SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૩-૧૯ સેવામૂર્તિ ડે. બેજીંઝનું દુઃખદ અવસાન મુંબઈના તાતા મેમોરિયલ હોસ્પિટલના ચીફ સર્જન અને સુપ્રીન્ટેન્ડન્ટ ડo બેર્જીસનું ૧૯ વર્ષની ઉમ્મરે કેન્સરના વ્યાધિના પરિસામે માર્ચ માસની ત્રીજી તારીખે અકાળ મૃત્યુ થતાં માત્ર મુંબઈને જ નહિ પણ સમગ્ર ભારતને એક એવા કુશળ અને દયાનિધિ સર્જનની ખોટ પડી છે કે જેની જોડ મળવી મુશ્કેલ છે. તેમનું આખું નામ હતું ડo અર્નેસ્ટ જાકીમ જોસફ બેર્જીઝ. તેઓ ધર્મો ખ્રિસતી હતા. ૧૯૦૯ના સપ્ટેમ્બર માસની ૭મી તારીખે મુંબઈમાં જ તેમને જન્મ થયો હતો. તેમણે મુંબઈમાં જ અભ્યાસ કર્યો હતો. ગ્રાન્ટમેડિકલ કોલેજના વિદ્યાર્થી હતા. ૧૯૩૯માં તેમણે એમ. એસ.ની પરીક્ષા પર કરી હતી અને વિશેષ અભ્યાસ માટે તેઓ ઈલાંડ- લાંડન–ગયા હતા અને રોયલ કોલેજ ઓફ સર્જન્સની ફેલોશીપ તેમણે પ્રાપ્ત કરી હતી. શરૂઆતમાં તેમની સિવિલ સર્જન તરીકે નિમણુક થઈ હતી. ૧૯૪૧માં તેઓ મુંબઈના તાતા મેમોરિયલ હોસ્પિટલમાં જોડાયા હતા અને તેમાં ૨૫ વર્ષની તેમની કામગીરીની કદર રૂપે ૧૯૯૬માં એ જ હોસ્પિટલના ચીફ સર્જન અને સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે તેમની નિમણુક કરવામાં આવી હતી. દુનિયાના દરેક વિભાગમાંથી આ ખ્યાતનામ કેન્સર સ્પેશિયાલીસ્ટ પાસે અનેક દર્દીઓ ઉપચાર માટે આવતા હતા અને અમીર કે અદને માનવી–ધનિક કે ગરીબ-સૌ કોઈની સાથે તેમને વર્તાવ કશા પણ ભેદભાવ વિનાને-એન્યા માયાળુ અને ઊંડી સહાનુભૂતિભર્યો રહેતા. તેઓ શરીરે પ્રમાણમાં કૃશ દેખાતા હતા, પણ તેમાં અસાધારણ કાર્યક્ષમતા ભરેલી હતી. હમેશાં સવારથી મેડી રાત સુધી, વર્ષો પર્યન્ત સતત એકસરખી પિતાના દર્દીઓની તેમણે સેવા કરી હતી. ગયા મે માસમાં તેમના ઉપર કેન્સરનું આક્રમણ થયું. અને તેના ઉપચારના કારણે તેમને પેતાના ધર્મકાર્યથી છેડો વખત અલગ રહેવું પણું, પણ તેઓ તેમાંથી સાજા થયા કે તરત જ એ જ મીશનરીની તમનાંથી પોતાના કામ ઉપર લાગી ગયા હતા. આખરે જે વ્યાધિમાંથી તેમણે હજારો લોકોને સાજા કર્યા છે એ જ ત્યાધિએ તેમને ભાગ લીધો અને આપણી વચ્ચેથી આ માનવતાની મીશનરીએ માર્ચ માસની ત્રીજી તારીખે સદાને માટે વિદાય લીધી. અન્યને સંસ્કારી એવી આ માનવવિભૂતિનું વાંચન ખૂબ વિશાળ હતું. ઉત્તમ કોટિના તેઓ વકતા હતા અને રાંગીતની ઉપાસના પણ તેમને વરેલી હતી. માનવતા-પ્રચૂર તેમના ગુણો અને તેમની એક સરખી વિનમ્રતાના કારણે અનેક કેમને અને અનેક વ્યવસાયને વરેલા લોકોના તેઓ અત્યન્ત પ્રીતિપાત્ર બન્યા હતા. દર્દીઓ સાથેના વર્તાવમાં પોતાને શું મળે છે તેની તેમણે કદિ પણ પરવા કરી નહોતી અને એવા અનેક દાખલાઓ જાણવા મળે છે કે જેમાં તેમણે પેતાની ચાલુ વ્યવસાયને લગતી ફીને જતી કરી હતી. વૈદ્યકીય ઉપચારના કારણે તેમના સમાગમમાં આવેલા અનેક સંધીઓને તેમની જે ગુકતકો પ્રશંસા કરતાં મેં સાંભળ્યા છે તેવી પ્રશંસા જવલ્લે જ એમની કોટિના બીજા કોઈ પૅકટર કે સર્જનની મેં સાંભળી છે. કેન્સરના ઉપચાર માટે તાતા મેમેરિયલ હોસ્પિટલમાં જતાં કોઈ પણ દર્દી કે તેના સગાવહાલાંઓ ડેo બેર્જીસની સેવા મેળવવા માટે સૌથી વધારે આતુર રહેતા. આવે તેમના વિશે લોકોને વિશ્વાસ હતું અને આવી તેમની નિસ્પૃહતા અને દર્દી વિષેની નિષ્ઠા વિશે તેમની શ્રદ્ધા હતી. તેમણે મુંબઈમાં રહીને વિશ્વવ્યાપી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી; તેમને માનસન્માન સૂચક અનેક પદવીઓ અને ઉપાધિઓ એનાયત કરવામાં આવી હતી; ભારત સરકારે પણ તેમને પદ્મશ્રી બનાવ્યા હતા. તેઓ પૂરા અર્થમાં સાચા ખ્રિસ્તી હતા. ડેકટર અને સર્જને આવશે. અને જશે. ડૅ. બેર્જી ઝનું નામ સંર્જનેની નામાવલીમાં સદાને માટે સુવર્ણાક્ષરે અંકિત રહેશે. એક તેજસ્વી આશાસ્પદ સન્નારીનું અકાળ અવસાન મુંબઈ ખાતે તા. ૯-૩”૬૯ના રોજ મહારાષ્ટ્ર રાજ્યની વિધાન પરિષદના સભ્ય શ્રીમતી ભદ્રા દેસાઈનું બહુ ટૂંકી માંદગીના પરિણામે એકાએક અવસાન થયું છે. ૪૬ વર્ષની તેમની ઉંમર હતી. જાણીતા ડે. વસંત કલ્યાણદાસ દેસાઈનાં તેઓ પત્ની હતાં. કોંગ્રેસ મહાસમિતિના સભ્ય હોવા ઉપરાંત બીજી અનેક સામાજિક સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલાં હતાં. તેઓ સારા લેખક તથા ઉચ્ચ કોટિના વકતા હતા. અંગ્રેજી ભાષા ઉપર તેઓ સારૂં પ્રભુત્વ ધરાવતા હતા. ખીલતા જતા ગુલાબ માફક તેમની કારકીર્દિ વિકસી રહી હતી. એવામાં કાળની ઝપટ આવી અને એ આશાસ્પદ કારકીર્દિને એકાએક અંત આવ્યો અને મુંબઈને એક તેજસ્વી કાર્યકરની જલ્દી ન પુરાય એવી ખોટ પડી. આ રીતે આ ઘટના અત્યંત દુ:ખદ છે. મુનિશ્રી નગરાજજીને હાર્દિક અભિનંદન એ જણાવતાં ખૂબ આનંદ થાય છે કે કાનપુર વિશ્વવિદ્યાલયે ફેબ્રુઆરી માસની ૨૩મી તારીખે પેતાના દિક્ષાન્ત સમારોહ (કૅન્વકેશન) પ્રસંગે અણુવ્રત પરામર્શક મુનિશ્રી નગરાજજીને ડી. લિ. (ડૉકટર ઑફ લિટરેચર) ની ઉપાધિ વડે સન્માનિત કર્યા છે. મુનિશ્રી નગરાજજીનું આ સન્માન તેમની સાહિત્યસેવા તથા અણુવ્રત આંદોલનના માધ્યમ દ્વારા ચાલી રહેલી સમાજસેવાના આધાર ઉપર કરવામાં આવ્યું છે. મુનિશ્રી આજ સુધીમાં ૩૬ મહત્ત્વપૂર્ણ પુસ્તકો લખી ચૂકયા છે. આ પુસ્તકમાં આગમ ઔર ત્રિપિટક, એક અનુશીલન, હિંસા વિવેક, જૈન દર્શન ઐર આધુનિક વિજ્ઞાન, અણુવ્રત જીવનદર્શન, નૈતિક વિજ્ઞાન, આચાર્ય ભિમુ ઔર મહાત્મા ગાંધી, મહાવીર ઔર બુદ્ધ કી સમસામયિકતા, અહિંસા પથેંક્ષણ વગેરે ઉલ્લેખનીય છે. " મુનિશ્રી નગરાજજી આણુવ્રત આન્દોલન પ્રવર્તક આચાર્યશ્રી તુલસીના પ્રભાવશાળી શિષ્ય છે. અણુવ્રત કાર્યક્રમની દૃષ્ટિથી દિલ્હી તેમનું પ્રમુખ કાર્યક્ષેત્ર રહ્યું છે. ગત વર્ષ દરમિયાન તેઓ શ્રીના પરામર્શથી રાજસ્થાન વિદ્યાનસભાએ અણુવ્રત આન્દોલનના સમર્થનમાં એક પ્રસ્તાવ પસાર કર્યો છે. હાલ તેઓ મુંબઈ વસે છે અને આગામી ચાતુર્માસ તેઓ મુંબઈમાં કરવાના છે. તેમને જન્મ સરદારશહર (રાજસ્થાન) માં ૧૯૧૭ની સપ્ટેમ્બર માસની ૨૯મી તારીખે થયો હતો. ૧૮ વર્ષની ઉમ્મરે તેમણે તેરાપંથ સાધુ સંઘમાં દીક્ષા ગ્રહણ કરી હતી. આજે તેમની ઉંમર ૫૧ વર્ષની છે. કઈ પણ યુનિવર્સિટી એક જૈન મુનિને ડેકટર ઑફ લિટરેચરની પદવી અર્પણ કરે–એ આ સૌથી પહેલા બનાવ છે અને તેથી સમસ્ત જૈન સમાજ માટે આ શુભ ઘટના અતિ ગૌરવપ્રદ છે. આ પ્રસંગે મુનિશ્રી નગરાજજીને આપણા સર્વના હાર્દિક ધન્યવાદ અને અભિનન્દન હે ! અને તેમને દીર્ધ આયુષ્ય અને સુદઢ આરોગ્ય પ્રાપ્ત થાઓ કે જે વડે તેઓ સમાજ અને દેશની અનેક પ્રકારે સેવા કરી શકે એવી આપણ સર્વની પ્રાર્થના છે શ્રીમતી ઈન્દુમતીબહેન ચીમનલાલને હાર્દિક અભિનન્દન શ્રી ઈન્દુમતીબહેન ચીમનલાલ મુંબઈ રાજ્યના એક વખતના શિક્ષણમંત્રી અને ત્યાર બાદ ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી તરીકે એટલું જ નહિ પણ ગુજરાતમાં અજોડ એવા અમદાવાદના શ્રી ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહારના મુખ્ય સંચાલિકા તરીકે આપણ સર્વને ખૂબ જાણીતા છે. તેમની તાજેતરમાં ભારત સરકારે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના એક સભ્ય તરીકે નિમણૂક કરી છે. આ નિમ શુકના સમાચાર ઈન્દુમતીબહેન માટે ઊંડે આદર ધરાવનાર અનેક મિત્રો માટે ખૂબ જ આનંદપ્રદ છે, ઈન્દુમતીબહેનની શિક્ષણના ક્ષેત્રે આજ સુધીની અનેકવિધ સેવાઓ અને વિપુલ અનુભવની ભારત સરકારે આ રીતે કદર કરી છે તે માટે ભારત સરકારને પણ ધન્યવાદ ઘટે છે. આ નવા સ્થાનને ઈન્દુમતીબહેન પોતાની સર્વ શકિતએને વેગ આપીને ખૂબ શોભાવું એવી આપણી પ્રાર્થના હો અને ઈન્દુમતીબહેનને આ પદપ્રાપ્તિ માટે આપણાં હાર્દિક અભિનન્દન હે ! પરમાનંદ
SR No.525954
Book TitlePrabuddha Jivan 1969 Year 30 Ank 17 to 24 and Year 31 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1969
Total Pages286
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy