________________
૨૧૦
પ્રભુ જીવન
ચષિ શુદ્ધ, લાકવિરુદ્ધ, નાકરણીય, નાચરણીયમ્
(‘પ્રબુદ્ધ જીવન’ના વાચકોને યાદ આપવું જરૂરી છે કે ઉપરના વિવાદાસ્પદ સૂત્ર ઉપર આજની ૫૦ વર્ષ પહેલાં એક મિત્રમંડળીમાં ચર્ચા ગાઠવવામાં આવેલી – એ ચર્ચા દરમિયાન આ સૂત્રનું સમર્થન સ્વ. શ્રી મેાતીચંદ ગીરધરલાલ કાપડિયાએ કરેલું જે ‘પ્રબુદ્ધ જીવન ’ના આગળના બે અંકોમાં પ્રગટ થઈ ચૂકયું છે. તેના વિરોધ કરતાં મેં જે કહેલું તે નીચે.રજૂ કરવામાં આવે છે.
પરમાનંદ )
આ આપણ સર્વને સુવિદિત સૂત્રનું વિદ્રાન પક્ષકારે જે સમર્થન કર્યું છે તેના પ્રતિપક્ષ સ્થાપવાનું કાર્ય મે માથે લીધું છે. તે આરંભું તે પહેલાં પ્રથમ તે ઉપરોકત સૂત્રના પ્રચલિત અર્થ સ્પષ્ટ કરવાની જરૂર લાગે છે. તદુપરાંત સાક્ષાત્ ખંડનના કાર્ય ઉપર આવતાં પહેલાં કેટલીક સામાન્ય બાબતોનો પણ ઉલ્લેખ કરવા આવશ્યક છે.
ઉપરોકત સૂત્રનો અર્થ બહુ સામાન્ય છે, છતાં પણ સામાન્ય વસ્તુના સુસ્પષ્ટ ખ્યાલના અભાવે ઘણી વખત ગેરસમજૂતી ઊભી થાય છે. તેના અર્થ આ મુજબ છે: “આપણે ધારેલું અમુક કાર્ય શુદ્ધ હોય તો પણ જો તે લેાક વિરૂદ્ધ હોય તો તે કદિ ન કરવું – કદિ ન આચરવું. 'શુદ્ધ' હાય એટલે કે વિચાર કરતાં તે કાર્ય કરવા લાયક લાગતું હાય, આપણું અન્ત:કરણ સંમતિ આપતું હોય, સર્વ રીતે હિતાવહ લાગતું હેાય; લેક વિરુદ્ધ હાય એટલે લાકમતથી વિરૂદ્ધ હાય, સામાન્ય રૂઢિને અસંમત હોય, જનસમાજ તે કાર્યને સંમતિ આપતા ન હોય; ‘ કરણીય ' કે ‘આચરણીય'ના અર્થમાં ભેદ નથી, પણ એક બાબત બરોબર ઠસાવવા ખાતર એકાર્થવાચી બે ત્રણ શબ્દોને ઉપયોગ કરવાની રીતિ કાવ્યવાચકોને સુવિદિત છે. એ રીતે અહિં પણ શુદ્ધ છતાં પણ લેવિરૂદ્ધ કાર્યની અકરણીયતા ઉપર વધારે ભાર મૂકવા ખાતર અાચરણીયતાના પ્રયોગ કરવામાં આવ્યા છે, અથવા તે Doing અને Practisingમાં જે ભેદ રહેલા છે તે ભેદનું ‘કરણીય’ અને ‘આચરણીય’ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે એમ પણ કહી શકાય.
પ્રસ્તુત સૂત્રની ચર્ચા વ્યષ્ટિ અને સમષ્ટિના સંબંધ પ્રતિ આપણું એકદમ લક્ષ ખેંચે છે અને આ સંબંધની યથાર્થ સમજણ ઉપર જ આપણી ચર્ચાનું સમાધાન અવલંબે છે. વ્યકિતના સમાજ સાથે શો સંબંધ છે? વ્યકિતની સમાજ પ્રત્યે શી જવાબદારી છે? એ બધી જવાબદારીઓ છતાં પણ વ્યકિતવાતંત્ર્યને જરા પણ અવકાશ છે કે નહિ? અમુક વિચારમાં પેાતાને બહુ શ્રદ્ધા હાય પણ સમાજ સ્વીકારતા ન હેાય તે તે વિચાર પ્રમાણે આચરવાના વ્યકિતને હક્ક છે કે નહિ ? ઈત્યાદિ પ્રશ્ના બરોબર ઉક્લવાની જરૂર છે.
આપણે સમાજ સાથે એવા બંધને બંધાયેલા છીએ કે તેના અનાદર આપણાથી કદિ પણ થઈ શકે જ નહિ. સમાજના ઉદયમાં આપણા ઉદય રહેલા છે અને સમાજના નાશમાં આપણા નાશ અન્તભૂત છે એ સર્વથા સત્ય છે. સમાજના આપણે મેટા ૠણી છીએ અને સમાજસેવામાં જ આપણે મેક્ષ છે એ નિ:સંશય છે. સમાજશરીરનાં આપણે અંગા છીએ, અને જેમ દરેક અંગઉપાંગની નાની સરખી પ્રવૃત્તિની સમસ્ત શરીરને ઓછી વધતી અસર પહોંચે છે તેમ જ આપણાં નાનાં મેટાં સર્વ કાર્યોની અરાર સમાજને પહોંચ્યા વિના રહેતી નથી. આપણી જીવનવ્યવસ્થા એવી છે કે સમાજ વિના આપણને શિડ પણ ચાલી શકે તેમ નથી. આપણને ક્ષણે ક્ષણે આપણા જાતિબંધુઓની સહાયની જરૂર પડે છે. આપણે સમાજની હુંફે જીવીએ છીએ, સમાજથી તરછેડાયેલ માણસને જીવન બહુ. કઠીન થઈ પડે છે. સામાજિક વ્યવસ્થા ઉપર આપણી જીવનવ્યવસ્થાના મેટો આધાર છે. એક અવ્યવસ્થિત થતાં બીજું પણ તરત જ અવ્યવસ્થિત થવા માંડે છે. આ સર્વ ઉપરથી એ ફલિત થાય છે કે
તા. ૧-૨-૬૯
આપણે બધી બાબતોમાં સામાજિક દષ્ટિબિન્દુને કદિ પણ ભૂલવું જોઈએ નહિ. મનમાં આવે તેમ કરવાના આપણને હક્ક નથી; ઉચ્છ્વ ખલ વર્તન સમાજનું તેમ જ પોતાનું ઘાતક બને છે. તે માટે આપણી સર્વ કૃતિમાં દીર્ધ દષ્ટિને પૂર્ણ અવકાશ મળવા જોઈએ અને આપણું વર્તન સામાજિક જીવનને હાનિકર્તા ન નીવડે તે તરફ પૂરનું લક્ષ્ય રહેવું જોઈએ.
આ સર્વે` મારે કબૂલ છે. પણ આ સાથે એ પણ ભૂલવું જોઈતું નથી કે સમાજ વ્યકિતઓના બનેલ છે. સમાજનું જીવન વ્યકિતઓ જ ઘડે છે. સમાજને વિકાસ કે ધ્વંસ વ્યકિતઓ ઉપર આધાર રાખે છે. જ્યારે સમાજમાં સડો પેસે છે ત્યારે સમાજના ઉદ્ધાર વ્યકિતઓથી જ થાય છે. આ રીતે વિચારીએ છીએ ત્યારે સુસ્પષ્ટ થાય છે કે સમાજ પ્રત્યે વ્યકિતની અધીનતા સ્વીકારતાં છતાં પણ, સમાજનું ઉન્માર્ગે ગમન દશ્યમાન થતાં વ્યકિતને પેાતાનું વ્યકિતત્વ દાખવવાના અધિકાર છે અને આ રીતે વ્યકિત – સ્વાતંત્ર્યને પણ અવકાશ છે.
જ્યાં સુધી સમાજ~સ્વીકૃત માર્ગો સાથે આપણને વિચારભેદ ન હોય ત્યાં સુધી ‘ જમાલભાઈના જુદો ચાતરો ' એ રીતે આપણે તરંગની ખાતર અન્યમાર્ગગામી થવાની બિલકુલ જરૂર નથી. જ્યાં સુધી રૂઢિગત રીવાજો લાકહિતાવહ જણાતા હોય ત્યાં સુધી તે રીવાજોને આપણે પણ અનુસરવું જોઈએ તે વિષે બે મત છે જ નહિ. જ્યો સુધી આપણા લોકોના વિચારો સામાજિક વ્યવસ્થાના પોષક તથા સ્વપરની ઉન્નતિના આવાહક લાગતા હોય ત્યાં સુધી તે વિચારો આપણને અવશ્ય માન્ય તેમજ આદરણીય હોવા જોઈએ. પણ જ્યારે લેાકવિચાર એક બાજુએ હાય, અને અન્ત:કરણના આદેશ બીજી બાજુએ હાય, જ્યારે રૂઢિ કાંઈક કહેતી હોય અને સસ વિવેક અન્ય વસ્તુનું સૂચન કરતા હાય, ત્યારે શું કરવું? લોકો જે ચીલે ચાલતા હોય તે ચીલે ચાલવું, કે પોતાના વિચારને લોકલજ્જા કે લાકોની ટીકાની પરવા કર્યા વિના નિડરપણે અમલમાં મૂકવા ? ઉપરોકત સૂત્ર પ્રથમ વિકલ્પ સૂચવે છે; આ લેખના ઉદ્દેશ બીજા વિકલ્પનું પ્રતિપાદન કરવાના છે.
સમયના પરિવર્તન સાથે સમાજની વ્યવસ્થામાં યોગ્ય ફેરફારો થવા જ જોઈએ; નહિ તો જેમ બંધાઈ રહેલું પાણી ધીમે ધીમે ગંધાવા માંડે છે અને કાંઈ પણ ઉપયોગનું રહેતું નથી, એટલું જ નહિ પણ, ઉલટું ચારે બાજુના પ્રદેશમાં અનેક રોગો ફેલાવવાનું નિમિત્ત બને છે, તેમ જે સમાજ કાળપરિવર્તન સાથે પેતાની વ્યવસ્થામાં ફેરફાર કરતા નથી તે સમાજમાં સડો પેસવા માંડે છે, અને પેાતાના તેમ જ અન્યના વિનાશને નેતરે છે. સમાજને સ્વભાવ સામાન્યત: આગળ વધવાના હતા નથી, પણ જયાં હોય ત્યાં સ્થિર થઈ રહેવાના હોય છે. લેસમૂહને ફેરફાર કરવા ગમતા નથી, એટલું જ નહિ પણ, દરેક વ્યકિત પ્રચલિત રૂઢિના પાડેલા ચીલે ચાલે એમ ઈચ્છે છે તથા તેવા આગ્રહ રાખે છે. સમાજ ઘાણીના બળદની માફક પોતે ઉપજાવેલા ચક્રમાં ઘૂમવા માગે છે. વસ્તુસ્થિતિ આમ છે ત્યારે સમય - પરિવર્તનને અનુરૂપ સુધારા કેમ થઈ શકે? અમુક વિચાર, વર્તન કે રૂઢિમાં ફેરફાર કરવાની. હવે જરૂર છે એની કેમ ખબર પડે? આ કાર્ય કાળદષ્ટાઓનું છે; સમાજના પ્રશ્નો ઉપર નિરન્તર વિચાર કરતા મહાશયાનું છે. સમગ્ર પરિસ્થિતિનો વિચાર કરીને જે જે સમયે જે જે સુધારાએ! કરવા યોગ્ય લાગે, તથા કાળબળે ઘર કરી રહેલ કુરીવાજો દુર કરવાની જરૂર લાગે તે સર્વ સમાજના લોકોને જણાવવાની અને જે નવી દિશાઓ ગમન કરવાના સમાજને તેઓ આગ્રહ કરતા હોય તેના સમાજ આદર કરે કે નહિ તે છતાં પણ તે માર્ગે જવાની પહેલ કરવાની તેની ફરજ છે, અને તેમાં જ તેઓના ખરો