SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ પર પ્રબુદ્ધ જીવન * દુનિયા ગઇકાલની ✩ [આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા યહૂદી લેખક સ્ટિફન વાઈગે પેાતાની આત્મકથા લખી છે–‘The World of yesterday-તેની છ પાનાંની પ્રસ્તાવનાના આ અનુવાદ છે. તેના ઉપરથી એની આત્મકથાના અંદાજ સચોટ રીતે મળી રહે છે. બીજા વિશ્વયુદ્ધમાં યુરોપના દેશદેશમાં ભટકવું પડયું. તેમનું સર્વસ્વ યુદ્ધમાં હેમાઈ ગયું. તેમનું ઘર, તેમનાં પુસ્તકો, નોંધા અને પત્રા અને તેની સાથે આખા ભૂતકાળ ગમાં બળીને ખાખ થઈ ગયો. છેવટે બ્રાઝીલમાં તેમને આશરો મળ્યો. પરંતુ તેમના અતિ કમળ અને સંવેદનશિલ હૃદયે યુદ્ધની ભીષણતા, દૂર બેઠાં પણ જીરવી નહિ, અને મનની શાંતિ તેમને કયાંય મળી જ નહિ. ૪૨ની ૨૨ મી ફેબ્રુઆરીના રોજ દુનિયાને એક વિદાયસંદેશ આપી વાઈગદંપતીએ આત્મહત્યા કરી જીવનની કટુતામાંથી છૂટકારો મેળવ્યો. જો આ ભદ્ર પુરુષ યુદ્ધ પૂરું થયું ત્યાં સુધી જીવ્યા હત તો નાગાસાકી – હિરોશીમાની ઘટનાએ એના પ્રાણ અચૂક હરી લીધા હાત. આ લેખ ‘સમર્પણ’માંથી ઉષ્કૃત કરવામાં આવ્યો છે.] મેં મારી જાતને એટલી અગત્ય કયારેય આપી નથી કે મારી કથની બીજાઓ સમક્ષ કહેવા હું લલચાઉં. જે પુસ્તકમાં હું કેન્દ્રવર્તી પાત્ર હાઉ તે લખવાની હિંમત મારામાં આવી તે પહેલાં તે એક પેઢીની તવારીખ માટે અતિશય કહેવાય તેટલા બનાવે, વીતકા અને સંઘર્ષ મારે નજરે નિહાળવાનાં હતાં. એક ચિત્રકથાને શબ્દ આપતા સૌંવાદદાતાના પાઠમાં મારી જાતને મૂકવા સિવાય વિશેષ મનીષા મેં રાખી નથી. સમય - મહાકાલ આ ચિત્રને આલેખે છે; તેમની પિછાન માટેના શબ્દો હું બાણું છું. ખરી રીતે આ કહાણી મારી હૈ!તાની કિસ્મતની જેટલી નથી એટલી એક આખી પેઢીનીઅમારા સમયની પેઢીની છે, જે ઈતિહાસમાં બીજી કેઈ પણ પેઢી કરતાં દુ વના ભારથી વિશેષ ત્રાસી હતી. અમારામાં દરેક જણ નાનામાં નાના તેમ જ અદના આદમી યુરોપની ભૂમિ ઉપર સતત ભભૂકી રહેલા જ્વાળામુખીના ઊભરાથી, પોતાના અસ્તિત્વમાં અમૂલાર્ગ હચમચી ગયો હતો. મારે કે ઈ ખ્યાતિની એષણા રહી હોય તે, આટલી જ કે એક ઑસ્ટ્રિયનને નાતે, યહૂદી તરીકે, સાહિત્યકાર લેખે અથવા માનવતાવાદીની રૂએ આ બધા ધરતીકંપાના આંચકા મે' તેના તીવ્રતમ બિંદુએ રહીને ઝીલ્યા છે. ત્રણ ત્રણ વાર હું મારા ઘરમાંથી અને સમગ્ર અસ્તિત્વમાંથી ભૂતકાળ સાથેના સંબંધા તેડીફોડી, અજ્ઞાત શૂન્યતામાં ફેંકાઈ ગય! છું. ઘરબાર વગરના રખડુ એક અર્થમાં સ્વતંત્ર બને છે ખરો. એવા સ્વતંત્ર જેણે દુન્યવી સંબંધાથી સંન્યાસ લીધા હેાય. અને તેથી જ મને લાગે છે કે મારા જમાનાનું ચિત્ર રજૂ કરવા માટે યોગ્યતા ધરાવવાની શરતાને હું સંતોષી શકીશ—પ્રામાણિકતા અને તાટસ્થ્ય. કેમકે જે ભૂમિમાં હું ઊછર્યો છું અને જે ભૂમિએ મને પોષ્યો છે તેનાથી તે હું જડમૂળથી અલિપ્ત બની ગયો છું. હેમ્બર્ગ રાજવંશના મહાબલિષ્ઠ સામ્રાજ્યમાં ૧૮૮૧માં મારો જન્મ. આજે નકશામાં તે શેાધ્યુંય ન જડે તેવી રીતે નષ્ટપ્રાય: થઈ ચૂકયું છે. બે હજાર વર્ષ પૂર્વે ની પચરંગી વિયેના નગરીમાં હું મારા થયો. અને જર્મનીએ તેને પાતાના તાબાની બનાવી ત્યારે મે તેને ત્યજી, મારી બધી જ સાહિત્યકૃતિઓ-જે ભાષામાં મે' તેને ખેડી, અને જેના દ્વારા મને અગણિત પ્રશંસકો, મિત્ર અને ચાહકો મળ્યા હતા—તે બધી બળીને ખાખ થઈ ગઈ. આજે હું કર્યાંયને રહ્યો નથી. જ્યાં જઉં છું ત્યાં નવા આગંતુક તરીકે બહુ તે મહેમાન તરીકે. હૃદયે જેને વતન માન્યું તે યુરોપનાં દ્વાર તે મારા માટે બીડાઈ ગયાં. કેમકે ભાઈની સામે ભાઈની લડાઈમાં બીજીવાર પેાતાને હેમીને યુરોપે આત્મઘાત કર્યો છે. ઈચ્છા વિરુદ્ધ મારી આંખોએ યુરોપના ઈતિહાસમાં તર્કબુદ્ધિનો નલેશીભર્યા પરાજ્ય અને જંગલિયતના જવલંત વિજય નિહાળ્યો છે. ગૌરવથી તે નહિ પણ શરમથી ઝૂકીને કહેવું પડે છે કે આધ્યાત્મિકતાના શિખરે પહોંચ્યા પછી માનવજાતનું અમારી પેઢીએ જોયેલું નૈતિક અધ:પતન માનવીની બીજી કોઈએ લાદે જોયું નથી. મને મૂછનો દોરો ફછૂટયો ત્યારથી મારી દાઢીના વાળ શ્વેત બન્યા ત્યાં સુધીના અર્ધ સૈકામાં જે ક્રાંતિકારી પરિવર્તના થયાં છે, તે અગાઉની દસ પેઢી જેટલા કાળમાં દષ્ટિગ્રેચર પણ નહિ થયાં હેય. તા. ૧-૪-૬૯ મારી જ અને ગઈકાલ, મારી ચડતી અને પડતી એક્બીજાંથી એટલાં ભિન્ન છે કે મને હમેશાં લાગ્યું છે કે હું એક નહિ પણ અનેક વિરોધાભાસી જીવતર જીવી રહ્યો છું. મારા જીવન વિષે વિચાર કરતાં હંમેશાં એ સવાલ ઊભા થયા છે કે મારી કઈ જિંદગીની આ કથની છે? પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાંની-પહેલા અને બીજા વચ્ચેની–કે બીજા વિશ્વયુદ્ધ પછીની? અથવા મારું ઘર એમ બેલું છું ત્યારે કર્યું ઘર સમજવું? બાથ ખાતેનું—સાલ્ઝબર્ગનું કે વિષૅનાનું? અથવા ‘અમારા લોકો વચ્ચે ' એમ બોલું છું ત્યારે મને તીવ્ર ભાન થાય છે કે જેટલા ધરાબા મે' અંગ્રેજો કે અમેરિકના સાથે કેળવ્યો એથી વિશેષ મારા પેતાના જ વતનીઓ સાથે રાખ્યો નથી અથવા રહ્યો નથી. પ્રથમકથ્થા સાથે હું સંબંધો દઢ કરી શક્યો નથી અને મારાં કહેવાય તેવાંઓની સાથે સંબંધ જાળવી શક્યા નથી. મારો ઉછેર થયો એ દુનિયા જુદી હતી; આજની તે ન્યારી છે; અને આ બે વચ્ચે વળી એક ત્રીજી દુનિયા પણ ખરી. મારા જુવાન મિત્ર સાથે પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાંની કેઈ ઘટના વિષે વાત કરું છું ત્યારે તેમની કતૂહલજનક પૃચ્છામાંથી એ ખ્યાલ મળી રહે છે કે મને જે હકીકત લાગે છે તે તેમને માટે ઈતિહાસની અગ્રાહ્ય બીના છે અને વાત પણ સાચી છે. આપણી આજ અને કાલને જોડતી સાંકળના વચ્ચેના મણકા દશ્ય થયા છે. મને આશ્ચર્ય તે! ત્યારે થાય છે કે મારા બાપદાદા જે જીવન જીવી ગયા તેની સાથે સરખાવતાં આજની એક જ પેઢીના અશાંત અને ભયપ્રેરિત અસ્તિત્વમાં કેટલાં વૈવિધ્ય અને બહુલતા દાખલ થઈ ગયાં છે? મારા બાપ અને એના બાપ–એમણે જીવનમાં શું શું જોયું! એ બધા જ એકધારુ જીવન જીવી ગય! ~ શરૂથી અંત સુધી એકધારું; તેમાં નહીં ચઢાવ કે નહીં ઢોળાવ; નહીં કેઈ ઝંઝાવાત કે આપત્તિ. તેમણે બહુ બહુ તે અનુભવ્યા સામાન્ય ઉંધામા, ક્ષુલ્લક પરિવર્તનો—જે આજે ધ્યાનમાં પણ ન આવે. સમયના પ્રવાહમાં એકધારા લયથી મંદ મંદ અને શાંત રીતે, પારણમાંથી કબ્રસ્તાન સુધીની તેમના જીવનચક્રની ગતિ રહી. તેમનું જીવન એક જ દેશમાં એક જ ગામમાં અને એક જ ઘરમાં બહુધા વ્યતીત થયું. દુનિયામાં જે કાંઈ બનતું તે છાપાંઓનાં મથાળામાં ચમકનું—તેમના ઘર સુધી જીવન સુધી કોઈ બનાવની અસર પહોંચતી નહિં. કદાચ કોઈ યુદ્ધ તેમના જમાનામાં કર્યાંય ખેલાયું હશે જે આજના ધારણે તે એક છમકલું કહેવાય અને વતનની સરહદેથી તો કેટલેય દૂર; તેપના અવાજો તેમણે સ્વપ્નમાં પણ નહિ સાંભળ્યા હોય. આવું યુદ્ધ ચાનક જૅમ શરૂ થતું તેમ બંધ પડી ઇતિહાસના પાનામાં ખોવાઈ જતું. પણ અમારા જમાનાના સંઘર્ષમાં પુનરાવર્તનને સ્થાન રહ્યું નહિ. ભૂતકાળ હંમેશને માટે ભૂંસાઈ ગયા – તેમાંથી કાંઈ જ બચ્યું નહિ. ઇતિહાસે ભૂતકાળમાં કોઈ દેશને અથવા કોઈ એક સદીને છૂટક છૂટક બનાવાની લ્હાણ કરી પણ અમારું નસીબે, એક જ સામટું અનુભવવાનું આવી પડયું. ભૂતકાળમાં કોઈ પેઢીએ ક્રાંતિ જોઈ હશે; કોઈને લડાઈ જોવી પડી હશે; કેઈને કારમા દુષ્કાળના અનુભવ થયો હશે; કોઈ દેશે પોતાનું પતન પણ જોયું હશે.
SR No.525954
Book TitlePrabuddha Jivan 1969 Year 30 Ank 17 to 24 and Year 31 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1969
Total Pages286
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy