________________
તા. ૧-૧-૬૯
પ્રભુ જીવન
ચપિ શુદ્ધ, લાકવિરુદ્ધ, નાકરણીય, નાચરણીયમ્
(ગતાંકથી ચાલુ)
હવે આ સૂત્રને અંગે કેટલીક વખત અભિપ્રાયનો સવાલો ઉપસ્થિત થાય છે. અમુક બાબતને લોકોના એક નાના વિભાગ શુદ્ધ માનતા હોય અને મોટો વિભાગ અશુદ્ધ માનતા હેાય ત્યારે શું કરવું? દાખલા તરીકે વિધવાવિવાહનો પ્રશ્ન હિંદુ કોમને અંગે લઈએ તો અમુક ઘેાડા મનુષ્યો તેના મતમાં છે, જ્યારે મોટો લોકસમુહ તેની વિરુદ્ધ છે. એવા પ્રશ્નનો નિર્ણય કરવાના હાય ત્યારે લાકસમૂહમાં ઘણાના મત શા માટે વિરૂદ્ધ છે તેની તુલના કરવી જોઈએ; તેનાં કારણેા. વિચારવાં જોઈએ અને જયાં સુધી નિર્ણય ન થાય ત્યાં સુધી એની એવા પ્રકારે વ્યવસ્થા કરવી જોઈએ કે લોકોનો વ્યાધાત ન થતાં વિધવાની સ્થિતિ સુધરે. આ બાબતમાં લાકમત વિરૂદ્ધ કામ કરવાથી કરવાયોગ્ય સુધારાના આખા સવાલે શું વલણ લીધું છે અને એક બાબતમાં લેાકમત ઉપર આધાર ન રાખતાં પોતાના મત ઉપર મક્કમ રહેવાથી સુધારાની સામાન્ય હીલચાલ કેટલી નબળી પડી ગઈ છે અને ‘સુધારો’ શબ્દ જ કેવા અર્થમાં લોકોમાં વપરાવા લાગ્યો છે તે ખાસ વિચારવા યોગ્ય જ છે.
આવી રીતે શુદ્ધ કાર્ય કે વર્તનને અંગે આવા પ્રકારના વિચારો કરવા જોઈએ. જૈન શાસ્ત્ર કે જે અનેકાન્ત મત માટે પ્રસિદ્ધ છે અને જે કોઈ એક જ દૃષ્ટિબિન્દુથી કોઈ પણ વાતના નિર્ણય કરતું નથી અને જે નયવાદનો ત્યાગ કરી પ્રમાણવાદ સ્વીકારે છે તે સ્યાદ્નાદની પ્રરૂપણા કરતાં સ્પષ્ટ રીતે કહે છે “જૈન શાસ્ત્રમાં કોઈ વાતને ખાસ નિષેધ નથી, અને કોઈ બાબત અમુક આ રીતે જ કરવી એવા આદેશ પણ નથી.” લાભાલાભની તુલના કરવી અને લાભના આકાંક્ષી વાણીઓ જેમ વધારે લાભ અને અલ્પ નુકસાન થાય તેવા વ્યાપાર કરે, તે પ્રમાણે વધારે લાભ આપે એવું વર્તન કરવું. અહીં લાભ વધારે થાય તેવું કાર્ય કરવું તેમ વધારે પ્રાણીનું વધારે પ્રમાણમાં વધારે વખત સુધી હિત થાય એવું કામ કરવું એવા આદેશ છે.
આ પ્રમાણે અમુક કાર્યની શુદ્ધિ પરત્વે આટલા દષ્ટિબિન્દુથી વિચાર કરવા જોઈએ. યવૃત્તિ યુદ્ધ એટલા શબ્દને અંગે આટલા વિચાર થયો. તાત્પર્ય એ છે કે અમુક કામ શુદ્ધ છે એમ કહેવાથી નિર્ણય થઈ જતા નથી. પરંતુ તે કેવા દષ્ટિબિન્દુઓથી શુદ્ધ છે, તે પર વિચાર કરવા જોઈએ. આ બાબતમાં કેવળ મનસ્વીપણે - નિર કુશપણે વિચાર કરવાથી કાર્ય શુદ્ધ છે એમ ઠરી જતું નથી.
આ પ્રમાણે હકીકત હોવાથી કાર્યની શુદ્ધિ સંબંધી વિચાર કરવા માટે એક અગત્યની બાબતને નિર્ણય બતાવનાર સૂત્ર રજૂ કર્યું છે. તેમને અમુક કાર્ય શુદ્ધ લાગતું હોય, પણ લાકમત તેવા કાર્યથી વિરૂદ્ધ હોય, તો તે તમારે માત્ર મનસ્વીપણે કરવાયોગ્ય નથી.
હવે લાકવિરૂદ્ધ એ શબ્દના વિચાર કરીએ તે તેમાં પણ ઘણા ભાવા પ્રાપ્ત થાય છે. લાકવિરુદ્ધ એટલે સાધારણ અર્થ એવા સમજાય છે કે આપણે જે નાના સમૂહમાં કાર્ય કરતા હોઈએ તેના અભિપ્રાય વિરૂદ્ધ. આ અર્થને આપણે લંબાવવા જોઈએ. લોકવિરૂદ્ધ એટલે એવા પ્રકારનું કાર્ય કે જે લોકોને પ્રતિકૂળ અસર કરનારૂ હોય. આવું કાર્ય સર્વ કરવા મંડી જાય તે તેની અસર સમાજ ઉપર કેવી થાય? દાખલા તરીકે એક ગરીબ માણસ પેાતાનું પેટ ભરવા ખાતર કોઈના ઘરમાં ચારી કરી ઉદરનિર્વાહ કરે તે તેથી તેને પેાતાને લાભ થાય છે, પ્રાણના બચાવ થાય છે, અને લક્ષાધિપતિના સા બસો રૂપિયા ઓછા થાય તે તેથી તેને કાંઈ માટી ખેાટ આવી જતી નથી. પરંતુ સમાજમાં એવા કાર્યની રજા આપવામાં આવે તો પરિણામે અવ્યવસ્થા થઈ જાય, જાનમાલની સલામતી ન રહે. તેથી એ કાર્ય લાકવિરૂદ્ધ ગણાય. એવી જ રીતે યજ્ઞ કરતી વખતે અમુક લંબાઈની વેદી કરવી, પિંડ અમુક વસ્તુનો જ બનાવવા, ચરવળો આટલા લાંબા રાખવા વિગેરે નિયમે વ્યવસ્થા રાખવા સારૂં નિર્માણ કરેલા છે. એમાં ફેરફાર કરવા તે વ્યવસ્થા-વિરૂદ્ધ હોય, તેથી પરિણામે હાનિ કરનાર થાય. આ અર્થમાં પણ લોકવિરૂદ્ધ શબ્દ વાપરવામાં આવે છે.
એથી પણ વધારે આગળ વધીએ તો લાવિરૂદ્ધ એટલે પરલાક વિરુદ્ધ એ અર્થમાં લાકશબ્દ લેવાના છે. એટલે જે કાર્ય કરવાથી કદાચ
:
૧૮૭
આ ભવમાં લાભ થાય તેવું .હોય, પણ પરલેાક વિરૂદ્ધ તે કાર્ય હોય તે કરવું નહિ. દાખલા તરીકે મહાર ભ કે મહાપરિગ્રહ કરવાથી કદાચ આ લાકમાં ખ્યાતિ વધે, પણ પરલાક બગડે છે. એવાં અનેક કાર્યો હાય છે કે જે આ લાકની નજરથી જોઈએ તો શુદ્ધ લાગે, પરન્તુ નજર એટલી ટૂંકી રાખવી યોગ્ય ન ગણાય; જે કાર્ય કરવાથી પરલાક બગડે, અસદ્ગતિ થાય તેવું કાર્ય કરવું નહિ એવા આ સૂત્રનો ઉપદેશ છે.
આવા અગત્યના વિષયમાં અમુક બાબત શુદ્ધ છે તેથી કરવી જોઈએ એવા એકદેશીય વિચાર કરી બેસી રહેવું ન જોઈએ. શુદ્ધ છે છતાં ન કરવું એવા સ્પષ્ટ ઉપદેશ તે કોઈ આપે જ નહિ, પરંતુ કહેવાનો આશય એ છે કે એકદેશીય શુદ્ધ હોય અને લોકોને તે વાત પસંદ ન હોય અથવા પરલેાકથી જે વાત વિરૂદ્ધ હાય તે કરવી ન જોઈએ. આ સંબંધમાં અભિપ્રાય આપતાં શુદ્ધ શબ્દ ઉપર જેટલું ધ્યાન આપવાનું છે તેટલું જ લેાકવિરુદ્ધ શબ્દ ઉપર ધ્યાન આપવાની ખાસ જરૂર છે. એમ કરવાથી એકંદેશીય નિર્ણય પર આવવાનું બનશે નહિ.
શુદ્ધ શબ્દના નિર્ણય પર આવતાં પણ પેાતાની હકીકત પેાતાના હેતુ, પોતાના સ્વાર્થ અથવા પેાતાનું દષ્ટિબિંદુ લઈને સંતોષ પામવા જેવું નથી. એથી આગળ વધી અન્ય લોકોના હિત તરફ અને ખાસ કરીને તેઓના દષ્ટિબિન્દુએ તરફ ધ્યાન રાખવાની બહુ જ જરૂર છે. એ બન્ને નિયમાને વિસારવાથી ઘણી વખત એવા પરિણામ પર આવી જવાય છે કે જે તદૃન અનિષ્ટ પરિણામને ઉપજાવે. કોઈ પણ સવાલ લઈએ તો આવી સ્થિતિ થઈ જાય છે એ દરેકના અનુભવના વિષય છે.
કહેવાનો આશય એ છે કે કોઈ પણ કાર્ય કરતી વખતે તેને અંગે લાકમત અને લોહિત શું છે તેના ખાસ વિચાર કરવા જોઈએ. બાકી આ દુનિયામાં આપણે એકલા જ છીએ અને માત્ર આપણા માની લીધેલા સત્ય વિચારને અનુસરવા બંધાયલા છીએ એમ જ જો ધારવામાં આવે તે તો અનુશાસનને કોઈ જાતનો અવકાશ રહેત નથી. સર્વત્ર અરાજકતા પ્રવર્તે છે અને એનું પરિણામ વિશિષ્ટ કલ્પનાથી કલ્પી શકાય તેવું છે. આ સંબંધમાં જે વિચાર કરતા નથી અને લોકમતની ગણના કરતા નથી તેઓ લોકોનું એક પણ પ્રકારનું હિત સાધી શકતા નથી.
કદાચ એમ બતાવવામાં આવે કે આ સૂત્રમાં નબળાઈ કે ભયનો અંશ છેઅથવા આ સૂત્ર ભીરૂપણાનું પરિણામ છે તે જણાવવાનું કે એ વિચાર બરાબર નથી. લેાકહિતની ખાતર જ લેાકમતને માન આપવાની જરૂર છે અને એમ સર્વત્ર થતું જોવામાં આવે છે. ‘પંચ બેલે તે પરમેશ્વર’ એવું જે સૂત્ર સુપ્રસિદ્ધ છે તેના હાર્દમાં રહેલ વિશિષ્ટ ભાવ સમજવાની જરૂર છે. અત્યારે આખી દુનિયાના સામાજિક વ્યવહાર પણ લોકમતની બહુલતા - Majority-મુજબ થાય છે. વ્યકિતગત ગમે તેવા વિચાર હોય તે પણ સમાજમતને આધીન થવું પડે છે, બહુમતને માન આપવું પડે છે, સાર્વત્રિક વિચારણાના પરિણામને અવકાશ આપવા પડે છે, અને વર્તમાન શાસનપદ્ધતિ પણ આ સૂત્રને સ્વીકારે છે અને એ સૂત્રમાં ભીરૂપણાના ખ્યાલ કરવા એ તો વિચિત્ર જ લાગે છે. એને બદલે પેાતાના અંગત શુદ્ધિ - અશુદ્ધિના ખ્યાલને બાજુપર મૂકી સમાજ - બહુમતને માન આપવામાં પોતાની બનવાબૅગ સ્ખલનાના સ્વીકાર કરવાની વિશિષ્ટ શીલતા અને જાહેર હિમત બતાવે છે. સ્ટોકહોમની કોન્ફરન્સને અંગે મી, હેન્ડરસને અંગત વિચારોને જુદે જુદે પ્રસંગે કેવી રીતે માન આપ્યું તે આપણી નજર આગળના જ દાખલા છે અને તે ઉપરાન્ત બીજાં અનેક દૃષ્ટાન્તો વર્તમાન ઈતિહાસ પૂરા પાડે છે. રાજદૃારી બંધારણ અથવા તો જેને બંધારણનું કાંઈ પણ નામ આપી શકાય તે આ સૂત્ર પર જ રચાય છે અને એમ હાવું અથવા થવું તે તદ્દન યોગ્ય છે. આચાર એટલે વર્તન અને ક્રિયા એટલે કાર્ય, એ બન્ને પર અનુશાસક તરીકે જનહિત અને જનમત હોવા એ એટલું સ્વત:સિદ્ધ લાગે છે કે એમાં વધારે ચર્ચા માટે કોઈ અવકાશ જ દેખાતા નથી.
સૂત્ર સ્પષ્ટ છે, અર્થ ઉઘાડો છે અને તદનુસાર વર્તન કરવું એ સમાજદષ્ટિએ સર્વથા આદરણીય, આચરણીય અને કર્તવ્ય લાગે છે. આ સવાલના વિચારમાં વ્યકિતગત પૂર્વબદ્ધ વિચારોથી ન દોરવાતાં બધી બાજુઓને પૂર્ણ વિચાર કરીને નિર્ણય કરવા વિજ્ઞપ્તિ છે. મોતીચંદ ગીરધરલાલ કાપડિયા
ક્રમશ: