________________
૨૧૬
પ્રબુદ્ધ જીવન
તા. ૧૯-૧-૭૦
ગુણો કેળવવા કેવા કેવા પ્રતિકુળ સંયોગમાં જાણી જોઈને તેમને જવું પડયું હતું અને વર્તમાન ધર્મસુધારક તથા ધર્મસંશોધક પૂ. ગાંધીજીની તે જીવનચર્યા સૌને સુદિવિદિત જ છે. તેમાં એમણે નૌઆખલી જેવા વિશેષ પ્રતિકૂળ પ્રદેશમાં જઈને અહિંસાની જે આરાધના કરેલ છે તે તે બેજોડ છે એમ કહેવામાં જરાય અત્યુકિત નથી. તથા એક કુષ્ટીની સારવાર પોતે જાતે અને પિતાને હાથે કરીને સાચા સુધારક અને સંશોધકને અસાધારણ આદર્શ આપણી સામે ઊભા કરેલ છે. આ હકીકત પં. દરબારીલાલજી સારી રીતે જાણે છે, સમજે છે, છતાં તેમના જેવા બુદ્ધિમાન પુરુષને આવા જુદો મઠ તે પણ સત્ય અને અહિંસાની શુદ્ધ સ્થાપના માટે બનાવવાનું સૂઝયું એ એક રીતે એમની બુદ્ધિમત્તા તથા તાર્કિકતાને ભારે પડકાર રૂપ નથી? કેવળ સત્યની રક્ષા માટે જ સા ક્રેટીસે ઝેરને પ્યાલો પીવાને બદલે પોતાના વતનમાં એક દેવળ બાંધીને તેમાં સત્યની મૂર્તિ કે વિશેષ જુદી જુદી મૂતિઓ સ્થાપી હોત અને તે રોજ ચંદનપુષ્પાદિ દ્વારા તે મૂર્તિની પૂજા કરતો રહ્યો હોત, તે મંદિરમાં ઘંટા વગાડતે રહ્યો હોત અને સત્યની મૂર્તિની આરતીએ જ ઊતારતો રહ્યો હોત તે સત્યની આરાધના થાત ખરી ? પંડિતજીએ મઠ તે સ્થાપ્યું, પણ તેમાં સત્યેશની અને મમ્મશી એટલે અહિંસાની મૂર્તિ બનાવી, તેની જુદી જુદી મુદ્રા બતાવી. તેટલા માત્રથી પંડિત શું એમ સમજતા હશે કે સત્યને પરમેશ્વરનું નામ આપવાથી અને અહિંસાને બદલે જેને કોઈ સમજી ન શકે એવા નવો ‘મમ્મશી’ શબ્દ વાપરવાથી સત્ય અને અહિંસાનું પોતાના મનમાં અને લોકોના મનમાં અવતરણ થઈ જશે? પંડિતજી ભારે ચતુર છે, તાર્કિક છે, છતાં તેઓ આ રસ્તે ફંટાયા છે તેથી એવી કલ્પનાને અવકાશ મળવાને સંભવ છે કે તેમણે પોતાના નામ સાથે જોડેલે ‘સ્વામીશબ્દ કદાચ સાથિક કરવું હોય? અને જેમ બીજા પુરોહિત અને પંડાએ લોકોના અજ્ઞાનને લાભ લઈ લોકોના સ્વામી બની રહેલ છે તેમ પંડિતજીને પણ તેમ કરવામાં કદાચ મજા આવતી હોય એમ કેમ ન બને? આ પુસ્તકમાં પહેલું જ પાનું દસ ચિત્રવાળું છે, જેમાં વચ્ચે સદાદાની મૂર્તિ છે અને એની પડખે જ મમ્મશીની મતિ છે. મૂર્તિ મમ્મશીની છે, છતાં તેના ડાબા હાથમાં ગદા આપવામાં આવેલ છે. આ ચિત્ર ઉપરથી પંડિતજીના જ મનમાં પોતે કપેલી મમ્મશી ઉપર વિશ્વાસ છે કે તેના હાથમાં આપેલ ગદા ઉપર વિશ્વાસ છે? અહિંસાના ભૂતપૂર્વ સાધકે અને વર્તમાન સાધકે કોઈએ
અહિંસાના આરાધન સાથે ગદાનું પણ આરાધન કર્યું હોય તેવું આજ સુધી જાણ્યું નથી. આ તે અહિંસા ઉપરના અગ્વિાસ જેવું ચિત્ર છે અને મમ્મશી અને ગદા એ બન્ને એકદમ વિરોધી વસ્તુ છે, છતાં અહિંસાની વાસ્તવિક સ્થાપના માટે પંડિતજીને ગદાની પણ જરૂરી કેમ પડી એ જરાય સમજમાં આવતું નથી. જો કે પંડિતજીએ આ અંગે એવા ખુલાસે કરેલ છે કે સુખશાંતિ બઢાનેવાલા કાર્ય વિના શકિત કે નહીં હતા. ‘ઈસલિયે શકિતશાલી ભી બને” પંડિતજીને આ ખુલાસે એમ જણાવે છે કે અહિંસાની પોતાની જ શકિતને આ ખુલાસા લખનારને ખ્યાલ નથી. અહિંસા પતે એક પ્રચંડ શકિતનો ઝરો છે. તેની સામે કોઈ પણ સુખશાંતિબાધક બીજી શકિત ટકી શકતી નથી, માત્ર અહિંસાની શકિતમાં પૂરો વિશ્વાસ અને તેનું પૂરું આચરણ હોવું જોઈએ. આપણે સૌએ હજી હમણાં જે પ્રત્યક્ષ કરેલ છે કે અહિંસાની શકિત સામે શસ્ત્રો નકામાં જાય છે. આ બે મૂતિઓ વચ્ચે રાખી, સશની બાજુમાં જ જમણા હાથ તરફ ચાલુ કલ્પના પ્રમાણે કૃષ્ણની, બુદ્ધની અને ઈસામસીહની મૂતિઓ છે અને મમ્મશીની બાજુમાં ડાબા હાથ તરફ રામની મહાવીરની અને જરથુસ્તની મૂર્તિઓ છે. ઈસ્લામની સૂચક કોઈ મૃતિ હાલમાં નથી રાખી, પણ મક્કા મદીનાનાં ચિત્રોથી કામ ચલા વેલ છે. પણ પંડિતજીની ઈચ્છા છે કે થોડા સમય પછી તેઓ પોતાના સત્ય રમઠમાં પેગંબર મહમ્મદ સાહેબની પણ મૂર્તિ બેસારવાના છે
અને વિશેષમાં પંડિતજી એવી પણ ઈચ્છા રાખે છે કે આવા સત્યાર મઠ ઘણે સ્થળે સ્થપાયેલા છે તેમ બીજે પણ અનેક સ્થળોએ સ્થપાવા જોઈએ. આમ અનેક મૂતિઓને શંભુમેળ કરવાથી સત્યની, અહિસાની, એકતાની અને સર્વધર્મસમભાવની પ્રસ્થાપના કેમ કરીને થઈ શકશે? આ પુસ્તકમાં એ ચિત્રો અને મૂતિઓ ઉપરાંત પોતાના સત્યારમઠની સ્તુતિ, સત્યેશની આરતી, મમ્મશીની સ્તુતિ, પીહર સત્યાર - વગેરે કવિતાઓ ભજનઢબની આપેલી છે. આમ આ આરતી વગેરે આજ સુધી ઘણાં ચાલતાં રહ્યાં છતાં સત્ય અને અહિંસા વગેરેનું અવતરણ માણસના મનમાં વાસ્તવિક રીતે બરાબર નથી થયું. તે પછી આ નવી આરતી વગેરેથી શી રીતે થશે એ જ સમજાતું નથી. આ પુસ્તકમાં છેલ્લે છેલ્લે પંડિતજીના એક પ્રેમી ગૃહસ્થ રચેલી સત્યભકત પ્રશસ્તિ તથા દેવદરબાર નામની કવિતાઓ પણ છપાયેલ છે. પંડિતજીના આ સત્યારમઠને લીધે બીજું કાંઈ સફળ થાય કે ન થાય, પણ સ્વામી સત્યભકતની પ્રશસ્તિ અને પં. દરબારીલાલજીના નામને દેવદરબાર એ જરૂર સફળ થવાને. અમને લાગે છે કે પંડિતજીની તીવ્ર તર્કશકિત ગુંચવાડામાં પડી જઈ છેવટે આ ઈદે તૃતીય ઉપજાવવામાં કામ આવી, એ ધર્મના સંશોધનની દષ્ટિએ ભારે કમનસીબીની વાત ગણાવી જોઈએ. એમણે એટલે પંડિત દરબારીલાલજીએ જે નવી ભાષા, તેના નવા શબ્દો અને ક્રિયાપદ તથા તેના પ્રત્ય વગેરેની જે કોઈના પણ
ધ્યાનમાં ન આવે એવી અદ્ભુત કલ્પના ઊભી કરી તેની એક • ખાસ ચેપડી પણ છપાવેલ છે અને તે પોતે કપેલી ભાષાનું નામ ‘માનવભીષા’ આપવા સુધીની ધૃષ્ટતા કરેલ છે. આ ધૃષ્ટતા સાથે પંડિતજીએ એકવાર રાષ્ટ્રપતિપદ માટે કરેલી ઉમેદવારીની પણ તેમની અસાધારણ ધૃતા સરખાવવા જેવી છે. કયાં સત્ય અને અહિંસાની વાસ્તવિક સ્થાપનાની તાલાવેલી અને કયાં આ રાષ્ટ્રપતિપદની ઝંખના? આ ભારે વિષમતા અને એની સાથે પિતાને સયેશ અને મમ્મશીની મૂર્તિવાળો આ સત્યારમઠ - આ બધું બખડજંતર જેવું એકબીજા સાથે અસંગત છે એમ અમને તે દેખાય છે. પણ આ અજ્ઞાનપ્રધાન દેશમાં શું શું વિચિત્ર ચાલ્યું નથી અને ચાલવું પણ નથી? પંડિતજીએ કલ્પેલી નવી માનવભાષાના નમૂનારૂપ થોડા શબ્દો વગેરે આપી આ અવલોકન પુરું કરીએ.
શબ્દ અર્થ મમ્મશી - અહિંસા (ધાતુ) અભ- શ્રદ્ધાપૂર્વક આજ્ઞા ઉપદેશ માનના ‘અભ” ઉપરથી ‘અભ્યલ ક્રિયાપદ
પુમ – સભી - (ધાતુ) અંક – વિવેક કરના: ‘અંક ઉપરથી “અંકલ” ક્રિયાપદ,
ઉપર આપેલા શબ્દો એમના સત્યારમઠના મંત્રમાં વપરાયેલા છે. આ ઉપરાંત તેમણે કલ્પેલી વિચિત્ર ભાષાના વાકયના નમૂના આ પ્રમાણે છે:? અંકો માનો – 'વિવેક મનુણતા હૈ ૨ ઇ છે fir- વ ધ મૂક હૈ ३ चुम अंकोरो डानसू- जिसने बिवक पा लिया। ४ जुम मिकलू बोधिम्म- वह विद्वानोका शिरोमणि बन गया।
અંતમાં અમે પંડિતજીને એક નમ્ર વિનંતિ કરી લઈએ કે તેઓ આ રાજકારણની ખુરશી જેવા ફંદામાંથી નીકળી જવા પ્રયત્ન કરે અને સત્યધર્મના સંશોધન માટે પુરુષાર્થ કરવા સાવધાન થાય. જે કે મોડું તો ઘણું થઈ ગયું છે પણ ‘જાગ્યા ત્યાંથી સવાર - અહીં પંડિતજીએ ઉપજાવેલી નવી ભાષા અને તેના શબ્દ " વિશે જે કાંઈ લખ્યું છે તે તેમની માનવભાષા” નામની તેમણે જ રચેલી અને છપાયેલી ચોપડીને આધારે લખેલું છે. એ પુસ્તકમાં “૧૭-૬-૪૭ વધ’ એમ છાપીને એને સમય બતાવેલ છે.
બેચરદાસ જીવરાજ દેશી
માલિક શ્રી મુબઈ જૈન યુવક સંધ: મુદ્રક અને પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી.પી. રોડ, મુંબઈ–૪,
- મુદ્રણસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કેટ, મુંબઈ–૧