SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧-૭૦ પ્રબુદ્ધ જીવન છે, જે ક્રૂરતાવાદને જન્મ આપે છે. સંપન્નતા પ્રત્યે ધૃણા નહિ, પ્યાર કરવા જોઈએ, તેનો સ્વીકાર કરવા જોઈએ. ધૃણા તો દરિદ્રતા પ્રત્યે કરવી જોઈએ. ત્યારે જ આપણે ગરીબીને અન્ત લાવી શકીશું. ગાંધીજીના રવૈયાથી ગરીબી તેમ જ ગુલામીની અવિધને વધારે લાંબી બનાવવામાં મદદ મળી છે. પ્રશ્ન: ગાંધીજીએ હરિજનોને માથું ઊંચકીને જીવતા રહેવાના રસ્તા દેખાડયા એમ આપને નથી લાગતું? ઉત્તર: પાછળનાં ૩૦૦-૪૦૦૦ વર્ષો દરમિયાન આપણે કશું પણ બદલવાનો ખ્યાલ છેાડી દીધો છે અને જે જેવું છે તે તેવું આપણે સ્વીકાર કરતા રહ્યા છીએ. આજે જે અછૂત છે તેના માટે આપણે એક સરસ શબ્દ શોધી કાઢયા ‘ હરિજન ’. હું આને એક મોટી બેઈમાની લેખું છું. એ અછૂત હતા ત્યાંના ત્યાં રહ્યો છે, પણ બસ તેને હરિજન કહીને આપણે પણ ખુશી થયા અને તે પણ ખુશી થયો. નામ બદલવામાં આવ્યું છે, પણ અત્યાચાર જેવા હતા તેવા જ ચાલુ છે. હું તો હરિજનોને કહું છું કે તમે ‘હરિજન’શબ્દથી બચો. ‘અછૂત’ શબ્દથી તમને દુ:ખ થાય છે. તમારી જાતને હરિજન કહેવરાવીને તમે એમ સમજો છે કે તમારો આદર વધી ગયા છે. આ આત્માંચના છે. નામંજૂર પ્રશ્ન: શું આપ એમ ધારો છે કે ગાંધીજીના અનુયાયીઓએ ગાંધીજીના સંપૂર્ણ રીતે ઈનકાર કરી દીધા છે? ઉત્તર: એ એમ જ થવાનું હતું. હું તો માનું છું કે મારારજી હોય કે અન્ય કોઈ ગાંધીવાદી – તે વાત એક કરે છે અને કામ બીજું કરે છે. જે આપણે અમુક અસ્વાભાવિક આદર્શના સ્વીકાર કરીને ચાલીએ છીએ તે તેનું પરિણામ એ આવે છે કે તે અસ્વાભાવિક આદર્શને આપણે પહોંચી શકતા નથી અને એમ હાવાથી તેની આપણે માત્ર વાતો જ કરીએ છીએ અને ચાર દરવાજા દ્વારા આપણને સ્વાભાવિક બનવું પડે છે, જે એક પ્રકારની કાયરતા છે પ્રશ્ન: ગાંધીજીના આદર્શોથી વ્યુત થવાનું આપને શું કારણ લાગે છે? ઉત્તર : ગાંધીજીનો ઉકેલ તેમના સમયની પરિસ્થિતિ સાથે ભલે અનુકૂળ હાય-પણ ગાંધીવાદીઓ આજે પણ એ પુરાણા નિદાનને આગળ ધરી રહ્યા છે, તે પ્રમાણે વર્તવાના દાવા કરી રહ્યા છે. જીવન આગળ વધી રહ્યું છે પણ તેમના અનુયાયીઓ જીવનને પાછળ ખેંચી રહ્યા છે. ગાંધીજી પાસે બે પ્રકારના લોકો એકઠા થયા હતા એક એ કે જેમની બુદ્ધિ કેવળ રાજનીતિનીના રંગે રંગાયેલી હતી અને બીજા એ કે જેમની પાસે શાસ્ત્ર અને સિદ્ધાંતની બુદ્ધિ હતી. સત્તાધીશ ગાંધીવાદી સત્તા સંભાળે છે અને મઠાધીશ ગાંધીવાદી શાસ્ત્રનિર્માણમાં લાગેલા છે. સત્તાધીશ ગાંધીવાદીએ સત્ય, અહિંસા સર્વ કાંઈની હિંસા કરી; મઠાધીશ ગાંધીવાદીએ સત્યાગ્રહ, જન-પ્રતિરોધ, અસહયોગઆ સર્વની હત્યા કરી. સત્તા તા હિંસા તથા અસત્યથી ચાલે છે અને તેથી જ તે તે વધારે જોરશેારથી સત્ય અને અહિંસાની વાતે કરતા રહ્યા છે. અપરિગ્રહની વાતો ચાલતી રહી અને સર્વ પ્રકારના પરિગ્રહ થતા રહ્યો. સર્વ પ્રકારની સંપત્તિના સંગ્રહ થતો રહ્યો. મઠાધીશ ગાંધીવાદી સત્યાગ્રહ કરી શકતો નથી તો તેણે ભૂદાન, ગ્રામદાનનું પાખંડ ચલાવ્યું, જેથી નથી સમાજ બદલાતો, નથી વ્યકિત બદલાતી. પ્રશ્ન : આચાર્યશ્રી! આપ ગાંધીજીના પ્રત્યેક આદર્શનું ખંડન કરી રહ્યા છે, પણ એમ લાગે છે કે આજે આખી દુનિયા તેમના આદર્શને સ્વીકારવા લાગી છે. આપને આ અંગે શું જવાબ છે? ઉત્તર: હા, તેનું કારણ છે. આખી દુનિયામાં જ્યાં જ્યાં રૂઢિઓ મરવા લાગી છે, ત્યાં ત્યાં ગાંધીને આદર મળે છે; કારણ ગાંધી દ્વારા રૂઢિઓને ફ્રીથી નવું જીવન મળે છે. કે આપ કહેશેા કે આજે તે રશિયા પણ ગાંધીની જન્મશતાબ્દી ઊજવી રહેલ છે. પણ એ તો તેને રાજનૈતિક મામલા છે. આજે રશિયા પણ પુરાણું મન બની રહ્યું છે. આજે ત્યાં એ હાલત નથી જે ૪૦-૫૦ વર્ષ પહેલાં ત્યાં હતી. તેના દિમાગ જે ૧૯૧૭માં હતો તે આજે નથી. અનુવાદક પરમાનંદ to २०७ ઉદ્ઘાટન પ્રસ ંગે શુભેચ્છાઓના સ ંદેશાઓમાંથી અમદાવાદથી વરન્ડ ફાધર વાલેસ સ્નેહી પરમાનંદભાઈ, સંઘના નવા કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આપ સૌના જેટલા આનંદ હશે એટલેા મારો છે. દુ:ખ એટલું જ કે જાતે આવીને એ આનંદમાં પ્રત્યક્ષ ભાગ ન લઈ શકું; પણ અહીંથી એ શુભ દિવસે સંઘના નવા પ્રસ્થાન અને નાતાલના તહેવારના બમણે ન્યાયે શુભ દિવસે આપ સૌને દિલથી યાદ કરીશ અને ભગવાનને પ્રાર્થના કરીશ કે અંઘનાં બધાં કાર્યોને બધા સભ્યો ઉપર શ્રેષ્ઠ આશીર્વાદ વરસાવે, અને એ નવું કાર્યાલય નવી પ્રગતિનું સાધન ને નવી સફળતાનું કેન્દ્ર બને. ફાધર વાલેસનાં સ્નેહવંદન. અમદાવાદથી પં. બેચરદાસ જીવરાજ દોશી સ્નેહીશ્રી પરમાનંદભાઇ, સપ્રેમ પ્રણામ, આપણા સંઘના નવા મકાનના ઉદ્દઘાટન નિમિત્તે મને આમંત્રણ પહોંચી ગયું છે તે અંગે આભાર, હું આવી શકતો નથી તેથી આપની તથા સંઘની ક્ષમા માંગું છું. સંઘ તરફ-આપની પ્રવૃત્તિ તરફ“અમારી બન્નેની શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને હવે તો આમારી એક જ મહેચ્છા છે કે સંઘ એવી કોઈ ક્રિયાત્મક પ્રવૃત્તિ શરૂ કરે અને આપ કેશ્રી ચીમનલાલભાઈ (સેલીસિટર) તે પ્રવૃત્તિની આગેવાની લઈને જૈન સમાજમાં નવી ક્રાંતિનું માજું ફેલાવા તથા આખા દેશમાં જે રાજકારણી અવ્યવસ્થા જણાય છે તેને પણ દૂર કરવા અને દેશમાં સ્વરાજ્ય પછી જે આબાદી આવવી જોઈએ તે આણવા પણ. એટલે પુ. ગાંધીજીનું સ્વપ્ન ફળીભૂત થાય એવી કોઈ વિશિષ્ટ ક્રિયાત્મક પ્રવૃત્તિ શરૂ કરી અને પરમાત્મા તમને બન્નેને સફળ કરે ! આપનો, બેચરદાસ. મદ્રાસ જઈ રહેલા બહેન પૂર્ણિમા પકવાસા મુંબઈ, તા. ૨૩–૧૨–૬૯ જેવા શ્રી ચીમનભાઈ તથા શ્રી સુબોધભાઈ, હું આવતી કાલે મદ્રાસ જાઉં છું, એટલે આ શુભ પ્રસંગે હાજર રહી નહીં શકું, તેને મને ખૂબ ખેદ છે. પૂ. કાકાસાહેબ મહાન વિદ્રાન અને ઋષિ વડીલના શુભહસ્તે આ ઉદ્ઘાટન યોજાયું છે, એટલે સંઘ અને હાલની પ્રવૃત્તિઓનું ભવિષ્ય ખૂબ જ ઉજજવલ હશે તેમાં શંકા નથી. અત્યાર સુધી સંઘે જનતાની જે સેવા બજાવી છે, તેમાં આ સગવડો વધતાં ખૂબ ઉમેરો થશે, અને ઘણા લોકો અનેક રીતે તેનો લાભ ઉઠાવી શકશે. સંઘની ગતિપ્રવૃત્તિ દિનપ્રતિદિન ખૂબ ફ્લેટ્લે અને સમાજનાં જરૂરતવાળા લોકો સુધી તેની સેવા પહોંચે તેવી શુભકામના વ્યક્ત કર છું. પૂ. શ્રી પરમાનંદભાઈની સતત નિષ્ઠાપૂર્વકની સેવા સંઘને દીર્ઘ સમય સુધી પ્રાપ્ત રહી છે તે સંઘનું મેોટું સૌભાગ્ય છે. તેમની સેવાનું જીવંત સ્મરણ આ હાલદ્રારા સચવાઈ રહે તેવા વિચાર કરવા માટે સંઘના આગેવાન લોકો ધન્યવાદને પાત્ર છે. પૂર્ણિમા પકવાસાના સપ્રેમ નમસ્કાર હાનાલુલુથી શ્રી ચંદુલાલ મોહનલાલ ઝવેરી હાનાલુલુ, તા. ૧૫-૧૨-૬૯ ભાઈશ્રી ચીમનભાઇ, શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહના ઉદ્ઘાટન સમારંભ પ્રસંગે હું હાજરી આપી શકતો નથી માટે દીલગીર છું. પણ આથી શ્રી પરમાનંદભાઈ અને સંઘને, નવું કાર્યાલય તથા સભાગૃહના નિર્માણ માટે અભિનંદન આપું છું. શ્રી પરમાનંદભાઈનું નામ સભાગૃહ સાથે જોડી તમે યુવક સંઘના પિતાને તેમની નિસ્વાર્થી સેવા માટે સાચી લિ આપી છે. ઈશ્વર પરમાનંદભાઈને લાંબુ તંદુરસ્તીભર્યું આયુષ્ય આપે અને તેઓ આપણને દોરવણી આપતાં રહે એવી મારી પ્રાર્થના છે. ચંદુલાલ માહનલાલનાં વંદન.
SR No.525955
Book TitlePrabuddha Jivan 1970 Year 31 Ank 17 to 24 and Year 32 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1970
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy