________________
૨૪૨
પ્રબુદ્ધ જીવન
✩
શિવરાત્રીના આ મેળા
✩
[ભરૂચ જિલ્લામાં આવેલા સાગબારા તાલુકામાં આશરે ૨૦૦૦ ફીટની ઊંચાઈએ દેવમોગરાના નામને! ડુંગર છે, જ્યાં શિવરાત્રીના રોજ દશ હજાર માણસનો મેળા જામે છે, જ્યાં ધારિયાના એક એક ઝાટકે ૨૦૦૦ જેટલાં બકરાં કપાય છે, ૩૦૦૦ જેટલાં મરઘાં વધેરાય છે, જ્યાં સ્થાનિક રાજવી પૂજા કરે છે અને પછી આ બિલ હેામાય છે, પાંડરા માતાનું આ સ્થાનક છે, નાળિયેરની જગ્યાએ માતાને હજારોની સંખ્યામાં બકરાં-મરઘાનાં માથાં ચઢાવાય છે. ટોપલાના ટૉપલ!-ગણી ન શકાય તેટલાં-માથાં મંદિરની છાજલીમાં ઠલવાય છે, પૂજારી સગાંવહાલાં ઓળખીતાને પ્રસાદરૂપે એની લહાણી કરે છે, વધેલાની મેટી મિજબાની કરાય છે અને સેમરસ ઉડે છે.
અંધશ્રાદ્ધાને ન કોઈ દોષ દો ! અંધને શ્રાદ્ધા ન હોય તો હોય શું?
મધ્યાહનના સૂર્ય પરસેવે રેબઝેબ થતો ચાકળાતા આકાશના ચેકમાં ઊભા હતા. રાત આખી કાળજું ઠારી ન!ખે તેવી ટાઢનો અનુભવ કરી ચૂકેલા દેવમેગરાના ડુંગર પણ વાતાવરણની આ વિચિત્રતાઓ વિમાસણમાં મૂકાઈ ગયો હતો. રાત જેટલી ટાઢી હતી એટલી બોર તીખી હતી. બપારના કરડકણા તડકામાં આદિવાસીઓની અજ્ઞાનતાનું વિષ જાણે કે ભળી ગયું હતું.
રસ્તા પર એક દહેશતનું સામ્રાજ્ય જાણે કે વ્યાપી ગયું હતું. ટોળામાં ભટકતો ભટકતો હું ચેાકમાં ઊભેલા ‘પાંડરા માતાના મંદિર' સામે આવીને ઊભા રહ્યો. આખાય વિસ્તારમાં જોવાયેલા વાંસની
ઉપરના મથાળા અને પૂર્વભૂમિકા સાથે ધર્મના નામે ચાલી રહેલાં મુંગા પશુઓના આ હત્યાકાંડની વિગતો તા૦ ૧૮-૨-૬૯ના ‘સંદેશ’માં છબીઓ સાથે પ્રગટ થઈ છે, જે નીચે પ્રગટ કરવામાં આવે છે. ગુજરાત કે જે ભારતમાં જીવદયા અને અહિંસાધર્મનું સર્વશ્રેષ્ઠ કેન્દ્ર લેખાય છે ત્યાં આટલા મોટા પાયા ઉપરનું હિંસાતાંડવ ચાલી રહ્યું છે તે જાણીને આપણું દિલ આસાધારણ આશ્ચર્ય, આઘાત અને શરમ અનુભવે છે. સદ્ભાગ્યે ગુજરાત સરકાર ધર્મના નામે રાજ્યમાં ચાલતી આવી હિંસાની કાનૂની અટકાયત કરતું બીલ વિધાનસભામાં રજૂ કરનાર છે. આશા રાખીએ કે એ બીલ સત્વર રજૂ થાય, પસાર થાય અને ગુજરાતને શરમરૂપ આવી હત્યાઓની સદાને માટે કાનૂની અટકાયત થાય. પરમાનંદ ]
ખપાટોમાંથી તૈયાર કરાયેલા મકાન જેવું જ વાંસ માટીનું એ પણ એક ખારડું હતું ... જેવું માનું મંદિર તેવી જ સાગબારા સ્ટેટના ઠાકોર સાહેબની ડેલી પણ !
એમનું મકાન પણ એવું જ વાંસ માટીમાંથી તૈયાર કરાયેલું
હતું.
આદિવાસીઓના ઠાકોર !
અને એમની કુળ દેવી ! મા પાંડા!
બેર પૂજનીય !
એક પૂજા માટેનું કેન્દ્ર !
બીજા પૂજા માટેનું દ્વાર !
ઠાકોરસાહેબ કે એમના કુટુંબની કોઈ સન્માનીય વ્યકિત જ્યાં સુધી દેવમેગરાની પાંડરા માતાની પૂજાવિધિ કરી બિલ ન આપે ત્યાં સુધી બીજા કોઈની બાધા છૂટી ન શકે તેના વરસે શિરતો આજે પણ એ જ રીતે ચાલુ રહ્યો છે.
r[
પાંડરા માતાનું મંદિર
મંદિરમાં હું ત્રણ ચાર વખત જઈ આવ્યા હતા. માટીના એક મેટા ખાડામાં તુલસી કયારા જેવી ગાળ માટીના કુંડામાં પાંડરા માની પીત્તળની મૂર્તિ કંકુથી રંગાયેલા હાથમાં નાનકડી પીનળની લેાટી સાથે ઊભી હતી. દર્શનાર્થીએ હાકતાર માવતા હતા ને બે પૈસા...પાંચ પૈસા .. દસ પૈસા ગજા પ્રમાણે લેટીમાં નાંખતા, માને નમીને બહાર સરી જતા હતા. બાજુમાં ઊભેલા બે કગ વારે ઘડીએ પૈસાથી છલકાઈ જતી લાટીને રૂમાલમાં ઠાલવી લેતા હતા. સૌની શ્રાદ્ધા અને ભકિતભાવ આંધળા હતા.
બકરાં – મરઘાં સાથે સરઘસો
હાથમાં જીવતાં મરઘાં ને બકરાં સાથે બળદગાડીની વહેલેની લાંબી હલગારામાં ડુંગરાં ચઢી આવેલા આઠથી દસ હજાર નરનારીએમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ઊંડાણના ભાગમાંથી સરી આવેલા
©
તા. ૧૬-૩-૬૯
આદીવાસીઓને પણ સમાવેશ થતો હતે. ત્રણ ત્રણ ચાર ચાર દિવસની સમૂહગાડાયાત્રામાં - ચરઘાં-બકરાં ( બલિ માટે ) અને નાજ પાણી સાથે સપરિવાર સૌ દેવમેગરાના ડુંગર ચઢી આવ્યા
હતા.
દેવમોગરાના મેદાનમાં પડાવ
જેમની પાસે વાહન ન હતાં તે પગે ચાલતાં આવ્યાં હતાં. અને એક વખતના હેડંબા વનને નામે જાણીતા આ દેવમેગરાના વનમાં જ્યાં સ્થાન મળ્યું ત્યાં પથરાઈને બલિના સમયની વાટ જોતા પડયાં હતાં.
‘આમ ટોળે મળીને બધા નાચતા કૂદતા કેમ આવતાં હતાં? મે' પંથકના જાણીતા એક સાથીને પ્રશ્ન કર્યો.
‘ જેની બાધા ફળે તે સપરિવાર...ાગાવહાલાં કે આખા ગામને પ્રેમથી જાત્રાએ નિમંત્રે ને એમના બંધ જોડે...આગળ સોંગાડિયા ' નૃત્ય કરતા,
તાજે નાઉપે આલેમા યહા વા મુગી નામક ભકિતગીત ગાતા દોડતા ચાલે છે. વાજતે ગાજતે દેવમેગરાના ડુંગર ચઢી... બાધા ઉતારે... બકરો અટકે કપાય ને પછી નારિયેરની જેમ માને જીવતા બકરાનું મસ્તક અર્પણ થયા બાદ એના માંસની પ્રસાદ રૂપે ઉજાણી થાય. બધાંને લાવવા લઈ જવા સુધીની ખાણીપીણીની સઘળી જિમ્મેદારી બાધા ઉતારનારની ગણાય.’
થાય જ.
બે હજાર બકરાં – ત્રણ હજાર મરઘા ‘અહીં આશરે કેટલાં બકરાં વધેરાતાં હશે ? '
‘ઘણી મેટી સંખ્યામાં - દરેક ગાડામાં, દરેક પડાવમાં એક બે બકરાં કે મરઘાંનાં ટોળાં તમને જોવા મળશે... ’
‘તો તો બેએક હજાર બકરાં વધેરાઈ જતાં હશે?'
ઘણા રૂઢિચુસ્ત આંક મૂકીએ તો પણ એટલી સંખ્યા તા
‘ને મરઘાં ? ત્રણ ચાર હજાર કપાતાં હશે!' ‘ ત્રણેક હજાર કહી શકાય.
“આ બધા માંસનું શું કરે?”
“માથા પૂજારી લઈ લે ને એની મરજી મુજબ નિકાલ કરે. મા ભદ્રકાળીના મંદિરમાં આવતાં નારિયેળની જેમ...અહીં માથાંના ઢગલા થાય!
‘ઢગલા મોટો થતા હશે ?'
‘હા...મેટા જ. પૂજારી એ માથાંની લહાણી કરી, જેના પર એનું મન રીઝે તેને આપે. બાકીનાની ત્રીજા ચોથા દિવસે સેમરસ સાથે ઉજાણી થાય. '