SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ પ્રબુદ્ધ જીવન તા. ૧-૨-૯ એ માનવીમાં વસેલા પરમાત્માનું અપમાન છે એમ સમજીને અન્ય માનવીઓ સાથેના વ્યવહારમાં આપણે સદા જાગૃત રહીએ, વિનમ્ર બનીએ, કોઈને કદિ તુચ્છકાર ન કરીએ, કોઈ પ્રત્યે તે છડાઈથી ન વર્તીએ! કોટિચંડી યજ્ઞ એ માનવતાને દ્રોહ છે. ગયા ટેબર- નવેમ્બર માસ દરમ્યાન શિહેર ખાતે કરવામાં આવેલ લક્ષચંડી યજ્ઞના આયેજક તરીકે પ્રસિદ્ધિ પામેલ અને તે પાછળ આમજનતાના અઠ્ઠાવીશ લાખ રૂપિયાને ધૂમાડો કરાવનાર શ્રી લક્ષમણ ચૈતન્યજી મહારાજને હવે રાજકોટ ખાતે કોટિચંડી યજ્ઞ કરવાને મરથ જાગે છે. તે અંગે પ્રચારાર્થે તેમનું મુંબઈ ખાતે આગમન થતાં તે વિશે વિશેષ માહિતી લેવા-દેવાના આશયથી તા. ૧૪-૧-૦૯ ના રોજ એક પત્રકાર પરિષદ થોજવામાં આવી હતી. જાણે કે દુનિયામાં કોઈ દુ:ખ, સંકટ કે આફત જ નથી અને ચોતરફ દૂધઘીની નદીએ જ વહ્યા કરે છે અને ધર્મના નામે માંગે તે મળે તેમ છે એવી ભ્રમણામાં વિચરતા આ લક્ષમણચૈતન્ય મહાન રાજની પ્રસ્તુત કોટિચાંડી યજ્ઞ વિષે કેવી વાહિયાત કલ્પના છે તેને પ્રબુદ્ધ જીવનના વાચકને ખ્યાલ આવે એ હેતુથી તા. ૧૫-૧-૬૯ ના જન્મભૂમિમાં પ્રગટ થયેલ તે પત્રકાર પરિષદને અહેવાલ નીચે આપવામાં આવે છે: “તાજેતરમાં શિહોર ખાતે જેમણે લક્ષચંડી યજ્ઞ યે હતા તે શ્રી લક્ષ્મણ ચૈતન્ય મહારાજશ્રીએ આજ બપોરે મુંબઈમાં એક પત્રકાર પરિષદમાં એવી જાહેરાત કરી હતી કે રાજકોટના અગ્રણી શહેરીએ મને એમને ત્યાં કોટીચંડી યજ્ઞ યોજવાનું આમંત્રણ આપ્યું છે ને તે મેં સ્વીકાર્યું છે. , “આ યજ્ઞ કયારે જાશે તે વિશે તેઓ કોઈ ચોક્કસ તારીખ જાહેર કરી શક્યા ન હતા પણ આવતા ત્રણ ચાર માસમાં જ જાશે એ અંદાજ તેમણે આપ્યો હતો. એ યજ્ઞના મુખ્ય યજમાને સવા કરોડ રૂપિયાને ફાળે આપવાને રહેશે તેવી તેમની જાહેરાતના સંદર્ભમાં એક પત્રકારે તેમને એવો પ્રશ્ન કર્યો હતે કે આટલા બધા પૈસા કાળા બજારના હોય તે તે તમે ધર્મકાર્યમાં વાપરી જ ન શકો ને ધોળા બજાર (હાઈટ) ના આટલા પૈસા યજ્ઞ માટે કોઈ ફાજલ પડે તેવું કઈ કુબેરપતિ અત્યારે તમારી નજરે ચડે છેખરે? “મહારાજશ્રીએ જવાબમાં જણાવ્યું હતું કે વેળા - કાળાની સાથે અમને નિસ્બત નથી. અને તે જે મદદ કરે તે અમારો યજીમાન. “આ કોટિ ચંડી યજ્ઞમાં લગભગ દશથી બાર કરોડ રૂપિયા ખર્ચાશે તે અંદાજ તેમણે આપ્યો હતો. “આ યજ્ઞમાં સાડા ત્રણ લાખ મણ તલ, (કિંમત અઢી કરોડ રૂપિયા) એક લાખ મણ ચેખા(કિંમત નેવું લાખ રૂપિયા) પચાસ હજાર મણ ધી, પચાસ હજાર મણ જવ તથા ખાંડ વગેરે હોમવામાં આવશે. આ ઉપરાંત કેસર વગેરે કીંમતી વસાણાં પણ લાખો રૂપિયાનાં હોમવામાં આવશે.. . - “આજે જ્યારે ગુજરાતમાં દુષ્કાળ છે કે માણસ તથા ઢેર ભૂખે મરે છે ત્યારે કરોડો રૂપિયાને ખાદ્ય માલ આમ બાળી નાખવાને બદલે આ રૂપિયા ગાયે, ભેસે, જાનવરોને બચાવવામાં ખર્ચે તે શું ખોટું? એવા એક પત્રકારના પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે એ કામ કરનારા એ કામ કરે જ છે ને હું જે યજ્ઞ કરું છું તેનું ફળ પણ પ્રજાના કલ્યાણમાં જ આવશે. - “આવા યજ્ઞથી લોકોનું દારિદ્રય ફીટે અને દેશમાં આવતા દુષ્કાળે અટકે તે આ દેશના લોકો દસના બદલે તેમને વીસ કરોડ રૂપિયા આપી દે તેવા વિશાળ દિલવાળા છે. તમે એમને ખાતરી આપી શકે તેમ છે કે આ યજ્ઞ પછી દેશમાં દુષ્કાળ નહિ જ પડે! એ પડકાર એક પત્રકારે ફેંકતાં તે તેમણે ઝીલી લીધું હતું અને પત્રકારને કહ્યું હતું કે તમે મને વીસ કરોડ રૂપિયા આપે તે અત્યારે જ સ્ટેમ્પવાળા પાના ઉપર હું તમને લખી આપવા તૈયાર છું કે આ યજ્ઞ પછી દેશમાં દુષ્કાળ નહિ જ પડે.” . વસ્તુત: આજની મેઘવારીની ભીંસમાં ત્રણ મહિના પહેલાં શિહેરમાં જે લક્ષચંડી યજ્ઞ કરવામાં આવ્યું અને એ યજ્ઞવેદીમાં પાણીની માફક ઘી અને અન્ય ખાદ્ય પદાર્થો ઠલવવામાં આવ્યા અને રાજ્ય તેમ જે પ્રજાના અગ્રણીઓએ આ બધું ઠંડે પેટે જોયા કર્યું, થવા દીધું એ રાજ્ય તેમ પ્રજાજનો ઉભયને ભારે શરમાવનારી બીના છે. આમ છતાં પણ હવે આ કોટિચંડી યજ્ઞની ઉપર જણાવેલી વિગતો બહાર પડતાં તે સામે જે વિરોધને વાવંટોળ શરૂ થયો છે તે જોતાં તે યજ્ઞ થઈ નહિ શકે એવી આશા વધારે પડતી ન લેખાય. આ યજ્ઞ પ્રજાજને હવે નહિ થવા દે તેમજ રાજ્ય પણ આવી ઉડાવગીરીને નીભાવી નહિ જ લે. અને એમ પણ કહી શકાય કે લક્ષ્મણરમૈતન્ય મહારાજ તે અંગે જે વિરાટ કલ્પના રજૂ કરી રહ્યા છે તેને મૂર્ત રૂપ આપવાનું આજના સંગેમાં શકય પણ નથી લાગતું. આમ છતાં આજે અત્યન્ત ખર્ચાળ એવાં ધાર્મિક અનુષ્ઠાને ચેતરફ વેજાઈ રહ્યા છે અને તે પાછળ પાર વિનાનું દ્રવ્ય વેડફાઈ રહ્યું છે... આ આજની હકીકત છે અને આ અંગે પ્રજજનેએ સચેત થવાની ખૂબ જ જરૂર છે. આ વિરાટ યોજનામાં શ્રી લક્ષમણ ચૈતન્ય નિષ્ફળ જશે તે પણ શિહોરમાં થયા એવાં યજ્ઞ સ્થળે સ્થળે જવા-ઊભા કરવા-દેશમાં તેઓ ચેતરફ ઘુમ્યા જ કરવાના. અને તેમની માગણીને વધાવનારા હૈયાફૂ ટા અંધશ્રદ્ધાળુ લોકો તેમને જયાંત્યાં મળી જ રહેવાના. - આજે જૈન શ્વે. મૂ. સમાજમાં ઉપધાન અને એવાં બીજા જે ધાર્મિક અનુષ્ઠાને આગેવાન ધર્માચાર્યો જ્યાં ત્યાં જ રહ્યા છે. અને તે પાછળ હજારો-લાખે રૂપિયાનું પાણી થઈ રહ્યાં છે તે આવા યજ્ઞનું નાનું સ્વરૂપ છે. તાજેતરમાં ખંભાત ખાતે શ્રી વિજ્યરામચંદ્રસૂરિના માર્ગદર્શન નીચે જવામાં આવેલા ઉપધાન અનુષ્ઠાન પાછળ સાંભળવા મુજબ, દશ - બાર લાખ રૂપિયાનું પાણી થઈ ચૂકયું છે. દેશમાં અતિવૃષ્ટિ થાઓ, અનાવૃષ્ટિ હો, દુષ્કાળ આવે, કઈ આંધી ચડી આવેપણ આ આચાર્યો માટે તે સદા સુકાળ જ છે; સદા ચેાથે આરે વર્તે છે. તેમને અન્નના અભાવે ભૂખ્યા રહેવું પડતું નથી; પાણીના અભાવે તરસ્યા રહેવું પડતું નથી; વસ્ત્રના અભાવે નગ્ન વિચરવું પડતું નથી; આવાસના અભાવે ખુલ્લામાં પડી રહેવાની અકળા મણ અનુભવવી પડતી નથી અને લક્ષાધિપતિએથી તેઓ સદા ઘેરાયેલા રહે છે. અહિંસાને ઉપદેશ અપાય છે, ક્રિયાશીલ કરુણાને સર્વથા અભાવ છે. પ્રસ્તુત લક્ષમણ રૌતન્ય જે કોટિ ચંડી યજ્ઞ ધજાગરો લઈને નીકળ્યા છે તે આવા ધર્માચાર્યોના એક પ્રતીક રૂપ - એક પ્રતિનિધિ સમાન છે. જે સમૃદ્ધિના વાતાવરણમાં તેઓ વસે છે એ જ સમૃદ્ધિના વાતાવરણમાં શ્રી વિજયરામચંદ્રસૂરિ કે શ્રી વિજ્યધર્મસૂરિ અથવા તે કાનજીમુનિ વિચરે છે. આવા આચાર્યોને કોઈ કહેનાર, પૂછનાર કે રોકનાર નથી અને તેથી ધર્મશ્રદ્ધાનાં આવાં કલ્પનાતીત નાટકો આપણા દેશમાં ભજવાયા જ કરે છે. આવાં આવાં નાટકોને વિરોધ કર, તેના યજકોને પડકારવા અને આવો અવિચારી દ્રવ્યવ્યય શક્ય જ ન રહે એવું ઉગ્ર વાતાવરણ પેદા કરવું એ આજના સમયજ્ઞ યુવકોને, સમાજના હિતૈષી અસરોને ધર્મ છે. આજની તીવ્ર ભીંસ અને ચિતરફની અકળામણના સમયમાં આવા યજ્ઞને વિચાર કરે એ માનવતાને કેવળ દ્રોહ કરવા બરાબર છે, શ્રી સંપત્તિનું અપમાન છે. આવા દ્રોહથી, આવી બેવકૂફીથી બચીએ એ જ પ્રાર્થના! ' • પરમાનંદ
SR No.525954
Book TitlePrabuddha Jivan 1969 Year 30 Ank 17 to 24 and Year 31 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1969
Total Pages286
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy