________________
શ્રીમતી ઊર્મિલાબહેન ગિરધરલાલની
માટી અને આભલાંની લાક-કળા
શ્રી
મતી ઊર્મિલાબહેન ગિરધરલાલે ‘માટી ને આભલાં’ના કરેલા અદ્યતન પ્રયોગોએ, ભારતની લેાક-કલા માટે નવી દિશા ઉઘાડી આપી છે. ગુજરાતના એક ગર્ભશ્રીમંત અને સુસંસ્કૃત કુટુંબનાં એ સુપુત્રીના જન્મ ૧૯૧૩માં ગુજરાતના આગેવાન ઉદ્યોગપતિ શેઠશ્રી મંગળદાસ ગિરધરદાસને ત્યાં થયા. તેમનાં લગ્ન કલારસજ્ઞ શ્રી ગિરધરલાલ દામોદરદાસ સાથે થયાં. માતુશ્રી કંચનગૌરીને ગુજરાતના લગભગ દરેક ધરમાં સ્થાન પામી ચૂકેલ ભરતકામ તેમજ મેતીનાં તારણ વગેરે ભરતાં જોઈ, ઊર્મિલાબહેનમાં આવી લોક-કલા પ્રત્યે અભિરુચિ જાગૃત થઇ. કલા પ્રત્યેના આ આદર અને રસ ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠ કલાકાર શ્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શન નીચે સવિશેષ પાંગર્યા. કૌટુંબિક તેમ જ સામાજિક જવાબદારી અદા કરવાની સાથે ઊર્મિલાબહેન ગુજરાતની સામાજિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિએમાં પણ એતપ્રેત બની રહ્યાં છે. તેઓશ્રી ગુજરાતની પ્રથમ સ્ત્રીસંથા ‘ન્યાતિસંધ’નાં પ્રમુખ છે. નકામી કે ફેંકી દેવા જેવી ચીંજવસ્તુઓમાંથી તેઓ નયનરમ્ય સુશાભના, ફર્નિચર વગેરે બનાવતાં રહી પેાતાની કલાશક્તિને સ્રોત વહેતા રાખી રહેલાં છે. અમદાવાદમાંનું તેમનું ધર પરંપરાગત તેમ જ આધુનિક કલાશૈલીના સમન્વયના પર્યાય સમું બની
રહ્યું છે.
piphélg] ×Âbalp® l
આજે હવે એક સેાપાન આગળ વધીને એમની એ મૃદુ કલાભિમુખતા માટી, રંગ તે આભલાંના નવીન પ્રયોગામાં પ્રફુલવા લાગી છે. ભારતની લાક-કલા
ભારતની લાક-કલા છેલ્લાં ખે હજાર વર્ષથી પ્રાચીન પ્રણાલિ સાથે સુમેળ સાધીને કાળની સામે ઝઝૂમતી રહી છે, અને પાતાનામાં કલાના નવા પ્રકારા આમેજ કરતી રહી છે. આમાંના કેટલાક પ્રકાર ગ્રામીણ તત્ત્વાથી સભર છે; કેમકે એક બાજુ ગ્રામજનતાની અંતરતમ ઊર્મિ, આકાંક્ષાઓ અને અનુભવેાના આવિષ્કાર હતા, તા સાથેસાથે ખીજી તરફ અને ધરેલુ રીતરસમાં જોડે જોડતી કાઈ એક કડી હતી. એમાં ભલે સિદ્ધહસ્તપણાની ઊણપ દેખાય, પરંતુ પ્રાણી અને માનવ-આકારમાં જણાતી પ્રાણવાન સાદગી, આનંદેમિ અને જીવનના ધબકાર તે એમાં સજીવન બની રહે છે. આ સ્થાપિત થએલી શૈલી અનેક કલા-પદ્ધતિઓના પરિપાક છે.
મહદ અંશે ભારતીય સ્ત્રી ભૂમિ પર, ભીંત પર કે ભરતગૂંથણુ દ્વારા જે ઉચ્ચ કાર્ટિના આકારા—ભાત અને તેને અનુરૂપ નયનરમ્ય રંગા—માં કલાનું નિરૂપણ કરે છે તેમાં જે ભાવપ્રધાન પ્રતીકાના પ્રયોગ કરે છે, તે સર્વમાં ભારતીય લેાક-કલાની લાક્ષણિકતાઓના તાદશ ચિતાર અનુભવી શકાય છે.
સુંદર આકૃતિઓથી સભર ધૂલીયિત્ર (રંગાળી) પાડવાના રિવાજ તા ભારતમાં મહિલાઓના વિશિષ્ટાધિકાર સમા છે. આર્યાંના આગમન નીચે પહેલાં, પરંપરાથી તેઓ એ શીખ્યાં છે. ભારતના વિભિન્ન વિરતારામાં સ્ત્રીએ ભૂમિ કે ભીંતાને ચિત્તાકર્ષક આકારથી આલેખે છે. કંથા, રંગાળી, અલ્પના, આભલાં મઢેલું ભરતકામ અને આદિવાસી તેમ જ ગ્રામીણુ લેાકાની ભીંતા પરનાં આલેખનમાં વ્યક્ત થતાં પ્રતીકો એ જ શૈલીને પરિપાક છે. નવા આવિષ્કાર
સ્ત્રીઓ દ્વારા વિકસતી આ પરંપરાગત, ધાર્મિક અને વ્યવહારગત કલા જેવા એક વિશિષ્ટ પ્રકાર શ્રીમતી ઊમિલાબહેનમાં નવા આવિષ્કાર પામે છે. તેમની આ નવીન કૃતિએ પુરાણી શૈલીએ સાથે સુસંગત બની રહેલી છે. એમાં એમની આગવી કલાદષ્ટિ તેમજ એક શિલ્પીની સૂઝને સમન્વય સધાયા છે. સુરેખ આકારા સાથે તાલ લેવું સેાહામણું ભરતકામ, ભવ્ય સાદગી અને નયનરમ્યતા એમાં તાદશ્ય થાય છે. એમણે લાક