SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૪-૧૯ પ્રબુદ્ધ જીવન ૨૫૩ અનુભૂતિ સવિશેષ કરી છે. ફરી એકવાર આપણે એક યાદગાર બિંદુ ઉપર આવી ઊભા છીએ. અને તેથી જ હું મારા જીવનનું જે સિંહાવકન કરી રહ્યો છું તેમાં હેતુસર તવારીખને નિર્દેશ કરું છું. કેમકે ૧૯૩૯ ના રાખેં મ્બરને તે દિવસ, અમે જેઓ સાઠીમાં છીએ તેમને સર્જનાર અને કેળવનાર યુગને આખરી દિવસ હતે. યુગના ભાંગી રહેલા આવશેમાંથી ભવિષ્યની પ્રજાને સત્યની એક કણી પણ લાધશે તે મારી મહેનત એળે નહિ જાય. જે પ્રતિકૂળ સંજોગેમાં હું સંસ્મરણે હંફાળવા બેઠો છું તેનું મને ભાન છે. પરદેશમાં બેસીને, ચાલુ યુદ્ધ અને યાદદાસ્તને મદદરૂપ કઈ સાધનસામગ્રી વિના હું લખી રહ્યો છું. મારાં પુસ્તકો, મારી નોંધ, મિત્રએ લખેલા પત્રો: આમાંનું કાંઈ મારી હૈ..લના ઓરડામાં હયાત નથી. કયાંયથી માહિતી પણ મળે તેમ નથી. દેશદેશ વચ્ચેના પત્રવ્યવહારને સેન્સરશીપે ગળેચીપ દીધી છે. આજે એકબીજાથી કપાઈ ગયા છીએ-સે દોઢ વર્ષ પહેલાં જ્યારે આગબેટ, રેલ્વે, ઍરપ્લેન અને ટપાલની શોધ થઈ ન હતી તે યુગમાં મૂકાઈ ગયા છીએ. મારા મનમાં સંઘરી શકો છું તેથી વિશેષ ભૂતકાળ મારી પાસે નથી. પણ જે ગુમાવ્યું તેને : ફેસ કરવાનું અમારી પેઢીએ છોડી દીધું છે. અને તેથી મારા આગામી પુસ્તક માટે આ આશીર્વાદસમું નીવડે. કેમકે યાદદાસ્તમાં તે છેવટે તે સચવાઈ રહે છે. જે સત્વશીલ અને બીજાઓને આપવા જેવું હોય છે બાકીનું ઘણા બડભાગી દેશે અથવા નસીબદાર પેઢીએ એ આમાંનું કાંઈ જોયું પણ નહિ હેય. પણ અમે અડાજના સાઠ વર્ષના બુઢા-અમે શું નથી જોયું? શું સહન નથી કર્યું? અને કઈ તાવણીમાંથી અમે પસાર નથી થયા? શકય અને ચિંત્ય એવી બધી જ આફત વેઠીને અમે જીવનનૈયા ચલાવી છે અને છતાં હજુ અમારી જીવનકિતાબનું છેલ્લું પાનું લખાવું બાકી છે. માનવજાતે જોયેલાં એ વિશ્વયુદ્ધોને હું સાક્ષી અને કેવ સાક્ષી? બન્ને વખતે જુદે જુદે મેરથી લડાઈ જોઈ છે: પહેલી વખતે જર્મનીમાંથી ! બીજી વખતે જર્મની વિરોધી છાવણીમાંથી. લડાઈ પહેલાં મેં સ્વતંત્રતાને તેના ઉચતમ સ્વરૂપમાં મનભર માણી છે. અને છેવટમાં, એ જ સ્વતંત્રતાની એક સદીમાં પણ જોવા ન મળે તેવી હીણામાં હીણી કક્ષા પણ મરે જોવી પડી છે. વ્યકિતપૂજા અને ધિક્કાર, મુકિત અને ગુલામી, સંપત્તિ અને ગરીબીબધું જ મેં અનુભવ્યું છે. ક્રાંતિ, દુકાળ, ફુગાવે, ત્રાસવાદ, રોગચાળે, હિજરતામાં કોઈ અનુભવ મારા માટે બાકી રહ્યો નથી. મારી પોતાની નજર સમક્ષ મહાન વિચારધારાને જન્મ લેતી અને સમષ્ટિમાં ફેલાતી મેં જોઈ છે. ઈટાલીમાં ફાસીઝમ, જર્મનીમાં રાષ્ટ્રીય સમાજવાદ, રશિયામાં બેલ્શવિઝમ અને જર્મનીમાં ફરીથી નાઝીવાદ. જેના વિશે આપણે સ્મૃતિભ્રંશ હતો એવી જંગલી પશુતામાં, માનવતાને રૂપાંતર થતી જેવાને અસહાય બચાવવિહે છે રાક્ષી રહેવા મને ફરજ પડી છે. સૈકાઓ બાદ, છેલ્લી પચાસ પેઢીને જે અજાણ્યું હતું, તેવી જાહેર કર્યા વિનાની લડાઈએ, સામૂહિક કતલ અને લૂંટ, અસહાય શહેરો પર ઍમ્બમારી, કોન્સેન્ટેશન કેમ્પ, હીન કોટિનું દંભી રાજકારણ–ડવી વકરેલી પશુતોના આવિષ્કારો નિહાળવાનું કપાળે માંડયું જ હશે ને! ભગવાન કરે, ભવિષ્યની પેઢી આવું જોવામાંથી બચે. અને કેવો વિરોધાભાસ ! જે યુગમાં માનવજાત નૈતિક દષ્ટિએ એક હજાર વર્ષ પાછી ગઈ ત્યારે એ જ માનવીએ બૌદ્ધિક અને વૈજ્ઞાનિક ક્ષેત્રે જાણે એક લાખ વર્ષ અગે હરણફાળ ભરી હોય એટલી સિદ્ધિઓ પણ મેળવી જાણી. હવામાં ઊડવાની, દુનિયા ફરતે ગમે ત્યાં સંદેશ તત્કાલ પહોંચડવાની, અવકાશનાં રહા પામવાની, અણનું વિભાજન કરવાની, અસાધ્ય રોગોને જેર કરવાની–એવી અનેક. જે જમાનાની માનવજાતે પશુતાભર્યું આચરણ કર્યું તો બીજી તરફ દૈવી કહી શકાય તેવી સિદ્ધિઓ હાંસલ કરી. જિંદગીના આ નાટયતત્ત્વના સાક્ષી તરીકે મેં જે કાંઈ જોયું તેનું બગાન આપવાની ફરજ લાગે છે. હું એકલો જ નહિ-મરો સમકાલિન દરેક આવા વિરોધી ચમત્કારને સાક્ષી હત–કેમકે પ્રેક્ષક તરીકે એક બાજુ ઊભા રહીને જોવાને યુગ તે ચાલ્યો ગયો હતે. આજે તે આપણે એવા યુગમાં છીએ કે સમયની સાથે જ કૂચ કરી શકીએ છીએ. શાંગહાઈમાં બૉમ્બમારો થાય તેની ખબર, ત્યાંથી ઘવાયેલાઓને ખસેડાય તે પહેલાં યુરોપ-અમેરિકામાં પડી જાય. હજારો માઈલ દૂર દરિયાપાર બનતા બનાવ ઢલિવિઝન પર આંખ સમક્ષ રજૂ થાય છે. પણ જો ગઈકાલની આ વાત છે ત્યારે કેઈ રહાણ ન હતું કે બનાવમાં હેમ’ઈ જવા સામે પાળ બાંધવાને અવકાશ ન હતું. એ કોઈ દેશ ન હતું જ્યાં ભાગીને કઈ જઈ શકે; એવી શાંતિ ન હતી જે કે ઈ મેળવી શકે, જ્યાં જઈએ ત્યાં નસીબ બે ડગલાં અડાગળ રહેતું અને દૈવની રમતનાં પ્યાદાં બનાવવા તત્પર રહેતું રાજ્યની ઇચ્છા પ્રમાણે નાગરિકોને અધીન થવાનું હતું; મૂર્ખાઈભર્યા રાજકારણના શિકાર બનવાનું હતું; અ:તિ વિચિત્ર પરિવર્તનને તાબે થવાનું હતું. વ્યકિતની સ્વતંત્રતા સમીટની સામાન્યતામાં રૂપાંતરિત હતી; વ્યકિતને ગમે તેટલો વિરોધ હોય તે પણ યુગના પ્રવાહમાં તેને ઘસડાવાનું જ હતું. અને જે કોઈ આ પ્રવાહમાં ત્યારે, અરે, અરે એ મીઠાં સંભારણાએ, તમે આવે અને મારા જીવન વિશે મારે જે કહેવાનું છે તેને અંધકારમાં વિલીન થાય તે પહેલાં તમે જે વાચા આપે. અનુવાદક: મૂળ અંગ્રેજી: શ્રી શિવપ્રસાદ જોષી શ્રી સ્ટીફવાઈગ જીવન જીવવાનું વ્યાકરણ એવું કેવું હતું હિન્દુસ્તાનમાં, જે એ વખતે ગાંધીજીની બહાર આવી શકયું? એ વખતના તરંગમાં અમે સહુ ઊંચકાયા હતા. એ અમારી નહીં, યુગની ઊંચાઈ હતી. એ અનુભૂતિને રોમાંચ હજી આજેય અનુભવાય છે. | બાપુના હિંદુસ્તાનમાંના કાર્યના ત્રણ કે ચાર મુખ્ય તબક્કો ગણાવી શકાય. ૧૯૨૦, ૧૯૩૦ અને ૧૯૪૨. ૧૯૨૦ને તબક્કો નવો હતે. જુવાળ આવ્યું હતું. હજી નીતર્યાં પાણી જેવી સ્થિતિ ન પણ હોય, ૧૯૩૦માં નીતર્યા હતાં. એમની તપસ્યા પ્રજા સુધી પહોંચી હતી. એ ગાળામાં લેખકે, કલાકારો, સાંસ્કૃતિક કાર્યકરો એમના પ્રત્યે ખેંચાઈ ગયા. ૧૯૪૨ ને તબક્કો જુદી જ જાતનો હતા. અને પછી છેલ્લે તબક્કો વિભાજન, હત્યાકાંડે, સ્વાતંત્રની અરુણિમાને. હું ૧૯૩૦માં દાખલ થયો છું. જો કે ૧૯૨૦નાં ભણકારા યે અનુભવ્યા છે. બાપુ અહીં ૧૯૧૫માં આવ્યા. ત્યારથી આખર સુધી એમની નિરંતર કર્મધારા ચાલી. આખાયે રાષ્ટ્રીય જીવન ઉપર તેને ઘેરો પ્રભાવ પડયો. આજના તરુણ મિત્રોને ગાંધીજી કદાચ દૂર લાગતા હશે. પણ આવી વ્યકિત દૂર થતી નથી. ૯૯ વર્ષ પહેલાં આ દેશમાં એમને જન્મ થયો, ત્યારે કેવી સ્થિતિ હશે? તે વખતે ભારત અને દુનિયા માટે દીવો પ્રગટ. ભારતમાતાની કૂખ સબળી છે. રામમેહન રાયથી માંડીને અનેક મહાનુભાવ વ્યકિતઓ અહીં પાકી. જાણે એક નવી નક્ષત્રમાળા પ્રગટી. એને માટે તે નવું આકાશ જોઈએ. ભારત જ્યારે દબાયું હતું, એના ઉપર ભીંસ હતી, એના શીલની કસોટી હતી, ત્યારે કેવી કેવી વ્યકિતએ બહાર આવી છે! 'હા," પણ એ બધામાં ગાંધીજી જુદા તરી આવે છે. એક એક ગુણ લઈ ગતવા જઈએ તે તમને એ ગુણ બીજાઓમાં વધારે ખીલેલા જોવા મળશે. વિદ્રતા, બુદ્ધિશકિત, વાગ્મિતા, પ્રભાવ, મુરાદ્દીગીરી,
SR No.525954
Book TitlePrabuddha Jivan 1969 Year 30 Ank 17 to 24 and Year 31 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1969
Total Pages286
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy