________________
૨૨૨
પ્રભુ
જીવન
તા. ૧૬--૧૯
--
--
-
મે છે તે સ્પષ્ટ થતું નથી. Conscience હોવાની શકયતા છે, પણ એને માટે તો ગાંધીજીએ અંતરાત્મા’ શબ્દ જીને આપણી રિતા કે દ્વિધા કયારની ય ટળી છે. Psychosis એટલે ‘ગાંડપણ અને (Neurosis), એટલે માનસિક બીમારી’ એમ માત્ર કહેવાને બદલે થોડી વધુ સ્પષ્ટતા કરી હોત તો? આ પર્યાય વિશે પૂરતી સમજતી ન આપી હોવાથી અને બંને પ્રકારના માનસિક રોગોનાં લક્ષણ ને વર્ણવ્યાં હોવાથી સામાન્ય વાચકના મનમાં ગેરસમજૂતી થવાની પૂરે સંભવ છે.
, અતિ અહંનું કાર્ય અહં પાસે નૈતિક ગુણની માંગણી કરવાનું અને આદર્શનું ઘડતર કરવાનું છે” એમ (પા. ૧૭) કહ્યા પછી તુરત “અતિ અહિં અજ્ઞાતપણે એની સઘળી પ્રવૃત્તિ કરે છે અને અજ્ઞાત અસ્તિત્વ ધરાવતા ર. અતિઅહં પર બુદ્ધિચાતુર્યની, વાસ્તવિકતાની, સમજની કે આવેલી વિવેકશકિતની અસર થતી નથી.” (પા. ૧૯૪) એમ લેખકે શી રીતે કહ્યું હશે? અતિ અહમ Super ego
ઈડના મતાનુસાર પણ નીતિને ઠેકેદાર છે જ. કદાચ શરતચૂકથી તે આવું વિરોધાભાસી વિધાન નહીં થયું હોય ને? .
પુસ્તકનું સુંદર મુખપૃષ્ટ ને સાફ છપાઈ (જોડણીની અત્યંત ભૂલે કદાચ પહેલી નજરે ધ્યાન ન ખેંચે તે પણ) થી એકર્ષાઈને પુસ્તક વાંચવા બેસીએ ત્યારે એને પૂરું કરવા માટે ઈચ્છાબળને ઘણું મજબૂત કરવું પડે છે. લખાણનું સંકલન - જુદાં જુદાં પાસાંની ઘડી બરાબર ઉકલતી ન હોવાને લીધે - નબળું લાગે છે. વસ્તુની રજૂઆત સમજવા માટે પણ સઘન પ્રયત્ન જરૂરી બને છે. બીજી
આવૃત્તિ વેળાએ ભાષાસૌષ્ઠવ જાળવીને સંકલન સુગ્રથિત કરવામાં - આવશે અને પુનરાવર્તન ટાળવામાં આવશે એવી અપેક્ષા રાખવી ખેટી નથી.
એકપક્ષીય, એકમાર્ગીય ફૈઈડવાદી વિચારસરણીને સમજવા માટે પુસ્તક જરૂર ઉપયેગી છે, પરંતુ ફૈઈડ પછી છેલ્લાં ત્રીસેક વર્ષમાં મને વિશ્લેષણક્ષેત્રે જે અનેક અવનવા વાસ્તવવાદી પ્રવાહો વહ્યા છે એથી ઈડવાદને ન વળાંક મળે છે. આ પ્રવાહોને અભ્યાસ બાળ મને વિકાસનાં વિવિધ પાસાં સમજવા માટે ખૂબ જરૂરી છે. નવી આવૃત્તિમાં “છેલ્લાં ત્રણ દસકાની બાલ મને વિકાસની વિચારધારા ” એવું પણ એક પ્રકરણ ઉમેરાય તે પુસ્તકની ગુણવત્તા અને ઉપયોગિતામાં ઠીક ઠીક વૃદ્ધિ થાય.
અમે પરદેશ આવેલા વિદ્યાથીઓ
(અમેરિકા - શિકાગોમાં રહીને મારિસ્ટર ઑફ બીઝનેસ એ મિનિસ્ટ્રેશન’ એ ડિગ્રી મેળવવા માટે છેલ્લાં દોઢેક વર્ષથી જગદીશ માનન” એ ડિગ્રી મેળવવા માટે છેલ્લા દસ્તંક વધવા ° એન. શાહ અભ્યાસ કરે છે અને સાથે ઠીક ઠીક દ્રવ્યપાર્જન કરે છે. તેમના તરફથી મળેલો પત્ર પરદેશમાં સ્થિરવાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓના પ્રશ્ન ઉપર વિશેષ પ્રકાશ પાડતા હેઈને નીચે પ્રગટ કરતાં હું આનંદ અનુભવું છું. પરમાનંદ) પૂજ્ય પરમાનંદભાઈ,
૧૫ મી જાન્યુઆરી '૬૯નો “પ્રબુદ્ધ જીવનને અંક શ્રી ચીમનભાઈ શાહ દ્વારા મળ્યો “પરદેશમાં સ્થિરવાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ અંગે” ના બે લેખ વાંચ્યા. બંને લેખો જે અનુસંધાનમાં લખાયા છે તે પ્રાધ્યાપક દલસુખભાઈ માલવણિયાનો લેખ મેં વાંચ્યું નથી, પરંતુ આ બે લેખે માંથી એને સારાંશ તે મળી જ રહે છે.
પ્રથમ દષ્ટિએ આપ લખે છો એમ ડે. કાન્તિલાલ શાહનું લખાણ વધારે પડતું ભાવનાલક્ષી લાગે છે, જ્યારે શ્રી ચીમનલાલ ચ. શાહનું લખાણ એક વ્યવહારિક વિચારણા રજૂ કરીને વાસ્તવિકતાને સામને કરવાનું કહે છે પરંતુ, આ બંને લેખ વાંચીને હું થોડું લખવા પ્રેરાઉં છું. આમાં થોડા મારા અંગત વિચારો છે, થડા મારા મિત્રોના છે – જેમાં કોઈ કોઈ સાથે હું સહમત નથી પણ થતું. પણ આ બધા જ વિચાર ભારતીના છે અને હું અહીં બધે ખૂબ ફર્યો એટલે જાણવા મળ્યા છે.
દરેક સિક્કાની બે બાજ હોય છે. શ્રી દલસુખભાઈને જે અનુભવ થયે તે દુ:ખદ છે. એક પણ વિદ્યાર્થી તેમને એવો ન મળ્યો કે જે ભારત પાછા જવા તૈયાર હોય તે નવાઈજનક પણ છે. હું તે શીકાગોમાં ઘણાં ભારતીય ભાઈને મળ્યો છું અને મળતો રહું છું. બીજા ૨૦ થી ૨૨ રાજ્ય-Statesમાં ફરીને ત્યાં પણ આપણા દેશવાસીઓને મળે છું. ઘણી યુનિવર્સિટીઓમાં ભણતા વિદ્યાર્થી મિત્રોને ય મળે છે. આ બધાની સાથે વિચારોની આપલે કરતાં મેં જોયું કે તેમાંના ૮૦ ટકાને ભારત પાછા જવું છે, ત્યાં જ સ્થાયી થવું છે. હા, ૨૦ ટકા એવા પણ મળ્યા કે જેઓને અહીં જ રહેવું છે અને પાછા જવું નથી. આ ૨૦ટકામાં ચાર પાંચ ટકા પિતાને ભારતીય કહેતા શરમાય છે. ( હું પણ તેમને ભારતીય કહેતાં શરમાઉં છું.) પરંતુ ઘણાખરાને દેશમાં પાછા જવું છે. હા, અહીં ખૂબ જ મહેનત અને ખર્ચો કરીને વર્ષો સુધી અભ્યાસ કર્યો હોય (દરેક વિદ્યાર્થીને અભ્યાસ કરતી વખતે પ્રતિ વર્ષ ૩૦૦૦ ડૅલર ખર્ચ આવે છે) એટલે પાછા જતી વખતે ઘડી મૂડી લઈ જવાને વિચાર થાય એ સ્વાભાવિક છે. દરેકના મનમાં આવે જ ખ્યાલ હોય છે કે પાંચથી સાત વર્ષ સુધી અહીં રહીએ અને થોડા પૈસા સાથે લઈ જઈએ તો પછી દેશમાં વાંધો નહિ.
મારા થડા અંગત મિત્રો – એક તે મારા રૂમ પાર્ટનર જ – ત્રણથી ચાર મહિના પછી ભારત આવવા નીકળે છે. આમ, બધાને ત્યાં જ સ્થાયી થવું છે અને અહિંથી ભારતમાં સારી સારી કંપનીઓ સાથે પત્રવ્યવહાર કરતાં બધાને ખૂબ જ નિરાશાજનક જવાબે આવ્યા છે, છતાં તેઓ નીકળે છે. બધા પાસે M.S.ની ડિગ્રી છે. ખૂબ જ હોંશિયાર એજીનિયર્સ છે. શિકાગોમાં તેઓ હજાર ડોલરથા પણ વધુ કમાય છે. બધાંનું ખૂબ માન છે. હવે, દેશમાં જ્યારે આવે ત્યારે તેમની ઈચ્છા અને અપેક્ષા મહિને રૂા. ૧૦૦૦ મળે તેવી હોય
તે તદ્દન સ્વાભાવિક છે. અહીં, સામેથી એવી દલીલ થશે કે અમેરિકામાં જીવનધોરણ ઊચું છે, પણ આ દલીલમાં બિલકુલ વજુદ નથી. અહિં સાત ઑલર કમાતા માણસને ૧૧૦ કે ૧૩૦ ઑલરમાં અઘતન ફરનીચરની સુશોભિત ચાર રૂમને એપાર્ટમેન્ટ મળે છે,
હર્ષિદા પંડિત
ટકા પિતાને ભારતીય
સાભાર સ્વીકાર જ્ઞાતિદર્શન: (શ્રી કચ્છી વીશા એસવાળ જૈન જ્ઞાતિનું) પ્રકાશક : શ્રી કચ્છી વીશા ઓસવાળ ચહેરાવાસી જૈન મહાજનમુંબઈ, તથા કચછી વીશા ઓસવાળ સ્થાનકવાસી જૈન મહાજન મુંબઈ. કિંમત રૂ. ૬-OO.
લેયકોશ: સંપાદક : શ્રી મોહનલાલ બાંઠિયા તથા શ્રીઅંદચિડિયા; પ્રકાશક : શ્રી મેહનલાલ બાંઠિયા, ૧૬, સી, ડોવર લેન, કલકત્તા - ૨૯, કિંમત રૂ. ૧૦-૦૦.
' ગાંધીજી અને નવી પેઢી:લેખક: રેવન્ડ ફાધર વાલેસ, પ્રકાશક: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, મહાત્મા ગાંધી રોડ, અમદાવાદ - ૧ કિંમત રૂ. ૨-૦૦
- સંસાર સાધના : લેખક : રેવન્ડ ફાધર વાલેસ, પ્રકાશક ઉપર મુજબ, કિંમત રૂ. ૧-૭૫.
મુદ્રણશુદ્ધિ પ્રબુદ્ધ જીવનના આગલા અંકમાં પાનું ૨૦૬, કલમ ૧, ત્રીજા પારગ્રાફમાં નૃસિંહપ્રસાદ છપાયું છે તેના સ્થાને નરસિંહદાસ વાંચવું.
પાનું ૨૦૯, કોલમ ૧ બીજા પારગ્રાફમાં હર્ષદભાઈ દિવેટિયા છપાવ્યું છે તેના સ્થાને હરસિદ્ધભાઈ દિવેટિયા વાંચવું.
તંત્રી: પ્રબુદ્ધ જીવન