________________
તા. ૧-ર-૧૯
પ્રબુદ્ધ જીવન
૨૦૯
સ્વ. સેજ મૂર્તિ પોપટલાલ ગોવિંદલાલ શાહ ૨૪
- વર્ષોજુને જેમની સાથે સ્નેહસંબંધ હતા એવા વડિલ મુરબ્બી શ્રી પિપટલાલ ગોવિંદલાલ શાહનું તા. ૧૩-૧-૬૯ના રોજ અવસાન થતાં માત્ર મુંબઈ અને મહારાષ્ટ્ર જ નહિ પણ ગુજરાતે એક સંનિષ્ટ સતત સંશોધનશીલ વિદ્વાન પુરુષને ગુમાવ્યું છે. આજથી લગભગ ૪૫ વર્ષ પહેલાં મારા ઝવેરાતના વ્યાપારવ્યવસાયના કારણે મદ્રાસ જવાનું થતાં – મારા સ્વર્ગસ્થ મિત્ર ગેવિંદલાલ પુરુષોત્તમદાસ ઝવેરી દ્વારા તેમને પ્રથમ પરિચય થયેલ. તેઓ તે દિવસોમાં સરકારી હિસાબી ખાતાના એક મુખ્ય અધિકારી તરીકે મદ્રાસ ખાતે નિયુકત હતા, ત્યાર બાદ તેમની મુંબઈ બદલી થતાં તેઓ મુંબઈ આવીને વસ્યા અને એકાઉન્ટન્ટ જનરલના હેદા સુધી પહોંચ્યા. તેમાંથી નિવૃત્ત થતાં પબ્લિક સર્વિસીઝ કમીશનના શરૂઆતમાં સભ્યપદે અને પછી ચેરમેનના પદ સુધી પહોંચ્યા. અને ૧૫૧ થી તેઓ સરકારી સર્વ જવાબદારીથી નિવૃત્ત થયા. બાદ ગુજરાત સંશાધન મંડળને તેમણે પિતાની સર્વ શકિતને વેગ આપ્યો અને તે સંસ્થાને તેમણે ખૂબ વિકાસ સાધ્યું, અને મુંબઈ બાજુએ આવેલા ખારમાં તે સંસ્થાને તેમના પુરુષાર્થના પરિણામે પોતાનું મકાન પણ પ્રાપ્ત થયું અને તેની પ્રવૃત્તિઓ વધારે ને વધારે ફાલતી ફ લતી રહી.
તેઓ વર્ષોથી ખારમાં પોતાના જ બંગલામાં સ્થિર થયા હતા. તેમને એક યા બીજી નિમિત્તે અનેકવાર મળવાનું બનતું હતું. તેઓ પૂરા અર્થમાં સૌજન્યમૂર્તિ હતા. મારા પ્રત્યે તેમને ખૂબ સ્નેહ હતો અને પ્રબુદ્ધ જીવનના તેઓ સારા ચાહક હતા, આપણા દેશની આથમતી જતી પેઢીના તેઓ એક સાંસ્કૃતિક પ્રતિનિધિ હતા. ગુજરાતના ઉત્કર્ષમાં તેમને અપૂર્વ રસ હતું અને સંશોધનકાર્યમાં તેઓ સદા એતપ્રેત રહેતા હતા. તેમની હરોળના શ્રી કાન્તિલાલ છગનલાલ પંડયા, સ્વ. મણિલાલ નાણાવટી, શ્રી હર્ષદભાઈ દિવેટિયા અને બીજા અનેક મહાનુભાવે આજે વિદાય થઈ ચૂકયા છે. તેમાં મિત્ર શ્રી મનસુખલાલ માસ્તર પક્ષઘાતના ભેગ બનેલા આજે બિછાનાવશ છે. શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી જાગ્રસ્ત હોવા છતાં આપણા સદભાગ્યે હજુ કર્મપરાયણ જીવો અને જાગૃત છે. તેમની આગળની હરોળના સાક્ષર શ્રી હિંમતલાલ ગણેશજી અંજારિયા ૯૨ વર્ષની ઉંમરના આજે પણ જીવન્ત છે.
શ્રી પંપટલાલભાઈ છેલ્લા દોઢેક વર્ષથી શરીરે ભાંગી ગયા હતા. છએક મહિના પહેલાં તેમને હું મળવા ગયેલ ત્યારે તે કર્મવીર વ્યકિતને સ્થગિત – શિથિલ-blank જોઈને મેં ઊંડી વ્યથા અનુભવી હતી. તેમની સાથે ગુજરાત સંશાધન મંડળમાં વર્ષોથી કામ કરી રહેલા શ્રી મધુરીબહેન શાહે તેમનાં અંગે પરિચયનેધ લખી આપી છે જે નીચે રજુ કરું છું.
પરમાનંદ ' શ્રીયુત પિપટલાલ ગોવિંદલાલ શાહનું ૮૧ વર્ષની વયે તા. ૧૩-૧-'૧૯ના રોજ અવસાન નિપજતાં ગુજરાતમાં સંશોધન કાર્યને વેગ અને પ્રેરણા આપતી એક અનેખી શકિતને વિલય થયો છે. તેઓ ગુજરાત સંશોધન મંડળના સ્થાપક જ નહિ બલ્ક આત્મા સમાન હતા.
શ્રી પોપટલાલ શાહને જન્મ ડિસેમ્બર ૧૮૮૮ માં થયે હતે. કૅલેજ કાળ દરમ્યાન અનેક શિષ્યવૃત્તિઓ અને ઈનામ મેળવનાર એવા તેમની વિદ્યાર્થીજીવન દરમ્ય’નની કારકિર્દી ઘણી જવલંત અને ઉજજવળ હતી. શિક્ષણ પૂરું કરી તેમણે રસાયણશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે પોતાની વ્યવસાયી કારકિર્દીને પ્રારંભ કર્યો હતો. ત્યારબાદ સનંદી હરીફાઈની પરીક્ષામાં ઉચ્ચ કક્ષા મેળવી ઉત્તીર્ણ થયા બાદ તેમણે મુંબઈ સરકારની નેકરી સ્વીકારી અને પોતાની બુદ્ધિમત્તા અને કામની ચીવટ દ્વારા ઉત્તરોત્તર પ્રગતિ સાધી તેઓ એકાઉન્ટન્ટ
જનરલના પદ સુધી પહોંચ્યા હતા. આ પદથી નિવૃત્ત થયા બાદ તે પબ્લિક સવિસ કમિશનના સભ્ય હતા અને સન ૧૯૪૩ થી ૧૯૯૧ સુધી સદર કમિશનની. તન-મન - ધનથી સેવા કરી છેવટે તેના ચેરમેનપદથી નિવૃત્ત થયા હતા.
વિજ્ઞાન જેવો કઠિન વિષય સર્વસાધારણ શૈલીમાં જનતા સામે મૂકી તેમણે આ વિષયમાં લેકોને રસ જાગૃત કર્યો હતો. તેમની સરળ શૈલીમાં લખાયેલાં વિજ્ઞાન વિશેનાં લખાણે, ‘વિજ્ઞાન વિહાર', ‘વિજ્ઞાન વિનોદ’ અને ‘વિજ્ઞાન વિચાર 'નૂનમનાં પુસ્તકો દ્વારા પ્રસિદ્ધ થયાં છે. ગુજરાત સાહિત્ય પરિષદમાં વિજ્ઞાન વિભાગમાં તેઓ અગ્રસ્થાને હતા.
સનંદી અધિકારી તરીકેની તેમની સરકારી નોકરી દરમ્યાન તેઓ સતત સંશોધન કાર્ય અને સાહિત્યિક પ્રવૃત્તિઓમાં ગુંથાયલા રહેતા. ઈતિહાસ, પુરાતત્ત્વ અને સાહિત્યમાં તેઓ ઊંડો રસ ધરાવતા.
તેમણે તેમના જીવનકાળ દરમ્યાન આદિવાસીઓની સરસ સેવા બજાવી હતી. આદિવાસીઓ અંગે તેમણે ‘દૂબળા', નાયકનાયકદાસ, ડિટિફાઈડ કૅમ્યુનિટિઝ ઑફ વેસ્ટર્ન ઈંન્ડિયા, ટ્રાઈબલ લાઈફ ઑફ ગુજરાત વગેરે અનેક સુંદર પુસ્તકો પણ લખ્યાં છે.
મુંબઈમાં સન ૧૯૩૭ માં તેમણે ગુજરસંશોધન મંડળની સ્થાપના કરી હતી, સદર સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરી હાલ મહારાષ્ટ્રની એક ગણનાપાત્ર સંસ્થા લેખાય છે. આ સંસ્થા માનસશાસ્ત્ર, કેળવણી, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન વગેરે વિષયો પરના સંધનેના લેખે પ્રકટ કરતું નૈમાસિક ચલાવે છે. શ્રી પોપટલાલ શાહના સતત પ્રયાસેના પરિણામે આજે આ મંડળ અનેકવિધ પ્રવૃત્તિઓ ચલાવે છે.
તેમના મૃત્યુથી ગુજરાત સંશાધન મંડળે તેને આત્માં ગુમાવ્યું છે અને ગુજરાતે સંશોધન કાર્યને વેગ અને પ્રેરણા બક્ષનાર એક મહાન શકિત ગુમાવી છે.
મધુરીબહેન શાહ - યમુના-તીર (આ યમુના-તીર આજને છે, કૃષ્ણના સમયને નહીં)
રે મન, ચલ નું યમુના - તીર ! બજી જયહીં બંસરી કૃષ્ણની
ઝમ્યા પ્રેમથી સૂર, આજ એક ના, અનેક કૃષ્ણ
( રાધા. થઈ, ચકચૂર; રાસલીલાની જેમ બની અવે નવ નવ નૃત્ય – અધીર – રે મન... હવે હેડમાં દ્રૌપદી મૂકી '
“ધર્મરાજ' પસ્તાય? કુરુક્ષેત્ર તો રોજ નિરંતર
કોઠે પડયાં જણાય; અઢાર દિનમાં યુદ્ધ પતે તે
'હાશ ભણે સહુ “વીર’ – રે મન રાજ્ય કળામાં નવી ચાતુરી
રોજ રોજ વરતાય, સારથિ થઈ, જે પ્રભુ પધારે
ઓળખ - પત્ર મંગાય! - પ્રતિબિમ્બ શું ઝીલે હદયનું
ડહોળાં યમુના - નીર? રે મન, જાવું યમુના - તીર ?!
ગીતા પરીખ