SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૪-૧૯ ૨૬૫ પ્રબુદ્ધ જીવન પ્રકીર્ણ નેધ આ અંક સાથે “પ્રબુદ્ધ જીવન ૩૦ વર્ષ પૂરાં કરે છે પ્રબુદ્ધ જીવન’ના વાચકો એ જાણીને આનંદ અનુભવશે કે પ્રસ્તુત અંક સાથે “પ્રબુદ્ધ જીવન’ ૩૦ વર્ષ પૂરાં કરે છે. કોઈ પણ સામયિક માટે ૩૦ વર્ષ જેટલી લાંબી કારકિર્દી ગૌરવપ્રદ ગણાય. પ્રબુદ્ધ જીવને આજ સુધીમાં નાની મોટી અનેક વ્યકિતઓની ચાહના મેળવી છે. તે ૩૧ મા વર્ષમાં પ્રવેશ કરે ત્યારે પ્રબુદ્ધ જીવન અંગે પોતાની શુભેચ્છાના ઉદ્ગારે લખી મેકલે અને તેના ભાવી વિકાસ અંગે સલાહ સૂચને પણ લખી જણાવે તેવી આ ચાહકોને વિનય પ્રાર્થના છે. Plain Living and High Thinking: સાદું જીવન અને ઉર્ધ્વ ચિંતન સુરેન્દ્રનગરથી શ્રી લલિત શાહ પોતાના એક પત્રમાં શ્રી કે. એમ પનીકરે લખેલા “ધી સ્ટેટ એન્ડ ધી સિટિઝન' નામના પુસ્તકમાંથી નીચેને અંગ્રેજી ફકરો લખી મોકલે છે અને તેની વિશદ છણાવટ માંગે છે: "No one is likely to deny the importance of physical welfare, improved conditions of living and the hundred other things resulting from material prosperity, in the make up of civilisation. Simple living and high thinking is nothing but the cscapist cry of a porertystricken people who like to delude themselves that though poor they are superior in mind." અનુવાદ: “આજની સભ્યતાની સજાવટમાં, આર્થિક ઉત્કર્ષ દ્વારા પરિણમતી શારીરિક સુખાકારી, માનવી જીવનમાં વધી રહેલી સહુલિયત અને બીજી સેંકડો બાબતનું મહત્ત્વ આજે કોઈ પણ માનવી ઈનકારી શકે તેમ નથી. “સાદું જીવન અને ઉર્ધ્વ ચિત્તન’ એ એવા દારિદ્રયપીડિત લોકોનું વાસ્તવિકતાનો ઢાંકપીછોડો કરતું–સૂત્ર છે કે જે લોકો પોતા વિપે છલનાપૂર્વક એવી શેખી કરતા હોય છે કે જો કે પોતે બાહ્ય દષ્ટિએ ગરીબ છે એમ છતાં આંતરિક દષ્ટિએ અન્ય લોકો કરતાં ઘણા ચડિયાતા છે.” પ્રસ્તુત સૂત્રને આગળ ધરીને અંગત જીવનમાં બીજી રીતે નાસીપાસ થયેલા અને એ કારણે દારિદ્રતાને વરેલા માનવીએ ઉપરના અવતરણમાં જણાવ્યું છે તેવી કદાચ શેખી કરતા હોય એમ બનવાજોગ છે, એમ છતાં પણ, પ્રસ્તુત સૂત્રનું હવે એટલું જ મૂલ્ય રહ્યું છે એમ કહેવું કે વિચારવું બરાબર નથી. વસ્તુત: આ સૂત્રનું મહત્વ કાળનિરપેક્ષા છે અને માનવી જીવનના અન્તસ્તત્વને , ઊંડાણથી સ્પર્શે છે. Plain living and high thinking “સાદું જીવન : ઉર્ધ્વચિન્તન એ સૂત્ર તે આ બંનેને પરસ્પર અનિવાર્ય જેવો સંબંધ સૂચવવા માટે રચાયું છે. ભોગપભોગથી ભરેલું જીવન એ, સાદું જીવન ન કહેવાય અને એવા જીવન સાથે ઉદ્ઘ ચિત્તનને કોઈ મેળ નથી—આ એક માનવી જીવનનાં ચાલુ અનુભવ ઉપરથી તારવેલું તથ્ય છે. વિજ્ઞાનવિકાસના કારણે માનવીના જીવનમાં, સુખ-સગવડોને ખૂબ વધારો થઈ રહેલ છે અને પહેલાં સહજ પ્રાપ્ત નહોતી તેવી અનેક સુખ-સગવડો સામાન્ય માનવીને આજે સુલભ બની છે અને એ રીતે સાદા જીવનના સ્વરૂપમાં-સાદા જીવનની કલ્પનામાં–ફેરફાર થતો રહ્યો છે, ગઈ કાલે જે જીવનની અનિવાર્ય જરૂરિયાત ગણાતી નહોતી તે આજે જાણે કે જીવનની અનિવાર્ય જરૂરિયાતનું રૂપ ધારણ કરી રહેલ છે. આમ છતાં પણ જેમ ગરીબ અને ધનિકના ભેદ માનવ સમાજમાં થાયી છે તેમ સાદા જીવન અને વૈભવપૂર્ણ જીવનને ભેદ પણ સ્થાયી રહેવાને છે. સાધનાની વિપુલતાના અભાવે અનિવાર્ય બનતું સાદું જીવન અહિં ખાસ પ્રસ્તુત નથી. પણ સાધનની વિપુલતા સહજપ્રાપ્ત હોય એમ છતાં પણ ઉર્ધ્વચિન્તનને લક્ષમાં રાખીને, જેમાં વિપુલ ભોગપભેગને અવકાશ ન હોય, એવું સાદું જીવન અહિં વિવાિત છે. આ હેતુથી જ ધન-સંપત્તિ હોવા છતાં વિવેકી મહાનુભાવો સાદા જીવનને સ્વીકાર કરતા જોવામાં આવે છે. ઉર્ધ્વ ચિન્તન માટે અન્તર્મુખતા અને higher values of life-જીવનના ઉચત્તર મૂલ્ય-નો સ્વીકાર અપેક્ષિત છે અને વૈભવલક્ષી માનવી માટે અન્તર્મુખતા ભાગ્યે જ શકય હોય છે. આ ઉપરથી એ ફલિત થાય છે કે કોઈ પણ સામાજિક પરિસ્થિતિમાં ઉર્ધ્વ ચિતન માટે સાદું જીવન અપેક્ષિત છે, આવશ્યક છે. સાથે સાથે આપણા એ અનુભવ તરફ પણ ધ્યાન ખેંચવાની જરૂર છે કે પરિસ્થિતિવશાત કોઈ માણસ ગરીબ હોય એમ છતાં ધર્મપરાયણ હોય છે, અંગત ચિત્તનમાં અને જીવનની ગુણવત્તામાં તે સામાન્ય લોકો કરતાં ઘણો ચડિયાત હોય છે. જૈન કથામાં પુણીયા શ્રાવકની કથા જાણીતી છે. આ શ્રાવક પતિ-પત્ની પુણીએ બનાવીને જીવન-નિર્વાહ કરતાં હતાં, એમ છતાં, અત્યન્ત ધર્મપરાયણ અને સ્વસંતુષ્ટ હતા, Plain Living and High thinking નમુનારૂપ હતા. બીજું એ પણ આપણા અનુભવનો વિષય છે કે માત્ર ઉદ્ઘ ચિન્તન જ નહિ પણ ઉર્ધ્વ જીવન અખત્યાર કરવા માટે ધનદોલતને ત્યાગ કરીને માનવી સ્વેચ્છાએ ગરીબી સ્વીકારે છે, સંન્યાસ ધારણ કરે છે. સંન્યાસની–સંસારત્યાગની ભાવના પાછળ પણ આ જ તત્વ આ જ વિચાર-રહેલ છે. પુરીના શંકરાચાર્યું કરેલી અસ્પૃશ્યતા–સમર્થક ઘોષણા ૨૯મી માર્ચના રોજ પટણા ખાતે ભરાયેલા બીજા વિશ્વ હિન્દુ ધર્મ સંમેલનમાં ઉપસ્થિત થયેલા જગન્નાથ પુરીના શંકરાચાર્યે જણાવ્યું કે, “અસ્પૃશ્યતા એ હિન્દુ ધર્મને એક પાયાને સિદ્ધાન્ત છે અને રાજયને કઈ પણ કાયદો હિન્દુઓને અસપૃશ્યતાને વળગી રહેતા અને તદનુસાર વર્તતા અટકાવી શકે નહિ.” શ્રીમદ્ શંકારાચાર્યનું આ ચોંકાવનારૂ વિધાન સાંભળીને કેટલીક યુવાને ચેંકી ઊઠયા હતા અને તેમણે તે સામે ઉગ્ર વિરોધ રજુ કર્યો હતો અને શંકરાચાર્યને ઘેરી વળ્યા હતા અને સંમેલનની વ્યવસ્થા લગભગ તૂટી પડી હતી. આ ઘટનાએ દેશભરમાં ખાસ કરીને હિન્દુ સમાજમાં અત્યન્ત ઉગ્ર ખળભળાટ પેદા કર્યો છે. લોકસભામાંની તાજેતરની બેઠકમાં પણ શંકરાચાર્યના પ્રસતુત વિધાન અને વર્તન સામે ઉગ્ર રાપભરી ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચાને અનુલક્ષીને આગળના ગૃહખાતાના પ્રધાન શ્રી ગુલઝારીલાલ નંદાએ છાપોગા એક નિવેદનમાં જણાવ્યું છે કે, “કસભાની આ બાબતને લગતી ચર્ચા જયારે ચાલી રહી હતી અને લોકસભાના બધા પક્ષ તરફથી પુરીના શંકરાચાર્યના અમુક ઉદ્ગારો ઉપર રેપ અને પ્રકોપની ઝડી વરસી રહી હતી ત્યારે મેં જે તીવ્ર વ્યથા અને શરમ અનુભવી તે હું શબ્દોમાં વ્યકત કરી શકતો નથી. શંકરાચાર્ય હિન્દુ સમાજના એક વિભાગના પ્રતિનિધિમાં છે. આ રીતે લોકોના અપમાન અને ઉપહાસને પાત્ર બનીને તેમણે અનેક હિન્દુઓના સ્વમાન અને કોમળ લાગણીઓને ભારે હાનિ પહોંચાડી છે, ભારે ધકકો લગાડો. છે. ધર્મશાસ્ત્રના ઓઠા નીચે ધારણ કરાયેલું શંકરાચાર્યનું આ કટ્ટર વલણ દેશના કાયદાઓને નહિવત કરી શકે તેમ છે જ નહિ. ધર્મથે સંબંધમાં પણ જણાવવાનું કે તેના અનેક રીતે અર્થઘટન
SR No.525954
Book TitlePrabuddha Jivan 1969 Year 30 Ank 17 to 24 and Year 31 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1969
Total Pages286
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy