SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ (4) પ્રબુદ્ધ જીવન તા. ૧-૫-૬૯ કરવાની શકિત હતી. પિતાની નજીકનાઓને - કસ્તુરબાથી માંડીનેપોતાના વિચારને તેઓ અનુકળ કરી શકતા; કારણ કે પોતાની જીવનમાં પોતે કહેતા તેને પૂર્ણ અમલ થતો અને તેથી અસર થતી. Gandhiji was an integrated personality તેમનું જીવન એકધારું, સળંગસૂત્રે ગૂંથાયેલ હતું. સત્ય અને અહિંસામાં ગાંધીજીની શ્રદ્ધા અખંડ અને અવિચળ હતી. ટ્રસ્ટે ય એ શ્રદ્ધા પ્રાપ્ત કરી શક્યા ન હતા. તેમને એ દિશામાં ભગીરથ પ્રયત્ન હતે. ગાંધીજી અને ટૅટૅયના જીવન ઘડતરમાં ફેર હતો તેમ તેમના જીવનકાર્યમાં પણ ફેર હતા. પોતાના સિદ્ધાંતને અમલ ટૅસ્ટેય પોતાના જીવનમાં પૂર્ણપણે કરી ન શકયા, એટલું જ નહિ, મેં ઉપર જણાવ્યો તે ત્રીજા પ્રશ્નનો સ્પષ્ટ જવાબ પણ તેમની પાસે ન હતા. હિસાનિર્ભર રાજ્ય અને સમાજવ્યવસ્થા હોય ત્યાં આત્માર્થીએ શું કરવું? એવા રાજય અને સમાજને તજી દેવા અને આત્માનું જ સંભાળવું ? ગાંધીજીએ પાયામાંથી સમૂળી ક્રાંતિ કરી, અહિંસક સમાજરચનાને માર્ગ બતાવ્યો. ખાદી, ગ્રામોદ્યોગ, અપરિગ્રહ, શ્રમજીવન સાદાઈ, પાયાની કેળવણી–જીવનનું કઈ ક્ષેત્ર એવું ન હતું કે જેમાં ગાંધીજીએ નવ ક્રાંતિકારી અહિંસા ઉપર રચાયેલ માર્ગ બતાવ્યો ન હતે. આલ્બર્ટ સ્વાઈર્ઝારે ગાંધીજી વિષે કહ્યું છે: “Never before has any Indian taken so much interest in concrete reality as has Gandhi, Others were for the most part contented to demand a charitable attitude to the poor. But he wants to change the economic conditions that are at the root of poverty." ટૅક્સ્ટયની વિચારધારા મુખ્યતયા નકારાત્મક રહી. વર્તમાન જીવનની અસમાનતા અને અનૈતિકતા તેમણે ઉઘાડી પાડી. ગાંધીજીએ નવા સમાજના સર્જનને માર્ગ બતાવ્યો. ટૅક્સ્ટૉય સાહિત્યસ્વામી હતા. ગાંધીજી કર્મયોગી હતા. અને મહાપુરુષનો સંદેશ હિસાથી ઉન્મત જગત માટે સંજીવની છે. તેની અવગણનાથી વિનાશ છે. - ચીમનલાલ ચકુભાઈ શાહ એ માર્ગમાં પૂર્ણ નિશ્ચલ શ્રદ્ધા હોવી જોઇએ, અને તેને અમલમાં મૂકવાને આગ્રહ હોવી જોઈએ. હમણાં ભૂમિપુત્ર (તા. ૬-૨-૬૯નો અંક)માં વાંચ્યું કે ૧૯૬૬૬૭ માં જગતના દેશેાએ ભેગા મળીને શસ્ત્ર-સરંજામ બનાવવા પાછળ ૧૫૯ અબજ ડોલર ખરા. જે આ જ રકમ પૃથ્વીના ત્રણ અબજ મનુષ્યો વચ્ચે વહેંચી નાખીએ તો પ્રત્યેક વ્યકિતને ત્રેપન ડોલર અથવા ૩૭૧ રૂપિયા મળે. એક ભારતીય નાગરિકને આટલી રકમ મળે તે એની વાર્ષિક આવક લગભગ બેવડી થઇ જાય, અને એને ભૂખે મરવાનો પ્રસંગ જ ન આવે. જગતના રાષ્ટ્રો માત્ર એટલો જ સંકલ્પ કરે કે આવતી કાલથી અમે શસ્ત્રો બનાવવાનું બંધ કરીશું, તે જગતની સમૃદ્ધિમાં એકદમ કેટલું બધું વધારે થાય તેને વિચાર કરી, અને