________________
૨૨૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૩-૯
ન્ય
મહાસતી કેરેઢા કિંગ
(યુ
.
(ગયા જાન્યુઆરી માસના પશ્ચાદ્ધ માં અમેરિકન હબસી નેતા સ્વ. માર્ટિન લ્યુથર કિંગનાં પત્ની શ્રીમતી કોટ્ટા કિંગ તેમના પતિને મળેલું પંડિત જવાહરલાલજીની સ્મૃતિમાં અપાયેલું પારિતોષિક. લેવા માટે ભારત આવેલાં અને તે જ મહિનાની ૨૭મી તારીખે મુંબઈ એક દિવસ રોકાઈને અમેરિકા તરફ વિદાય થયેલાં તે પ્રસંગના સંદર્ભમાં લખાયલા અને પહેલી ફેબ્રુઆરીના ઈન્ડિયન એકસપ્રેસ માં પ્રગટ થયેલા શ્રી ગગનવિહારી મહેતાના અંગ્રેજી લેખને અનુવાદ નીચે આપવામાં આવે છે. તંત્રી)
આધુનિક રામય દરમિયાન મિસિસ કોરેઢા કિંગને જે સ્વાભાવિક ઉમળકાથી આપણા દેશમાં આવકારવામાં આવેલ છે અને તેની જે બળવાન અસર પડી છે તેવું ભાગ્યે જ બીજી અન્ય વ્યકિતઓ વિષે બનવા પામ્યું છે. ઘણા મેટા સત્તાધીશે આપણા દેશમાં વર્ષ દરમિયાન આવતા રહ્યા છે કે જેમનું કૃત્રિમ ઉત્સાહપૂર્વકનું કરવામાં આવતું સરકારી સન્માન ઔપચારિક અને યાંત્રિક જેવું લાગે છે. જુદા જુદા રાજ્ય અથવા તે રાષ્ટ્રોના આ બધા મુખ્ય પુરુષ સાથે, તેમની ગમે તે રાજનીતિ હોય તે પણ, પુરાણી મૈત્રીએ
ancient ties” અથવા તે સમાન આદશે”. અથવા તે lidlat 245Q1:4d="indetiiy of interests"-151915] slivet શેાધી કાઢતા હોઈએ છીએ. ' '
પણ અહિ એવી વ્યકિત ઉપસ્થિત થઈ કે જેની પાસે કોઈ રાજકીય કે ધાર્મિક દબદબે નહોતે, જેની આગળપાછળ કોઈ ઠાઠ કે ઠઠેર નહોતે. અને એમ છતાં પણ કોટ્ટા કિંગ - એક સામાન્ય જેવી લાગતી સ્ત્રી - સંપૂર્ણ અર્થમાં અસામાન્ય - અસાધારણછે. તેમની રીતભાતે અને તેમના સ્વાભાવિક લાવણ્ય લોકોના દિલજીતી લીધાં છે. તેમની વિચારપૂર્ણ, ધીમી, હાર્દિક વાણી કોઈને પણ પ્રભાવિત કરે અને અન્તસ્તત્વને હલાવે તેવી છે. તેમનામાં કોઈ કૃત્રિમતા નથી; દિલમાં ન હોય એવો એક શબ્દ તેઓ બેલતાં નથી; તેઓ વાચાળ નથી, વાણચતુર છે, તેમનામાં ઉપર કોઈ ચમકાર નથી; એક જીવન્ત જાગૃત પારદર્શક વ્યકિતત્વ છે. શ્રીમતી કોટ્ટા સંગીત તરફ વળ્યાં હતાં અને તેને પોતાને જીવનવ્યવસાય તેઓ બનાવી શકયાં હોત, પણ પછી તે તેઓ માર્ટીન લ્યુથર કિંગને મળ્યાં, તેમની સાથે લગ્ન કરતાં પહેલાં તેઓ જરા અચકાયાં, ખચકાય, પણ એક વખત જોડાયાં એટલે તેઓ તેમના જીવનસાથી બની ગયાં. જાતિગત સમાનતા પ્રાપ્ત કરવાની શાન્તિપૂર્ણ જેહાદમાં તેઓ તેમનાં જીવનસંગિની બની ગયાં. તેમની બધી કાટીએ અને આફતનાં તેઓ ભાગીદાર બન્યાં અને તેમને ચાર બાળકો ઉછેરવાના હોવા છતાં, તેમની સાથે તેમણે યાતનાઓ સહન કરી અને પોતાની જાતને ભેગ આપ્યું. મુંબઈના તેમના એક વાર્તાલાપ દરમિયાન, તેમના સૌથી મેટા બાળકે પુત્રીએ - સાત વર્ષની - ઉમરે—મારા પિતા આટલી બધી વાર અને આટલે લાંબે વખત કયાં ફર્યા કરે છે એવા કરેલા પ્રશ્નને લગતી એક હૃદયસ્પર્શી ઘટનાનું તેમણે વર્ણન કર્યું હતું.
તેની માતાએ જવાબ આપ્યો કે “એમ બની રહ્યું છે, કારણ કે ઈશ્વરને તેની જરૂર છે.” કોટ્ટાએ કહ્યું કે, “ઈશ્વરને તારા પિતા જેવા હાથ નથી કે પગ નથી અને તેમનું કામ કરવા માટે ઈશ્વરને તારા પિતા જેવા માણસની જરૂર પડે છે.” અને પછી તે નાની છોકરી બેલી કે “હું પણ જ્યારે મેટી થઈશ ત્યારે મારા પિતાની માફક ઈશ્વરનું કાર્ય કરવાની આશા સેવું છુ.” આ કિંગ પતિ-પત્ની Gડી ધાર્મિક શ્રદ્ધાથી પ્રભાવિત બન્યા હતા, અને તે કારણે તે બંનેને આચરણમાં નમ્રતા, સંઘર્ષમાં બળ, દુ:ખમાં ધીરજ અને ભવિષ્ય અંગે આશા પ્રાપ્ત થઈ હતી
૧૯૫૭ ના સપ્ટેમ્બર માસની ત્રીજી તારીખે કિંગ અને કોટ્ટા અને મિત્રો અને પ્રશંસકોની એક મંડળી–આ બધાં મોન્ટમેરીના રેકર્ડરની અદાલતની બહાર ઊભાં હતાં, જ્યારે એક અમલદારે ત્યાંથી તેમને ચાલી જવા કહ્યું. એ અમલદારના કહેવા મુજબ, કિંગે ત્યાંથી ખસવાની ના કહી અને એક વકીલને પોતે મળવા માગે છે એમ જણાવ્યું. આમ બનતાં, કિંગનું અપમાન કરવામાં આવ્યું. તેમને માર મારવામાં આવ્યું, હાથકડી પહેરાવવામાં આવી અને જેલમાં પૂરવામાં આવ્યા. કોટ્ટા અંસુભરી આંખે એ સરઘસમાં સાથે ચાલ્યાં,
જ્યારે “તમારે પણ જેલમાં જવું છે, જવાબ આપે.” એમ જણાવીને તે અમલદારે કોરેઢાને ત્યાંથી ચાલી જવા કહ્યું. કિંગે કશો પણ જવાબ ન આપવા કોરેટ્ટાને સૂચવ્યું. જેલમાં કિંગની તપાસ કરવામાં આવી, તેમના ઉપર ધક્કામુકી કરવામાં આવી અને તેમને એકાન્ત કોટડીમાં પૂરવામાં આવ્યા. એક અમલદારનું અપમાન કરવાને તેમના ઉપર આરોપ મૂકવામાં આવ્યા અને જામીન ઉપર તેમને છોડવામાં આવ્યા.
આ ઘટનાના પરિણામે કિંગે ગાંધીજીના પગલે ચાલવાનું શરૂ કર્યું. એ દિવસે પિતાને ઘેર પહેચ્યા બાદ તેમણે એકઠા થયેલા મિત્રો અને કાર્યકરોને જણાવ્યું કે “આ બાબતને હવે પૂરતે અનુભવ થઈ ચૂક્યો છે.” પ્રાર્થનાપૂર્વકના ચિન્તનમાં આખો દિવસ ગાળીને અને કોટ્ટા સાથે લંબી ચર્ચાવિચારણા કરીને પછી દંડ આપવાને બદલે જેલમાં જવાને તેમણે નિર્ણય કર્યો. આ નિર્ણયનું બીજ કિંગના દિલમાં લાંબા વખતથી સળવળ્યા કરતું હતું. વિશેષ અધ્યયન અને ધ્યાનના પરિણામે ગાંધીવિચારની આવી પરિસ્થિતિમાં શી અપેક્ષાઓ હોઈ શકે તે અંગે તેમને વધારે ઊંડી સમજણ પ્રાપ્ત થઈ.
આ બનાવની બે અઠવાડિયા પહેલાં હિંદીઓની અમુક મંડળીએ આ દંપતી સાથે ત્રણ દિવસને માટે ભાગ ગાળ્યું હતું. આ મુલાકાત પછી, કોટ્ટાએ આગળ ઉપર જણાવેલું કે “અમે ત્યારથી અહિંસાના સમગ્ર તત્ત્વજ્ઞાન અંગે વધારે ઊંડાણથી વિચારવાનું શરૂ કર્યું. આ અંગેનું અમારૂં જ્ઞાન કેટલું છીછરું અને અધક્યરૂં હતું તે વિશે પણ અમે વાત કરેલી.” અહિંસક પ્રતિકાર અને તે દ્વારા મેળવવા ધારેલી મુકિતના ધ્યેયને સમપિત થતાં જે બનાવે બનવાની સંભાવના ઊભી થાય તેની લાંબી સાંકળમાં પ્રસ્તુત ધરપકડ કોટ્ટા અને કિંગ માટે એક કડીરૂપ બની ગયેલ હોય એમ લાગે છે. ' '
. ' * માર્ટીન લ્યુથર કિંગ અને કોટ્ટા બને જોખમભર્યું જીવન જીવવા લાગ્યા. જે જોખમેને તેઓ સામનો કરી રહ્યા હતા અને જે સત્તાને તેમની જેહાદ પડકારી રહી હતી તે બન્ને વિષે તેઓ પૂરા સભાન હતા. તેમના માટે પોતાના ધર્મનું અંદરથી આબોહન થયેલું હેઈને, પછી કોઈ પાછા ફરવાપણું હતું જ નહિ. જેહાદ વધારે ને વધારે જોર પકડતી ગઈ અને યાતના અને આત્મભાગ અનિવાર્ય બની ગયાં. જાતિગત તિરસ્કાર અને કોમી ઝનુન વચ્ચે ઝુમી રહેલા તેઓ ગેરાએના સર્વશ્રેષ્ઠતાવાદને પૂરે સામને કરવા લાગ્યા અને એમ છતાં તેમના દિલમાં કોઈના વિશે કશે હુંખ અને વૈમનસ્ય કદિ પણ જોવામાં ન આવ્યાં. આ બાબતમાં તેમણે ખૂદ મૃત્યુને પડકાર્યું હતું. . . .
. | કિંગનું ખૂન થયું તેના થેડા દિવસ પહેલાં એક હૃદયસ્પર્શી મુલાકાત દરમિયાન કોટ્ટા કિંગે જણાવ્યું હતું કે “મારા પતિનું બલિદાન લેવાય એવી પણ ઈશ્વરની ઈચ્છા હોઈ શકે છે. આમ જે કાંઈ બને તે માટે તૈયાર રહેવાને હું પ્રયત્ન કરી રહી છું.” પછી તેમણે દર્દપૂર્વક જણાવેલું કે “કારણ કે જીવનની સિદ્ધિ, તે