________________
૨૧૬
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-ર-૧૯
સર્વવ્યાપી ભીરુતાને કારણે એટલા માટે પ્રમાણમાં કરવામાં આવેલી બરબાદી શકય બની છે. અને આ વૃત્તિ અને ભીરુતાથી શહેરીજને મુકત નહિ થાય અને જાતજોખમ ખેડીને પ્રતિકારપરાયણ નહિ બને
ત્યાં સુધી આવાં તેફાનેની શકયતા શહેરીજીવન ઉપર તેnયલી જ રહેવાની છે.
સાધારણ રીતે આવે ઉકળાટ અને તેમાંથી અશક્તિ અને સંઘર્ષ પ્રજાને માન્ય ન થાય એવા કોઈ કાયદાકનૂન અથવા કરવેરાના વિરોધમાં ઊભા થાય છે. પણ આ વખતે તે શિવસેનાએ કોઈ જુદા જ પ્રશ્ન ઉપર આ ફાને નાં મંડાણ માંડયાં છે. મહારાષ્ટ્ર અને માઈસેર વચ્ચેની સીમાને પ્રશ્ન ઘણા વખતથી ઊભે છે અને બન્નેને માન્ય થાય એવો ઉકેલ હજી સુધી આવી શકતો નથી. આ પ્રશ્નને તરત ઉકેલ લાવવા અંગે દબાણ પેદા કરવા માટે આ સંઘર્ષ પેદા કરવામાં આવ્યું છે એમ કહેવામાં આવ્યું છે. મુંબઈમાં આવાં તેને ઊભા કરવાથી પ્રસ્તુત સીમા પ્રશ્ન કેમ ઉકેલી શકાય તે સમજમાં આવતું નથી. જાણે કે તોફાનભૂખ્યું માનસ તેફાન કરવા માટે કોઈ પણ નિમિત્તને આગળ કરી રહેલ હોય–આવી મનેદશાનું આજની દુર્ઘટનામાં દર્શન થાય છે.
આ તફાને તા. ૮ મી શનિવારની રાતથી શરૂ થયાં; રવિ, સેમ, મંગળ એમ ત્રણ દિવસ સુધી પૂરજોશમાં ચાલ્યાં. ૧૧ મી મંગળવારે સૌ કોઈ એક જ ચિન્તામાં ગરકાવ હતા કે ક્યાં સુધી ચાલશે અને કયારે અટકશે? આવો ઉપદ્રવ એકાએક શમી જાય એવી કોઈને કલ્પના સરખી નહતી, એ શકય પણ નહેવું લાગતું. આમ છતાં ૧૧ મીની સાંજે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન શ્રી વી. પી. નાયક જણાવે છે કે પરિસ્થિતિ કાબૂમાં આવી રહી છે અને આવતી કાલથી બસ સર્વિસ રાબેતા મુજબ શરૂ થશે. અને બન્યું પણ એવું કે ૧૩ મી બુધવારથી બધા વ્યવહાર શરૂ થઈ ગયું. તે ફડનીઓ કયાંના
ક્યાં અદશ્ય થઈ ગયા અને મુંબઈના પ્રજાજનોએ ઉડી રાહત | દમ ખેંચ્યો. આવી રાહત કેને ન ગમે?
પણ વીજળીનું બટન દબાવે અને અજવાળું થઈ જાય એ સ્થિતિ પલ્લે આમ એકાએક શકય કેમ બન્યા? આ પ્રશ્ન ઊંડી વિચારણા અને વ્યાપક તપાસ માગે છે. એવી કઈ એજન્સી છે કે જેની માફરત તે ફાન શરૂ કરવાનું કહેવામાં આવે તે ચેડતરફ આગ સળગી ઊઠે છે અને જેની મારફત જાણે કે હવે બંધ કરો એમ કહેવામાં આવે તે પાણી અને બંગાની મદદ સિવાય પણ સળગતી આગ એકાએક ઓલવાઈ જાય છે.
આના સંદર્ભમાં એ પણ પ્રશ્ન મનમાં સળવળે છે કે શ્રી ચવ્હાણના નિવેદનમાં શિવસેનાના વિરોધમાં એક નાસિરખે ઊડતે ઉલ્લેખ છે, પણ વી. પી. નાયકના એક પણ નિવેદનમાં શિવસેનાના આ જંગલીપણાને વખેડી નાંખતે એક પણ ઉલ્લેખ નથી. જેણે લાખે માણસના જીવ અદ્ધર કરી મૂકયાં અને કરોડોની મિલકતેનો નાશ કર્યો તે શિવસેના વિશે તેમને કશું જ કહેવાનું નથી. શિવસેના વિશે આવી Softness - આવું સુંવાળાપણું હોવાનું શું કારણ છે? હજુ પણ આવી સંસ્થાને ગેરકાયદે જાહેર કરવામાં આવી નથી એ પણ ઓછા આશ્ચર્યને વિષય નથી.
તત્કાળ મુંબઈમાં શક્તિ પથરાણી તેથી મુંબઈમાં રહેનારનાં મન હળવ:પણ અનુભવે એ સ્વાભાવિક છે. અામ છતાં પણ મુંબઈમાં આમ એકાએક સ્થાપાયેલી શાન્તિથી કે ઈએ પણ કશી રાહત અનુભવવાને કારણ નથી. શિવસેનાએ આ તે માત્ર પર બતાવ્યું છે અને એ પુરવાર કર્યું છે કે તે ધારે ત્યારે મુંબઈ આખાને અદ્ધર કરી શકે તેમ છે. તેની અંતિમ રેખાદરી (મહારાષ્ટ્રી અને બિન-મહારાષ્ટ્રની છે. આ રીતે શિવસેનાનું અસ્તિત્વ આખા મુંબઈને અસાધારણ ભયસ્થાનરૂપ છે એ આપણે સમજી લઈએ અને તેમાંથી
કેમ ઉગરવું તેને આપણે બધા વિચાર કરતા થઈએ. દુ:ખની વાત તે એ છે કે જેના ચિતન અને મનનમાં માત્ર મહારાષ્ટ્રને અગ
સ્થાન છે તે શિવસેનાને મહારાષ્ટ્ર નહિ એવા કેટલાક આગેવાન શહેરીઓને સારા પ્રમાણમાં ટેકે છે. “અલબત્ત, તેમનો પણ એક મુદ્દો છે અને તે વિચારવા જેવું છે અને તેમને પણ ફરિયાદનું સંગીન કારણ છે “જે કે અમે તેમની કાર્યપદ્ધતિ સાથે મળતા થતા નથી” આમ જણાવીને શિવસેનાને કેટલાક લોક સીધી કે આડકતરો ટેકો આપી રહ્યા છે. આ લે'કે ને નમેલ્લેખ કરવાની જરૂર નથી. પણ તેઓ
આ ટેકે કોના હિતમાં આપી રહ્યા છે તેને વિચાર કરે અને જ્યાં ઊભા છે ત્યાંથી જલિદ પાછા ફરે. કારણ કે શિવસેનાનું જે રાક્ષસી
સ્વરૂપે પ્રગટ થઈ રહ્યું છે તે જોતાં તેની પ્રવૃત્તિ મુંબઈના સમગ્ર શહેરીજીવન માટે એક અક્ષમ્ય દ્રોહરૂપ છે.
પરમાનંદ બી. પી. સી. સી.ના પ્રમુખ શ્રી એ. કે.
હાફિઝકાનું નિવેદન (તા. ૧૪-૨-૬૯ના મુંબઈ સમાચારમાંથી સાભાર ઉધૃત)
બી. પી. સી. સી. ના પ્રમુખ શ્રી એ. કે. હાફિઝકાએ આજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આજના રાજકારણની એ કમનસીબી છે કે લોકશાહીના હિમાયતી એવા લોકોને બચાવવા માટે આગળ આવે છે કે જે લોકશાહીમાં માનતા નથી અને દેશમાંના પ્રશ્નો હલ કરવા ફાસીવાદી નીતિ અખત્યાર કરે છે.
શ્રી હાફિઝકાએ જણાવ્યું છે કે કેટલીક હિત ધરાવતી વ્યકિતઓ અને પક્ષ તરફથી શિવસેના અને તેના નેતા શ્રી બાલ ઠાકરેના બચાવ માટે સંયુકતપણે પ્રયાસ કરવામાં આવે છે અને આ શહેર આગ અને લૂંટના ભયાનક ઓળામાંથી પસાર થયું તે માટેની તેમની જવાબદારીમાંથી તેમને મુકત કરવામાં આવે છે. શ્રી નાથપાઈએ કરેલું નિવેદન આનું એક ઉદાહરણ છે.
શ્રી ઠાકરે પોકારી પોકારીને કહે છે કે હું ફાતિવાદ અને ફસિવાદી પદ્ધતિમાં માનું છું.
તેમણે આ જાહેરમાં કહયું છે અને પોતાના મેગેઝીન “મમિક” માં લખ્યું પણ છે. તેમણે કહ્યું છે કે મારી માગણી નહીં સ્વીકારાય તે શહેરને રાબેતા મુજબ કામ કરવા દેવામાં નહીં આવે.
શ્રી હાફિઝકાએ વધુમાં જણાવ્યું હતું કે ગઈ તા. ૨ જી ફેબ્રા , આરીએ શ્રી બાલ ઠાકરેએ જાહેર કર્યું હતું કે સરહદને પ્રશ્ન શેરીએમાં પતાવવામાં આવશે અને એવી ચેતવણી આપી હતી કે જે આ સંદેલનને દબાવવામાં આવશે તે પોલીસ શહેરની પરિસ્થિતિ સંભાળી નહીં શકે અને લશ્કર બેલાવવાની ફરજ પડશે.
તોફાનીરનાએ વાહનવ્યવહારને મુખ્ય લક્ષ્ય બનાવીને શહેરને રાબેતા મુજબને વ્યવહાર ખોરવી નાખ્યું હતું. બસ, ટ્રેને, સ્ટેશને, બસસ્ટોપ વિગેરે બાળ્યા હતાં અને માર્ગો પર અવરોધે. મૂકયા હતા, લૂંટફાટ કરી હતી અને કાયદો અને વ્યવસ્થાને ભાંગી નાખી હતી. શ્રી ઠાકરેની ધરકપદ્ધ કરવામાં આવી તે પહેલાં ખાનગી મેટર પર પથ્થર અને એસિડના ગાળારને ફેંકીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું અને કેટલીક બસેરને બાળી નાખવામાં આવી હતી. આ બધું બતાવે છે કે બધી તૈયારી અગાઉથી કરવામાં આવી હતી. શ્રી ઠાકરે કહે છે કે જ્યારે મારી ધરપકડ કરવામાં આવી ત્યારે લોકો વધુ ગુસ્સે થયા હતા તે પણ એ વાતની સાબિતી પૂરે છે કે તે ને પોતે જ આ વ્યવસ્થિત હિંસાખેરી માટે જવાબદાર છે. સમાજવિરોધી અને સામ્યવાદી તત્ત્વો પર આ માટે દેષારોપણ કરવું એ બરાબર નથી.
શ્રી હાફિઝકાએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા થોડા માસની શિવસેનાની પ્રવૃત્તિ નિ:શંકપણે બતાવી આપશે કે આ સમગ્ર તફામને મળ પ્રાંતીયવાદ, ઘણા અને હિંસા છે. ' કેટલાયે મહિનાઓથી જે શિખવવામાં આવ્યું હતું તે જોતાં મુંબઈમાં હમણાં જે બન્યું તેથી મને નવાઈ લાગી નથી. વધુ આઘાતજનક તે એ છે કે કશાહીમાં માનનારા શ્રી કાઠની તરફદારી કરવા લાગ્યા છે. દેશ જે કસેટીમાંથી પસાર થઈ રહ્યો છે તેથી રાપણે જાગૃત થઈએ. કોઈ સારા. ધ્યેય માટે પણ હિંસાને આકાય લઈ શકાય નહીં. આ વસ્તુ સમજવામાં નહીં આવે તે ધ્યેય સિદ્ધ તો નહીં થાય પણ આપણા લોકશાહી જીવનનું સત્યાનાશ નીકળી જશે.