________________
તા. ૧૬-૨-૯
પ્રબુદ્ધ જીવન
૧૯
યુદ
નાકરણીયં, નાચરણીય
જોઈશે. તેને માટે તેવી સંસ્થાઓનું નિર્માણ થવું જોઈશે. ભારતભૂમિ કદિ વિચાર, ચિંતકો અને પ્રયોગકારોથી વંચિત નથી બની તે આપણું સૌભાગ્ય છે. - એક યુગમાં જો અમુક ગુણવાળાં પાત્ર થઈ ગયાં, એક જમાનામાં અમુક રૂપમાં શકિત પ્રસ્ફરિત થઈ અને તેને વિકાસ થતાં સમાજ અને દેશને લાભ થયો, તે તેમ બનવું આજે પણ શકય છે. વખત વીતે છે તેમ જમાને આગળ વધે છે, અને આજના યુગ તે મનોવિજ્ઞાનને ક્ષેત્રે ખૂબ આગળ વધે છે. આજની મહિલા પછાત નથી, ઘણાં ક્ષેત્રમાં તે પદાર્પણ કરીને સિદ્ધિ મેળવી રહી છે પણ જે તેની અંદર રહેલી અસલી આત્મશકિતને ચેતાવવામાં આવે તે બધી સિદ્ધિઓના શિરમોર જેવી અપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત થવી શકય છે. અને બહેનોમાં આ શકિત તે છે જ, પણ તે સુષુપ્ત અવસ્થામાં પડી છે. તેને જગાડવી શકય છે, સે ટા શકય છે. તેની પાછળ માત્ર સંકલ્પ અને પુરુષાર્થ જોઈએ. પહેલા આ વાત યથાર્થ રૂપમાં સમજવાની જરૂર છે, પછી જાગૃતિની. ત્યાર બાદ સંક૯પ અને પુરુષાર્થ એની મેળે આવવાનાં છે.
એક કાળમાં ભારતીય જાગૃતિ, નારીનું ગૌરવ હતું તે શકિતને અવતાર મનાતી હતી, તે આજે પણ આવી જાગૃતિ શકય છે. આજે આપણે આગળ જરૂર વધ્યા છીએ, પણ એક જ ભૌતિક બાજુ વિકાસ સધાય છે, બીજી આત્મવિકાસની બાજ તદ્દન અવિકસિત રહી ગઈ છે. આ વાત લક્ષમાં આવતાં કોઈ સ્ત્રી એવી નહીં હોય કે જે પિતાને વિકાસ કરવા ન ઈચ્છતી હોય. સ્ત્રી ઘરને સ્તંભ છે, એટલે તેનાં વિકાસથી તેનાં કુટુમ્બને અને સમાજને વિકાસ સંભવિત બને છે. માતા અને શિક્ષિકા તરીકે પ્રજાને યથાર્થ ક્રમમાં ઘડનારી સ્ત્રી આપણે જોઈએ છે. તેમાંથી જ દેશને સુયોગ્ય નેતાએ સેવકો અને શસિકો મળી શકે, દેશને વહીવટ ક્ષમતાવાન બની શકે.
આજે ગણતંત્રની ૨૧મી ઉજવણીના પ્રસંગે આપણે મળી રહ્યા છીએ. આપણે હવે પુખ્ત વયના થયા એટલે કે ૧૯૪૭ ની આઝાદી પછી જન્મ લેનારાઓ હવે મતદાર બન્યા છે. આ વેળા વિચારીએ કે આપણે અપેક્ષિત વિકાસ સાધ્યો કે નહીં ? આવું આંત્મદર્શન કરવું જરૂરી છે. પ્રમાણિકપણે વિચારીએ તે રામજાશે કે આપણે બીજી ઘણી સિદ્ધિ મેળવી શકયા છીએ, પણ નિતાંત મહત્વનું ઘણું નથી કરી શકયા તેને ખ્યાલ આવશે.
યુવાન જનતામાં, નવી પેઢીમાં આજે ભારે અવ્યવસ્થા, અંધાધૂધી, ગેરશિસ્ત અને હિંસા પ્રસરી ગઈ છે. આના કારણેનાં મૂળમાં જઈએ તે જણાશે કે આ લોકોને બાળપણથી પાયાનાં સંસ્કારો મળ્યાં નથી. જો માતાએ ખરા અર્થમાં જાગૃત હેત, અને પૂ. બાપુની અપેક્ષા મુજબ તેમણે ઘરને મેર સારી રીતે સંભાળી લીધા હોત તે, તેવી માતાના પુત્રે આજે આ જાતનું વર્તન ન દાખવતે. આજે આપણી સામે આ મોટો કોયડો થઈ પડયો છે. દેશની વ્યવરથી અને વહીવટ સામે મોટી ચુનૌતી છે. એક માતાને પુત્ર આ પાકે તે જોઈને આપણે સૌ માતાઓને વિચાર આવે કે આનાં શું કારણે? તેમનાં શિક્ષણમાં કયાં અપૂર્ણતા રહી ગઈ છે? ઘરમાં, બોલમંદિર શાળા અને કૅલેજોમાં અપાતું શિક્ષણ બરાબર છે કે? જો નથી તો તે માટે શું કરવું જોઈએ? દેશમાં સુધારણાને ક્ષેત્રે અનેક પ્રોગે લાખ કરોડનાં ખર્ચે થઈ રહ્યાં છે. તેમ ખેતીવાડીમાં અનાજ વધારે સરૂં પાકે, તેની ગુણવત્તા કેમ વધે, ફળફળાદિ વધારે સારા પકાવવા માટે, મરઘાકુકડીની જાતિ સુધારવા માટે, અરે ઢોરોની ઓલાદ પણ સુધારવા માટે અનેક જનાઓ દ્વારા ખૂબ ખર્ચ થઈ રહ્યો છે, પણ આ બધું જેનાં માટે છે તે માનવજાતિની ગુણ વત્તા વધારવા સુધારવા માટે કોઈ પ્રાગ મહત્વને મનાયો નથી તે કેટલું મોટું દુર્ભાગ્ય છે? - અપૂર્ણ
(આજથી ૫૦ વર્ષ પહેલાં યોજાયેલી વાદ-પ્રતિવાદ (debate) સભામાં કરવામાં આવેલું પ્રતિવાદ-પ્રવચન~ગતાંકથી ચાલુ)
હવે ભગવાન રામચંદ્રજીએ સીતાને ત્યાગ કીધે તે દષ્ટાંત ઉપર આવીએ. પ્રસ્તુત સૂત્રના ઉપદેશકે રામના આ કૃત્યને બહુ આશ્રય લે છે અને રામચંદ્રનું કૃત્ય પણ એવું છે કે તેમાંથી આ સૂચનાના પ્રતિપાદકોને ઘણું આશ્વાસન મળે છે. રામના આ કૃત્યનું વિવરણ ઘણા દષ્ટિબિન્દુથી થઈ શકે અને તેના ઔચિત્ય અનૌચિત્યને નિર્ણય કરવામાં ઘણી બાબતો લક્ષ્યમાં લેવી પડે. તે સર્વ અહિ કરવા જતાં બહુ લંબાઈ જાય, તેથી સંક્ષેપમાં બને તેટલું જણાવીશ. - જ્યારે રામચંદ્રજી સીતા લક્ષ્મણ સાથે પાછા ફર્યા અને અમેધ્યાનું રાજ્ય પોતે સ્વીકાર્યું ત્યારે પ્રજાગણમાં સીતાના પૂર્વચરિત્ર વિશે વાતે ચાલવા માંડી અને તે સાથે સીતાએ લંકામાં રાવણ પાસે કેવી રીતે જીવન ગાળ્યું હશે તે વિષે આશંકા તેઓ કરવા લાગ્યા. ઉત્તરરામચરિતની કથાને પ્રમાણ ગણીએ તે દુર્મુખ નામના જાસૂસે
જ્યારે આ વાતની રામચંદ્રને જાણ કરી ત્યારે પ્રજાને સીતા પિતાની પાસે હોય એ નથી ગમતું એમ વિચારી રામચંદ્ર સીતાને લક્ષમણ સાથે જંગલમાં એકલી દીધી. આ વૃત્તાન્ત ઉપરથી મુખ્ય પ્રશ્ન રાજ અને પ્રજાના ધમેને ઉપસ્થિત થાય છે. જે વર્તન પ્રજાને ન ગમતું હોય તેવું વર્તન રાજા કરી શકે કે નહિ? અથવા તે શું પ્રજામતને રાજા હંમેશાં અનુસરવા બંધાયેલ છે? અથવા તે પ્રજાને મતની યોગ્ય તુલના કરી પિતાને ગ્ય લાગે તેમ આચરવાનું રાજને
સ્વાતંત્ર્ય છે કે નહિ? | મારા વિચાર પ્રમાણે બીજું કંઈ પણ વિચાર્યા વિના પ્રજા કહે તેમ કરનાર રાજા કોઈ વખત રાજ્યચકને ઊંધું વાળી દે, કારણ કે પ્રજા જે ધારતી હોય તે હંમેશાં સાચું જ હોય એમ માનવાને કારણ નથી. પ્રજા ગાડરીએ પ્રવાહ છે અને તેની માન્યતાઓ સુવિચાર અને દીર્ધદષ્ટિને અવલંબીને ભાગ્યે જ ચાલતી હોય છે, પણ ઘણુંખરું સમયના બળે ઉદ્ભવેલ લોગણીઓનું તે પરિણામ હોય છે. અલબત્ત, પ્રજાહિતની સાધના અવશ્ય રાજાનું મુખ્ય લક્ષ્ય હોવું જોઈએ, પ્રજામતની ગણના રાજ્યધર્મનું મુખ્ય અંગ છે, પણ
જ્યાં જ ઊંધે માર્ગે જતી જણાતી હોય ત્યાં તેને અટકાવવી અને સુપથગામિની કરવી તેમાં જ રાજાની ખરી મહત્તા રહેલી છે.
રામચન્દ્ર, આ બાબતમાં એકાન્તધર્મી હતી. પ્રજામત અમુક હોય તે પછી તેથી અન્યથી વિચાર કરવો તેને તે અધર્મ ગણતા. આ આશયને અવલંબીને રામચંદ્ર, એક સ્થળે કહે છે: : -
स्नेहं दयां तथा सौख्यं, यदि वा जानकीमपि ।
आराधनाय लोकस्य मुञ्चतो नास्ति में व्यथा ॥ ..., (લોકોના આરાધન અર્થે નેહ, દયા સૌખ્ય તથા જાનકીને પણ યોગ કરતાં મને જરા પણ વ્યથા નથી થવાની.) આ એકાન્તધર્મમાં તુલનાને જરા પણ અવકાશ નથી. આ જ ધર્મના વિચારે સીતાની વિશુદ્ધિને વિચાર કર્યા વિના “પ્રજા સીતાની વિરૂદ્ધ છે એટલે મારે સીતા ન જોઈએ.” એવા નિર્ણય ઉપર તેઓ આવ્યા અને સીતાને ત્યાગ કી.
રામચન્દ્રના ત્યાગની મહા તે લોકમતને અનુર્યા તે ઉપર નથી, પણ જે વાતને તેમણે ધર્મ તરીકે સ્વીકારી તેનું યથાયોગ્ય પાલન કરવામાં તેમણે બતાવેલી તત્પરતા, અડગતા, દઢતા ઉપર રહેલી છે. સ્વધર્મ ખાતર આટલી હદ સુધીને ભેગ આપનાર જગતમાં વિરલ હોય છે. આ કાર્યમાં રામચન્દ્ર દર્શાવેલ નિ:સ્વાર્થવૃત્તિ પણ એટલી જ સ્તુતિને પાત્ર છે. જે સીતા વિના પિતાને