________________
(૧
૨૭૦
પ્રભુ જીવન
ભાઈ વ્યાપાર્જનાર્થે મુંબઈ આવીને વસ્યા અને મુંબઈ જૈન યુવક સંઘમાં જોડાયા. કેટલાંક વર્ષ પહેલાં સૌરાષ્ટ્ર ટ્રસ્ટ તરફથી શરૂ કરવામાં આવનાર ‘યુગદર્શન' નામના માસિકની મે કામગીરી સ્વીકારેલી એ કારણે એ વખતના ‘પ્રબુદ્ધ જૈન'ના સંપાદનની જવાબદારી જટુભાઈએ એકાદ વર્ષ માટે સંભાળેલી. સમય જતાં અમુક મતભેદના કારણે તેઓ મુંબઈ જૈન યુવક સંઘમાંથી છૂટા થયા અને ભારત જૈન મહામંડળની મુંબઈ શાખાના તેઓ અગ્રગણ્ય કાર્યકર્તા બન્યા. એ દરમિયાન આચાર્ય રજનીશજીનાં વ્યાખ્યાનો શરૂઆતમાં ભારત જૈન મહામંડળ દ્વારા યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં અને થાડા સમય બાદ મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં ગાઠવાવા લાગ્યા. સમય જતાં લોકપ્રિય બનતા જતા, આચાર્ય રજનીશજીના વિચારોનો પ્રચાર કરવાના આશયથી તેમના નિકટવર્તી પ્રશંસકો એ જીવન જાગૃતિ કેન્દ્ર નામની સંસ્થા મુંબઈ ખાતે ઊભી કરી અને તે તરી શરૂ કરવામાં આવેલ ત્રિમાસિક ‘જ્યોતિશિખા' તેમના તંત્રીપણા નીચે શરૂ કરવામાં આવ્યું, જે જવાબદારીથી તેઓ બહુ થોડા સમય પહેલાં છૂટા થયા હતા.
આ સિવાયની બીજી અનેક જાહેર પ્રવૃત્તિઓમાં તેઓ ભાગ લેતા હતા. તેઓ એક વાર કોંગ્રેસી હતા અને તે કારણે તેમણે જેલવાસ પણ ભાગવ્યો હતો. પછી સ્વતંત્ર પક્ષમાં તેઓ જોડાયા હતા. તાજેતરમાં રાજકારણના ક્ષેત્રે તેમનું શું વલણ હતું તેના મને સ્પષ્ટ ખ્યાલ નથી. આ ઉપરાંત જૈન સમાજની તેમ જ સ્થાનકવાસી સમાજની પ્રવૃત્તિઓમાં તેમ જ અન્ય અનેક સામાજિક પ્રવૃત્તિએમાં તે સારો ભાગ લેતા હતા. પ્રગતિશીલ તેમના વિચારોનું વલણ હતું અને નિડર તેમના વિચારોની અભિવ્યકિત હતી. પ્રેમાળ તેમનો સ્વભાવ હતો અને જે કોઈ પ્રવૃત્તિ તેઓ હાથ ધરતા તે પાછળ તેઓ અસાધારણ ઉત્સાહ દાખવતા,
મુંબઈમાં જાહેરખબરોને લગતા વ્યવસાય દ્વારા તેમણે આર્થિક પ્રગતિ ઠીક પ્રમાણમાં સાધી હતી. છેલ્લાં પાંચેક વર્ષથી તેમને હૃદયરોગની બીમારી લાગુ પડી હતી. તે કારણે તેમનું સ્વાસ્થ્ય અવિશ્વસનીય બન્યું હતું. એમ છતાં તેઓ સતત પ્રવૃત્ત રહેતા અને બાલવા ચાલવામાં પણ પ્રફ લ્લ દેખાતા હતા. આવા જટુભાઈ ચોથી એપ્રિલની રાત્રે જે સૂતા તે સૂતા જ રહ્યા અને સવારે ઉઠાડવા જતાં માલુમ પડયું કે રાત્રીની કોઈ ડિએ તેમનું પ્રાણપંખેરૂ ઊડી ગયું હતું. એક રીતે સુખપૂર્ણ લાગતું આવું મૃત્યુ સ્વજના માટે અત્યંત આઘાતજનક બને છે. હજુ થોડા દિવસ પહેલાં તેમના બીજા દીકરાના તેમણે લગ્ન કર્યા હતાં અને તે નવદપતી અમેરિકાના માર્ગે જઈ રહેલ હતાં એવામાં જટુભાઈના ઉપર જણાવ્યા મુજબ એકાએક દેહવિલય થયા. તેમની પુત્રી તેના પતિ સાથે કેટલાંક વર્ષથી અમેરિકામાં છે. અહિં તેમનાં પત્ની છે અને મેટો દીકરો તેમના વ્યવસાય સંભાળે છે. આ સર્વ કુટુંબીજનો પ્રત્યે આ દુ:ખદ ઘટના પ્રસંગે આપણુ' અન્તર ઊંડી સહાનુભૂતિ અનુભવે છે. તેમનાં બહેાળા મિત્રમંડળ અને સહકાર્યકર્તાઓને એક શકિતસંપન્ન અને ભાવનાશાળી સાથીની ખાટ પડી છે. પરમાનંદ
પ્રબુદ્ધ જીવનના વાચકાને વિન'તિ
પહેલી એપ્રિલના પ્રબુદ્ધ જીવનની નકલા હાથ ઉપર બહુ ઓછી રહી છે તો જેમને એ અંકની નકલના ૫ રહ્યો ન હોય એ પાતાની નકલ સંઘના કાર્યાલય ઉપર મેકલી આપવા કૃપા કરે. વ્યવસ્થાપક પ્રબુદ્ધ જીવન’
તા. ૧૬-૪
એંઠના સદુપયાગ સંબધી એક ચર્ચાપત્ર શ્રી મંત્રી, “ પ્રબુદ્ધ જીવન”,
તા. ૧૬-૩-૯૯ ના ‘પ્રબુદ્ધ જીવન’ માં “જમણવારોમાં એ મૂકાતી ચીજોના સદુપયોગ માટે ઊભી કરવામાં આવેલી વ્યવસ્થા સંદર્ભમાં' લખાયલી આપની નોંધ વાંચી. પરગજુ મહે દંપતીને એમના કામ માટે નિ:સંકોચ ધન્યવાદ અભિનંદન આપ ઘટે છે, તથાપિ આપે કહ્યું છે. તેમ “આપણી અેઠી મૂકેલી ચી ખાનપાનની વસ્તુઓ! - ક્ષુધાપીડિતોને આપવામાં કેટલાકને મ કાંઈક સુરુચિનો ભંગ થતો લાગે છે. કેટલાકને આ પ્રક્રિયા ગરીબા ક્ષુધાપીડિતોને – humiliate કરવા બરાબર - અપમાન બરાબર લાગે છે. ”
કરવ.
મારો મત પણ આવે છે, મને લાગે છે કે આ પ્રથાને પાં ઉત્તેજન નહિ આપવું જોઈએ. મારી દલી નીચે મુજબ છે:
(૧) હું ધારું છું કે ગાંધીજી પણ અજીઠી વસ્તુઓ લોકો આપવાના વિરોધી હતા. ત્યારે મને એમના શબ્દો જડતા નથું પરંતુ આપણે વિદેશી કાપડની હાળી કરતા હતા ત્યારે ઘણા લે આવી જ દલીલ કરતા હતા કે,“કપડાં બાળે છે! શું કામ? તે નવર, છે. તેમને જ આને.” આપે પણ તે જમાનામાં આવી દલી કરી હોય તો તો કંઈ કહેવાનું નથી, પણ ગાંધીજીનું દષ્ટિબિંદુ આપ સ્વીકાર્યું હશે તો તો આપ સમજી શકશે કે વધેલું એઠવાડ આપણાં જ માનવબંધુઓને આપવામાં માનવતાનું અપમાન છે.
