોમાંચને હું કયા શબ્દોમાં વ્યકત કર્યું એ સમજાતું નથી. આ પ્રસંગે એ ૪૦ વર્ષ દરમિયાન સંઘ જે જુદા જુદા તબક્કાઓમાંથી પસાર થયા છે તે તબક્કાઓ એક ચિત્રપટના આકારમાં મારી કલ્પનાની આંખો સમક્ષ પ્રત્યક્ષ થાય છે. પ્રારંભના એ દિવસે, જ્યારે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજમાં બાલદીક્ષા સામે ઉગ્ર આન્દોલન ચાલી રહ્યું હતું ત્યારે, એ આન્દોલનને જોર આપવું, ધર્મના નામે ચાલતાં દંભે અને પાખંડોને