SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬ -૧૯ થઈ શકે છે અને ધર્મગથે પણ અનેક કોટિ અને કથાના છે.” અસ્પૃશ્યતા હજુ આપણા દેશમાંથી તદ્દન નાબૂદ થઈ નથી. એમ છતાં ધીમે ધીમે ચારે બાજુએ અદશ્ય થઈ રહી છે અને અસ્પૃશ્ય ઊંચે આવી રહ્યા છે–આ હકીકત છે. આમ છતાં પણ આવા બુદ્ધિજડ અને ધર્મઝનૂની શંકરાચાર્યો હજુ આપણે ત્યાં વિદ્યમાન છે એ આપણી એક મોટી શરમ અને કમનસીબી છે. આ જાતના વલણે હજારો અસ્પૃશ્યોને હિન્દુધર્મ છોડાવીને બૌદ્ધધર્મ તરફ વાળ્યા છે અને શંકરાચાર્યે અસ્પૃશ્યતા–સમર્થક જે કટ્ટર વલણ રજુ કર્યું છે તે વલણ કાયમ રહેશે તે બાકી રહેલા અસ્પૃશ્ય પણ પિતાના અન્ય જાતિબંધુઓ માફક બૌદ્ધધર્મ તરફ ઢળતા જશે એમાં કોઈ શક નથી. તેઓ બૌદ્ધધર્મ અંગીકાર કરે તેને વાંધો નથી, પણ તેનું આડકતરૂં પરિણામ તેમને હિન્દુધર્મના કટ્ટર વિરોધી બનાવવામાં આવે છે, જે હિન્દુસમાજ માટે ભારે ખતરનાક છે. એમ ન સમજતા કે આવા શંકરાચાર્ય દેશમાં એક માત્ર છે. આવા પ્રચ્છનન શંકરાચાર્યો અને જુનવાણી મનેદશાને પિતા અને પંપાળતા ધર્માચાર્યો દેશમાં અનેક છે. આવા શંકરાચાર્યો અને ધર્માચાર્યો દેશને કેવું નુકસાન કરી રહેલ છે તેને આ ઉપરથી ખ્યાલ આવશે. આવા શંકરાચાર્યો અને ધર્માચાર્યોથી ભગવાન આપણને બચાવે ! રાષ્ટ્રગીત જન ગણ મનનું પુરીના શંકરાચાર્યું કરેલું અપમાન ઉપરોકત સંમેલન પુરું થતાં જયારે ‘જનગણમન' થી શરૂ થતું રાષ્ટ્રગીત કન્યાઓએ ગાવાનું શરૂ કર્યું ત્યારે આ મહાનુભાવ શંકરાચાર્યું તે સામે વિરોધ ઉઠાવ્યો હતો અને માઈક્રોફોનને કબજો લઈ આપણું ખરું રાષ્ટ્રગીત આ નથી, પણ વદેમાતરમ છે, જન ગણ મન' તે વર્ષો પહેલાં લકત્તા આવેલા પ્રિન્સ ઓફ વેલશને આવકાર' આપવાના હેતુથી રવીન્દ્રનાથનું રચેલું ગીત છે. આવું ગીત રાષ્ટ્રગીત હોઈ ન જ શકે.” એમ જણાવ્યું હતું અને “વન્દમાતમ’ ગાવાની તેમણે ચેષ્ટા કરી હતી. સર્વસ્વીકૃત રાષ્ટ્રગીતનું આ રીતે અપમાન થતું જોઈને શ્રોતાવર્ગ ખૂબ જ ઉશ્કેરાઈ ગયો હતો અને તેમની ઉપર ધસી ગયા હતા અને એ ધસારામાંથી તેમના ભકતજો તેમને છોડાવી ને માંડમાંડ બહાર લઈ જઈ શકયા હતા. આ “જન ગણ મન' ની રચનાને અને પ્રિન્સ ઑફ વેલ્સના ક્લકત્તા ખાતે કહેવાતા આગમનને કોઈ સંબંધ છે કે કેમ તે વિષે સ્પષ્ટતા કરતે એક પત્ર તા. ૯-૪-૬૯ ના ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં પ્રગટ કરવામાં આવ્યું છે. તેના ઉપયોગી ભાગને અનુવાદ નીચે મુજબ છે: આ સંદર્ભમાં ભારત સરકારના પ્રકાશન ખાતા તરફથી પ્રગટ થયેલ Our National Songs—આપણાં રાષ્ટ્રીય ગીત-માંથી પ્રસ્તુત અને પૂરી સ્પષ્ટતા કરતે ફકરો હું ઉધૃત કરું છું. “આ જન ગણ મન... ગીતને મહાત્મા ગાંધીએ માત્ર એક સાદા ગીત તરીકે નહિ પણ એક ભકિતપૂર્ણ ભજન તરીકે વર્ણવ્યું છે. આ ગીત ૧૯૧૧ ની ડિસેમ્બર માસની ૧૧ મી તારીખે કલકત્તા ખાતે ભરાયેલા કાગેસના અધિવેશનના બીજે દિવસે સૌથી પહેલાં ગવાયું હતું. પહેલા દિવસે, સામાન્ય પ્રાણાલી મુજબ “વન્દમાતરમ” ગવાયું હતું. “ભારત ભાગ્યવિધાતા,’ ‘જનગણમન અધિનાયક’ ‘ચિર સારથિ વગેરે વિશે પણ આ ગીતમાં કોને અનુલક્ષીને વપરાયાં છે એ વિશેને. શરૂ શરૂને વાદવિવાદ, જો કે કશા પરિણામ વિનાને એમ છતાં, ખરેખર કમનસીબ હતો. એ વખતે એમ પણ પ્રતિપાદિત કરવામાં આવ્યું હતું કે “એ વખતે એટલે કે ૧૯૧૧ ની સાલમાં પાંચમા જે ભારતની મુલાકાતે આવેલા તેમને ઉદ્દેશીને આ બધાં વિશેષણો વાપરવામાં આવ્યાં હતાં. કવિવર ટાગોરને પિતાને આ પ્રકારના પીલા અર્થઘટન સામે જાહેર જનતાને ચેતવવાની ફરજ પડી હતી. તેમણે આ બાબતને અનુલક્ષીને જણાવેલું કે, “માનવજાતના અનન્ય ઈતિહાસના અસંખ્ય યુગમાં પ્રવાસ કરી રહેલા યાત્રિકોને દોરનાર ચિરસારથિ તરીકે જર્જ ચેથા કે જે પાંચમાના ગુણગાન કરવા જેટલી ભયંકર બેવકુફી આચરવાની મારામાં શકયતા જેએ ક૫તા હોય તેમને જવાબ આપવાની દરકાર સરખી કરે છે તે મારું પિતાનું જ અપમાન કરવા બરાબર લેખાય.” સુભાષચંદ્ર બોઝ ની આઝાદ ભારત સરકારે આ ગીતને હિન્દી અનુવાદ કર્યો હતો અને આ નવા રૂપાન્તરને રાષ્ટ્રીય ગીત - નેશનલ એન્થમ • તરીકે અપનાવ્યું હતું. તેમણે એવી નોંધ પણ કરી છે કે આ “જ્ય' ના લય વાળું ટાગેરનું ગીત આપણું નેશનલ એન્થમ બની ચૂકયું છે.” અસ્પૃશ્યતા નિવારણ સામે જેહાદ સ્વરૂપને વિરોધ દાખવીને પૂરીના શંકરાચાર્યું જેમ ધાર્મિક જડતા અને સમયઅનભિજ્ઞતા 'દાખવી છે તેમ આ 'જન ગણ મન'ને વિરોધ કરીને તેમણે વસ્તુસ્થિતિનું અજ્ઞાન અને બૌદ્ધિક જડતા પ્રદર્શિત કરી છે. આ બન્ને ઘટના કમનસીબ અને ભેળા લોકોને ભરમાવનારી છે. પૂરક નેધ: તા. ૯-૩-૬૯ ના જન્મભૂમિના પ્રતિનિધિ સમક્ષ દિલ્હી ખાતેથી પુરીના શંકરાચાર્યે એક લાંબે ખુલાસે કરતાં જણાવ્યું છે કે “હરિજન સંડાસમાં જ હોય તે સંડાસ સાફ કરવા માટે પણ મારી તૈયારી છે, પરંતુ એ સંડાસ સાફ કર્યા પછી હું જો સ્નાન કરવાનો નિર્ણય કર્યું તે કોઈએ તે સામે વાંધો ઉઠાવ જોઈએ નહિ.” અને આગળ બેલતાં તેમણે જણાવ્યું છે કે “હું તે પુરીમાં અને દિલ્હીમાં હરિજને માટે એક એક હૈસ્પિટલ બાંધવા ધારું છું. આ પેજના સંબંધમાં મને અનુમોદન આપનારા સાથે મેં ચર્ચા કરી છે અને ટૂંક સમયમાં હોસ્પિટલ તૈયાર થઈ જશે.” પણ આમ કહીને પછી તેઓ ઉમેરે છે કે, “આ બધું છતાં હું અસ્પૃશ્યતામાં ખસુસ માનું છું અને હિન્દુ શાસ્ત્રમાત્ર નિવિવાદ રીતે કોઈ ને કોઈ પ્રકારની અસ્પૃશ્યતાની હિમાયત કરે જ છે.” શંકરાચાર્યના આ શબ્દોથી રખેને કોઈ ભરમાય. શંકરાચાર્ય ભલેને સંડાસ અને તે પણ હરિજનના, સાફ કરવાની વાત ભલે કરે, પણ એ વિચારને અમલ કરી બતાવે ત્યારે ખરા. શંકરાચાર્ય સંડાસ સાફ કરશે ત્યારે તે સૂર્ય પૂર્વ બદલે પશ્ચિમમાં ઉગ્ય હશે. અને શંકરાચાર્યના હાથે હરિજને માટે હોસ્પિટલે પણ બંધાય ત્યારે ખરા. પણ આ બધી વાત કરીને પૈતાના અસ્પૃશ્યતાને લગતે કકકો ખરા જ છે એમ તેઓ મક્કમપણે કહે છે અને એ રીતે તેઓ પોતાનું અસલી રૂપે પ્રગટ કરે છે અને તે સામે જ આપણે સખ્ત વિરોધ છે. ' જનગણમન” વિશે પણ એ જ નિવેદનમાં શંકરાચાર્યે કેટલુંક ફેરવી તોળ્યું હોય એમ લાગે છે. આમ છતાં તેમાં પણ “જનગણમન” સામેના પિતાના વિરોધને તેમણે એ ગીત પાંચમાં જ્યોર્જને (પટણાની સભામાં પ્રીન્સ ઑફ વેલ્સ ને તેમણે ઉલ્લેખ કર્યો હતો) આદર કરવા માટે કવિવર ટાગેરે રચેલું હતું એવા વિધાન ઉપર આધારિત છે. આ વિધાન રહો અસત્ય છે કે વો ઉપર આપેલા વિવેચન ઉપરથી વાચકોને પૂરેપૂરું સ્પષ્ટ થશે. મુંબઈમાં આ વખતે ઉજવાયલી બધા ફિરકાની મહાવીર જ્યન્તી મુબઈ ખાતે જૈન સમાજના બધા ફિરકાના આગેવાને એકઠા મળીને મહાવીર જ્યની ઉજવે છે અને તેમાં બધા ફિરકાના સાધુ, સાધ્વીઓ, શ્રાવકે અને શ્રાવિકા ભાગ લે છે. આ વખતે ઉજવાયલી મહાવીર જ્યન્તીમાં શ્વે. મૂ. સમાજના સાધુઓ તથા સાધ્વીઓ ઉપસ્થિત થયાં નહોતાં. જૈન સમાજ એકતાની દિશાએ આગળ વધતું જાય છે, જયારે તેમની આ વખતની મહાવીર જ્યતીમાં ગેરહાજરી એકતાની દિશાએ પીછેહઠ
SR No.525954
Book TitlePrabuddha Jivan 1969 Year 30 Ank 17 to 24 and Year 31 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1969
Total Pages286
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy