________________
૨૪૪
લાલચુની ચાલબાજી
ચોકમાં બકરાંઓનાં શબ પાસે ખાખી ડ્રેસધારી એક ભાઈ ઊભા હતા. એમના ખભા પરની પટ્ટી પર ગ્રામરક્ષક દળ’ અક્ષરો લખેલા હતા. એ અહીં શું કરતા હશે એને વિચાર કરું ત્યાં જ બ્રાનું માથું ઘચ્ચ કરતુંક જુદું કરી દેવાયું . અને પેલા ગ્રામરક્ષક દળવાળા ભાઈએ માથું ઊંચકી ચાલવા માંડયું.
બકરું વધેરનારૂં દોડીને એના હાથમાંના માથા પર આવું નાખ્યું...
પ્રભુ જીવન
‘લા, કાં લઈ જાય!'
અને પછી બન્ને વચ્ચેની ખે’ચાખેંચનું ભૂડું દશ્ય સર્જાયું. અંતે વધેરનારે ગ્રામરક્ષક દળવાળા સખ્ત પાસેથી માથું પડાવી લીધું... ને પેલા ભાઈ ઠાલે હાથે...વીલે મોંએ બહાર સરી ગયા. સમજૂતી હાજરીમાં
મને થયું ... મૃતદેહના માંસના લોચા માટે લડતાં ગીધડાં અને આ માનવીઓ વચ્ચે શે! ફક હતા?
એક ગ્રામરક્ષક દળના સભ્ય.
એક મામલતદાર !
એક ડૉક્ટર ! ...
સેંકડો દુકાને માંડનારા ...
બાધા કરનાર જંગલી હતા, પણ આ બધા તા શિક્ષિત હતા, એમાં ય એક તે તાલુકાના હાકેમ હતો.'
બકરાનાં માથાં.
જીવતાં મરહ્યાં !
આદીવાસી માનવી પશુ બન્યો હતો અને સુધરેલા કહેવાતા માનવીઓ ગીધડાં, બાજ કે શ્વાનના અભિનય કરતાં ઘૂમી રહ્યાં
હતાં.
શનિવારની રાતનું એક દશ્ય મારી આંખ સામે ઝબકી ગયું. દવની જવાળાઓ દેખાઈ
પાછલી રાતની કાતિલ ઠંડીથી બચવા અમારી મંડળી લાકડાં બાળી આંખો આંખોમાં જાગતી રાત કાપતી બેઠી હતી. ત્યાં જ સામેના ઊંચા ડુંગરા પર આગના ભડકા ઊઠતા જણાયા. હું ચમકયો.
‘ આગ ? ડુંગરિયે દવ ?'
‘હા... ડુંગરદેવ નાહી રહ્યા છે, અમને નવડાવાઈ રહ્યા છે. ’ એક સાથીએ જવાબ આપ્યો.
‘એટલે ?'
‘કોક બાધાવાળાએ વાંસના જંગલમાં આગ મૂકી છે. દેવને આગમાં સ્નાન કરાવાય છે.'
ડુંગરાની વ્યાકુળતા ‘ના એમ નથી!... મારૂ મન જાણે મને કહી રહ્યું. તા?' બીજાએ મને પ્રશ્ન કર્યાં.
દોર !
બાલ જાનવરોને રહે’સી નાખવાની માનવીની આ પિશાચ લીલાની કલ્પના માત્રથી ડુંગરદેવ જાણે વ્યાકુળ બની આત્મવિલેપન કરી રહ્યા છે. કાલનું અરેરાટીભર્યું દશ્ય જોતાં પહેલાં જ એ પૂણ ગભરાઈને અંગે આગ ધરી બેઠા છે. '
છી. !
-.....
નિરી પશુતાના છૂટો દોર !
આ દશ્ય આફ્રિકાના કોઈ જંગલનું નથી, પણ ... ગુજ રાતના, ભરૂચ જિલ્લાના સાગબારા તાલુકાના દેવમાગરા ડુંગર પર આ રવિવા૨ે જ ભજવાયેલું ખૂની નાટક છે!
અંધશ્રાદ્ધા !
એ અંધશ્રદ્ધા હતી કે માનવીની પશુત્વની લાગણીને મુકત
મારા મનમાં પ્રશ્નઘૂમરાતા હતા અને ત્યારે મેળામાં આપાયેલા બલિના, માંસની મિજબાનીઓની ચાલતી તૈયારીની પૂર્વભૂમિકારૂપે ધૂમાડો ડુંગરિયા વાતાવરણમાં ઊંચે ચઢી રહ્યો હતો.
સામે જ સમી સાંજનો સૂરજ માનવીના આ હીણાં વર્તનથી ત્રસ્ત બની લાહી ઝરતી લાલ લાલ આંખે ડુંગર પરથી કૂદકો મારવાની તૈયારી કરતા હતા ને સંધ્યા?
વધેરાયેલાં બકરાં – મરઘાંના રકતમાં ચૂંદડી ઝબોળી ડૂસકુંડ્રુસકે રોઈ રહી હતી.
તા. ૧૬-૩-૧૯
પ્રબુદ્ધે જીવનની પત્રચર્ચા અમદાવાદથી ડૉ. કાન્તિલાલ શાહ તરફથી મળેલા પત્ર.
અમદાવાદ, ૯. તા. ૫-૨-૬૯
મુ. પરમાનંદભાઈ,
‘પ્રબુદ્ધજીવન’ના તા. ૧-૨-૬૯ના એક સંબંધી આ લખું છું (૧) શ્રી નરસિંહદાસ ગાદિયાએ આપને ઠપકારૂપે જે પત્ર લખ્યો છે તે મને નિષ્કારણ અને નબળા લાગે છે. આચાર્ય રજનીશના આત્મદર્શન અથવા આત્મઅનુભૂતિ સંબંધેના વિચારો આજે પણ સર્વમાન્ય અને આવકારપાત્ર છે. એમના ગ્રંથામાંથી અનેક રત્નકણિકાઓ આજે પણ મળી શકે છે. એમના રતિસુખ અંગેના કે રાજકારણ અંગેના વિચારો સાથે આપણે સમંત ન થઈએ તેથી શું? મેં પણ એમના આ વિચારોનો વિરોધ કરતા બહુ કડક લેખ અન્યત્ર લખ્યો છે. તથાપિ એક મનુષ્યને અનેક પાસાં હોય છે. આચાર્ય રજનીશ અને આપણે કોઈ નહિ હોઈએ ત્યારે પણ “ક્રુતિબીજ” જેવાં એમનાં પુસ્તકો વંચાશે અને અનેકને પ્રેરણા આપશે. આજે ખાદી ફેશનેબલ શેઠાણી બની ગઈ છે અને ગ્રામેદ્યોગ ધનિકોન દીવાનખાનાં સજાવતે હજુરિયા બની ગયેલ છે,તેથી કંઈ આપણે ખાદી છાડી દેતા નથી—હાલન આલીશાન ખાદીભવન પ્રત્યે નફરત પેદા થવા છતાં, તેમ પ્રબુદ્ધ જીવન”માં છપાઈ ગયેલાં આચાર્ય રજનીશજીનાં અગાઉનાં વ્યાખ્યાના માટે એના તંત્રીના દોષ કાઢવે! એ વાજબી નથી, એટલું જ નહિ, પેલું ‘વિવાદાસ્પદ’ વ્યાખ્યાન છાપી મારા જેવા અનેકની (જેમણે રજનીશજીનાં વ્યાખ્યાનો ન સ ંભળ્યાં હોય) આંખો ઉઘાડી છે, અને સમાજની સેવા જ કરી છે.
(૨) મુનિ સંતબાલે જૈન ધર્મ વિષે જે લખ્યું છે તેની ચર્ચા નહીં કરું, કારણ મારો એવા અભ્યાસ નથી. તથાપિ એમના વાક્યમાં બે ઠેકાણે “જ” અવ્યય વપરાયું છે—“ જૈન ધર્મ ખરેખર જ આ જાતના વિશ્વધર્મ છે જ” તેના પર થોડા વધારે પ્રકાશ પડે તે સારું. મારે તો એમના પત્રના આગલા અને પાછલા ભાગમાં જે વિરોધાભાસ છે તે જ બતાવવા છે. શરૂઆતમાં તેઓ જણાવે છે કે સમાજને એટલે ગૃહસ્થાશ્રમીઓને સાચું માર્ગદર્શન સાધુએ જ—એટલે જેઓ ગૃહસ્થાશ્રામ છેાડી ગયા છે તે જ—આપી શકે. પાછળના ભાગમાં તેઓ એવી અપેક્ષા દર્શાવે છેકે પોતે સંપ્રદાયમાં રહીને સાંપ્રદાયિકતા કાઢી શકશે !
(૩) કૃષ્ણાના કિસ્સા આપે લખ્યો તેવું મારે પણ વારંવાર બને છે. બારણે કે રસ્તામાં કોઈ માંગનાર મળે તે પહેલી “ના” જ મુખમાંથી નીકળે ને પછી મનમાં વિચાર આવે છે કે સામી વ્યકિત ખરેખર સુપાત્ર હોય તો બિચારાને કેવું દુ:ખ થાય! આપણે જ એની જગાએ હોઈએ તો? અને પછી વિનોબાજીની માતાની શિખામણ યાદ આવે છે કે બારણે આવનાર ભગવાન છે એમ જ માનવું. આપે યોગ્ય જ લખ્યું છેકે “તુચ્છકાર એ માનવીમાં વસેલા પરમાત્માનું અપમાન છે.” માનવીમાં પરમાત્મા વસે છે. (ગામ જ નહિ) એવું જૈન ધર્મ માને છે ? જિજ્ઞાસુભાવે પૂછું છું. લિ. કાન્તિલાલના નમસ્કાર. તંત્રીનોંધ: આ પત્રના ત્રીજા મુદ્દામાં પૂછાયલા પ્રશ્નના જવાબમાં જણાવવાનું કે મારું ચિન્તન જૈન વિચારસરણીના ચાકઠામાં સીમિત રહીને ચાલતું નથી, અને તેથી તેમના પ્રશ્નની તાત્વિક ચર્ચામાં ઉતરવાની મને જરૂર લાગતી નથી. પરમાનંદ. કાઢિચ’ડી યજ્ઞ વિષેની નોંધ અંગે મળેલાં બે પત્રો
તા. ૧-૨-૬૯ ના ‘પ્રબુદ્ધ જીવન’માં પ્રગટ થયેલ નોંધ અંગે મારા મિત્ર શ્રી રવિશંકર મહાશંકર રાવળ તથા શ્રી. અંબાલાલ લલ્લુભાઈ પરીખ તરફથી નીચે મુજબ પત્રો મળ્યા છે.
'
અમદાવાદ, તા. ૫-૨-૬૯
અંક મળ્યો, તમે જે તે અનન્ય લાગે છે.
પ્રિય ભાઈશ્રી પરમાનંદ,
‘પ્રબુદ્ધ જીવન’ફેબ્રુઆરી ૧, ૬૯ના વિલક્ષણ નજરે સમાજ પર ચેકી રાખે છે
8