________________
તા. ૧-૩-૧૯
દ્વારા તમે શું મેળવા છે તેમાં નહિ પણ તે દ્રારા તમે શું આપે છે તેમાં રહેલી છે.” આવા એક વિરલ યુગલને મૃત્યુની કોઈ ભીતિ નહોતી, કબર સામે કોઈ ખ કે અણગમા નહાતા. ગાંધીશતાબ્દિના આ વર્ષમાં જ્યારે આપણે બધા સામાજિક ન્યાય અને કોમી એખલાસ અને સહિષ્ણુતા સૂચવતા ગંધીજીના સંદેશને વિસરી રહ્યા છીએ ત્યારે ડૅા. કિંગે અને તેમના સહકાર્યકર્તાઓએ યુનાઈટેડ સ્ટેટટ્સમાં ગધીજીની મશાલને સળગતી રાખી છે. ગૂંધીજીએ એક વાર કહેલું કે “અહિંસાના વિશુદ્ધ સંદેશા આ દુનિયાને પહેંચાડવાનું કામ કદાચ હબસીઓના હાથે બને.”
પ્રબુદ્ધ જીવન
ડૉ. કિંગના ખૂનની દુર્ઘટના બની ત્યારે કોરેટ્ટા કિંગે જે અસાધારણ ધૃત્તિનું જગતને દર્શન કરાવ્યું હતું અને ત્યાર બાદ જે શાન્તિપૂર્ણ પ્રતિભા તેમનામાં અભિવ્યકત થઈ રહી છે તેનું વર્ણન કરવા માટે શબ્દો પાતળા અને અસમર્થ માલુમ પડે છે. તેમનાથી ઉતરતી કોટિના માનવીઓએ, અજ્ઞાત રીતે એમ છતાં જરા પણ અયોગ્ય રીતે નહિ, પેાતાના દિલમાં વેર અથવા તો તિરસ્કારની લાગણી સંઘરી હાત, બીજા માનવીઓ આવા યોગામાં સાવ ભાંગી પડયા હોત અથવા તો સુલેહશાન્તિપૂર્વકના ઉકેલ અંગે બધી આશાએ ગુમાવી બેઠા હોત.
પણ કોરેટ્ટા કિંગની બાબતમાં એવું કશું જ બનવા પામ્યું નથી. તેમણે પોતાની ઊંડી વેદનાનું સમર્પણના ભાવમાં રૂપાન્તર કર્યું છે; પેાતાની અગાધ વ્યથાને કરુણાવૃત્તિમાં રૂપાન્તર કરી છે. તેઓ બહાદુરીપૂર્વક અને જરા પણ કંટાળ્યા કે થાકયા સિવાય, માર્ટિન લ્યુથર કિંગના કાર્યને આગળ વધારવાના પ્રયત્ન કરી રહેલ છે અને કોમી એકતા અને વિશ્વબંધુત્વને લગતા તેમના આ આદર્શોને નક્કર આકાર આપવાનો પુરુષાર્થ દાખવી રહ્યાં છે. જ્યારે લોકો ગાંધીજીનાં સ્મારકો ઊભાં કરી રહ્યા છે, ખૂબ ધન ખરચીને તેમની પ્રતિમએ સ્થાપિત કરી રહ્યા છે અથવા તો રાજકારણી હેતુએ સિદ્ધ કરવા માટે તેમના નામને વટાવી રહ્યા છે, ત્યારે કોરેટ્ટા તેમના પતિની માફક પૂતાના સમગ્ર સત્વમાં ગધીજીના આત્માને મૂર્તિમન્ત કરી રહેલ છે. જ્યાં સુધી આવા આત્માઓનું આ દુનિયામાં અસ્તિત્વ છે ત્યાં સુધી આપણને માનવજાત વિષે નિરાશ બનવાનું કોઈ કારણ છે જ નહિ.
અનુવાદક:
પરમાનંદ
મૂળ અંગ્રેજી: શ્રી ગગનવિહારી મહેતા
૨૨૯
પડે છે, પોતાની શૂળી પોતાના ખભા પર લઈ જવી પડે, કાંટાળા તાજ અને લોઢાના ખીલાના શણગાર સજવા પડે! ભારત, અમેરિકા, આફ્રિકા,ઝેકોસ્લેવેકિયા - ગમે ત્યાં અ માર્ગ એવા જ છે! યુગોથી માનવને એની ખબર છે. છતાં એ ચમત્કાર થાય છે.
અંતરમાં માનવતાની જ્યોત કોઈ ફિસ્તો પ્રકટાવી જાય છેઅને કોઈ દૈવીશકિતનો સંચાર થયો હોય એમ લાખા માનવીઓ આ રસ્તે મહાયાત્રાનું પ્રસ્થાન મૂકે છે. એવી જ એક મહાયાત્રા એક હુતાત્માસ્મારક પાસે આવી પહેંચી - અબ્રાહમ લિંકનની ભવ્ય શિલ્પાકૃતિ આ પ્રસ્થાન જોઈ રહી હતી. ત્યાં એ યાત્રિકોના અગ્રદૂત ઉંમરે નાને...મનના મોટા ... બહુ મોટા ... કહી રહ્યો હતો ...“ હું એક સ્વપ્ન સેવી રહ્યા છું! માનવમાત્રનાં બાળક સ્નેહથી હાથ મિલાવી આગળ જઈ રહ્યાં છે... હું જોઈ શકું છું... માનવને માનવીથી દૂર રાખતી જંજીરો તૂટી રહી છે. એક નવા સૂર એક નવા શબ્દ, એક નવું ગીત ઊમટી રહ્યુંછે.” આ અપૂર્વ સ્વપ્ન લાખો અખા સમક્ષ એણે પ્રત્યક્ષ ખડું કર્યું – નવા સૂર પકડી—નવો શબ્દ વાતાવરણમાં ગૂંજી ઊઠયો.
આવા પોતાના પતિને સ્વ. માર્ટિન લ્યૂથર કિંગને - મળેલું જવાહરલાલજીની સ્મૃતિમાં અપાયેલું પારિતોષિક લેવા એમનાં પત્ની શ્રીમતી કોરેંટા મારત આવી રહ્યાં હતાં. કોઈ સમ્રાટની સામ્રાજ્ઞી પણ ભાગ્યે જ મેળવી શકે એવા પ્રેમ, એવા ઉમળકો ભારતીઓએ શ્રીમતી કિંગ માટે બતાવ્યો. અત્યંત સુજનતાથી અને કૃતજ્ઞતાથી એમણે એ સ્વીકાર્યો. મળેલા પારિતોષિકનો અરધો ભાગ અહીંના દલિત વર્ગ માટે આપ્યું - અર્ધ ત્યાં લઈ ગયાં.
અમેરિકામાં - જ્યાં ડગલે ને પગલે સાક્ષાત મૃત્યુને સામનો કરવા તૈયાર રહેવા જેવી દશા છે ત્યાં અડગ શ્રદ્ધાથી અને અપૂર્વ નિર્ભયતાથી આ નમણી નારીએ પોતાના પતિનું અધૂરું કામ પોતે ઉપાડી લીધું છે. “તમે ભારતની નારીઓ ભાગ્યવતી છે.” એમણે અહીં કહ્યું હતું. “તમે ગાંધીજીને પ્રત્યક્ષ જોયા છે. એમના શબ્દ તમે સાંભળ્યા છે. સમજીને ઝીલ્યા છે! એમની આગેવાની નીચે સ્વાતંત્ર્ય સંગ્રામમાં તમે ભાગ લઇ શકયા! તમે ઘણું ઘણું સહન કર્યું છે. દુનિયાભરની સ્ત્રીઓ તમારી સામે માનથી અને આશાથી જોઈ રહી છે. ’
પૂરક પરિચય
સદીઓથી જેમને લલાટે ગુલામી, વૈતરાં, અપમાન અને ઉપેક્ષા એ સિવાય કશું લખાયું જ ના હોય એની શામળી પ્રજા એ પ્રજા વચ્ચે શ્રાદ્ધાને દીપ પ્રકટાવી, પ્રયત્નપૂર્વક, ધીરજથી પોતાનું અજ્ઞાન અને ત્રુટિઓ સાથે સામનો કરી - કોઈના પણ દ્વેષ કર્યા વગર પોતાનું સ્થાન મેળવવા માટે એક તેજસ્વી યુવાન, હજારો યોજના દૂર એવા ભારતમાં રહેતા ગ'ધીજીના તત્ત્વજ્ઞાનમાંથી માર્ગદર્શન મેળવી રહ્યા હતા. મહાત્માનું તત્ત્વજ્ઞાન એ યુવાનને વ્યવહારુ લાગ્યું. સત્યના એ એક માત્ર માર્ગ છે એવી નિષ્ઠાથી એ એ માર્ગ પર ચાલ્યો. અનંત યોજના દૂર રહી સૂરજ પાસેથી પૃથ્વી તેજ મેળવે, પ્રાણ મેળવે, એવી રીતે આ શિખામણ આપ્યા વગર લેવાઈ ગઈ! સત્યાગ્રહનો એક મહાન પ્રયોગ, ભૌતિક સમૃદ્ધિને ટોચે બેઠેલ અમેરિકાની ભૂમિ પર, શ્યામલ વર્ણના, સરળ મનના અને બળશાહી હાથ જેમણે ભગવાને આપ્યા છે એવા લાખો લોકોએ આદર્યો. ઘણા ગારા માણસો પણ એ પ્રયોગમાં સહભાગી થયા.
આ માર્ગ સત્યના છે. અંતિમ યશ નિશ્ચિત છે. છતાં અત્યંત યાતનાએથી એ છવાયેલા છે. લાહીથી ખરડાયેલા છે. ચિરવિરહની ખીણા ત્યાં ઠેર ઠેર ઊભી છે. આ માર્ગના પથિકાને ઝેરના પ્યાલા પીવા
સ્પષ્ટ અને મીઠા અવાજમાં ઊંડી વેદના સાથે એમણે કહ્યું હતું ... “હું મારા મનની વાત કહી નાંખું તો ... મને રજા આપશે સાચું કહેવાની? મારા પતિની બાબતમાં મેં જોયું હતું ... એમની પાસે રહેનારા ભાગ્યે જ એમને ઓળખી શકતા! તમે ગાંધીજીની પાસે હતાં, તમે એમના પર પ્રેમ કર્યો... પણ આજે... તેમની જન્મશતાબ્દી વખતે આપણે એમના માર્ગ પર જ જઈ રહ્યા છીએ ? કે પછી આત્મબળ ઓછું પડે છે? શસ્રબળનું અવલંબન આપણે શોધી રહ્યા છીએ ?' કેવા મર્મઘાતી પ્રશ્ન!!
શ્રીમતી કો૨ેટાનું વ્યકિતત્વ વિલક્ષણ છે. અડગ અને નિગ્રહી વૃત્તિ એમના શબ્દે શબ્દમાંથી, ટટ્ટાર ઊભી રહેતી આકૃતિમાંથી વ્યકત થાય છે. ખડી સાકર જેવા મીઠો મધુરો અવાજ, માહક હાસ્ય, સ્વપ્નિલ આખામાં ચમકતો. સ્નેહભાવ, સાદા સરળ ભાષણોમાં રહેલું સંસ્કાર અને વિચારોનું ઊંડાણ, અપાર શ્રદ્ધા અને આત્મવિશ્વાસ ... વિનમ્ર વિવેક અને આ બધાં સાથે સતત રહેલી અનાસકત અલિપ્ત વૃત્તિ ... જજરની વેલ પર ફૂલ ખીલે એવું મનોહર વ્યકિતત્વ f
“તમારાં સ્નેહથી તમે મને જીતી લીધી છે. હું પાછી આવીશ. મારા બચ્ચાંઓને લઈને આવીશ. ગાંધીજીના ભારત એમને બતાવવા હું લઈ આવીશ !” વિદાય લેતાં એમણે કહ્યું. માર્ટિન લ્યૂથર કિંગ અને કોરેટા કિંગના વારસદારોને આપણે ગાંધીજીનું ભારત બતાવી શકીશું ને? ‘જન્મભૂમિ – પ્રવાસીમાંથી સાભાર ઉષ્કૃત
મૃણાલિની દેસાઈ