________________
તા. ૧૬૨-૬૯
પ્રબુદ્ધ જીવન
ની વિરૂદ્ધ ગમે એટલું બેલીએ, પણ બાલ્યા પ્રમાણે વર્તનારા આપણામાં બહુ ઘેાડા હોય છે. આપણી જીવનની રહેણીકરણી તપાસતાં માલુમ પડશે કે આપણી જીવનગતિ અંધ માણસ જેવી – જાણીતા માર્ગે આડઅવળે જોયા વગર ચાલ્યા જવા જેવી – હોય છે. સૌ કરે છે માટે આપણે પણ એ પ્રમાણે કરવું જોઈએ એ વૃત્તિ આપણામાં પ્રધાનપદ ભાગવે છે. આપણે સૌ લેાકટીકાના ભીરૂ છીએ. આમ ન હોવું જોઈએ. આપણા જીવનના અંશે અંશમાં આપણી બુદ્ધિમાનો પ્રભાવ પ્રગટવા જોઈએ. સામાન્ય પ્રાણીઓથી આપણી ભિન્નતા દર્શાવનાર વિચારશીલતાને વિવેકશીલતાનો ગુણ આપણા
સમગ્ર વર્તનમાં પ્રત્યક્ષ થવા જેઈએ.
જેએ લેકમતને વલંબીને પેાતાનું જીવન રચે છે તેનામાં વ્યકિતત્વ પ્રગટ થતું નથી, જે પેાતાના વ્યકિતત્વની છાપ સમાજ ઉપર પાડતા નથી તે સમાજનું નિર્જીવ અંગ છે એમ સમજવું. પોતાના મતથી લોકમત જુદા પડે ત્યારે પેાતાના મતને છુપાવી લેકમતના ‘ગાણાં’ ગાવાં તે સમાજ સાથે છેતરપિડીની રમત રમવા જેવું છે.
આ વિચારક્રાન્તિના કાળમાં સામાજિક જીવનના દરેક વિભાગ ઉપર બહુ સ્વતંત્રપણે વિચાર કરવાની અને યોગ્ય લાગે તે સુધારા કરવાની—સૂચવવાની બહુ જરૂર છે. આપણી લેાકમતને આધીન થઈને ચાલવાની પૂરાણકાળથી ચાલી આવેલી રીતિએ આપણને ઘણું નુકસાન કર્યુ છે, વ્યકિતજીવન કે સમાજજીવનમાં યત્કિંચિત પણ વિકાસ થતા અટકાવ્યો છે. હવે તો નવજીવનના નવા ચમકાર સાથે સતેજ થઈને દરેકને પોતાપણું દાખવવાને સમય છે.
લેકકીતિના પૂજારી થવા કરતાં પોતાના વિચારો ઉપર મક્કમપણે ઊભા રહેવામાં જ ખરો પુરુષાર્થ છે. આવા માણસ નથી પોતાની જાતને છેતરતો કે નથી સમાજને છેતરતા. સમાજ તેના અમુક વિચારો અંગીકાર કરી શકે તેમ ન હોય તેના વાંધા નહિ, પરન્તુ સમાજ પ્રત્યે તેણે દાખવેલી પ્રમાણિકતા માટૅસચ્ચાઈ માટે તેને જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે.
લેકમતનું અંધ અનુકરણ લોકપ્રસાદની વાંછનાનું જ પરિણામ છે. લેકપ્રસાદ એ જ મળ્યા છે. આજે જેને સમાજ ધિક્કારતા હાય છે તેની કાલે સમાજ પૂજા કરે છે. લેકકીર્તિ વિષે કલાપિનું નીચેનું કથન બહુ મનનીય છે.
“કીર્તિને સુખ માનનાર સુખથી કીર્તિ ભલે મેળવો. ‘ કીતિમાં મુજને ન કાંઈ સુખ છે, ના લાભ કીતિ તણે, “પેલું છે જગ ને નકી જગતની પેલી જ કીતિ દિસે, “પેલું આ જગ શું થતાં જગતની કીતિ સહેજે મળે. “એ પેાલણ ત્યજી જનાર કદિએ કીતિ ન પામી શકે, “લોકોની અપકીતિમાં હૃદયની સાચી જ કીતિ વસે; “એવી કીતિ તણું મહત્વ કદિએ લેકો ન જોઈ શકે, “દેખે નેત્ર ભલે પરન્તુ ગ્રહણે ના સૂર્ય ઝાંખા પડે.”
જેવી રીતે માણસ માણસની ખુશામત કરે છે, તેવી રીતે માણસ સમાજની પણ ખુશામત કરે છે—આવી ખુશામતથી સમાજની પ્રગતિનો અંત આવે છે. અને આખરે પ્રગતિવિહીન સમાજને વિધ્વંશ થાય છે. સમાજના મોટો ભાગ અજ્ઞાન વર્ગ હેય છે, તેને સમજુ વર્ગ દોરે છે. જ્યારે સમજુ વર્ગ સમાજને દોરવાનું કમ મૂકી દઈ અજ્ઞાન વર્ગ કહે તેમ કરે અને નચાવે તેમ નાચે, ત્યારે મળેલી સમજણના અર્થ શું? આપણા વિદ્રાન વર્ગમાં નિડરતા અને સત્યપ્રિયત!ની જે ખામી છે તે દર થાય અને તેઓ લેાકીતિની ઉપાસના છેડી દઈ લોકહિતચિન્તનમાં મનને યાજે અને તે ચિન્તનના પરિણામે સત્ય લાગેલા સિદ્ધાન્તોને, સમાજના સ્વીકરણની પરવા કર્યા વગર, ગમે તેટલા આમભાગે આચરણમાં મૂકતા થાય એ શુભેચ્છા સાથે આ લેખની સમાપ્તિ કરવામાં આવે છે. પરમાનંદ
સમાપ્ત
૨૨૧
(૧
બાળ મનાવિકાસ
(આ પુસ્તકના લેખક છે મારા મિત્ર શ્રી રમણલાલ પઢેલ. તેઓ જાણીતા Psychoanalist–મનેવિશ્લેષક છે, પુસ્તકની કિંમત ગ઼. ૬-૫૦ છે અને મેસર્સ એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ. પ્રીન્સેસ સ્ટ્રીટ, મુંબઈ - ૨, આ પુસ્તકનું પ્રાપ્તિસ્થાન છે. આ પુસ્તક મારી પાસે અવલે કન માટે ઘણા વખતથી પડયું હતું, પણ મને વિજ્ઞાન મારા અભ્યાસનો વિષય ન હોઈને મારી એમ ઈચ્છા હથી કે આ વિષયની જાણકાર વ્યકિત પાસે તેનું અવલેકન કરાવવું. સદ્ભાગ્યે કર્યું કાલેંજના આધ્યાપિકા બહેન સૌ. હર્ષિદાબહેન પંડિત જેઓ પ્રસ્તુત વિષયનું અધ્યયન કરાવે છે તેમણે આ જવાબદારી સ્વીકારી અને પરિણામે જે લખાણ મળ્યું તે નીચે પ્રગટ કરવામાં આવે છે. પરમાનંદ)
માબાપને માર્ગદર્શન આપવાના હેતુથી બાળકોને અર્પણ કરાયેલું આ પુસ્તક બાળકના મનૅવિકાસ માટે કઈ કઈ વિગતો ધ્યાનમાં રાખવી જોઈએ તેની ઝીણવટભરી રજૂઆત કરે છે. પુસ્તક ચાર ભાગમાં વહેંચાયેલું છે, જેમાં બાળપણની અવસ્થા, બાળકના આવકાર, એની અવજ્ઞા કે સ્મૃતિપાલન, બાળકનું પરાવલંબન, ગર્ભમાંનું એનું જીવન, બાળકના જન્મ પછીની વિવિધ ભૂમિકાઓ, મનનું બંધારણ વગેરે ઉપયોગી પાસાંની છણાવટ કરવામાં આવી છે.
બાળકને માટે સામાન્ય રીતે આપણે ત્યાં એક વર્ગમાં એવી માન્યતા હજુ ય પ્રચલિત છે કે બાળકને જેમ વાળીએ તેમ વળે. આથી એને સંસ્કારી બનાવવું હોય તો એના પર ધાક રાખવી ને એના વર્તન ઉપર ‘આમ કરાય, આમ ન કરાય’ એવા નિષેધાત્મક નિયમો લાદવા જરૂરી છે. બીજો વર્ગ માને છે કે બાળકને ખૂબ લાડ લડાવીએ અને એની દરેક ઈચ્છા પરિપૂર્ણ કરીએ તો જ એનું વ્યકિતત્વ ઈચ્છિત રીતે ઘડી શકાય. ત્રીજો વર્ગ એવું માને છે કે બાળકને જન્મ આપ્યો છે. ફરજ તરીકે માત્ર એનું પાલન કરવું ને એની શારીરિક જરૂરિયાતે સંતેષવી એટલી જ માબાપની ફરજ છે એનું વર્તન ઘડવાનું કાંઈ માબાપના હાથમાં નથી, આ પુસ્તક આ ત્રણે ય વર્ગનાં માબાપને બાળઉછેરની સમજ પૂરી પડે છે એમાં શંકા નથી. બાળકના વ્યકિતત્વ-ધડતરમાં માબાપને, કુટુંબને, સમાજનો કે રાષ્ટ્રના ફાળે શું છે તે પણ આ પુસ્તક સમજાવી જાય છે. એટલે અંશે શ્રી રમણલાલ પટેલનું “બાળ મને વિકાસ” ઉપયોગી નીવડે એવું જરૂર છે.
આમ છતાં આ પુસ્તકની કેટલીક ઊડીને આંખે વળગતી મર્યાદાઓ પ્રત્યે પણ ધ્યાન દોરવું જરૂરી છે. પુસ્તકની ગૂંથણી ઘણી શિથિલ છે. છેલ્લા બે વિભાગો પહેલા મૂકયા હોત તે આંશિક ફાયદો થાત. પાન પાંચ પર લેખક ‘બાળકની જીવનશકિતની પાંચ જુદી જુદી ભૂમિકાએ એવા શબ્દપ્રયોગ કરે છે, પણ એનો ઉલ્લેખ તે છેક સેળમા પ્રકરણમાં પાન ૧૧૭ થી શરૂ થાય છે. વળી લેખકનો વિચારતંતુ મને વિજ્ઞાનના ક્ષેત્રની એક જ વિચારધારાને પ્રતિબિંબિત કરે છે એ પણ સહેજ ખે એવું છે. શ્રી પટેલ વ્યવસાયે મનેવિશ્લેષક છે. એટલે એમના ચિન્તન પર ફ્ઈડની અસર હોય એ સ્વાભાવિક છે; પણ ડ્રોઈડના અવસાન પછી આ ક્ષેત્રે ઘણું પાણી વહી ગયું છે, એની નોંધ એમણે લીધી ન હોવાને કારણે નવા ચિંતનપ્રવાહોનું પ્રતિબિં આપણને તી પુસ્તકમાં કર્યાંય જોવા મળતું નથી.
લેખકના મનમાં ફ઼ાઈડ-ચિંતન વિષે ગૂંચવાડો નહીં જ હોય એવું માની લઈએ તે પણ આ અવલેકનકારને નથી સમજાતું કે ‘સુન્નત' શબ્દ ફ઼્રાઈડે વાપરેલા Castration ના પર્યાય તરીકે કેમ વાપર્યો હશે? સુન્નત એટલે તે “Circumcise.” એ શબ્દને બિનજરૂરી પ્રયોગ વાર વર થયો હોય એવું પણ લાગે છે. આખા પુસ્તકમાં આ શબ્દ અનેકવાર વપરાયું છે.
લેખકે કયા શબ્દના ગુજરાતી પર્યાય “અંતકરણ” (પા. ૧૬૫)