SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧-૭૦ પ્રબુદ્ધ જીવન ૧૯૭ ઓના કારણે વધ્યો હતે- પણ પરમાનંદભાઈ સાથે પરિચય તે અકાશના તારાને કારણે નહિં, પણ દુન્યવી માણસના જીવનનો અસંખ્ય પાસાઓને કારણે વધતે ગયે. હવે એને પરિચય ન કહેતા આત્મીયતા જ કહેવી જોઈએ. પરમાનંદભાઈ એટલે સંસ્કારિતા, વિવિધ વિષયેની જાગૃત જિજ્ઞાસા અને કોઈ પણ વાતમાં કોઈ કાળે અતિરેક ન કરવાની સંયમપૂર્ણ વ્યવહારકુશળતા. સંભવ છે કે આ સ્વભાવ બધા જ ગુજરાતીઓને અને તેમાં ગુજરાતના જેને હશે. પરમાનંદભાઈ તે આ ત્રણે ગુણની સ્નેહયુકત પ્રત્યક્ષ મૂર્તિ. જો અમારો સંબંધ ચાર દાયકા સુધી એકધારે ટકી અને વધ્યો હશે તો તેનું બધું શ્રેય પરમાનંદભાઈને જ છે. હું લોકોને ઘણીવાર કહું છું કે હું સ્વભાવે અને સંસ્કારે જૈન બની ગયો હોઉં તો તે પરમાનંદભાઈને લીધે જ છે. પંડિત સુખલાલજી, બેચરદાસજી અને મુનિ જીનવિજયજીને સહયોગ તે પાછળથી પ્રાપ્ત થશે. શ્રી રસિકલાલ પરીખ ગુજરાત વિઘા- પીઠની સ્થાપનાને કારણે મારા સાથી થયો. પછી તો કોણ જાણે કેટલા જેને સાથે મારા સંબંધ વધતો જ ગયો. એની પરમાવધિ તો ભાવનગર તરફના જાણીતા પારેખ કુટુંબની ચંદન જયારે ચિ. સતીશને પરણીને અમારા ઘરમાં આવી અને એણે કાલેલકર કુટુંબને ત્રણ બાળકો આપ્યા ત્યારે થઈ. હું ભલે બટાટા ને રીંગણા ખાતે હોઉં પણ સ્વભાવે અને લાગણીથી પૂર જૈન બની ગયો છું. આમ કેળવેલી અહિસા ગાંધીજીના પ્રભાવથી જીવનવ્યાપી, રાષ્ટ્રવ્યાપી અને માનવતાના ક્ષેત્રમાં સમસ્ત ક્ષેત્રે વ્યાપી થઈ ગઈ. આવડા મોટા જીવનપરિવર્તન માટે પરમાનંદભાઈ કારણીભૂત થયા. પણ એનું શ્રેય હું એમને આપું તે એમને પણ અડવું લાગે અને મને પણ વિચિત્ર લાગે. શ્રેય આપવામાં પણ મર્યાદાનું અતિક્રમણ થાય તો તે પરમાનંદભાઈને બિલકુલ ન જ ગમે. આ થઈ અમારા અંગત સંબંધની વાત. પણ પરમાનંદભાઈએ પોતાની પ્રવૃત્તિ દ્વારા મુંબઈના જૈન સમાજ સાથે મારો ઉત્કટ સંબંધ બાંધ્યો, એ વસ્તુ આજને પ્રસંગે ખાસ પ્રસ્તુત છે. પરમાનંદભાઈની જૈન સમાજની સેવા બાર બાર વર્ષના ચાર તપ કરતાં વધારેની હશે. આવી સેવા આટલા લાંબા કાળ સુધી અવ્યાહત ચાલતી આવી છે એનું મુખ્ય કારણ પરમાનંદભાઈની ‘ચીવટપૂર્વક મર્યાદા સાચવવાની વ્યવહારકુશળતા’ જ છે. તેઓ જે સેવાઓ ઊપાડે, તે નિયમિત રીતે અને સમાજને સહેજે માન્ય થાય એ ઢબે આપતા જાય. સેવા સમાજમાન્ય થઈ દીપી ઊઠી, અને અસરકારક થઈ, એટલાથી ફલાઈ જઈ સેવાનું ક્ષેત્ર વધારવું, ઊંડાણમાં ઊતારવું અથવા એ સેવાના અંગ પ્રત્યંગા વધારવા એવી ભૂલ પરમાનંદભાઈ કોઈ કાળે ન કરે. જે કામ હાથમાં લીધું તે શાભાવવું, હમેશને માટે નભાવવું અને પાકટપણે એની સુગંધ ફેલાવતા જવું એમાં જ કોય છે. એ છે પરમાનંદભાઈને જીવન સિદ્ધાંત. તેથી એમણે જૈન યુવક સંઘની સ્થાપના કરી, એ સંઘનું એક મુખપત્ર ચલાવ્યાં. એના આદર્શ વિક્સાવ્યા. સમાજની સાંપ્રદાયિકતા ઉપર પ્રહાર કર્યા વગર, બની શકે તેટલી એ સાંપ્રદાયિકતા ઓગાળી નાખવી અને સમાજ ઝીલી શકે એ ક્રમે સમાજના જીવનરસે અને ચિંતન-ક્ષેત્રે વ્યાપક કરતાં જવું એ રહી પરમાનંદભાઈની સ્થાયી નીતિ. સંઘ અને એની પત્રિકાની બેવડી પ્રવૃત્તિ સાથે જ ખીલેલી પર્યુષણ પર્વની વ્યાખ્યાનમાળાએ પરમાનંદભાઈને સમાજસેવાનું ત્રીજું ક્ષેત્ર આપ્યું. જૈન સમાજ માટે મૂળે પર્યુષણ પર્વ તે “જ્ઞાન અને તપસ્યા રૂઢ રીતે ખીલવવાનું’ એક પર્વ. એમાં વ્યકિતગત સાધના જ વધારે, સામાજિક તત્વ નહિ જેવું. એ પર્વને આઝાય લઈ જૈન સમાજને ધર્મ અને તત્ત્વજ્ઞાન સાથે જીવનની વિશાળ ભવ્યતાને ખ્યાલ આપવા માટે પરમાનંદભાઈએ એક વ્યાખ્યાનમાળા યોજી અને સમાજને સંસ્કારિતાને એક વિરાટ રસ ચખાડા. પર્યું પણ વ્યાખ્યાનમાળાની સફળતા જોઈ એનું અનુકરણ અનેક ઠેકાણે શરૂ થયું. સુદૂર કલકત્તા સુધી એવી જ વ્યાખ્યાનમાળા - ચાલતી મેં જોઈ છે. આ વ્યાખ્યાન માળા મારફતે પરમાનંદભાઈએ જૈન સમજની, અને એ સમાજના સંબંધમાં આવનાર બીજા સમાજની નિક્કર સાંસ્કૃતિક સેવા કરી છે. આ વ્યાખ્યાનમાળા માટે વકતાઓની પસંદગી કરવામાં પરમાનંદભાઈની બધી કુનેહ કામ આવી છે. વકતાઓ કેવળ જૈન નહિ, કેવળ હિંદુ નહિ કેવળ ભારતીય નહિ. એમણે તે અનેક ધર્મના અને અનેક ખંડના વકતાઓ પકડી આણ્યા છે. એમાં વિદ્રાને પણ છે અને વિદુષીએ પણ છે. આટલી સફળતા મળ્યા પછી કોઈ પણ માણસ લાભમાં તણાઈ સમાજ સુધારાની, ધર્મ સંસ્કરણની અને રાજદ્વારી પક્ષની પ્રવૃત્તિઓમાં તણાઈ જાત અને નવા યુગને માટે અનુકૂળ એવા સાંસ્કૃતિક સંગઠને ઊભા કરત. પણ પરમાનંદભાઈને વિશ્વાસ સંસ્થાઓ ચલાવવા કરતાં સંસ્કારિતા ફેલાવવામાં વધારે છે. સમાજ પિતાની સંકુચિતતા છેડે, વ્યાપક રીતે વિચાર કરતા થાય, બૌદ્ધિક ઉદારતા કેળવે એટલે શ્રોતાએ જીવનસમૃદ્ધ થવાના જ. પછી તેઓ અનેકાનેક સંસ્થાઓમાં અને પ્રવૃત્તિઓમાં દાખલ થવાની. માનવકલ્યાણની વિશુદ્ધ પ્રવૃત્તિઓને પોષણ આપવાના. અને સરાવાળે સમાજનું આખું વાતાવરણ વિશાળ, ઉન્નત અને પ્રાણવાન થવાનું. આ બધું એની મેળે થવાનું છે, એ વિશ્વાસે પરમાનંદભાઈ સંઘ, એનું પ્રબુદ્ધ જીવન અને પર્યુષણ પર્વની વ્યાખ્યાનમાળાને વળગી રહ્યા છે. પરમાનંદભાઈ સાથે સહકાર કરતાં પોતે જોખમમાં આવવાની કે તણાઈ જવાની કોઈને બીક ઉત્પન્ન થતી નથી. તેથી દરેક માણસ પિતાની શકિત, વૃત્તિ અને ઉત્સાહ પ્રમાણે એમને જેટલો સહકાર આપે તેટલાથી પરમાનંદભાઈ સંતુષ્ટ રહે છે. આ રીતે એમણે કેટલાયે સાથીઓને પ્રસન્નન્સહકાર મેળવ્યું છે અને તે દર વર્ષે વધતું જાય છે. આમ પ્રવૃત્તિ વધતી ગઈ, છતાં એમણે પોતાનું નાનકડું અને એક ખૂણામાં આવેલું કાર્યાલય છોડયું નહિ. આને ‘કલેવરનિષ્ઠા’ કહીએ, કે કંજુસાઈ કહીએ. બંને હોઈ શકે. પણ અંતે જ્યારે પ્રવૃત્તિઓ કેમે કરીને જના કાર્યાલયમાં સમાય નહિ એવી સ્થિતિ ઊભી થઈ ત્યારે લાચાર થઈને કહે કે ઊતરતી અવસ્થામાં પ્રગટ થતા વીરલા ઉત્સાહથી કહે, પરમાનંદભાઈએ સ્થાનાંતર કરવાનું યોગ્ય ધાર્યું. એમને ઉત્તમ ઠેકાણે સારી જગ્યા મળી. એમના સાથીઓએ એ જગ્યાએ “શ્રી પરમાનંદભાઈ કાપડિયા સભાગૃહ” સ્થાપન કરવાનું નક્કી કર્યું. એના ઉદ્ઘાટનને અર્થે, અને શુભ આરંભને અર્થે, આપણે અહીં ભેગા થયા છીએ. | ગમે તેટલી પ્રગતિ કરી હોય અને નવા નવા સંબંધો ખીલ્યા હોય તે જના સંબંધોને વફાદાર રહેવું એ ખ્યાલથી (અથવા સ્વભાવથી) આજના શુભ પ્રસંગે જના સહયોગીઓને જે બેલાવવાનું એમને ઉચિત લાગ્યું. આજને પ્રસંગે સર્વોત્તમ જૈન પંડિત સુખલાલજીને આપણે આણી શકયા હેત તે આપણને પરમાનંદ થાત. પણ એવું નામ ધારણ કરવાથી માણસને હમેશા પરમાનંદ મળે જ છે એમ નથી. એટલે દૂધ નહિ તે છાશ એ ન્યાયે પરમાનંદભાઈએ પિતાના જૂનામાં જૂના સાથીને પકડયો. અને એ રીતે આપ સહુ મને આ સ્થાને જુઓ છે. અને મારાથી ‘ના’ પણ કેમ પડાય? એક વખતના મારા અંગત મંત્રી સ્વ. રાંદ્રશંકર શુકલે મારું નામ પાડયું હતું “ ભીડ ભેજીને." મુખ્ય માણસ ને મળે તે એ ભીડ ટાળવા માટે લેકે અચૂક મને યાદ કરવાની. અને ભીડને પ્રસંગે લોકોને વહારે ધાવા જેટલી ઉદારતા મેં કેળવી જ છે. એટલે કશી આનાકાની વગર મેં પરમાનંદભાઈને ‘હા’ પાડી. અને તેઓ રાજી થયા. મને આમંત્રણ આપતી વખતે એમણે પોતાની બધી દલીલ મારી આગળ રજૂ કરી હતી. “સન ૧૯૨૯માં મુંબઈ જન યુવક સંઘ સ્થપાયે ત્યારથી એની પ્રવૃત્તિ વિશે તમે જાણે છે.” એમ કહીને એમણે મને બાંધવાને પ્રારંભ કર્યો. “સન ૧૯૫૪માં સંઘને રજત મહોત્સવ ઉજવાયો ત્યારે તમે પ્રમુખસ્થાને હતા. એ જ રીતે અમારા “પ્રબુદ્ધ જીવનને રજત મહોત્સવ અને ૧૯૬૪ માં ઊજવાયો હતો તે પણ આપના જ પ્રમુખસ્થાને. પ્રબુદ્ધ જૈન'ની શરૂઆત પણ આપના જ મંગળ લેખથી કરવામાં આવી હતી. અમારી પર્યુષણ પર્વની વ્યાખ્યાનમાળામાં ઘણુંખરું પ્રારંભથી ઘણા વર્ષ સુધી છેલ્લું ઉપસંહારનું વ્યાખ્યાન આપવું જ રાખવામાં આવતું હતું. આ ઉપરથી ખ્યાલ આવશે કે અમારા સંઘની પ્રવૃત્તિ સાથે આપ ઘણા ગાઢ રીતે આજ સુધી સંકળાયેલા રહ્યા છે.” આવી જબરદસ્ત દલીલ સાથેના આમંત્રણને ઈન્કાર કોણ કરી શકે? અને સાચી વાતને ઈન્કાર પણ શે હોઈ શકે ? કેવળ પરમાનંદભાઈએ નહિ પણ ગુજરાતની આખા જૈન સમાજે મને અપનાવી મારું જીવન ધન્ય કર્યું છે. એટલે પિતાને સંતોષ
SR No.525955
Book TitlePrabuddha Jivan 1970 Year 31 Ank 17 to 24 and Year 32 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1970
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy