SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ જીવન તા. ૧૬-૨-૧૯ જ્યારે આપણાં દેશમાં રૂા. ૫૦,૦૦૦ પાઘડી ચા ઓનરશીપનાં આપવા પડશે અને ભાડાના રૂા. ૨૦૦ અલગ. અહિં જમવા તથા ટ્રાન્સપેટે “શનનાં ૬૦ ડાલરથી વધારે નહિ...આમ છતાં ય, ઘણા ય ભારતીઓ ભારત આવીને જ સ્થાયી થવા માંગે છે–અલબત્ત દરેકે પેતે પેાતાની સમયમર્યાદા બાંધી છે અને પ્લાનીંગ મુજબ આગળ વધે છે. વળી ત્યાં એમ કહેવામાં આવે છે કે પરદેશ જઈને વિદ્યાર્થી પેાતાના દેશને ભૂલી જાય છે. આ પણ બરોબર નથી, થાડા જ વખત પહેલાં તાપી-નર્મદાના પૂરના સમાચાર શિકાગોમાં બધાને મળેલા, ઈન્ડિયા એસોસીએશનની એક જ અપીલમાં ૨૦૦૦ ડૉલર ભેગા થઈ ગયા. અત્રે ઈન્ડિયા એસસીએશન તરફ્થી દસ પંદર દિવસે ભારતીય ચલચિત્રાના કાર્યક્રમ હાય છે, ત્યારે આ કાર્યક્રમમાં અન્ય રોકાણાને જતાં કરીને દરેક ભારતીય હાજર રહેવાના જ. શિકાગોમાં તો ઘણી વખત ખૂબ ઠંડી હોય છે ટેમ્પરેચર ૦° થી પણ નીચે હાય તો પણ હજારથી બારસે ભારતીય આવવાના જ અને તે પણ ૪૦૫૦ માઈલ દૂરથી નહિ પણ સા સ માઈલ દૂરથી પણ આવવાના. આમાં ચલચિત્રા કરતાં બધા દેશી ભાઈઓને મળાશે અને પ્રેમથી વાર્તા થશે એ જ ભાવના હોય છે. ‘પ્રબુદ્ધ- જીવન’ના બંને લેખો મેં અહીં મારા ઘણા મિત્રને વંચાવ્યા છે, અભિપ્રાયો પણ મેળવ્યા છે. ઘણાને ડા. કાન્તિલાલ શાહના લેખનાં ઘણાં અવતરણ સહેજ વાંધાજનક – વધારે પડતાંપણ લાગ્યાં છે. ઘણાં વિધાન મને પણ એવાં લાગ્યાં છે, પણ હુ જરા બીજી રીતે જોઉં છું. આ લખાણ પાછળ ડૅા. કાન્તિલાલ શાહની ભાવના ઉચ્ચ છે. ભાવનાના આવેશમાં વધુપડતું લખાઈ જવાય એ જુદી વાત છે. પણ દરેકને પોતાના સ્વતંત્ર અભિપ્રાય હોય છે. શ્રી ચીમનલાલ ચ. શાહના લેખ બધાને ગમ્યો છે, તેમાંથી ઘણું જાણવાનું મળ્યું છે. પરિસ્થિતિનો સામનો કરવા જ રહ્યો. શરૂઆતમાં ત્યાં આવીને ઘેટું દુ:ખ પણ સહન કરવું જ રહ્યું “આ એમની વાત સાચી છે. અહિં સ્થિર થવા ઈચ્છતા ભારતીય ભાઈઓની એક બે દલીલ આ છે આપણા દેશનું ચિત્ર સમગ્ર રીતે જોતા ખૂબ જ નિરાશામય લાગે છે. અન્નક્ષેત્રે-રાજકીય ક્ષેત્રે - આર્થિક ક્ષેત્રે–એટલે દેશમાં જઈને દેશનાં પ્રશ્નમાં વધારો કરવા કરતાં અહિં રહીએ એમાં જ દેશની સેવા છે. બીજું આપણા બધાના વડીલા ગામડામાંથી વધુ કમાવા શહેરોમાં આવ્યા – તે, હવે તે કેમ પાછા ગામડામાં, કમાઈ લીધું છે ત્યારે, પાછા જતા નથી? મેં દલીલ કરી કે એ તે આપણા જ દેશ છે —શું શહેર, શું ગામડું– ત્યારે જવાબ મળ્યો, એવી સંકુચિતતા શું કામ ~ મારો દેશ શા માટે? મારું જ વિશ્વ એમ કહાને ! ડૉ. કાન્તિલાલ શાહની સૂચના – કાયદાદ્રારા પરદેશ જનાર ઉપર પ્રતિબંધની – મહદ્અંશે ગેરવ્યાજબી લાગે છે. કારણ આ બધા દેશા પાસેથી વિજ્ઞાન, ઔદ્યોગિક અને દરેક ક્ષેત્રે આપણે ઘણુ શીખવાનું છે. આ આપણા દેશમાં શકય નથી જ. અહિં દરેક વિદ્યાર્થીને શીખવાનું મળે છે અનુભવ મળે છે. અહિં આવી દરેક જણ પહેલું લેસન જાત મહેનતનું લ્યે છે. શારીરિક શ્રામની સુગ અહિં ઘટાડવી પડે છે. મારા જ દાખલા આપું. ભારતમાં હું તદૃન પરાવલંબી હતા, ઘરે કોઈ બનાવી આપે ત્યારે જ ચા પીવાની કે જમવાનું. ઘરે બધું કામ ઘાટી કરી જાય – ઈસી પણ બહાર કરાવતો. ત્યારે અહિં તો નાનાથી માંડી દરેક મેટું કામ હાથે જ કરવાનું. સવારે ઊઠીને કામે જ લાગવાનું. રોઈ કરવાની, કપડાં ધોવાનાં, ઘર સાફ કરવાનું, વારાણો ધાવાનાં. કયાંય કોઈ માણસની મદદ ન જ મળે, હા, કપડા વિગેરે ધાવામાં ઓટોમેશનની મદદ મળે. ઑફિસમાં ૨૨૩ પણ ખુન નહિ, આખા અમેરિકામાં ડ્રાઈવરો આંગળીને વેઢે ગણાય એટલા. અહિં ડ્રાઈવર પોષાય જ નહિં. ૫૦૦૦ ડૅલર પગાર કમાતા માણસ પણ તરસ લાગે તો ઊભા થઈને પાણી પી આવે. કોઈ પાસે માંગવાનું શાનું? અમેરિકા દરેક ક્ષેત્રમાં ભારત કરતાં આગળ છે. એટલે અહિં વિદ્યાર્થીઓનો અનુભવ આધુનિક સાધનાના હોય છે, જ્યારે ત્યાંના વિદ્યાર્થીઓ આ વૈજ્ઞાનિક શાધાનાં ઉપયોગથી અજાણ હોય છે. બાકી આપણે ત્યાં દેશમાં વિદ્યાર્થીને કઈ રીતે ભણવું, કેવી રીતે ભણવું, કઈ ભાષામાં ભણવું તે જો સરકાર અને યુનિવર્સિટીવિદ્યાર્થીની ઈચ્છા વગર પણ તેને માટે નક્કી કરતા હાય તે તે જ સરકાર અને યુનિવર્સિટીની ફરજ છે કે તૈયાર થયેલ દરેક વિદ્યાર્થીને તેનાં ક્ષેત્રમાં યોગ્ય કાર્ય મળી રહે તે અંગે ઘટતા પગલા લેવા ... શ્રી ચીમનલાલ ચ. શાહનાં ઘણા સૂચન બહુ જ યોગ્ય છે. જે કારણે વિદ્યાર્થીઓને ત્યાં આવતા, આવીને ત્યાં રહેતા અટકાવે છે તે દૂર કરવાને પ્રયત્ન કરવા જ જોઈએ. જેમ કોઈ માબાપ પૈસા ખાતર પોતાના પુત્રને ગુમાવવા તૈયાર ન હોય તેમ અહિં આવેલા વિદ્યાર્થીઓ પણ પોતાના સ્વજનોને ગુમાવવા તૈયાર ન જ હાય. પણ ત્યાં આવીને સંપૂર્ણ યોગ્ય નહિં તો કંઈ નહિં પરંતુ સારા સ્થાનની તે આશા હોય જ. આપણે આશા રાખીએ કે નજીકના ઘેાડાં વર્ષોમાં આપણે બધા અહિના વિદ્યાર્થીઓ અને ત્યાંના બધા વડીલા આવું યોગ્ય વાતાવરણ તૈયાર કરી શકીશું ? અહિં એક વાત હું ખાસ જણાવવા માંગું છું કે પરદેશમાં રહેતા ભારતીયો – ખાસ તો વિદ્યાર્થીઓ – બધી પરિસ્થિતિને જાણે છે. પેતે શું કરવું – કયારે પાછા ફરવું તે અંગે તેઓ સજાગ પણ છે, તે લોકો જે રીતે કૌટુંબિક અને સામાજિક જીવન ગુમાવી રહ્યા છે તેનો ખ્યાલ કરીને, મને તે। ખાતરી છે કે, બધા પોતપોતાની સમયમર્યાદામાં પાછા ફરશે. પાછા નહિ આવવાના વિચાર કરીને બેઠેલા પણ વહેલા મેડા સમજશે જ. શ્રી ચીમનભાઈનાં શબ્દોમાં કહુ તો – જે લોકો નહિ સમજે, કેટલાક ખોટા રૂપિયા નીકળશે તે તેમના નસીબ. શ્રી ચીમનભાઈનાં એક વિધાન સાથે હું સર્વાંશે સંમત થાઉં છું કે બધા વિદેશેાના બીજા દેશને મદદ કરવાના પ્રયાસ પાછળના હેતુ તે દેશમાં પોતાતરફી એક વર્ગ ઊભા કરવાના હોય છે. U,SLA. માં આવેલ કોઈ પણ વિદ્યાર્થી કોમ્યુનીઝમને સખ્ત વિરોધી થઈ જવાના. તેનાથી ઉલટું રશિયા જનાર કરશે. અંતમાં ‘પ્રબુદ્ધ જીવન'ના ' પ્રસ્તુત અંક વાંચીને ખૂબ જ આનંદ થયા. આ અંક મેલવા બદલ મારે તમારા યુવક સંઘનાં મંત્રી અને મારા બનેવી શ્રી ચીમનલાલ જે. શાહનો આભાર માનવા જોઈએ અને હું અંત:કરણથી માનું છું. ભવિષ્યમાં પણ આવા જાણવા જેવા સમાચારો મને મળતા રહેશે એવી આશા અસ્થાને નહિ જ ગણાય. આપની કુશળતા ચાહું છું. જગદીશ શાહનાં વંદન વિષયસૂચિ પ્રકીર્ણ નોંધ : ગાંધી વિચારધારાના શ્રદ્ધાવાન પુરસ્કર્તા સ્વર્ગસ્થ શ્રી મગનભાઈ દેસાઈ, જૈન ધર્મ વિશ્વ ધર્મ ? એક ચિન્તન, ભારત જૈન મહા મંડળનો પરિપત્ર મુંબઈમાં અરાજકતાનાં ચાર દિવસ બી. પી. સી. સી. ના પ્રમુખ શી એ. કે. હાફીઝકાનું નિવેદન પ્રજાસત્તાક દિન – પ્રીતિ ભોજન પ્રસંગે થયેલાં પ્રવચનો. શ્રી પરમાનંદભાઈનું આવકાર નિવેદન અતિથિ વિશેષ સૌ. પૂર્ણિમાબહેનનું પ્રેરક પ્રવચન. યદ્યપિ શુદ્ધ, લોક વિરુદ્ધ, નાકરણીયં, પરમાનંદ ના ચરણીયમ બાળક મને વિકારા (અવલોકન) અમે પરદેશ આવેલા વિદ્યાર્થીઓ નવી દુનિયામાં—૧૨ પરમાનંદ પરમાનંદ પરમાનંદ હર્ષિદા હિત જગદીશ શાહ દલસુખ માલવણિયા પૃષ્ઠ ૨૧૩ ૨૧૪ ૨૧૫ ૨૧૬ ૨૧૭ ૨૧૯ ૨૨૧ ૨૨૨ ૨૨૪ (4
SR No.525954
Book TitlePrabuddha Jivan 1969 Year 30 Ank 17 to 24 and Year 31 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1969
Total Pages286
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy