________________
તા. ૧૬-૪-૧૯
પ્રબુદ્ધ જીવન
✩
First Person Singular: પહેલા પુરુષ એકવચન
(ટાઈમ્સ એફ ઈન્ડિયાના દર રવિવારના અંકમાં ‘ First Person Singular' એ મથાળા નીચે એક યા અન્ય વ્યકિતવિશેષનું એક પ્રકારનું આત્મકથન અવારનવાર પ્રગટ કરવામાં આવે છે. ગત ફેબ્રુઆરી માસની બીજી તારીખના અંકમાં શ્રી ગગનવિહારી મહેતાનું આવું એક આત્મકથન પ્રગટ થયું છે. આ કથન એક પ્રકારની—બાળપણથી માંડીને આજ સુધીની-સ્મરણનોંધ જેવું હોય છે. પ્રસ્તુત આત્મકથનના પદ્મદ્ અર્થના અનુવાદ નીચે આપવામાં આવે છે. આત્મકથનના આ વિભાગ અંગે જણાવવાનું કે ગગનભાઈ અને હું અમે બન્ને ૭૦ વર્ષ વટાવીને આગળ ચાલી રહ્યા છીએ. તેમના લખાણના આ વિભાગમાં આ ઉમ્મર સાથે સંબંધ ધરાવતા સંવેદન રજુ કરવામાં આવ્યા છે. આ નિવેદન જાણે કે મારા સંવેદનાને આબેહુબ પ્રતિબિંબિત—પ્રતિધ્વનિત કરતું હોય એવા આનંદ અને આત્મીયતા તેમનું આ લખાણ વાંચતાં મેં અનુભવ્યાં છે અને તેથી મારી ઉમ્મરના અન્ય મિત્રે પણ આ સંવેદનના ભાગીદાર બને એ હેતુથી તે વિભાગના અનુવાદ અહિં પ્રસિદ્ધ કરવા હુ આકર્ષાયો છું. પરમાનંદ)
ધી લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિકસમાં મેં એક વર્ષ સુધી અભ્યાસ કરેલા. આ સંસ્થા સાથેને આ પ્રકારના સંબંધ મારા બૌદ્ધિક વિકાસ અંગે એક બળવાન નિમિત્તામાં પરિણમ્યો હત, મારા સમગ્ર જીવન દરમિયાન, હેરોલ્ડ લાડી જે કહેતા રહ્યા હતા કે કેળવણીની પ્રક્રિયા એક એવી પ્રક્રિયા છે કે જેને અન્ય માનવીના જીવનના અન્ત સાથે જ આવવો જોઈએ.—આ તેમનું કથન હું હંમેશાં યાદ કર રહ્યો છું. જ્યારે આ પ્રક્રિયા અટકે છે ત્યારે, આપણે ગમે તેટલા મોટા સ્થાન ઉપર પ્રતિષ્ઠિત હોઈએ અથવા તો આપણે ત્યાં ગમે તેટલું ધનસંચય થયા કરતે હૈ:ય તો પણ, આપણા વિકાસ અટકી જ જાય છે. મારા અનુભવના પરિણામે હું એ પણ મનવા લાગ્યો છું કે માનવી માનસની ગુણવત્તાનું શિદ્ધાન્ત કરતાં વધારે મહત્વ છે. અને મહાન વિચારો ભલેને મગજમાંથી પેદા થતા હોય તો પણ, તે વિચારોનું હૃદય સાથે અનુસંધાન હાવું જોઈએ, બુદ્ધિના સમર્થન વિનાની ભાવુકતા લાગણીવેડામાં, વેવલાપણામાં પરિણમે એ સંભવિત છે, આમ છતાં પણ, અન્ત:સંવેદન વિનાના તર્ક વધ્યું નીવડવાનો એટલા જ સંભવ છે. અત:સંવેદન વિના કોઈ પણ બાબત અંગેની સમજણ આપણા દિલમાં પુરેપુરી ઊતરી છે એમ કહી શકાય નહિ. જો આપણે કાંઈ પણ ઉપયોગી કાર્ય સાધવા ઈચ્છતા હોઈએ અથવા તો ઉપયોગી જીવન હાંાલ કરવા માગતા હાઈએ નો તે માટે આન્તરિક સંવાદિતાની જરૂર છે, જે આપણે અન્ત:સંવેદન વિના પ્રાપ્ત કરી શકીએ જ નહિ.
આપણે ઉમ્મરમાં આગળ વધતા જતા હોઈએ એ દરમિયાન, શારીરિક સ્વાસ્થ્ય અને સંયોગા અનુકૂળ હોય તો મને લાગે છે કે, આણે કુતુહુલની લાગણી તેમ જ મગજનું સમધારણ ગુમાવવા ન જોઈએ. આત્મસંતાપ એ બૌદ્ધિક સ્થગિતતાનું માત્ર બીજું નામ છે. ઘણા લકો મને વારંવાર પ્રશ્ન પૂછે મારી આ ઉમરે હું કામ શી રીતે કરી શકું છું અથવા તો અનેક પ્રવૃત્તિઓમાં આટલા બધા રસ શી રીતે દાખવી શકું છું? બીજો પ્રશ્ન, ખરી રીતે પહેલા પ્રશ્નના ઉત્તર છે. તીવ્ર અને વ્યાપક રસો ટકાવી રાખવા અને હવે હું જુવાન રહ્યો નથી એ હકીકત વિષે સતત ચિંતા કર્યાં કરવાની જગ્યાએ જેમાં તે ઉપયોગી થઈ શકે તેમ હેય એવી પ્રવૃત્ત્તિઓ સાથે સંલગ્ન રહેવું એ જ માત્ર ઘડપણ અંગેની સભાનતા અટકાવવાના ઉપાય છે.
જેમ મૃત્યુ આપણા એક એવા દુશ્મન છે કે જેને આપણે હાર આપી શકીએ તેમ નથી તેવી જ રીતે વૃદ્ધત્વ એક એવી બીમારી છે કે જેને કોઈ માનવી ટાળી શકે તેમ નથી. પણ જેવી રીતે ભી? લોકો પ્રત્યક્ષ મૃત્યુના ભાગ બનવા પહેલાં મનથી અનેક વાર મરી જતા હાય છે તેવી રીતે Senility—વૃદ્ધત્વ – પરિણમી શિથિલ માનસ Self centerednessનું—કેવળ સ્વલક્ષી પણ!ઘણીવાર પરિણામ હાય છે. જો આપણે બીનઅંગત એવી સંસ્કારલક્ષી બાબતોમાં ઊંડો રસ કેળવી શકીએ અને ઉપયોગી પ્રવૃત્તિઓ સાથે આપણી જાતને ઓતપ્રોત બનાવી શકીએ, તો પછી આપણે કેટલાં વર્ષ જીવ્યા તેની કોઈ ગણતરી કરતા રહેવાની અથવા તે હવે કેટલાં આછાં વર્ષ આપણે જીવવાનું બાકી છે તેના ખ્યાલથી ભડકતા રહેવાની કોઈ જરૂર નથી. એ પહેલાના સરસ દિવસ માટે—good old days માટે—સતત નિસાસા નાખતા રહેવાની જરૂર નથી~એ દિવસે કે જ્યારે જેઓ એ વખતે ઘરડા હતા તેઓ પણ તેમના પોતાના એ પહેલાના
સરસ દિવસ અંગે નિસાસા નાખ્યા કરતા હતા, જે દિવસે કોઈ પણ સંયોગમાં પાછા આવવાના નથી એ દિવસેાનું રટણ કર્યાં કરવાની કોઈ જરૂર જ નથી. કારણ કે કાળની ગતિને કોઈ પાછા ફરવાપણુ હોતુ નથી. જ્યોર્જ સન્તયાનાઅે કહ્યું છે તેમ ઈશ્વર પણ ભૂતકાળને ભુંસી શકતા નથી.
તો પછી, પહેલા પુરુષ એકવચનને અસ્મિતાને ધીમે ધીમે ખતમ કરતા કાળના અનન્ત એવા પ્રવાહને સ્વીકારી લીધા સિવાય આપણા માટે બીજો કોઈ વિકલ્પ છે જ નહિ. આખરે આ પહેલા પુરુષમાં એવી કોઈ વિશેષતા નથી—After all, nothing is so singular about this first person, જો કે આપણા અહંભાવના પરિણામે આ દુનિયા આપણા માટે જ બનાવેલી છે એવું ઘમંડ આપણે સેવતા હોઈએ છીએ, એમ છતાં આ દુનિયા આપણા માટે ખાસ બનાવેલી નથી એ હકીકત છે. આપણે આ દુનિયામાં વિચરવાનું શરૂ કર્યું તે પહેલાં તે હતી અને જે આપણી પાછળ આંસુ સારતા હશે તેઓ પણ વિદાય થઈ ચુકયા હશે ત્યા બાદ પણ આ દુનિયા ચાલતી રહેવાની છે—આવી સભાનતા, જો કે તે પ્રાપ્ત કરવી ઘણી મુશ્કેલ છે એમ છતાં પણ, માનવીસમાજ અને તેની આાળપંપાળ વિષે અને આપણી જાત વિષે જરા પણ નહિ પ્રમાણપુર:સર વિચારતાં શિખવી શકે તેમ છે, આવી પ્રમાણબુદ્ધિમાંથી સાચી વિનમ્રતા, બૌદ્ધિક પ્રમાણિકતા, અને sense of humour-પેાતાને પણ તટસ્થપણે જોઈ શકે અને હસી શકે એવી વિનેદવૃત્તિ પેદા થઈ શકે છે. આપણને જે રીતે બીજાઓ જુએ છે તે રીતે નિહાળી શકીએ તો પહેલા પુરુષની વિશેષતા એટલી બધી અભિનિવેશજનક અથવા મુકત ચિન્તનની અવરોધક નહિ બને, આત્મલક્ષી વિનોદ અથવા હાસ્ય અહંને ઓગાળી દે છે. મૂળ અંગ્રેજી:
શ્રી ગગનવિહારી લ. મહેતા
અનુવાદક: પરમાનંદ
પ્રાર્થના
દીન ભંગી તણી હીન કુટિયા મહીં નિવસતા નમ્રતાના નિધિ હે! જાહ્નવી બ્રહ્મપુત્રા તણાં જળ વહે,
સરિત જમુના તણાં પુણ્યગહરાં એહ સુંદર અહા દેશમાં શોધવા
૨૧૩
સૌ મથીએ તને, સ્પાય તું થા! દીન ૦ થાય મન મોકળાં, હ્રદય ખુલ્લાં રહે, હે હરિ, તાહરી નમ્રતા દે!
ભૂમિ ભારત તણાં લોકથી એકરસ
થઈ જવા શકિત મતિ ઝંખના દે! દીન હે પ્રભુ! હાય તું થાય છે માત્ર જ્યાં થઈ, રહે નર- નિરધાર છેક, મિત્ર ચાકર બની સેવીએ લોક જે
તેથી વિખૂટા ન પડીએ, તું દેખ, દીન આત્મ બલિદાનની મૂર્તિ થઈએ અમે દિવ્ય મૂર્તિમતી નમ્રતા - શા ૮૪ જેથી આ ભૂમિનું થાય દર્શન સુભગ
ને વહે એ પ્રતિ પ્રેમધારા, દીન