એટલી જ રકમ ઉત્પાદન વધારીને મેળવવી હોય તે જંગતને કેટલી વખત લાગે તથા કેટલી મૂડી રોકવી પડે તેનો વિચાર કરે, તે સમજાશે કે શસ્ત્રમાંન્યાસ અથવા અહિંસાનો માર્ગ એ જગતમાં શાંતિ સ્થાપવા માટે અને આઝાદી લાવવા માટે ટૂંકામાં ટૂકે છે. એ માટે જરૂર છે શ્રદ્ધાની, તીવ્ર સંવેદનની અને આગ્રહપૂર્વકના પ્રચારની. રાજકારણમાં પડેલાને આ વાત હાસ્યાસ્પદ લાગશે. પણ વિચાર કરે કે જગતના સામાન્ય જનને તે યુદ્ધ નથી જોઇતું, શાન્તિ જ ખપતી હોય છે. ખુદ અમેરિકામાં હજારે પ્રજાજનેએ વિયેટનામના યુદ્ધ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો એ આ વિધાનની સાબિતી છે. ત્યારે યુદ્ધ કેને જોઈએ છે? કોઈને પણ જોઇતું હોય તે એમ કહી શકાય કે જેમના હાથમાં સત્તાના સત્રો છે એવા રાજપુને યુદ્ધ જોઇતું હોય છે. એમને પણ હૃદયના ઊંડાણમાં તો યુદ્ધ નહિ પણ શાંતિ જ જોઇતી હોય છે. સંભવ છે કે સત્તાના મેહમાં એમની શાંતિની આકાંક્ષા દબાઈ જતી હોય. છતાં એવા પુણેમાં પણ વિચારમંથન ચાલતું હોય છે. સાત વર્ષ સુધી અમેરિકાના સંરક્ષણ પ્રધાન રહેલા એવા શ્રી મકનાભારાએ “ધિ એસન્સ ઑવ સિકયુરીટી ” નામના પોતાના પુસ્તકમાં લખ્યું છે કે શાસ્ત્રાસ્ત્રોની હોડ આજે હવે મૂર્ખાઇ ભરી જ નહીં બલકે આત્મઘાતક બની ચૂકી છે (ભૂમિપુત્ર તા. ૧૬-૧૧-૬૮). વળી ધ્યાનમાં રહે કે યુને, યુનેસ્કો, એફ. એ. ઓ. અને ડબલ્યુ. એ. એ.. જેવી અન્તરરાષ્ટ્રીય સંસ્થાઓ . અત્યારે સક્રિય છે. એ બતાવે છે કે સહકાર અને સંપનું વાતાવરણ તો છે જ. હવે જે જરૂર છે તે સચ્ચાઈપૂર્વક શાંતિ માટે પ્રયત્ન કરવાની અને પ્રતિજ્ઞા લેવાની કે કોઈ પણ સંજોગોમાં જગતમાં કોઈ પણ ઠેકાણે યુદ્ધ થવા નહિ દઇએ; અને એ સચ્ચાઇના પુરાવા રૂપે શસ્ત્રસંન્યાસની પ્રતિજ્ઞા લેવી જોઇએ. શાંતિચાહક ચિન્તકો વિજ્ઞાનીઓ, ધર્મગુરુઓ- બધાની ફરજ છે કે તીવ્રતાથી આગ્રહપૂર્વક આ એક જ વાતનો પ્રચાર કરે – શસ્ત્રસંન્યાસ કરે ! લાંબા છતાં ટૂંકામાં ટૂંકે અહિંસા – પ્રેમ દ્વારા મનુષ્યના હૃદયપલટાને ગાંધી–વિનેબાને માર્ગ લોકોને બહુ લાંબા – લગભગ અશકય લાગે છે. પરંતુ વિચાર કરીએ તે એ માર્ગ લાંબે દેખાતો છતાં ટૂંકામાં ટૂંકો છે. વિક ર , - કિર . - શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા આયોજિત વસન્ત વ્યાખ્યાનમાળાની ચેથી વ્યાખ્યાનસભામાં શ્રી જયપ્રકાશ - નારાયણ પ્રવચન કરી રહ્યા છે. બાજુએ સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે બેઠા છે. (બ્લોક માટે ફી પ્રેસ જર્નલના આભારી)
SR No.525954
Book TitlePrabuddha Jivan 1969 Year 30 Ank 17 to 24 and Year 31 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1969
Total Pages286
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy