________________
તા. ૧૬-૩૬૯
પૃષ્ઠ ૨૦૮ પર ‘‘કોટિચંડી યજ્ઞ એ માનવતાના દ્રોહ છે” એ નોંધ વાંચી હું ખૂબ હ્રદયથી તમારા અભયત્વને માટે ધન્યવાદ આપું છું. તમારી તે બાબતની ટીકા સાથે હું પૂર્ણ સંમત છું. આપણા સુશિક્ષિત સજજન, પ્રોફેસરો અને યુવક વિદ્યાર્થીએ રાજપ્રકરણમાં અને પોતાના ક્ષેત્રમાં હડતાળા અને અસહકારનાં ધાંધલા મચાવે છે તેમને આ રાષ્ટ્રદ્રોહી પ્રવૃત્તિ વિષે જાણે કોઈ જ ચિન્તા ન હોય એવી ઉપેક્ષાથી તેઓ મૌન સેવે છે. (યજ્ઞનાવાતે સ્વર્ગો । અને शुकुं डुकुं रटणे नहि नहि मुक्तिर्भवति जन्मशतेन । ) એવાં વાક્યો ઉચ્ચારનાર આદ્ય શંકરાચાર્ય આજે પણ હોત તો આ ધેર અપવ્યય રોકવા સાથ આપત. શાહબુદિન ધેરી, મહમદ ગઝની અને અલાઉદ્દીનનાં આક્રમણા વખતે આ મંત્રબળાવાળા કર્યાં હતા? દેવળ મુનિ ગ્રીકો, હુણો અને શકોને રાજપુત જાતિમાં લઈ શક્યા અને આ આચાર્યપદે ધારતા જને કાશ્મીરના મુસલમાન ભાઈઓને કે દક્ષિણના ક્રિશ્ચિયનોને અપનાવી કે પાવન કરી ન શકયા, હરિજનોને ન્યાય આપી શકયા નથી અને બ્રિટિશ રાજ્યમાં માથું ઊંચકી શકયા નહાતા તે હવે ગાંધીજીએ સ્વતંત્રતા અપાવી પછી જેર બતાવે છે. કંઈક હિંદુઓ ખાજા, મેમણ, વેરા, ક્રિશ્ચિયન થઈ ગયા તે આજના નવેણ (એટલે કે નાહી ધોઈ અસ્પૃશ્યતા પાળવાવાળા- અશા નહિ કહેવાવાળા) સંસ્કૃતિવાળા જડ વેદમાર્ગીઓથી. તમારો, રવિભાઈ
પ્રમુદ્ધ જીવન
ર
મુંબઈ, તા. ૮-૨-૬૯
શ્રી મંત્રી, પ્રબુદ્ધ જીવન,
તા. ૧-૨-૬૯નું ‘પ્રબુદ્ધ જીવન’ ખૂબ આકર્ષક છે. છતાં કેટલાક ખોટા ખ્યાલમાં સુધારો કરવા જેવા છે.
(૧) ‘ધાર્મિક અનુષ્ઠાનોમાં લાખો રૂપિયાનું પાણી થઈ રહ્યું છે.” રૂપિયાનું પાણી થતું જ નથી. રૂપિઆ ફરતા રહે છે. એ તે હંમેશાં તે જ રૂપમાં કાયમ રહે છે. ફકત ધણી બદલાય છે. ધાર્મિક અનુષ્ઠાન તે પ્રીતિભાજન જેવું છે, તમા શકિત હોય, તો ૨૦૦૦ માણસને ભાજન આપેા તેમાં રૂપિયાનું પાણી નથી, પણ તમારા પૈસાના ત્યાગ છે, અને બીજાને લાભ છે. તેવું જ ધાર્મિક અનુષ્ઠાનમાં. (યશમાં વસ્તુના નાશ છે તેટલા પૂરતું જ ખરાબ છે.)
(૨) “ધાળા રૂપિયા અને કાળા રૂપિયા.” રૂપિયા એક જ જાતના છે, તે જુદા નથી અને સમાજમાં તેના ઉપયોગ થાય છે, જેની પાસે નથી તે જ આવા આક્ષેપ મૂકે છે. કાળા રૂપિયા તે બનાવટી રૂપિયા નથી. એજ લિ અંબાલાલ પરીખ.
તંત્રીનોંધ: બીજા પત્રના પત્રલેખકના પહેલા મુદ્દાના જવાબમાં જણાવવાનું કે “ધાર્મિક અનુષ્ટાનામાં લાખા રૂપિયાનું પાણી થઈ રહ્યું છે.”
આ વિધાનમાં ‘પાણી થઈ રહ્યું છે' એ શબ્દોને અક્ષરશ: સમજવાના નથી, પણ તે પાછળ રહેલા ભાવાર્થને ગ્રહણ કરવાના છે. આ જગતમાં દ્રવ્યના રૂપાન્તરની સતત પ્રક્રિયા ચાલ્યા કરતી હેાય છે. કોઈ પણ દ્રવ્યના સંપૂર્ણત: ના સંભવતા નથી. જેમ કે જ્યારે કોઈ એક મકાનને આગ લાગે છે. ત્યારે જે દ્રવ્યોનું એ મકાન બનેલું હોય છે તે દ્રવ્યોનું ભિન્ન ભિન્ન પ્રકારના વાયુએમાં મેટા ભાગે રૂપાન્તર થાય છે અને મકાનનું ખાનું અવશેષમાં રહે છે. આમ છતાં એ મકાનના મકાન તરીકેના ઉપયોગ સમાપ્ત થતાં એ મકાનનો નાશ થયો એમ આપણે કહીએ છીએ. આવી જ રીતે અમુક ધાર્મિક અનુષ્ઠાને પાછળ સમાજની બીજી અનેક તાકીદની જરૂરિયાતોની ઉપેક્ષા કરી અઢળક દ્રવ્યના જયારે વ્યય કરવામાં આવે છે અને વિવેકશૂન્યતાનું પ્રદર્શન કરવામાં આવે છે ત્યારે વસ્તુત: તા દ્રવ્યના તો હાથબદલા જ થયા હાય છે, એમ છતાં જ્યારે સમાજહિતના વિશાળ દષ્ટિકોણથી વિચારતાં પ્રસ્તુત દ્રવ્યરાશિનું પાણી થઈ ગયું છે એમ આપણે કહીએ છીએ ત્યારે તે દ્રવ્યરાશિનો અવિવેક પૂર્વકના અપવ્યય થયો છે એવા અભિપ્રાય વિવક્ષિત છે.
૨૪૫
બીજા મુદ્દાના જવાબમાં જણાવવાનું કે ધેાળા રૂપિયા અને કાળા રૂપિયા - એ પ્રકારની ઉકિતમાં ધોળા અને કાળા શબ્દથી કોઈ એક યા અન્ય રંગ વિવક્ષિત નથી, પણ કઈ રીતે એ રૂપિયાનું ઉપાર્જન કરવામાં આવ્યું છે - એ રૂપિયા ન્યાયસંપન્ન છે કે અન્યાય સંપન્ન છે - એવા ભેદ સૂચવવા માટે ધોળા અને કાળા એ વિશેષણાને ઉપયોગ કરવામાં આવે છે. કાળા રૂપિયા અવશ્ય કોઈ બનાવટી રૂપિયા નથી, પણ રાજ્યના કોઈ પણ કાયદાકાનૂનનો દ્રોહ કરીને, ઉપાર્જિત કરેલા રૂપિયા જેનું ચેપડે કોઈ નામું નથી હોતું – તેવા રૂપિયા વિવક્ષિત છે અને આજનાં અતિ ખર્ચાળ ધાર્મિક અનુષ્ઠાનમાં મેટા ભાગે આવા કાળા રૂપિયાને ઉપયોગ કરવામાં આવે છેઅને અધર્મપ્રાપ્ત દ્રવ્યનો ધાર્મિક અનુષ્ટાના પાછળ વ્યય કરીને પુણ્યાપાર્જનના સંતોષ અને ધર્મસમાજમાં ધાર્મિકતાની પ્રતિષ્ઠા મેળવવાના આશય હાય છે. પત્રલેખકે તે વ્યાપારવ્યયસાયમાં આખું જીવન વ્યતીત કરેલું હોવા છતાં આવે મુદ્દો ઊભા કરે છે તે ભારે અશ્ચર્ય પમાડે તેવું છે, જાણે કે, ધાળા અને કાળા રૂપિયાન ભેદ તેઓ સમજતા જ ન હોય.
પરમાનંદ
પંડિત બેચરદાસના પત્ર
(તા. ૧-૨–૬૯ના ‘પ્રબુદ્ધ જીવન’માં પ્રગટ થયેલ મુનિ સતબાલજીના પત્રને અનુલક્ષીને પં. બેચરદાસ તરફથી મળેલા પત્ર). સ્નેહી શ્રી પરમાણંદભાઈ
અમદાવાદ તા. ૨૨-૨-૬૯
ગયા પ્રબુદ્ધજીવનમાં થી સંતબાલજીનું લખાણ વાંચી મારો વિચાર તે બાબત લખવાના હતા, પણ વિશેષ બીમારીને કારણે લખી ન શકયો. શ્રી રાંતબાલજીના લખાણમાં મને યાદ છે કે પ્રમાણે એમ લખેલું હતું કે પૂ. ગાંધીજીના માતાજી પુતળીબાઈ વૈષ્ણવાચાર્યને બદલે ગાંધીજીને જૈન મુનિ બેચરજી સ્વામી (સ્થાનકવાસી મુનિ) પાસે લઈ ગયાં. તેમનું આ લખાણ “બીજા ધર્મ કરતાં જૈન ધર્મમાં કાંઈ વિશેષ છે” એના સંદર્ભમાં મને લાગ્યું. ખરી રીતે કોઈ પણ ધર્મના સાધુ હોય પણ જો ગુણવંત હોય અને સાધુતાને શાભે તેવી પવિત્ર પ્રવૃત્તિ કરતા હોય તો તે ખરેખર સાધુ જ છે. માત્ર જૈન વેશ હોવાથી સાધુતામાં વૃદ્ધિ થતી નથી. આ માન્યતા જૈનપ્રવચનની જ છે અને આ દષ્ટિને ધ્યાનમાં રાખીને અને ગુણાને પ્રધાનતા આપીને નમો હોત્ સવ્વસમૂળ એ પદ કહેવામાં આવેલ છે. શ્રી પુતળીમાને જૈનધર્મના સાધુઓ સાથે વિશેષ સંબંધ હોય વા તેમનામાં કોઈ રીતે જૈન સંસ્કારની અસર હાય તેથી તેઓ ગાંધીજીને જૈન સાધુ પાસે લઈ ગયા એ હકીકત બીજા કરતાં જૈન ધર્મમાં કાંઈ વિશેષતા છે એ સંદર્ભનાં બંધબેસતી મને તે લાગતી નથી. જેમને તેઓ ધર્મપ્રાણ વિશેષણ લગાડે છે તે શ્રી લેાકશાહે તા મુહપત્તી બાંધી ન હતી, છતાં તે પરંપરા કેવી રીતે શરૂ થઈ એ ખરેખર શેાધનને પાત્ર છે. વળી મૂર્તિના આલંબનનો વિરોધ કરનાર વેશનું આલંબન તે સ્વીકારે છે અને વેશ એ મૂર્તિ નથી ત્યારે બીજું શું છે? કોઈપણ ગુણવંત મુનિ પાતાના વેશ ઉતારી નાખે તે સમાજમાં તેની શી પરિસ્થિતિ થાય છે? એટલું બધું વેશનું મહાત્મ્ય છે, છતાં મૂર્તિનું આલંબન ટાળીને વેશના આલંબનને લોકોને પકડાવવું એમાં કોઈ વિશેષ લાભ મને તો દેખાતો નથી. મારી તે! એવી સમજ છે કે શ્રી લાંકાશાહે યતિઓને મૂર્તિપૂજા કરતાં તથા મંદિરોની વ્યવસ્થા કરતા જોયા, તેથી તેમણે એમ જણાવેલું કે મૂર્તિપૂજા યો મંદિરોની વ્યવસ્થા એ યતિઓનો ધર્મ નથી, પણ ગૃહસ્થાનો ધર્મ છે. આ વિચારમાંથી સાર્વત્રિક આલંબનના નિષેધ કેવી રીતે થઈ ગયો એ,વિશેષ વિચારણીય છે અને શેાધનીય પણ છે. ખરી રીતે શ્રી લાંકાશાહના ઈતિહાસ જ કોઈ શોધતું નથી. આ અંગે શ્રી દલસુખભાઈએ એક સરસ લેખ લખેલ છે, જે એક મુનિના સ્મારક અંકમાં છપાયેલ છે. ખરી રીતે આ બાબત વિશેષ શેાધનને પાત્ર છે. પણ આપણે ત્યાં સંશાધનનો રસ ઘણા જ ઓછા છે. પ્રબુદ્ધજીવનમાં મુહપત્તી અંગે થોડી સાધારણ ચર્ચા આવ્યા પછી તે અંગે કોઈએ વિશેષ ઊહાપોહ જ ન કર્યા એવી આપણા લોકોની પ્રવાહપતિતતા અથવા ગતાનુગતિકતા છે. તમે નોંધ લખી એ ઉત્તમ કર્યું છે.
તમારા, બેચરદાસ