________________
- તા. ૧-૨-૯
પ્રબુદ્ધ જીવન
૨૧૧
ધર્મ તથા પુરુષાર્થ રહેલ છે. કોઈ પણ નવી વાત, નવો વિચાર સમાજ સ્વેચ્છાએ કે સહેલાઈથી સ્વીકારતા નથી. વ્યકિતના અસાધારણ પ્રભાવના દબાણ નીચે જ સમાજમાં સુધારા થઈ શકે છે. “આખા સમાજ સ્વીકારે પછી આપણે અમુક કાર્ય કરીએ ” – એ વિચારથી આપણું કદિ પણ “ઊંચુ ” આવવા પામે જ નહિ. “આ વાત સાચી છે, પણ આપણા લોકોને ગમતી નથી, માટે આપણે ન કરવી” એ વિચાર આપણી ભીરતા દાખવે છે. જ્યાં સુધી સાચી વાત કહેવાની તથા સાચી રીતે વર્તવાની આપણામાં હિંમત આવી નથી, ત્યાં સુધી આપણા ઉત્કર્ષ થ કદિ પણ સંભવિત નથી. શુદ્ધ આશયથી સ્વપરહિતની યોગ્ય તુલના કરતાં જે લાગે તે કહેવામાં તથા કરવામાં જ ખરો પુરુષાર્થ રહેલ છે.
ઈતિહાસ તરફ નજર કરતાં પણ માલૂમ પડે છે કે, સમાજના વિચારમાં પરિવર્તન કરનાર મહાપુએ કદિ પણ લોકસંમતિ કે લેકવિરૂદ્ધતાને વિચાર કર્યો જ નથી. સમગ્ર આર્યાવર્તમાં જ્યારે યજ્ઞયાગાદિમાં ધર્મ મનાતું હતું, અનેક દેવદેવલાંને પૂજવામાં જીવનની સાર્થકતા સમજાતી હતી તથા ભ્રાતૃભાવની વિઘાતક વર્ણભેદની ભાવનાએ લેકજીવનમાં સતત થઈ રહી હતી ત્યારે દયધર્મનું સ્થાપન કરનાર, અનેક પ્રકારના વહેમેનું ઉન્મેલન
તથા તત્ત્વચિંતનમાં બુદ્ધિને અગ્રપદ આપનાર ભગવાન મહાવીર કે બુદ્ધના જીવનમાં શું ઉપરોકત સત્ય પ્રતીત નથી થતું? પથરા એટલા દેવ પૂજનાર દેશમાં સ્વામી દયાનંદની બલવતી ઉદ્ઘોષણા ધન્યવાદને પાત્ર નથી? સાંઈએના અત્યાચાર વિરૂદ્ધ પિકાર ઊઠાવનાર અને પોતાના સર્વસ્વના ભેગે તેની વિરૂદ્ધ જબરૂં યુદ્ધ કરનાર સ્વ. કરસનદાસ મૂળજીનું ચરિત્ર શું ઉપરોકત કથનને પુષ્ટ નથી કરતું? આવા અનેક દષ્ટાંતે પૂર્વ તથા પશ્ચિમના ઈતિહાસમાંથી મળી આવશે, અને આ સર્વ ઉપરથી એક જ ઉપનય નીકળી આવશે કે:
निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु लक्ष्मी : समाविशतु गच्छतु वा यथेष्टम्। .. अद्यैव वा भरणमस्तु युगान्तरे वा न्याय्यात् पथ : प्रविचलन्ति पदं न धीराः ।।
(વ્યવહારકુશળ માણસે નિન્દા કરો કે સ્તુતિ કરો, લક્ષ્મી પ્રાપ્ત થાઓ કે ચાલી જાઓ, મરણ આજ છે કે યુગાન્તરે હો, પણ ધીર પુરુષે ન્યાયમાર્ગ ઉપરથી એક પગલાં પણ પાછું હઠતા નથી.)
હું એમ નથી કહેતા કે લેકમતને બિલકુલ વિચાર જ ન કરો. એક કાર્ય કરતી વખતે અનેક બાબતો ધ્યાનમાં લેવાની હોય છે અને તે વિચારણામાં લોકમતને પણ પૂર્વ અવકાશ મળ જોઈએ. પણ એ સાથે મારે એમ પણ કહેવાનું છે કે આપણે લોકમતના ગુલામ બની જવું ન જોઈએ. કાર્યની ઉચિતતા કે અનુચિતતાનું અનુમાપક યંત્ર Thermometer લેકમતે બનાવો ન જોઈએ. જે અમુક કાર્ય બીજી બધી અપેક્ષાએ સત્ય લાગતું હોય તે લોકમતની આવગણના કરવામાં હું બીલકુલ દોષ જોતું નથી. ' અલબત્ત, એ તે સત્ય જ છે કે લોકમતની ઉપેક્ષા કે અવર ગણના લોકો પ્રત્યે અપ્રીતિ કે તિરસ્કારમાં પરિણમવી ન જ જોઈએ, તેમ જ અમુક બાબતમાં લોકોને અભિપ્રાય ન હું સ્વીકારું તે ઉપરથી એવો અર્થ પણ ન થવો જોઈએ કે હું લોકોને ચાહતો નથી. લોકમતને અનાદર અને લોકપ્રીતિને વિરોધ નથી. સમગ્ર હિન્દમાં વ્યાપી રહેલ હિન્દુ ધર્મને અનાદર કરનાર ભગવાન મહાવીરના હૃદયમાં લોકો માટે જે કરુણા ભરી હતી તે કરુણાનું બીજું દષ્ટાંત કયાં મળે એમ છે? અમુક બાબતને લગતા લેકમતને અનાદર કરવામાં પરિણામે
કહિત સિદ્ધ કરવાને જ આપણે આશય હોવા જોઈએ અને એવી ભાવના તથા શ્રાદ્ધ ઉપર જ આપણી જીવન-પદ્ધતિ રચાવી જોઈએ.
ઉપરોકત સૂત્રના વિદ્વાન પક્ષકારને મેટો ભય એ લાગે છે કે પેતાના જે વિચાર સમાજ સ્વીકારવા તૈયાર ન હોય, જે વિચારને સમાજ આદર આપે એવું ન હોય તેવા વિચારની પ્રરૂપણા કરવાથી સમાજવ્યવસ્થાને અંતે લેપ થવાને. આના ઉત્તરમાં કહેવાનું કે શુદ્ધાશયથી પ્રેરિત એવા વિચારની પ્રરૂપણા કદાચ સમાજમાં ક્ષોભ પેદા કરે, એવા વિચાર વિરૂદ્ધ સમાજ કદાચ બંડ ઉઠાવે, પણ તેથી રામગ્ર વ્યવસ્થાને લેપ થયો હજુ સુધી સાંભળ્યું નથી; એવી ચિન્તા રાખવાનું વિદ્રાન પક્ષકારને કાંઈ કારણ પણ નથી. સમાજમાં ટકી રહેવાની એવી અદભુત શકિત રહેલી છે કે સર્વત્ર નિરાશા ઉત્પન્ન કરે તેવા સંયોગો વચ્ચે પણ સમાજની જીવન જ્યોતિ અસ્થિરપણે પણ પ્રજજવલિત રહ્યા કરે છે. વળી જે વિચારમાં ગઈ કાલે ઉછુંખલતા, નાસ્તિકતા કે પાપમયતાનું સમાજે આજે પણ કીધેલું તે વિચારને આજે સમાજે પિતાને કરી લીધો એવાં દષ્ટાંતે કયાં ઓછાં બન્યાં છે?
વિદ્વાન પક્ષકારને આ લેખ વાંચતાં તેઓ નીચેની વાત ઉપર બહુ ભાર દેતા હોય એમ જણાય છે: આપણા મનમાં આવે . તેમ વતીએ અને લોકોની દરકાર ન કરીએ તે આપણને તેમ જ સમાજને ગંભીર નુકસાન થવાનો સંભવ છે. આની કોણ ના કહે છે? પણ અહિં પ્રશ્ન મનમાં આવે તેમ કરવાનું નથી પણ લેકઅનાદત એવા શુદ્ધ વિચારને વર્તનમાં મૂકવાને છે. વિદ્વાન પક્ષકારને ફરીથી તે સૂત્ર વાંચવાની તથા ખાસ કરીને તેમાં આવતા “શુદ્ધ' શબ્દ ઉપર તેમનું ધ્યાન ખેંચવાની મને જરૂર લાગે છે. તે કાં તો “શુદ્ધ’ શબ્દને ભૂલી જાય છે અથવા તે “શુદ્ધ' શબ્દને “તરંગજન્ય” કે “કલ્પનાજન્ય ’ કે એ કાંઈ અર્થ કરતા હોય એમ લાગે છે..
શુદ્ધ' શબ્દમાં બહુ ગંભીર અર્થ રહે છે. શુદ્ધ એટલે અન્ત:કરણ (Conscience) સંમત, પરમાર્થ દષ્ટિથી અનુમત. હવે મારે પ્રશ્ન છે કે આવું શુદ્ધ કાર્ય આત્માનું કે સમાજના હિતનું કઈ રીતે બાધક હોઈ શકે?
તે પ્રશ્ન પૂછે છે કે, સાચી વાત હોય તે સમાજ સ્વીકાર્યા વિના રહે જ કેમ? આ પ્રશ્ન સામાજિક ઇતિહાસનું જ્ઞાન સૂચવે છે. સામાજિક ઇતિહાસનું યથાયોગ્ય નિરીક્ષણ કરતાં સાચી વાત સમાજે નહિ સ્વીકાર્યાના એક નહિ પણ અનેક દાંતે મળી આવશે. પાપના અત્યાચાર સામે પડકાર ઊઠાવનાર માર્ટીન લ્યુથરમાં શું સત્ય નહોતું ભર્યું? એમ છતાં લોકોએ તેને કઈ દશાએ પહોંચાડશે. હવે? ક્રાઈસ્ટના ભ્રાતૃભાવના ઉપદેશનું તે સમયના લોકોએ કેવું સ્વાગત કીધું હતું? પશ્ચિમમાં આત્માની અમરતા સમજાવનાર, તત્ત્વજ્ઞાનના પ્રદેશમાં સર્વગ્રાહી દષ્ટિબિન્દુથી વિચાર કરતાં શિખવનાર સેક્રેટીસના લોકોએ કેવા હાલ કીધા હતા? આપણા દેશમાં પણ ગાસાંઈઓના દુરાચાર ખુલ્લા પાડનાર કરસનદાસ મૂળજી પ્રત્યે ભાટિયા જ્ઞાતિએ કેવું વર્તન ચલાવ્યું હતું? સમાજ આંખ બંધ કરીને, કાને પાટા બાંધીને સત્ય અસત્યને વિવેક કર્યા વગર પિતાના ચીલે ચાલનાર છે. તેની આંખ ઉઘાડવાનું કામ કે કાનના પાટા છોડવાનું કામ સમર્થ વ્યકિતઓનું છે, અને તે વ્યકિતઓ એવું કામ કરવા પ્રવૃત્ત થાય છે ત્યારે સમાજ તેમના પ્રયત્ન સામે કે પ્રતિકાર દાખવે છે તે ઉપરના દાંતથી સુગમ્ય છે.
હવે વિદ્વાન પક્ષકારના લેખનું જરા બારીકીથી નિરીક્ષણ કરીએ. લેખના આરંભમાં તેઓ કાર્યની આન્તર તથા બાહ્ય અસરને અને તેવી જ રીતે કાર્યના અંગત અને સામાજિક પરિણામને ભેદ સમજાવે છે. આ ભેદની વિવાની અહીં શું જરૂર છે તે મને સમજાતું નથી. કેટલાંક કાર્યો એવાં હોય છે કે જે આત્મપ્રગતિના સાધક હેય પણ સમાજwગતિ સંબંધી નિરપેક્ષ હોય. કેટલાંક કાર્યો એવાં હોય, છે કે જે સમાજહિતના મહાસાધક હોય, પણ જેમાં આત્મહિત પ્રત્યે લક્ષ્ય આપવામાં જ ન આવ્યું હોય. આ બરોબર છે, પણ