________________
તાં ૧૬૨ - ૯
પ્રબુદ્ધ જીવન
૨૧૫
જેને માટે રૂપિયા બે લાખ એકત્રિત કરવા જરૂરી છે. આ સંસ્થાની ઉપર જણાવેલી જરૂરિયાત ધ્યાનમાં લઈને રોગામી મર્ચ માસની ૧૧ મી તારીખે બિરલા માતુશ્રી સભાગારમાં એક સાંસ્કૃતિક કાર્યકમ થોજવામાં આવ્યો છે અને એ પ્રસંગે એક અવે નીર બહાર પાડવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા અને આ સુનીરમાં જાહેરાત આપવા જૈન ઉદ્યોગપતિઓ અને વ્યાપારીભાઈઓને અમારી આગ્રહભરી વિનંતી છે.
સહાય તથા સુનીરની જાહેરાત મોકલવા નીચેના સ્થળે સંપર્ક સાધવા વિનંતિ છે;
૧. શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, એકઝામિનર બિલ્ડિંગ, ૧લે માળે, દલાલ સ્ટ્રીટ, કેટ, મુંબઈ - ૧.
૨. શ્રી રિષભદાસજી રાંકા, લક્ષ્મીમહલ, ફલેટ નં. ૬, બમનજી પેટીટ રોડ, મુંબઈ-૬.
૩. શ્રી જેઠાભાઈ ઝવેરી, ભારત બિજલી લિ. ઉઘોગ નગર, કિંગ્સ સર્કલ, મુંબઈ-૨૨.
૪. શ્રી ગિજુભાઈ મહેતા, બેમ્બેિ ડ્રગ ડિસ્ટ્રીબ્યુટર્સ પ્રા. લિ. પ્રોકટર રોડ, મુંબઈ-૭.
૫. શ્રી રમણલાલ સી. શાહ, ૫૦૫, કાલબાદેવી રેડ, બીજે માળે, મુંબઈ-૨.
૬. શ્રી જટુભાઈ મહેતા, ૧૪૧, ફોર્ટ સ્ટ્રીટ, ફામૅડ હાઉસ, , ૧લે માળે, બેરીબંદર, મુંબઈ-૧.
તંત્રીનોંધ આ પરિપત્રના સમર્થનમાં જણાવવાનું કે જૈન સમાજના ભિન્ન ભિન્ન ફિરકાઓ વચ્ચે એકતા અને ભાતૃભાવ વધે એ માટે જેટલો આગ્રહ ભારત જૈન મહામંડળને રહ્યો છે તેટલે જ આગ્રહ મુંબઈ જૈન યુવક સંઘનો રહ્યો છે અને પ્રબુદ્ધ જીવન દ્વારા આ એકતાનાં વિચારનું અવારનવાર નાની મોટી ટીપ્પણી દ્વારા સમર્થન થતું રહ્યું છે. આ હકીકતને ધ્યાનમાં લઈને મુંબઈ જેન યુવક સંઘના સભ્યને અને પ્રબુદ્ધ જીવનના વાચકોને, ભારતે જૈન મહામંડળના કાર્યવાહકેની આ અપીલને સક્રિય રીતે ટેકો આપવા પ્રાર્થના છે. શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ છે તેવી જ રીતે ભારત જૈન મહામંડળના આજના પ્રમુખ છે.
પ્રસ્તુત બે લાખની રકમ એકઠી કરવા પાછળ એવું એક સંયુકત કાર્યાલય ઉભું કરવાનો આશય છે કે જે દ્વારા ભારત જૈન મહામંડળ, ભગવાન મહાવીર કલ્યાણ કેન્દ્ર અને ભગવાન મહાવીરના ૨૫૦૦ મી નિર્વાણ શતાબ્દીના કાર્યને વેગ આપી શકાય અને આ ત્રણે સંસ્થાના હેતુ અને ઉર્દૂ સાથે શ્રી મુંબઈ જેન યુવક સંધની પૂરી સહમતી છે. તે આ કાર્ય ભારત જૈન મહામંડળનું નહિ પણ આપણા મુંબઈ જૈન યુવક સંઘનું છે એમ સમજી તેની અર્થલક્ષી અપીલને આવકારવા – અપનાવવા વિનંતિ છે.
પરમાનંદ
મુંબઈમાં અરાજક્તાના ચાર દિવસ
શિવસેના પ્રેરિત તેફાન તા. ૮ મી ફેબ્રુઆરીની રાતથી તો, ૧૧ મી ફેબ્ર આરી સુધી ચાલ્યાં અને તે દ્વારા કેટલીક જાનહાનિ અને પારવિનાની માલમિલકતની બરબાદી થઈ અને પ્રજાજનોને પણ અપાર યાતના ભેગવવી પડી. મુંબઈમાં વર્ષોથી વસવાટ હોવાના કારણે આવાં તેફાને- પછી તે હિન્દુ મુસલમાન વચ્ચેનાં હોય કે ગુજરાતી મહારાષ્ટ્રીએ વચ્ચેના હોય–આજ સુધીમાં અનેક વાર નજરે નિહાળ્યાનું બન્યું છે, પણ આગળનાં અને આ વખતનાં તેફાનમાં મહત્ત્વને તફાવત હતો. આગળનાં તેફાને મુંબઈના અમુક વિભાગ પૂરત. મેટા ભાગે મર્યાદિત રહેતાં. એ વખતનાં તેફાને મુંબઈના અનેક વિભાગે અને મુંબઈ બહારના કેટલાંક પરાંઓ સુધી વિસ્તરેલાં હતાં. આગળનાં તેકાને કો ટોળે મળીને કરતાં અને તેથી તેને પોલીસ અથવા તો લશ્કરના કાબૂ નીચે લાવવાનું સરળ બનતું અને જોતજોતામાં એ તોફાનો દબાઈ જતાં. આ વખતનાં તેફાને છૂટાં છવાયાં, મેટા ભાગે જ્યાં ત્યાંથી નીકળી આવતા, જમાં થતા અને વિખાઈ જતા પાંચ, પચ્ચીસ કે પચ્ચાસ જુવાન છોકરાઓને હાથે થયાં છે. આ વખતનાં તેફાનનું સ્વરૂપ અંગ્રેજીમાં
જેને ‘ગેરીલા વાર ફેર કહે છે તેવું – સંતાકુકડી જેવું રહ્યું છે. 'આવાં જયાં ત્યાં વેરવિખેર ચોતરફ ચાલી રહેલાં આક્રમણને અટકાવવાનું અથવા કાબુમાં લાવવાનું પોલીસ માટે મુશ્કેલ હતું, લગભગ અશકય જેવું હતું, એમ પણ કદાચ કહી શકાય. પણ વસ્તુત: આ તોફાને દરમિયાન પેલીસની કામગીરી બહુ નબળી નીવડી છે એમ એ વખતના અનુભવ ઉપરથી ફલિત થાય છે. તા. ૧૨-૨-૬૯ માંગળવારના જન્મભૂમિમાં એ બાબત અંગે જણાવવામાં આવ્યું કે છે કે, “હા, પોલીસતંત્ર નિષ્ક્રિય નથી, એ પગલાં ભરે છે, લાઠી વીંઝે છે, અશ્રુવાયુના ટોટા ફોડે છે, ગોળીબાર કર્યો જાય છે, મવાલીઓ ગળીના ભાગ બનીને મરે પણ છે; સેંકડે જેલના સળીયા પાછળ ધક્કલાય છે; છતાં યે સરવાળે મવાલી અને ગુંડા તને હાથ ઉપર રહેતું હોય એમ જણાયું છે. ફરિયાદ
એવી છે – અને તેની સંખ્યા નાની સુની નથી કે તેફાનીઓ આગ ચાંપી જાય, દુકાને તેડીને લૂંટફાટ કરી જાય, એ પછી કેટલાય સમય વીતી જાય એ બાદ પોલીસ દેખા દે છે. કેટલીકવાર તે પલીસની નજર હેઠળ આગ, ભાંગફોડ અને લૂંટનાં કૃત્યે આચરાતાં હોય છે એમ મકાનની બાલ્કનીમાંથી જોનારાઓનું કહેવું છે. આમાં થોડી ઘણી અતિશયોકિત હોવાના સંભવને સ્વીકારીએ તે પણ આવી ફરિયાદ વ્યાપક છે એ હકીકત છે. પિલીસનું સમગ્ર કેન્દ્રિકરણ મધ્ય મુંબઈના અને વિશેષ કરીને વર્લી, પ્રભાદેવી, દાદર અને માહિમના વિસ્તારોમાં હોવા છતાં છે ત્યાં ગુંડાગીરીનાં કન્ય સૌથી વધુ પ્રમાણમાં આચરાયાં છે તે પછી પશ્ચિમ અને પૂર્વના દૂરનાં પરાંએમાં જ્યાં પોલીસની કંગાળ કહી શકાય તેવી હાજરી છે અને બંબાવાળા આવી શકતા નથી ત્યાં તે આગ અને ભાંગફોડની ઘટનાઓને રોકનાર કે ટોકનાર કોણ હોય? ક્યાંથી હોય?” આ વર્ણન પોલીસની કંગાળ કામગિરીને ખ્યાલ આપવા માટે પૂરતું છે.
જયારે કોઈ પણ સ્થળે આશાન્તિને ભંગ થાય ત્યારે તેને અટકાવવાનું અને લોકોને બચાવવાનું કામ પોલીસનું છે અને જરૂર પડે છે અને ત્યારે લશ્કરનું છે – આવી માન્યતા ઉપર આપણું શહેરી જીવન રચાયેલું છે અને તેથી જ્યારે જ્યાં પણ અત્યાચાર ચાલી રહ્યો હોય ત્યારે તે અસહાયતાપૂર્વક જોયા કર, પોલીસ આવી પહોંચે અને કંઈ કરે તે ઠીક છે, નહિ તે જે થાય તે નિહાળ્યા કરવું– આવી નિષ્ક્રિયતાના કારણે અને કોઈ પણ હિસાબે જાતને બચાવવી અને જાત જોખમાય એવા પ્રતિકારના વિચારથી દૂર રહેવું – અવ
શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું જાહેર વ્યાખ્યાન
“આજના રાજકીય પ્રવાહો”
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે તા. ૨૨ મી | ફેબ્રુઆરી શનિવારે સાંજના છ વાગ્યે ધી ગ્રેન, રાઈસ ઍન્ડ ઑઈલ સીઝ મરચન્સ એસેસીએશનના સભાગારમાં – મજિદ બંદર રોડ, બેંક ઓફ બરોડા સામે – શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું “આજના રાજકીય પ્રવાહો' એ વિષય ઉપર જાહેર વ્યાખ્યાન યોજવામાં આવ્યું છે. આ વ્યાખ્યાનને લાભ લેવા સંઘના સભ્યોને વિનંતિ છે.
મંત્રીએ, મુંબઈ જૈન યુવક સંઘ !