SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૫-૬૯ પ્રબુદ્ધ જીવન - હવે, ઉપર જણાવેલ A Letter to a Hindu સંબંધે બે શબ્દો કહું. ' બંગભંગ પછી હિન્દમાં Terrorist Party ખાસ કરી બંગાળમાં ખૂબ જોરમાં હતી, જેમાં શ્રી અરવિંદ ઘોષ, સી. આર. દાસ વિગેરે હતા. સી. આર. દાસ “Free Hindustan' નામે છૂપી પત્રિકા કાઢતા હતા. ટૅલ્સëયનાં લખાણો તેમણે વાંચ્યા હશે અને હિંસક પ્રતિકાર ન કરવો તે સિદ્ધાંત તેમને માન્ય ન હતે. તેથી તેમણે ટૅલ્સટૅયને પત્ર લખેલે જેના જવાબમાં ટૅલ્સટૅ A Letter to a Hindu લખ્યો, જેમાં હિન્દુધર્મ અને અન્ય ધર્મોની સમીક્ષા કરી, કોઈ ધર્મે હિંસાને અનુમતિ આપી નથી તે બતાવ્યું. સ્વાભાવિક રીતે, ગાંધીજીને આ પત્ર ગમે. તેમણે ટૅસ્ટાયની સંમતિથી તેને ગુજરાતીમાં અને કદાચ અન્ય ભાષાએમાં પણ, અનુવાદ કરી, પિતે પ્રસ્તાવના લખી, પ્રકટ કર્યો. આ સમયે પણ સ્વતંત્રતાની લડત માટે હિંસક સાધન અથવા ત્રાસવાદી માર્ગો અંગે ગાંધીજી ચિંતિત હતા જ. હિન્દુસ્તાન ૧૯૧૫માં આવ્યા પછી આવી રીતે ખેટે માર્ગે જતા આ દેશભકતોને ગાંધીજીએ કેવી રીતે પાછા વળ્યા તેને ઈતિહાસ જાણીતું છે. ટૅલયના આ પત્રની પ્રસ્તાવનામાં ગાંધીજીએ કહ્યું છે: "If we do not want the English in India, we must pay the price. Tolstoy indicates it. Do not resist evil', but also do not yourselves participate in evil." ટૅëયની ગાંધીજી ઉપર શું અસર થઈ છે? રસ્કિનના પુસ્તક Unto This Last વિષે ગાંધીજીએ કહ્યું છે: “મારી એવી માન્યતા છે કે જે વસ્તુ મારામાં ઊંડે ભરેલી હતી તેનું સ્પષ્ટ પ્રતિબિંબ મેં રસ્કિનના આ ગ્રંથરત્નમાં જોયું ને તેથી તેણે મારી ઉપર સામ્રાજ્ય જમાવ્યું કે તેમના વિચારોનો અમલ મારી પાસે કરાવ્યું. આપણામાં જે સારી ભાવનાઓ સુતેલી હોય તેને જાગૃત કરવાની શકિત જે ધરાવે છે તે કવિ છે. બધા કવિની બધા ઉપર સરખી અસર નથી થતી, કેમકે બધામાં સારી ભાવનાઓ, એકસરખા પ્રમાણમાં હોતી નથી.” રસ્કિનના પુસ્તક વિશે ગાંધીજીએ કહ્યું તે જ ટૅટૅયના લખાણે વિષે કહી શકાય. A Letter to a Hindની પ્રસ્તાવનામાં ? ગાંધીજીએ લખ્યું છે: "There is no doubt that there is nothing new in what Tolstoy preaches. But his presentation of the old Truth is refreshingly forceful. His logic is unassialable." હકીકતમાં, આ સમય દરમ્યાન ગાંધીજી પાસે જે મૌલિકવિચારધન હતું તે સ્પષ્ટપણે રજૂ કરવા ભાપાવૈભવ હજી તેમણે મેળવ્યો ન હતો. હિન્દ સ્વરાજ્યની ભાષા જોતાં આ તુરત દેખાઈ આવે છે. એટલે રકિન અને ટૅટૅય જેવા જગવિખ્યાત સાહિત્યસ્વામીએના પુસ્તકોમાં સબળપણે પોતાના વિચારોની રજૂઆત અને સમર્થન તેમણે જોયાં ત્યારે એ ગ્રંથથી તેઓ પ્રભાવિત થયા. પણ આ બેમાંથી કોઈની અસર એવી ન હતી કે જેણે ગાંધીજીનું જીવનપરિવર્તન કર્યું કહેવાય. વિચારોનું સામ્ય હતું, પણ ગાંધીજી તે તેથી ઘણા આગળ હતા. ગાંધીજી અને દૈલ્સય વચ્ચે વિચારોનું સામ્ય હવે સંક્ષેપમાં જણાવીશ. અને પછી તેમનાં જીવનઘડતર અને જીવનકાર્યમાં કેટલે મોટો ફેર છે તે ટૂંકમાં બતાવીશ. ટૅલલટૅયના વિચારોનું મધ્યબિન્દુ છે હિંસાને સર્વપ્રકારે વિરોધ. Resist not evil by force. રાજ્ય હિંસા ઉપર નિર્ભર છે. યુદ્ધ, લશ્કર, પલિસ, કોર્ટ કચેરી, ધારા સભાઓ, કરવેરા -બધું હિંસા – આધારિત છે. તેવી જ રીતે સર્વપ્રકારની મિલ્કતમાં હિંસા છે. પરિગ્રહ મેળવવામાં અને મેળવેલ પરિગ્રહ જાળવવામાં હિંસા છે. બીજાની મહેનતનું ફળ સત્તાધીશે અથવા મિલ્કત ધરાવનાર ભેગવે છે. વર્તમાન સમાજવ્યવસ્થાને પાયો હિંસા છે. તેથી પશ્ચિમની કહેવાતી સંસ્કૃતિ વેસ્ટર્ન સિવિલીઝેશન-Western Civilizationનો-ગેલ્સટોયે સખ્ત વિરોધ કર્યો હતો. સાદું, મજૂરીનું, ખેડૂતનું, અપરિગ્રહી જીવન નૈતિક અને આધ્યાત્મિક વિકાસને અનુકૂળ છે. સ્થાપિત ધર્મો– Established Churches હિસાનિર્ભર રાજ્ય અને સમાજવ્યવસ્થાને ટેકો આપે છે અને સાચા ધર્મથી વિમુખ છે. ટૅબ્સર્ટી મુખ્ય ત્રણ મુદ્દાઓ સમાજ આગળ રજૂ કર્યા છે. (૧) પ્રાણીમાત્રનું હિત ઈચ્છનાર અને પિતાનું અત્યંતિક શ્રેય કરવા ઈચ્છનાર ધાર્મિક પુરુષથી પરિગ્રહ રાખવો, વૈભવ ભગવો અને બીજાઓને પેતાના દાસત્વમાં રાખવા – એવું જીવન આચરી શકાય કે? (૨) યુદ્ધમાં થતી હિંસાને તેમ જ રાજદંડ દ્વારા કાયદા અને વ્યવસ્થાને નામે થતી શિક્ષાને કોઈ સારો ધર્મ વ્યાજબી ઠરાવી શકે છે? (૩) સમાજની વ્યવસ્થા રાજ્યની દંડશકિત વિના રહી ન જ શકે એમ જે પ્રજાને લાગતું હોય તે પ્રજામાં રહેનાર કોયાર્થી અને અહિંસાધર્મી પુરુષનું કર્તવ્ય શું? પહેલા બે પ્રશ્નનો જવાબ તો નકારમાં જ હોય. સાચી મુશ્કેલી ત્રીજા પ્રશ્નના જવાબમાં જ આવે છે. હિંસા ઉપર નિર્ભર રાજય અને સમાજ સાથે સહકાર કરવો કે અસહકાર કરવો ? ગાંધીજીને આ વિચારો આવકારપાત્ર હતા. હિન્દ સ્વરાજ્યમાં લગભગ અડાવા વિચારો છે. પશ્ચિમના સુધારાની તેમાં સખત ઝાટકણી છે. વિચારોનું સામ્ય હોવા છતાં ગાંધીજી અને દૈëયની ભૂમિકા અને જીવન-ઘડતર ભિન્ન છે. ટોયે ૩૪ વર્ષની ઉંમર સુધી તે સમયના અમીની પેઠે ખૂબ સ્વછંદી અને ભોગવિલાસ અને વૈભવનું જીવન ગાળ્યું. ૩૪ વર્ષની ઉંમરે લગ્ન થયું અને ત્યાર પછી ૧૬ વર્ષ શાંતિ અને સુખી ગૃહસ્થ જીવનનાં ગયાં; સાત બાળકો થયાં; અને સાહિત્યના ક્ષેત્રે તેની સર્જશકિત ટોચે પહોંચી. શ્રેષ્ઠ નવલકથાઓ “એના કેરીના અને “વાર ઍન્ડ પીસ' લખ્યા. બહારથી બધું ય શાંત, સુખમય હતું, ત્યારે ભેમાંથી ભાલા ઉઠે તેમ અંતરમાં ભૂકંપ થશે. આ બધું જીવન મિથ્થા લાગ્યું અને આત્મ-અસંતેષ જાગે. જીવનના પાયાના પ્રશ્નો નજર સમક્ષ આવી ઉભા રહ્યા. જીવનપરિવર્તન થયું અને ધાર્મિક દિશા લીધી. ટૅટૅયના ઉત્તર જીવનમાં અંતર અને બાહ્ય સંઘર્ષ તુમુલ હતું. તેમની પ્રકૃતિ, ઉછેર, શારીરિક શકિત વિગેરે જે નવું જીવન તેમણે સ્વીકાર્યું હતું તેથી પ્રતિકૂળ હતું. બ્રહમચર્યની આવશ્યકતા હૈèયને ઘણી પેટી ઉંમરે સમજાઈ. તેમના કુટુંબીજેને ખાસ કરી તેમની પત્નીને આ બધામાં સખ્ત વિરોધ હતો. Tolstoy was a tortured soul. But out of that torture came immortal literature. પિતાની ત્રુટીઓનું તેમને પૂરું ભાન હતું. પિતાની નિંદા તેમણે નિર્દયપણે કરી છે. આ અંતર - બાહ્ય સંઘર્ષ ટૅટૈયે પિતાના શ્રેષ્ઠ નાટક Light Shineth in Darkness માં રજૂ કર્યો છે. આ આત્મચરિત્રાત્મક નાટકના નાયક મારફત ટ્રાય પોતાના જીવનસિદ્ધાંતને અમલ કરવાની મુશ્કેલીઓને ચિતાર આપે છે અને નિષ્ફળ નાયક પોતે હોય તેમ બતાવે છે. હકીકતમાં ટૅન્શટૅયને ઉદ્દેશ આપણાં ચાલુ સમાજમાં સત્યને માર્ગે ચાલવામાં પત્ની, કુટુંબીઓ, મિત્રો, સગાંઓ અને સામાજિક વાતાવરણ કેવાં કઠણ વિદને ઉત્પન્ન કરે છે એ બતાવવાનો છે. ગાંધીજીને આવા કોઈ સંઘર્ષ ન હતે. માતાપિતાએ ધાર્મિક સંસ્કારો આપ્યા હતા. ત્યાગ, તપશ્ચર્યા અને સંયમનો વારસે હતે. અડગ આત્મબળ હતું. જે સારું લાગે તેને તત્કાલિક અમલ
SR No.525954
Book TitlePrabuddha Jivan 1969 Year 30 Ank 17 to 24 and Year 31 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1969
Total Pages286
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy