________________
પ્રબુદ્ધ જીવન
મ
૨૬ વર્ષની ઉંમરે તેઓ મેટ્રિકની પરીક્ષામાં પસાર થયા. ત્યાર બાદ તેમણે ડૅાકટરી અભ્યાસમાં જોડાવા માટે ઈન્ટરમીડીએટ સાયન્સની પરીક્ષા પસાર કરવાની હતી. તે માટે બાપુ જીએ બે ગ્લારમાં વ્યવસ્થા કરી અને ૧૯૩૯માં કાન્તિલાલે ઈન્ટરની પરીક્ષા પસાર કરી. આ બધાયે અભ્યાસ બાપુજી અથવા મહાદેવભાઈ દ્વારા મળતી એક યા અન્યની આર્થિક સહાય દ્વારા થઈ શકયા હતા. બે’ગલારમાં હતા તે દરમિયાન કાન્તિલાલ વાઈ. એમ. સી. એ. માં રહેતા હતા. અને હરિજન વિદ્યાર્થીઓને પ્રાર્થના અને કાંતણુ શિખવવા માટે હંમેશા હરિજન હેસ્ટેલમાં જતા હતા. બાપુજી સાથેતેમના સંપર્ક પત્ર- વ્યવહાર દ્વારા સતત ચાલુ હતા.
૧૯૩૯ માં તેમનાં શ્રી. જી. રામચંદ્રનની ભાણેજ સાથે લગ્ન થયાં. અને ડૉકટરી અભ્યાસ માટે તેઓ માઈસારની મેડિકલ કાલેજમાં દાખલ થયા. ૧૯૪૨ ની ‘કવીટ ઈન્ડિયા’ની લડત શરૂ થતાં કાન્તિલાલે પણ મેડિકલ કોલેજ છેાડી અને ‘કવીટ ઈન્ડિઆ’ની ભાંગફોડની લડતમાં જોડાયા.
આગાખાન મહેલમાં કરવામાં આવેલા બાપુના ઉપવાસ બાદ કાન્તિલાલ પાછા માઈસેારની મેડિકલ કોલેજમાં જોડાયા. માઈસેરમાં હતા તે દરમિયાન કાન્તિલાલે ગાંધી સેવા સંઘ અને ગાંધી વિદ્યાર્થી મંડળ- આવી સંસ્થાઓ ઊભી કરેલી અને માઈસારમાં જુદા જુદા સ્થળાઓ એમ કુલ ૧૪ કાંતણ–કેન્દ્રો શરૂ કરેલાં. અહિં રહીને તેમણે ગાંધીજીના રચનાત્મક કાર્યને ખૂબ વેગ આપ્યા હતા અને બાપુજી તેથી ખૂબ રાજી થતા હતા.
ભાઈ કાન્તિલાલ, ડૉકટરની આખરી પરીક્ષામાં ૩૭ વર્ષની ઉંમરે પસાર થયા, તેના થાડા મહિના પહેલાં બાપુજીએ આ દુનિયામાંથી ૧૯૪૮ ના જાન્યુઆરી માસમાં વિદાય લીધી. આ કારણે ભાઈ કાન્તિલાલના જીવન ઉપર ભારે મોટો ફટકો પડયો. જે બાપુજીની હૂંફના આધારે કાન્તીલાલ આજસુધી આગળ વધી રહ્યા હતા તે હુંફ તેમણે સદાને માટે ગુમાવી દીધી.
ડૉકટરી પરીક્ષામાં પસાર થયા બાદ કાન્તિલાલ રાજકોટ ગયા એ આશાએ કે ત્યાંની હારપીટલમાં તેમને કાંઈક કામ મળશે અને તેમનાં માંદા માસીની તેઓ સંભાળ લઈ શકશે અને ગૃહસ્થ જીવનમાં પણ સ્થિર થઈ શકશે. પણ આ આશામાં તેમને કશી સફળતા ન મળી. તેથી તેઓ મુંબઈ પાછા આવ્યા અને કમાવા માટૅ તેમને ફાંફા મારવા પડયા. તે દિવસેામાં મેટી મુશ્કેલી રહેઠાણ માટે જગ્યા મેળવવાની હતી. પાઘડી વિના જગા મળે તેમ નહોતું અને બાપુ તેમના માટે કશું મૂકી ગયા નહાતા.
આમ ઠેકાણે પડવામાં પાંચ છ વર્ષ નીકળી ગયા. એ દરમિયાન રહેવાને માટે તેમને બ્લોક મળ્યો અને મુ. મેરારજીભાઈની ભલામણથી સેન્ચુરી મિલના મેડિકલ ઓફિસર તરીકે તેમની નિમણુક થઈ અને પ્રેકટીશ કરવા માટે પણ તેમને જગ્યા મળી ગઈ.
આમ જીવનમાં સ્થિર અને સ્વસ્થ થયા બાદ ગાંધી - વિચાર પ્રચારને લક્ષમાં રાખીને તેમણે કેટલાક મિત્રાના સાથ અને સહકાર વડે લાકસેવા ટ્રસ્ટની ૧૯૫૭ની સાલમાં સ્થાપના કરી.
આ લોકસેવા ટ્રસ્ટના નીચે મુજબ ઉદ્દેશ નક્કી કરવામાં આવ્યો છે:
"To provide as cheaply as possible triple health; physical, mental and moral to people." લોકોને શારીરિક, માનસિક અને નૈતિક આરોગ્ય બને તેટલું સાંધી રીતે પૂરું પાડવું.”
આ ટ્રસ્ટની પ્રવૃત્તિઓ બે ક્ષેત્રમાં વહેચાયેલી રહેશે, એમ તેના બંધારણમાં જણાવવામાં આવ્યું છે, શૈક્ષણિક ક્ષેત્રે સામાન્ય
તા. ૧૬-૪-૯
લોકોને બાલમંદિર, સિવણવર્ગ અને બાલસંસ્કાર વર્ગો દ્વારા શિક્ષણ આપવું.
આરોગ્ય ક્ષેત્રે, ડૅાકટરી કલીનીકો ખોલવા, અમુક લત્તાની ડૉકટરી સર્વ કરવી, વગેરે.
* આજે આ લોકસેવા ટ્રસ્ટ તરફથી ત્રણ ગાંધી તત્ત્વ પ્રચાર મંડળે! મુંબઈમાં જુદા જુદા સ્થળેાએ ચલાવવામાં આવે છે, એક આદિવાસી સ્કૂલ ચલાવવામાં આવે છે, અને એક વસ્ત્ર સ્વાવલંબન વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. અને દર મહિને ૧૦૦૦ થી ૧૫૦૦ સુધીની રકમ કામ બદલ ચૂકવવામાં આવે છે.
ઉપર જણાવેલ પ્રત્યેક ગાંધી તત્વ પ્રચારક મંડળમાં બાલમંદિર,મહિલા વિભાગ, (સિવણ વર્ગ) તથા બાલ–સંસ્કાર વર્ગ ચલાવવામાં આવે છે. દરેક વર્ગમાં એક મુખ્ય શિક્ષક અને એક સહાયક શિક્ષક હોય છે. આ શિક્ષકોના વેતન માટે વિદ્યાર્થીઓ પાસેથી ઘેાડી ફી લેવામાં આવે છે. આ રીતે સર્વ પ્રવૃત્તિઓ લગભગ સ્વાવલંબી હોય છે. આ બધી પ્રવૃત્તિઓના આરંભ અને અંત હંમેશા પ્રાર્થનાથી આવે છે. દરેક કેન્દ્રમાં એક વાચનાલય અને પુસ્તકાલય હોય છે. દરેક કેન્દ્રમાં કાંતણ શિક્ષણની પણ વ્યવસ્થા હોય છે. આ વ્યવસ્થા દ્વારા વસ્ત્રસ્વાવલંબી એવાં ૬૦થી ૭૦ ભાઈબહેનના એક પરિવાર ઊભા થઈ રહ્યો છે.
આ સંસ્થાના સભ્ય બનનારે ગાંધી જયન્તીના દિવસે ઓછામાં ઓછા ૩૬૫ પૈસાનું લવાજમ ભરવું પડે છે. આ માટે ચોક્કસ પ્રવેશપત્ર છે, તે જે ભરે અને જેનું પ્રવેશપત્ર વ્યવસ્થાપક સમિતિ મંજૂર કરે તે વ્યકિત આ ટ્રસ્ટમાં સભ્ય તરીકે જોડાઈ શકે છે. આવા સભ્યોની સામાન્ય સમિતિ બને છે અને દર વર્ષે તે સામાન્ય સમિતિ વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી કરે છે, અને તે વ્યવસ્થાપક સમિતિ પ્રમુખ, મેનેજીંગ ટ્રસ્ટી અને હિસાબનીશની નિમણુંક કરે છે. ચાલુ સાલ દરિમયાન શ્રી કાન્તીલાલ નથ્થુભાઈ પારેખ પ્રમુખ છે, અને શ્રીમતી જરાવતી શાહ હિસાબનીશ છે, ડૉ. કાન્તિલાલ હરિલાલ ગાંધી મેનેજીંગ ટ્રસ્ટી છે. તાજેતરમાં અહમદનગર બાજુએ ઘેડ નદી પાસે આજુબાજુની ગ્રામ્યજનતામાં આરોગ્યની પ્રવૃત્તિ કરવા માટે આ લોકસેવા ટ્રસ્ટને પૂરતી જર્મીન મળી છે, અને ત્યાં ગાંધી જન્મશતાબ્દી મેરિયલ હૅપિટલ કોલોની ઊભી કરવાના લાસેવા ટૂ નિર્ણય કર્યો છે. કોઈ એક દાતાએ પેાતાની સ્વર્ગસ્થ પત્નીની યાદમાં લગભગ ૨૫થી ૩ લાખના ખર્ચે ૪૦ બિછાનાનું ટી. બી. નર્સિંગ હામ બાંધી આપવાનું શરૂ કર્યું છે. આ પ્રકારના ક્ષયરોગના નર્સિંગ હામના નિભાવખર્ચને પહોંચીવળવા માટે મે માસની ૪ તારીખે સાંજના છ વાગ્યે માટુંગા બાજુએ આવેલા સન્મુખાનંદ હૉલમાં ભારતના ઉપપ્રધાન મંત્રી અને અર્થસચિવ માન્યવર મારારજી દેસાઈના અધ્યક્ષસ્થાને એક મનોરંજન કાર્યક્રમ યોજવાનું વિચારાયું છે. આ હૅોસ્પિટલને મૂર્ત આકાર મળે તો જેમને લક્ષમાં રાખીને આ આખી નોંધ લખવામાં આવી છે તે ડૉ. કાન્તિલાલ હરિલાલ ગાંધીએ પેાતે જાતે ત્યાં જઈને વસવાનો નિર્ણય જાહેર કર્યાં છે. આ કાર્યમાં બને તેટલા મદદરૂપ થવા પરોપકારલક્ષી ભાઈબહેનને પ્રાર્થના છે.
પ્રસ્તુત ગાંધી જન્મશતાબ્દી સેમેરિયલ હૅાસ્પિટલના આય઼ૉજનમાં અનુદાન, પ્રવેશપાસ અથવા તો તેને લગતા સાવેનીયરમાં જાહેરખબર દ્વારા મદદરૂપ થવા ઈચ્છતા ભાઈ - બહેનોને ડા. કાન્તિલાલ હરિલાલ ગાંધી, લોકસેવા ટ્રસ્ટ, સંચાલક, સેન્ચુરી કામગાર નિવાસ ગૃહ, ગ્લોબ મિલ પેસેન્જ, વરલી) મુંબઈ - ૧૩, સાથે પત્રવ્યવહાર કરવા અનુરોધ કરવામાં આવે છે.
પરમાનંદ