________________
પ્રબુદ્ધ જીવન
૨૦
ઘડી પણ ગમે એવું નહતું તે સીતાની પ્રજાઆરાધનના યજ્ઞમાં આહુતિ આપવાનો સમય આવ્યો ત્યારે બેધડક પોતાની સુખસગવડવિચાર કર્યા વિના સીતાની આહુતિ આપી દીધી—આ કાંઈ નાનીસૂની વાત નથી.
બાકી રામચંદ્રજી જે નિર્ણય પર આવ્યા તે નિર્ણય સાચો હન કે ખાટો, અથવા તો રામચંદ્ર પ્રજાઆરાધનાને મુખ્ય લક્ષ્ય તરીકે સ્વીકાર્યું તે ઠીક કર્યું કે નહિ–આ વિવાદને પ્રશ્ન છે. વિચાર કરતાં રામચન્દ્રના ઉપરોકત નિર્ણય મને તે જરાપણ ન્યાયી - Jastificable લાગતો નથી. પ્રજાના સાધારણ ગણ રાજકુટુંબની અમુક વ્યકિતને માટૅ અપવાદ બોલે તે ઉપરથી તે વ્યકિતને સદતર ત્યાગ કરવા એ અત્યારે તે કોઈ પણ રીતે ગળે ઉતરે તેવું નથી. મેટા માણસા માટે સાચા ખોટા અપવાદો બેલવાની સાધારણ કોને બહુ ટેવ હોય છે તે આપણને કયાં અજાણ્યું છે? જે પ્રજાને સીતાના ચારિત્ર્ય વિષે શંકા હતી તે લંકામાં કરી હતી તેવી જ અગ્નિશુદ્ધિ પુન: અયોધ્યામાં તેમણે કરવી જોઈતી હતી, અથવા પ્રજાના સંશયનિવારણાર્થે એવા બીજો કોઈ ઉપાય યોજવા જોઈતો હતો, પરન્તુ રાજરાણી અને તે પણ સગર્ભા સ્ત્રીને જંગલમાં રખડતી નિરાધાર કરી મૂકવી અને તે પણ હલકા વર્ગમાં પ્રચલિત લોકવાયકા ઉપરથી - આ વાતમાં ઔચિત્યના અંશ સરખો પણ દેખાતો નથી. જે એક બાજુએ એમ કહેવામાં આવે કે મેટાનો દાખલો નાના લે અને રાવણના ઘેર લગભગ એક વર્ષ રહેલી, અને તેથી શંકિત ચારિત્ર્યવાળી થયેલી સીતાને રામચંદ્ર અંગત વ્યામહને લીધે ઘરમાં રાખી મૂકે તો પ્રજાનો સ્ત્રીવર્ગ ઉન્મત્ત, ઉચ્છ્વ ખલ બની જાય, પતિની પરવા ન કરે, અને જો પતિ તેનો વિરોધ કરે તો સ્ત્રીઓ સીતાનું દૃષ્ટાંત એંભળાવી પતિઓનાં મોઢાં સીવી લે (આમ વિચારવું કેટલું વ્યાજબી છે તે સામાન્ય બુદ્ધિએ તરત સમજાય એવું છે છતાં પણ આપણે કેટલાક સમજુ વર્ગ આવા મત ધરાવે છે) તો બીજી બાજુએ એમ કાં કહી ન શકાય કે મહાનનો જૈન જત: સ વત્ત્વા: એ નિયમાનુસાર રામચંદ્રનું આ દુષ્ટાન્ત લઈને પ્રાગણના પુરુષવર્ગ પેાતાની સ્ત્રીઓ પર આવેલ અત્યાચાર કરતાં શીખે, જરા પણ સ્ત્રીઓ ઉપર શંકા આવતાં અથવા તે લોકોમાં તેના વિષે ચર્ચા થતાં તેમને ઘરબહાર કાઢી મૂકવા માંડે અને આ રીતે સમગ્ર સમાજ વ્યવસ્થાને પામે?
ઉપરની ચર્ચાથી એટલું સ્પષ્ટ થયું હશે કે રામચંદ્રનું દૃષ્ટાન્ત પ્રસ્તુત સૂત્રનું સમર્થન કરવા માટે કોઈ પણ રીતે યોગ્ય નથી. જ્યાં રામચન્દ્રના કાર્યનું ન્યાય્યત્વે વિવાદાસ્પદ હોય ત્યાં તેના ઉપર પ્રસ્તુત સૂત્રનું મંડાણ માંડવું તે ડગમગતા પાયા ઉપર ઈમારત ચણવા જેવું છે.
હવે ધર્મસંકટના—Conflicting duties-Relative dutiesના પ્રશ્ન ઉપર આવી લેખકે બહુ લંબાણથી લખ્યું છે. ખરેખર આ પ્રશ્નની યોગ્ય આલેાચના કરવી તે અતિ કઠિન છે. આ પ્રશ્નને નીતિશાસ્ત્ર સાથે બહુ નિકટનો સંબંધ છે. જ્યારે એક ધર્મનું બીજા ધર્મ સાથે સંઘટ્ટન થતું હોય ત્યારે કયા ધર્મના ભાગે કયા ધર્મને સ્વીકારવા તેના નિર્ણય કરવા અતિ મુશ્કેલ છે. પરન્તુ આ મહાન પ્રશ્નને પ્રસ્તુત સૂત્ર સાથે બહુ સંબંધ નથી. જયારે એક બાજુએ અમુક કાર્ય શુદ્ધ હાય. અને બીજી બાજુએ લાકમતથી વિરૂદ્ધ હાય ત્યારે તે શુદ્ધના પક્ષમાં જ નિર્ણય થવા જોઈએ એ તો ઉપરની ચર્ચાથી સુસ્પષ્ટ થયું જ હશે. એટલે આપણા સૂત્રની ચર્ચામાં ધર્મસંકટના પ્રશ્નને હવે બહુ આવકાશ રહેતા નથી. જ્યારે નીતિના સર્વમાન્ય બે નિયમે સચવાઈ શકે તેમ ન હોય, જ્યારે એક ફરજ બજાવતાં બીજા ફ્રજની અવગણના કરવી પડતી હોય, જ્યારે અમુક વ્યકિત તરફના ધર્મ બજાવતાં બીજી વ્યકિત પ્રત્યેના ધર્મને બાધ આવત હોય ત્યારે, જે માનસિક કલહ ઊભા થાય છે તેનું નામ ધર્મસંક્ટ
તા. ૧૬-૨-૧૯
કહેવાય. સારાંશ કે કર્યું કાર્ય શુદ્ધ અથવા શુદ્ધતર છે તેના નિર્ણયમાં ધર્મસંકટના પ્રશ્નને સ્થાન છે. આ બાબત વિદ્રાન પક્ષકારે આપેલ મુનિ પાસે થઈને નાસી ગયેલા હરણ વિષે પત્તા લેવા આવનાર શિકારીના દૃષ્ટાન્ત ઉપરથી વધારે સ્પષ્ટ થશે. મુનિ અહિં શું કરે? સત્ય બોલે તો મુગની હિંસા થવા સંભવ છે; જૂઠું બોલે તો પણ સત્યવ્રતનું ઉલ્લંઘન થાય છે. મુનિને વિચાર કરતાં જેમ યોગ્ય લાગે તેમ વર્તવાના અધિકાર છે; પણ આ બાબતને લકસંમતિ કે લેકવિરૂદ્ધ સાથે કશી લેવાદેવા નથી તે દેખીતું છે. આવાં બીજાં પણ અનેક દૃષ્ટાંતો મળી શકે તેમ છે. જૂઠ્ઠું બેલતાં એક માણસ ફાંસીએ ચઢતા બચી જતા હોય તો કેમ કરવું? એક પક્ષે માબાપનું દિલ દુભાતું હોય, અન્ય પક્ષે સમાજહિતને હાનિ પહોંચતી હોય, તા કેમ કરવું? આવા અનેક પ્રશ્નોના ઉકેલથી આપણા સૂત્રનો પ્રશ્ન તદ્ન નિરાળા છે એ ભૂલી જવું ન જોઈએ.
વિદ્રાન પક્ષકારે પેાતાના પક્ષની સિદ્ધિના અર્થે ભગવાન ઋષભદેવના પુત્ર ભરતનું જે દાન આપ્યું છે તે તે બહુ જ આશ્ચર્ય પમાડે તેવું છે, કારણ કે મારા નમ્ર મંતવ્ય પ્રમાણે આ દૃષ્ટાન્ત તો પ્રસ્તુત સૂત્રનું ખંડન કરવાને બદલે ઉલટું ખંડન કરે છે. ઋષભદેવ ભગવાનને કેવળજ્ઞાન થયાની તથા પેતાને ચક્રરત્ન પ્રાપ્ત થયાની એક સાથે ખબર મળતાં ભરત મહારાજ વિચાર વમળમાં ગુંચવાય છે કે પ્રથમ વંદન કોને કરવું? ચક્રરત્નને કે ઋષભદેવ ભગવાનને? સામાન્ય રૂઢિ અથવા લેકાચાર ચૂક્રરત્નને વંદન કરવાનો હતા, પણ પ્રસ્તુત સંયોગમાં ઋષભદેવ ભગવાનને વંદન કરવાના અસાધારણ ધર્મ ઊભા થયા છે એમ સમજી, લોકાચારની અવગણના કરી, ભરત ચક્રવર્તી ઋષભદેવ ભગવાનને નમસ્કાર કરવા ગયા, આ શું સિદ્ધ કરે છે તેને વિચાર કરવાના વાચકવર્ગને સોંપું છું. ભરતચક્રવર્તીનું દષ્ટાન્ત ભાંગી પડશે એવી આશંકા થઈ હોય તેવી રીતે આગળ જતાં વિદ્રાન પક્ષકાર લેકવિરૂદ્ધના નવીન જ અર્થ સૂચવે છે. તેઓ લેવિરૂદ્ધ એટલે ‘પરલાક વિરૂદ્ધ’ અથવા લોકોત્તર વિરૂદ્ધ’ એટલે “જે કરવાથી પરલાકમાં આપણને માઠાં ફળ ચાખવાનો પ્રસંગ આવે એવું” એવા અર્થ ક૨ે છે. આ અર્થ માત્ર ઉપજાવી કાઢેલા જ જણાય છે, કારણ કે આ લોકમાં પરલોકની કલ્પના કદિ પણ ઘટી શકે તેમ નથી. વળી તકરારની ખાતર માનીએ કે તેઓના અર્થ સાચા છે તે અહિં પ્રશ્ન એ ઊભા થશે કે જે શુદ્ધ હાય તે વળી પરલવિરૂદ્ધ હોઈ શકે ખરૂ? આ પ્રશ્નના ઉત્તર તેઓ આપશે ?
હવે વિદ્રાન પક્ષકારના લેખને અંગે એક બાબતનો ઉલ્લેખ કરવા બાકી રહ્યો છે. તેઓને માત્ર શુદ્ધને વળગી રહેનારા અને લેાકાને તે વાત ગમે છે કે નહિ તેનો વિચાર નહિ કરનારા એકાન્ત વાદી–કદાગ્રહી–દરેક વસ્તુને માત્ર એક જ દષ્ટિએ જોનારાલાગે છે, અને લેકાભિપ્રાયને આદર આપનારઅનેકાન્તવાદી એક વસ્તુને અનેક દષ્ટિબિન્દુથી જૉનારા લાગે છે. આના ઉત્તર આપતાં પ્રસ્તુત સૂત્ર ફરીથી વાંચવા—વિચારવા તેમને વિનંતિ કરૂં છું અને પૂછું છું કે આપણા સૂત્રમાં કયા વાદનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે? વિચાર કરતાં જણાશે કે એકાન્તવાદનું અણીશુદ્ધ પ્રતિ પાદન તો આ સૂત્રમાં જ કરવામાં આવ્યું છે. સૂત્ર એમ કહે છે કે “ગમે તેટલું શુદ્ધ હાય પણ લેાકવિરુદ્ધ હોય તો તમારે તે ન કરવું, ન આચરવું.” આ સૂત્રને માત્ર લોકસંમતિની જ અપેક્ષા છે, જે કાંઈ કરવા માંગે તે લોવિરૂદ્ધ છે કે લાસંમત છે તે જ દષ્ટિબિન્દુ રાખીને કરવું વા ન કરવું એ આ સૂત્રનો સાર છે. વળી શુદ્ધને વળગી રહેનારને એકાન્તવાદી કહેવા તે ‘શુદ્ધ’ શબ્દની યથાર્થ સમજણને! અભાવ સૂચવે છે. ‘શુદ્ધ’ એટલે બધા દૃષ્ટિબિન્દુથી જે કરવા લાયક લાગે, ચિત લાગે તે. 'શુદ્ધ' શબ્દના ગર્ભમાં સર્વ દષ્ટિબિન્દુના સમુચ્ચય રહેલા છે. સમગ્ર સૂત્ર તે એકાન્તવાદના પ્રતિષેધ કરે છે.
અહિં વિદ્રાન પક્ષકારે જે સૂત્રનું બહુ સમર્થ રીતે સમર્થન કર્યું છે તે સૂત્રના ખંડનના વિષય સમાપ્ત થાય છે. ઉપસંહારરૂપે મારે બહુ થોડું કહેવાનું છે.
भे यद्यपि शुद्धं लोकविरुद्धं नाकरणीय' नाचरणीयम् ।