________________
૧૮૬
બુદ્ધ જીવન
તા. ૧-૧-૧૯
પ્રચાર કરવો એ મારું અથવા તે કાકાસાહેબનું લક્ષ નથી. અમે શાકાહારી છીએ અને શાકાહારી જ રહીશું. વળી હવે પછી માનવજાત શાકાહાર ઉપર આવશે અથવા તે આવી શકશે તો તે જરૂર વાંચ્છનીય છે એ પણ હું માનું છું. આમ છતાં પણ શાકાહારી માંસાહારી કરતાં ચડિયાત છે એવી મારી ભાવના નથી તેમ જ આજની દુનિયામાં કોઈ વ્યકિત વિશે પણ એ રીતે વિચારવું ન જ જોઈએ એવો મારો નમ્ર અભિપ્રાય છે. કારણ કે જો આપણે એ રીતે વિચારવા લાગીશું કે જે માંસાહારી છે તે એકાદશી વ્રતનું સેવન કરી ન શકે એમ માનવાની આપત્તિ અથવા અનર્થ ઊભે થશે. આજની દુનિયામાં શાકાહારીઓની સંખ્યા અત્યંત અલ્પ છે અને સત્યાદિ વ્રતોનું પાલન શાકાહારીઓને ઈજારો છે એમ માનવું ભૂલભરેલું છે એ તે આપ પણ સ્વીકારશો. વિશિષ્ઠ ધર્મનું પાલન નહિ કરવાવાળા નરકમાં જ જશે એમ માનવા જેવું જ આ મુજબનું માનવું નીતાંત અધાર્મિક બનવાનું.
કાકારાહેબ અથવા તો હું એવા આકામોમાં માંસાહારની પણ છૂટ હોવી જોઈએ એમ જે કહીએ છીએ તે “આકામને સર્વજનયુલભ બનાવવા માટે” અથવા તે આકામને હોટેલ બનાવવા માટે નથી કહી રહ્યા એ સમજી લેવું જોઈએ. અમારા આ કથન પાછળ દેશકાળના સંદર્ભમાં એક મહત્ત્વને વિચાર રહેલ છે. ભારત એક નાની સરખી દુનિયા છે. તેના ભાવાત્મક એકાત્મતા તથા સહજીવન લાવવું અત્યંત આવશ્યક છે. ગાંધીજીએ સ્વરાજ્યપ્રાપ્તિને જે કાર્યક્રમ બનાવ્યો હતો તેમાં જાતિ ઐકય Communal Unityને ઘણું ઊંચું સ્થાન હતું. સ્વરાજયની તે એક શરત હતી. દુનિયામાં ભિન્ન ભિન્ન ધર્મોમાં માનવાવાળા તેમ જ ભિન્ન ભિન્ન સભ્યતા અનુસાર જીવન ગુજારવાવાળા લોક રહે છે. વિāકય આજના જમાનાની મુખ્ય ભાગ છે. તે માગની પરિપૂર્તિમાં • ભારત એક મહાન યોગદાન આપી શકે તેમ છે. આહાર, વિહાર, ઉપાસના, પ્રાર્થના વગેરે વિષયમાં આજે જે સંચિત સાંપ્રદાયિકતા છે તેના લીધે વિશ્વમાં એક પ્રકારની બહિષ્કૃતતા (Apertheid) ચાલી રહી છે. લોકો શરીરથી નજીક રહે છે પરંતુ મનથી દૂર રહે છે. ભારતમાં તો તનથી પણ સાથે રહેતા નથી. દરેકની અલગ અલગ વસતિ હોય છે. પરિણામે સદીઓથી સાથે રહેવાવાળાઓમાં ભાવાત્મક એકાત્મતાને અભાવ અનુભવગોચર થાય છે.
આ બહિષ્કૃતતાને હટાવવી હોય તે ઉપર જણાવેલી સાંપ્રદાયિકતાને ત્યાગ મારા નમ્ર અભિપ્રાય મુજબ વાંછનીય છે. એ સમય આવી પહોંચ્યો છે કે આ વિષયમાં વિચારક મૌલિક ચિંતન કરે. આશા રાખું છું કે આપનું સ્વાથ્ય સારું છે તેમ જ આપ આનંદમાં છે.”
આપને શંકરરાવ દેવ શ્રી શંકરરાવ દેવના પત્રનો જવાબ ઉપર જે શ્રી શંકરરાવ દેવનો પત્ર પ્રગટ કરવામાં આવ્યો છે તેના જવાબમાં જણાવવાનું કે ગેઠઘર આશ્રમમાં જાયલી શિબિર અને તેમાં કાકાસાહેબના વિચારનું શ્રી શંકરરાવ દેવે કરેલા સમર્થનને લગતો પત્ર મને જે મળ્યો કે તરત જ મેં શંકરરાવજીને પત્ર લખેલો, પણ કેટલાક દિવસ સુધી તેમને જવાબ ન આવ્યું એટલે પછી તેને લગતું સમર્થન મેં મુંબઈના સર્વોદય કાર્યકર્તાઓ મારફતે મેળવ્યું હતું અને તે મેં ‘પ્રબુદ્ધ જીવનમાં પ્રસિદ્ધ કર્યું હતું.
હવે ઉપર આપેલ શંકરરાવજીના પત્રમાં એ મતલબની જે દલીલ કરવામાં આવી છે કે “નિરામિષ આહારને લગતી વિચારસરણીને સ્પષ્ટ રૂપમાં વરેલા આશ્રમમાં તો માંસાહારના રસેડાને અવકાશ હોઈ ન જ શકે, પણ ગાંધીજીએ સૂચવેલા એકાદશવ્રત જેમાં અહિંસા, સત્ય અસ્તેય, બ્રહ્મચર્ય, અસંગ્રહ વગેરેને સમાવેશ કરવામાં આવ્યા છે તેને સ્વીકારનારા આશ્રમમાં માંસાહારને પ્રતિબંધ હોવાની જરૂર નથી કારણકે એકાદશવ્રતમાં કોઈ આહારવ્રત છે જ નહિ.”આ દલીલ મારા ગળે ઉતરતી નથી. કારણ કે એકાદશવ્રતમાં અહિંસા મુખ્ય સ્થાને છે અને અહિંસાને માનવીના આહારવિહાર સાથે સીધો સંબંધ છે. વળી આ આપણે જે ચર્ચા કરીએ છીએ તે ભારતમાં ઊભા કરવામાં આવેલા આશ્રમને ખાસ ધ્યાનમાં લઈને કરીએ છીએ અને ભારતમાં કોઈ પણ સ્થળે મોટા ભાગે બને પ્રકારના આહાર સુલભ છે. નિરામિષ આહારને વિચાર તેમ જ આચાર અહિંસાવ્રતના આચારમાંથી જ સીધો સ્વત: ફલિત
થયેલો છે. તો એકાદશી વ્રતની વિચારસરણીને સ્વીકારનાર આશ્રમએમાં – ખાસ કરીને ભારતમાં ઊભા કરવામાં અવેલા આશ્રમોમાં નિરામિષ આહારને આગ્રહ અનિવાર્યપણે હેવો જોઈએ અને ત્યાં માંસાહારને સ્થાન આપવામાં આવે તો તે અંશત: પણ અહિંસાવ્રતનું જ ઉલ્લંઘન કરનારૂ લેખાવું જોઈએ આમ મને લાગે છે.
માંસાહાર અને નિરામિષઆહાર વચ્ચે ફરક ટમેટા-રીંગણા અને બટેટા વચ્ચેના ફરક જેવું નથી. તે બન્ને વચ્ચે ફરક ગુણ વત્તાને છે. તે ફરક કરુણાની ભાવનામાંથી પેદા થયેલ છે અને તેથી એકની અપેક્ષાએ અન્યનું નૈતિક મૂલ્ય વધારે ઊંચું લેખાવું ઘટે છે.
અને જો આમ હોય અને અમુક જીવનવૃત્તિ અન્ય કોટિની જીવનવૃત્તિ કરતાં વધારે ઊંચી લેખાતી હોય તે વધારે ઊંચી જીવનવૃત્તિ સ્વીકારનાર વ્યકિત અમુક અપેક્ષાએ પિતાને અન્યથી કાંઈક ઊંચી માને તેમાં મને કશું અનુચિત દેખાતું નથી. આ સર્વ પ્રકારના નૈતિક આગ્રહને લાગુ પડે છે. એક વ્યકિત સત્યની આગ્રહી હોય તે સતત અસત્ય બોલનાર કરતાં પેતાને કાંઈક જુદી અને કાંઈક વધારે ઊંચી લેખે તે સ્વાભાવિક છે. અહિં દેશ આવે છે અમુક રીતે પિતાને અન્યથી અલગ લેખવામાં નહિ પણ તે કારણે અભિમાન ચિત્તવવામાં. દોષ અમુક પ્રકારના આત્મભાનમાં નહિ પણ આત્મ-અભિમાનમાં રહેલો છે.
અને ભારતની ભાવાત્મક એકતા અને નિરામિષ આહારની બાબતમાં બાંધછોડ નહિ કરવાનો આગ્રહ– એ બે વચ્ચે વાંધો વિરોધ કયાં આવે છે તે મને સમજાતું નથી. આવડા મોટા દેશમાં રહેણીકરણીના ભેદ તો રહેવાના જ. જે માંસાહાર અને નિરામિષ આહાર વચ્ચે કોઈ પાયાને ભેદ છે તે તેમાંથી ફલિત થતી રહેણી કરણીને પણ ભેદ રહેવાને. અને જો કોઈ પાયાને ભેદ નથી તે એમ કહેવું અને જાહેર કરવું વધારે તાર્કિક છે કે આ આહારભેદ એક પ્રકારનું તૂત છે, કંઈ કાળથી ઊભું કરવામાં આવેલો વહેમ છે, આ નૂતથી - આ વહેમથી–આપણે જદિથી છૂટીએ અને આપણને જુદા પાડતા આહારભેદના ખ્યાલને આપણે જદિથી તિલાંજલિ આપીએ તે વધારે સારૂં. અને એમ હોય તે પછી અમે તે નિરામિધઆહારી છીએ અને જીવનભર નિરામિષઆહારી રહેવાના છીએ એમ જે કાકાસાહેબ તથા શંકરરાવજી ભાર મૂકીને કહ્યા કરે છે તેને મને તે કંઈ અર્થ દેખાતો નથી. પરમાનંદ
ન રહી કંઈ એષણા હવે(શ્રી રજનીકાંત મિદીએ પિતાના અવસાનના થડા સમય પહેલા રચેલું કાવ્ય). ન રહી કંઈ એષણા હવે મળી તૃપ્તિ જહીં તત્ત્વત્થપાલવે; સહુ જીવનની ગલી ગલી મહીં દીપ્તિ રહી તારી પ્રજવલી. પ્રણયે હું અનેક જન્મના પ્રભુ ! બંધાઈ બન્યો છું ત્વન્મના; તુજ પાસ હવે તું રાખજે; અળગે ના મુજથી કદી થજે. તવ સ્નેહ તણા રસાયણે સહુ દુ:ખે સુખરૂપ આ બને; લહું જીવનની ધન્યતા તુજ સંગે જ થતાં અનન્યતા. સુણીને તવ મેહન ધ્વનિ શમતી કલાન્તિ સુદીર્ઘ અધ્વની, ભૂલીને વળી દુ:ખ વિશ્વનાં વિચરું શાંતિમહીં હું નિ:સ્વના, ગિરિશંગ દીસે સવારમાં ખડું રહેતું જ્યમ દ્રારમાં, પરચેતનને હું બારણે ત્યમ ઊભે તુજ ધ્યાનધારણે પ્રભુ ! ચિન્તનમાં અનન્તના બનીને મગ્ન હવે ચિરન્તના પરશાંતિનું ધામ પામતે, વળી હું શાશ્વતમાં વિરામતે. તરણી મહીં પૂર્ણગની જવું પેલી ગમ ચિત્તાઘની, પરમાનસ-અદ્ધિ-ગ૯ વરે જહીં રંગ અરૂણી ઉષા ભરે.
રજનીમંત મોદી