(૨) આપ સ્વાસ્થ્યની દષ્ટિએ વિચાર કરો. એક જ ગાળીમ એક જ પવાલું બાળીને ઘણાં માણસ પાણી પીએ તો પણ મને કે આપને ન ગમે; તો પછી અનેક માણસોએ પેાતાના માંમાં ઘાલેલાં આંગળાંથી ગૂંથેલાં દાળ, ભાત, શાક, શીખંડ, દૂધપાક, આદિ વાનીઓ બીજાને ખાવા આપવી અગર પીવા દેવી એ શું ઈષ્ટ છે?
(૩) આપ એમ દલીલ કરી શકો કે, “આ તો એક આપદ્ધર્મ છે. બગાડ થાય તેના કરતાં એ બગાડના સદુપયોગ થાય એ વધારે સારું; ઉત્તમ તે એ કે બગાડ જ ન થવા જોઈએ.” અને આપે યોગ્ય રીતે લખ્યું કે, “તેઓ (મહેતા દંપતી) પોતાની આ પ્રવૃત્તિ સાથે એઠું નહિ મૂકવાની ઝુંબેશ પણ ચલાવતા રહે તે ખાસ જરૂરી છે.” છતાં આપ જોઈ શકશો કે એમની “નમ્ર વિનંતિ” માં આનો ઉલ્લેખ જ નથી. વળી એમની પ્રવૃત્તિ જો લોકપ્રિય થાય તો તો લોકો - ખાસ કરીને જૈના (ખોટુ લાગે તેા માફ કરશેા) ઓછું છાંડવાને બદલે ક્ષુધાપીડિતોની મિથ્યા દયા ખાઈ વધારે છાંડશે.
(૪) આપ મને સામેા પ્રશ્ન પૂછી શકો કે, “ત્યારે શું એઠવાડ ફેંકી દેવા એ વ્યવહારુ છે?” યોગ્ય છે? મને લાગે છે કે આ બધા વધેલા બગાડ પાંજરાપાળમાં મેલી શકાય, અને ઢોરોના કામમાં આવે. જરૂર પડે તે પાંજરાપાળને જ વેચી શકાય અને એના નાણાંમાંથી ગરીબાને મફત અનાજ અપાય.” આ હું અચકાતાં ખચકાતાં લખું છું, કારણ મને જાતઅનુભવ નથી.
(૫) પ્રત્યેક પ્રસંગે અત્યારની ‘બુફે’પ્રથા અપનાવવી, અને પોતાને આ પદ્ધતિ ગમતી નથી, કારણ, શાંતિથી બેસવાનું ન હોય, કોઈ પ્રેમથી પીરસતું ન હોય તે એ જમણવાર નથી, પણ વેઠ છે એવું મને લાગે છે. મારો અંગત મત આવો હોવા છતાં એ કબૂ કરવું જોઈએ કે “બુફે” પ્રથામાં બિલકુલ બગાડ થતા નથી. કરીએ તા વધેલી બધી શુદ્ધ રસાઈ ગરીબાને પીરસી શકાય.
(૬) ‘બુફે’માં થોડો સુધારા કરીએ, બધા પાટલા પર શાંતિ બેસી જાય પછી પીરસનારા પ્રત્યેક વાનગી જમનાર સમક્ષ ધ અને જમનાર પેાતાને જે જોઈએ તે અને તેટલું જ લે તે મા વાંધાઓને છેદ ઊડી જાય છે.
અમદાવાદ, તા. ૨૧-૩-૬૯
લિ. ડૉ. કાન્તિલાલ શાહ
માલિક : શ્રી સુબઈ જૈન યુવા સ ંધ ઃ મુદ્રક અને પ્રકાશક : શ્રી પરમાન કુંવરજી,કાપડિયા, પ્રકાશન સ્થળ ઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબ–. મુદ્રસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુખ–૧૮