________________
તા. ૧૬-૮-૧૯૭૦
પ્રબુદ્ધ જીવન
===
==
=
=
===
====
વસતિ–ગણતરી અને જૈનધર્મ ભાઈએ
-
તે મારી બધી વ્યથા ઉર્ધ્વગામી બનશે માટે આ પારસમણિથી મારૂં જીવન પૂર્ણ કરી દે!)
આધારે ગાયે ગાયે
પરશ તબ, . સારા રાતે ફટાફ
તારા નબ નબ, નયને દ્રષ્ટિ હોતે
ગુચ્છબે કાલે ખાને પડખે શેકાય
દેખબે આલે, બેથ મેર ઊઠબે જેલે ઉર્ધ્વ પાને !
– હે જીબન પૂર્ન કરો – આવું સમૃદ્ધ જીવનદર્શન પામનાર કવિ પાસે પ્રેરણા ને હિમતનું ભાથું તે કેમ ખૂટે? ખુદ ગાંધીજીને એમના ગીતે અજબ પ્રેરણા આપેલી–કયારે? હિંસા ને વેર-ઝેરના ભીષણ તાંડવમાં હોમાઇ રહેલા આખલિમાં શાંતિ સ્થાપવા પ્રવેશ્યા ત્યારે ! એ પ્રેરણાભર્યું ગીત -
“જો દિ તારું ડાક સૂને
કેઉ ના આશે
બે એકલા ચલો રે...” સ્વ. મહાદેવભાઇ દેસાઇની કલમે લોકપ્રિય અનુવાદ પામ્યું છે આ ગીત –
તારી જો હાક સુણી કોઈ ના આવે તો
એકલો જાને રે.” ' “જ્યારે દીવ ના ધરે કોઈ
ઓ રે, ઓ રે, ઓ અભાગી ! દીવો ના ધરે, જ્યારે ઘનઘેરી તુફાની રાતે
બાર વાસે તને જોઇ ત્યારે આભની વીજે એ તું સળગી જઈ સૌને દીવ એકલો થાને રે
- તારી જે...” આવી એક એકથી ચડે એવી બળદાયી કડીઓ દ્વારા જીવનની પ્રેરણા પાનાર કવિ મૃત્યુને કેવી રીતે જુએ છે? અરે મૃત્યુને પણ મંગલતાથી મહેકતું કરનાર કવિ કહે છે“ મરન રે,
_હું મમ શેમ સમાન, મેઘબરન તુજ
મેઘ જટાજૂટ, રકત અધર કર
રકત કમલ પૂટ, તાપ બિમેચન કોસન કર તબ
મૃg અમૃત કરે દાન - તૂહું મમ...” મરણ, તું તો મને શ્યામ – કૃષ્ણ જેવું સુંદર લાગે છે. મેઘવણ તારી જટા છે, લાલ હોઠ છે ને હાથમાં લાલ કમલને સંપૂટ છે. તું તારી કરુણાભર્યા હાથથી મારી ત્રિવિધ તાપમાંથી–-આધિ, વ્યાધિ ને ઉપાધિમાંથી મુકિત કરાવીને મને અમૃતનું દાન કરે છે.
અને ખરેખર, સને ૧૯૪૧ ના આગસ્ટની સાતમીએ કવિવર ટાગોરે એ મંગલ મિલનને પ્રસન્નતાથી વધાવી લીધું! એ ગયા, પરંતુ એમના સૂરિલ ગીતના રણકાર આકાશમાં સદાય ગૂંજતા જ રહ્યા, ગુંજતા જ રહ્યા...........
ગીતા પરીખ
‘જન્મભૂમિ'ના તા. ૧૦–૭–૭૦ના અંકમાં શ્રી વિનોદ શાહે જૈન ભાઈઓને આગામી વસતિગણતરીમાં “જૈન” તરીકે અલગ લખાવવાની વિનંતિ કરી છે. ધર્મ કે સંપ્રદાયની દષ્ટિએ હિંદુઓ એવી પોતપોતાની ઓળખ આપે તો એ ખોટું નથી અને એ પ્રમાણે અગાઉની ગણતરીઓમાં થતું હતું. અહીં માત્ર “જૈન” તરીકે જ નોંધવાનું કહેવામાં આવ્યું હોય તો એ મને આત્મવિઘાતક પગલું લાગે છે. જ્યારે સમગ્ર હિંદુ સમાજ એકરૂપ રહી ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના રક્ષણની દિશામાં જાગૃત બની રહ્યો છે ત્યારે એના એક અંગને એનાથી જુદું પાડી, સમાજમાં હજારો વર્ષથી સમન્વયની અને તેથી એકાત્મકતાની ભાવના છે તેને તોડી પાડવામાં કયાં કોનું હિત છે? અમારા જેવા બચપણથી જ જૈન ધર્મીઓ સાથે એકાત્મકતા અનુભવતા, વળી જૈન ધર્મ, સમાજ અને એના વિશાળ પ્રાકૃત–સંસ્કૃત અપભ્રંશ અને જૂની ગુજરાતી વગેરે ભાષાઓના સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય અને લલિતકળાઓમાં ઓતપ્રોત થઇ સંપૂર્ણ આત્મીયતા અનુભવનારા ચાહકોને કયાં જુદાપણું છે? બૌદ્ધ, જૈન, લોકાયત, ચાર્વાક, લિંગાયતે, શીખે, નાનકપંથીઓ, કબીરપંથીઓ, રામદેપીરના અનુયાયીએ, પરણામી. વગેરે સૌ વિશાળ હિંદુ સમાજનાં જ અનન્ય અંગ છે. સ્વાભાવિક રીતે જ હિંદુકોડમાં ભારતીય ધર્મપ્રણાલીઓમાં માનતા વિવિધ સમાજ સમાવેશ પામી રહ્યો છે. એમાંથી છૂટા પડવા પાછળ વર્તમાન રાજકારણ સિવાય બીજું કોઇ કારણ કળાનું નથી. રીતરિવાજ, બંધારણ, જ્ઞાતિઓ વગેરેની દષ્ટિએ જૈન, વૈષ્ણવ, મેશ્રી, વણિકો વગેરે વચ્ચે અંતર - ભેદ કયાં છે? પરસ્પર અનન્યતાથી ખાણી-પીણી, લગ્નવ્યવહાર, પેટા જ્ઞાતિની દષ્ટિએ ભેદ કયાં છે? લગ્નાદિ માંગલિક પ્રસંગમાં ગોર બ્રાહ્મણો છે, વિધિ પૌરાણિક છે. વળી દેરાસરમાં સુદીર્ધકાળથી ગઠીઓ તરીકે મુખ્યત્વે બ્રાહ્મણભેજકો વગેરે સેવા આપી રહ્યા છે. એવો જ મોટો બીજો નકરવર્ગ પણ છે. દિગંબરમાં તો જનોઇ ધારણ કરવાની પ્રણાલી છે. હમણાં જ કચ્છમાંના મારા પ્રવાસમાં અનેક સ્થળે જૈનધર્મી ભાઈઓના માથામાં ચટલીનાં પણ દર્શન થયાં. આ જોતાં આપણે કયાં જુદા છીએ એ જ સમજાતું નથી. પાપપુણ્યનો વિચાર, કર્મવાદ, પુનર્જન્મ, જ્ઞાન, ચારિવ્ય, તપ, મેક્ષ વગેરેને લગતી માન્યતાઓમાં આત્યંતિક અંતર કયાં છે? ગીતાના ૧૬ મા અધ્યાયમાં દૈવી જીવોનાં લક્ષણ આપ્યાં છે. ત્યાં હિંદુ માન્યતાથી જેને માન્યતા કયાં જુદી પડે છે? ૧૯૦૫માં લોર્ડ કર્ઝને ભારતીય સમાજમાં ભાગલાની નીતિ અખત્યાર કરી‘ભાગલા પાડો અને રાજ્ય કરો’ની દુષ્ટ નીતિ અમલમાં મૂકી - ત્યારથી હિંદુઓમાંના ફિરકાઓમાં, અરે મુસ્લિમોના ફિરકાઓમાં પણ કુસંપનાં બીજ નાખ્યાં, જેમાંથી સ્વરાજ્ય મળ્યા પછી પણ આપણે મુકત થયા નથી અને કુટિલ રાજકારણ પણ એ ભેદ જાળવી રાખવા પ્રયત્નશીલ છે. અત્યાર સુધી અને આજે, આમ છતાં ઘેર ઘેર, પડોશ પડેશમાં, ગામે ગામ મોટાં નાનાં નગરોમાં ઓતપ્રોત થઇ આત્મીયતાથી રંગાયેલાં આપણે સૌ ભાવિ ભય સામે એકાત્મક રહી ભારતીય સંસ્કૃતિ અને, સભ્યતાને બચાવી શકીશું કે છિન્નવિછિન્ન થઈને બચાવી લઇશું? ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા ઉપરના વિદેશી સંસ્કૃતિ અને જડસભ્યતાના આક્રમણ સમયે સાંપ્રદાયિક ભેદભાવને ઉપસાવી જીવવા જતાં રક્ષણ અને ઓથ વિનાનાં જ બની રહીએ છીએ એ સત્ય, વિચારકોની નજર બહાર નથી જ. અમદાવાદ
કે. કા. શાસ્ત્રી
જન્મભૂમિના તા. ૨૧-૭-૭૦ના અંકમાં આ વિષયે શ્રી. કે. કા. શાસ્ત્રીને એક પત્ર પ્રગટ થયું છે, જે ઉપર પ્રગટ કરવામાં