________________
તા. ૧-૧-૬૯
પ્રબુદ્ધ જીવન
૧૮૧
તેમની પ્રશંસા કરતાં એ હદ સુધી જણાવેલું કે “જો મારે ફરીવાર જન્મ લેવાનું હોય તે હું શારદાબહેનના પેટે અવતરવાનું પસંદ કરું”
" સમાન વ્યક્તિત્વ જલદ: શારદાબહેનને વ્યકિતત્વ અતિ સૌમ્ય. આમ છતાં બંનેની સમાજનિષ્ઠા, દેશનિષ્ઠા એકસરખી અનુપમેય, બંનેનું વ્યકિતત્વ “સોળવલ્લા સેના જેવું” એમ કહીએ તો તેમાં જરા પણ અત્યુકિત નથી. તેમાં દંભ, દેખાવ કે કૃત્રિમતાને કઈ સ્થાન નહોતું. બંનેનું સાહચર્ય અનેક રીતે અર્થસભર અને કલ્યાણપ્રદ નીવડયું હતું.
સુમન્તભાઈ તથા શારદાબહેન સાથે મને વજન પરિચય હતો. નાસિક જેલમાં મેં સુમનભાઈ સાથે બાજુ બાજુની ઓરડીમાં મહિનામાં ગાળેલા તેનાં સ્મરણે આજે પણ ચિત્ત ઉપર સુઅંકિત છે. હજુ ગયા નવેમ્બર માસની આખરમાં અમદાવાદ જવાનું થતાં સુમન્તભાઈની ખબર કાઢવા હું તેમના ઘેર ગયેલો અને તેમને, શારદાબહેનને અને તેમના અન્ય સ્વજનોને મળીને મને ખૂબ આનંદ થયેલો. તેમ છતાં તે વખતે અત્યંત ક્ષીણકાય એવા સુમન્તભાઈને જોઈને આ દેહધારણ હવે તો કેવળ યાતના માટે છે અને એ યાતના હવે ટુંકાય તે સારું એવું વિચાર મનમાં આવેલ. એમને મળ્યાને પખવાડિયું પણ થયું ને થયું અને સુમન્તભાઈએ આપણી વચ્ચેથી સદાને માટે વિદાય લીધી. તેઓ પિતાની પાછળ શારદાબહેન ઉપરાંત ત્રણ પુત્રો અને બે પુત્રીઓ મુકી ગયા છે. શારદાબહેન ઉમરે વૃદ્ધ અને જર્જરિત હોવા છતાં હજુ બધી રીતે જાગૃત અને જીવંત છે. સુમન્તભાઈના જવા સાથે ખંડિત થયેલું જીવન કેમ જીવવું એ સમસ્યા તેમની સામે ઊભી થઈ છે. તેમનામાં ઊંડું શાણપણ અને પ્રજ્ઞા જાગૃતિ છે. તેમાંથી તેમને પૂરી તાકાત મળી રહે અને અવશેષ જીવન આરોગ્ય અને પ્રકૃતિના સમધારણપૂર્વક તેઓ પૂરું કરે એવી આપણી તેમના વિશે પ્રાર્થના અને શુભેચ્છા છે !
ડે. સુમન્ત અનેક યુવાનના સલાહકાર અને માર્ગદર્શક હતા. તેમનામાં વિરલ કોટિની નીડરતા અને સત્યનિષ્ઠા હતી. સંયમ અને સાદાઈ તેમની રહેણીકરણીની વિશેષતા હતી. વિધાતા ભાગ્યે જ નિર્માણ કરે છે એવું વસિષ્ઠ અને અરુન્ધતી જેવું તેમનું અને શારદાબહેનનું યુગલ હતું. ડં. સુમન્ત પ્રખર સમાજસુધારક હતા. તેમના રોમેરોમે ગુજરાતનું હિત વસેલું હતું ? - અને એમ છતાં તેઓ પૂરા અર્થમાં ભારતીય હતા. તેઓ વર્તમાન યુગના એક પ્રતિનિધિ જેવા હતા. થોડા સમય પહેલાં જ તેમના લેખેને એક સંગ્રહ શ્રી પ્રભુદાસ પટવારી તરફથી “સમાજ દર્પણના નામથી પ્રગટ કરવામાં આવ્યો હતે. આજની અને હવે પછીની પેઢીને અનેક પ્રકારે પ્રેરણાદાયી બને એવું તેમનું જીવન હતું. આવી વિરલ વિભૂતિને આપણાં અનેકશ: વન્દન હો !
સ્વ. રજનીકાન્ત મોદી. હું નવેમ્બરની ૨૦મી તારીખે મુંબઈ બહાર ગયેલો તે ૧૭ મી ડિસેમ્બરે મુંબઈ પાછા ફર્યો અને આવતાવેત જાણવા મળ્યું કે રજનીકાન્ત મેદીને ૨૧મી નવેમ્બરે દેહવિલય થયો. આ સંબંધે વધારે તપાસ કરતાં એમ પણ માલુમ પડયું કે તેઓ ગયા જુલાઈ માસથી પંક્રીઆસના કેન્સરથી પીડાતા હતા અને છેલ્લા પંદર દિવસ તેમણે સર હરકિસનદાસ હોસ્પિટલમાં પસાર કર્યા હતા. આ સમાચારથી મને બે રીતે સખ્ત આઘાત લાગે. એક તે જેના માટે મારા દિલમાં ઊંડો આદર હતો એવા મિત્રને મેં ગુમાવ્યા; બીજું જુલાઈ મહિનાથી તેમની બિમારી શરૂ થઈ તે છતાં તે વિશે તે મને કશી ખબર ન જ પડી, એટલું જ નહિ પણ, તેમના દેહાંતની પણ લગભગ એક મહિનાના ગાળે ખબર પડી ! હું જ્યારે પણ હે ગીગ ગાર્ડન બાજુએ સવારના ફરવા જાઉં અને કમળા નહેરૂ પાર્ક તરફ જાઉં ત્યારે તેમને મોટા ભાગે મળવાનું બન્યું જ હોય. છેલ્લા ત્રણ ચાર મહિના દરમિયાન કાં તે હું કમલા-નહેરૂ પાર્ક ભણી ગયો ન હોઉં અથવા મને તેઓ મળ્યા ન હોય. મુંબઈનું આ તે કેવું જીવન છે! નજીકનો માનવી આમ ચાલ્યો જાય તે પણ ખબર ન પડે !
ભાઈ રજનીકાન્ત મોદી એક અણપ્રીછયું ઉચ્ચ કોટિનું માનવીરત્ન હતું. એમ. એ. સુધીને તેમણે અભ્યાસ કરેલે; તત્ત્વદર્શન તેમને ખાસ વિષય, અરવિંદ સાહિત્યના ઊંડા અભ્યાસી લાઈફ ડીવાઈનના અને સાવિત્રીના તેઓ વર્ગો લેતા; અમારી, પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપવા માટે જ્યારે બેલાવું ત્યારે તે જરૂર આવે અને તે રીતે ત્રણ ચાર વાર આવેલા આજીવન બ્રહ્મચારી; અનેક
વિષયોના નિષ્ણાત. જ્યારે મળવાનું અને ત્યારે તેમની સાથેની ચર્ચામાંથી કાંઈ ને કાંઈ નવું જાણવાનું મળે. ગૃહસ્થના વેશમાં પણ નિર્મળ સાધુ જેવું પવિત્ર જીવન. પ્રબુદ્ધ જીવનમાં પણ તેમનાં લખાણ છૂટાછવાયાં પ્રગટ થયા જ છે. - તેઓ વિવેચક હતા, કવિ પણ હતા. ‘ ના’ અને ‘અધ્ધ” એ તેમનાં પ્રગટ થયેલાં કાવ્યસંગ્રહો છે. અરવિંદના મહાગ્રન્થ લાઈફ ડીવાઈનને ટૂંક સાર ‘દિવ્ય જીવનના નામથી તેમણે પ્રગટ કર્યો છે. તેના અનુસંધાનમાં તેમણે કેટલાક સમયથી અરવિન્દ પરિચયમાળા પ્રગટ કરવા માંડી હતી અને તેમાં ‘પુનર્જન્મ', કર્મ, “એકાગ્રતા અને ધ્યાન’, ‘આત્મસ્વરૂપ” વગેરે વિષે નાની નાની પુસ્તિકાના આકારમાં આવરી લીધા હતા. હજુ તો તેમના વિશે કંઈ કંઈ આશાઓ અને અપેક્ષાઓ હતી. પણ ૫૩ વર્ષની અકાળ વયે વિધિએ તેમને આપણી પાસેથી ઝુંટવી લીધા અને આપણે એક અણમોલું માનવીરત્ન ખેઈ બેઠા.
- સ્વ. હેમેન્દ્ર દીવાનજી મારા મિત્ર શ્રી હેમેન્દ્ર બી. દીવાનજીનું ગયા ડિસેમ્બર માસની ૧૦મી તારીખે ૭૬ વર્ષની ઉંમરે અવસાન થયું. આ દુર્ઘટનાની પણ મુંબઈ પાછા ફર્યા બાદ જ મને ખબર પડી. અમે એલિફન્સ્ટન કૅલેજમાં સાથે ભણેલા અને બી. એ.ની પરીક્ષા અને સાથે પસાર કરેલી. તેઓ પછી એમ. એ. તેમ જ એલએલ. બી. થયેલા અને વ્યાપાર વ્યવસાયમાં ગૂંથાયા હતા. અમારા બંનેના વ્યવસાય ભિને, એમ છતાં અમારી વચ્ચેની મૈત્રીને તંતુ આજ સુધી અતૂટ રહ્યો હતો. હર્ષદાબહેન તેમનાં સહધર્મચારિણી. બંને જણા ગાંધીવિચારને વરેલાં. હર્ષદાબહેન તો સવિનય સત્યાગ્રહની લડત દરમિયાન જેલમાં પણ ગયેલાં. વર્ષોથી તેઓ રેટિયો કાંતે છે અને ખાદી પહેરે છે, અને રચનાત્મક કાર્યમાં પરોવાયલા રહે છે. હેમેન્દ્ર દીવાનજીના સૌથી નાના ભાઈ દિલખુશભાઈ દિવાનજી તે વર્ષોજૂના જાણીતા રચનાત્મક કાર્યકર્તા છે. હેમેન્દ્રભાઈ શીલસંપન્ન સજજન હતા, પ્રેમાળ મિત્ર હતા. પ્રબુદ્ધ જીવનના કારણે અમારી વચ્ચેનું સખ્ય સજીવ હતું. થોડાંક વર્ષથી તેઓ નિવૃત્ત જીવન ગાળતા હતા અને ગાંધી સાહિત્યના વાચન-અધ્યયનમાં સમય વીતાવતા હતા. વિશાળ દુનિયામાં તે બહુ ઓછા જાણીતા હતા, પણ જે વર્તુળમાં તેઓ વિચર્યા હતા ત્યાં તેમણે ઊંડી સુવાસ ફેલાવી છે. દી સહજીવનને અંત આવતા સાધ્વીસદશ હર્ષદાબહેન આપણા અંતરની સહાનુભૂતિના અધિકારી બને છે.
સ્વ. છગનબાપા કલકત્તા ખાતે તા. ૧૪મી ડિસેમ્બરના રોજ આખા ગુજરાતના ગૌરવરૂપ લેખાતા શ્રી છગનલાલ કરમશી પારેખ જેઓ “છગનબાપાના આદરભર્યા નામથી ઓળખાતા હતા તેમણે ૭૫ વર્ષની ઉંમરે દેહત્યાગ કર્યો છે.
- હું ગયા માર્ચ-એપ્રિલમાં કલકત્તા ગયેલ તે દરમિયાન એક મિત્રે મને છગનબાપાને મળવા આગ્રહપૂર્વક લખ્યું હતું અને તે મુજબ મારા મિત્ર બિહારીલાલ શાહ સાથે એક દિવસ સવારના તેમને ઘેર ખાસ મળવા ગયો હતો અને કલાક દોઢ કલાક તેમની સાથે ગાળ્યો હતો અને તે દરમિયાન તેમની સેવાભરી જીવનકારકીર્દિને મને કેટલેક ખ્યાલ આવ્યો હતો અને તેમના વિશે મારું દિલ ખૂબ જ પ્રભાવિત થયું હતું. તેમના ઉજજવળ જીવનને આ અંકમાં અન્યત્ર પરિચય આપવામાં આવ્યો છે:
અહિં તે તેમના પવિત્ર આત્માને હું વંદન કરું છું અને તેમને શાશ્વત શાન્તિ પ્રાપ્ત થાઓ એવી પ્રાર્થના સાથે વિરમું છું.
પરમાનંદ પ્રજાસત્તાક દિન પ્રીતિભેજન ચાલુ જાન્યુઆરી માસની ૨૬મી તારીખે - પ્રજાસત્તાક દિને રાત્રે ૮ વાગ્યે મરીન ડ્રાઈવ ઉપર આવેલા હિન્દુ જીમખાનાના ચોગાનમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી સંઘના સભ્યો અને તેમનાં કુટુંબીજને માટે એક પ્રીતિભોજન ગોઠવવામાં આવ્યું છે. આ પ્રીતિભોજનમાં ભાગ લેવા ઈચ્છતા સભ્યએ વ્યકિત દીઠ રૂ. ૧૦ સંઘના કાર્યાલયમાં તા. ૨૦ મી સાંજ પહેલાં ભરી જવાના રહેશે. ઘણાં લાંબા સમયે સંઘ તરફથી આવું પ્રીતિભોજન યોજાતું હોવાથી તેમાં ભાગ લેવા સંઘના સર્વ સભ્યોને આગ્રહપૂર્વક અનુરોધ કરવામાં આવે છે.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ.