________________
તા. ૧૬-૧૨-૬૯
પ્રબુદ્ધ જીવન
તે
પ્રકીર્ણ નેધ
ગાંધીજીના અતેવાસી શ્રી મનુબહેન ગાંધીનું અકાળ અવસાન
તા. ૮મી ડિસેમ્બરના રોજ રાષ્ટ્રપિતા ગાંધીજીના કાકા તુલસીદાસના પૌત્ર શ્રી જયસુખલાલ અમૃતલાલ ગાંધીનાં પુત્રી કુ. મનુબહેનનું આશરે ૪૧ વર્ષની વયે દિલ્હી ખાતે અવસાન થયું છે. છેલ્લા કેટલાક દિવસથી મનુબહેન માંદગીના બિછાને હતાં અને તેમને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તા. ૮મીના જન્મભૂમિમાં જણાવવામાં આવ્યું છે તે મુજબ, ગાંધીજી અને મનુબહેનનો સંબંધ પિતા-પુત્રીવત હતો. મનુબહેનની ઘણી નાની વયે તેમનાં માતુશ્રી કસુમ્બાબહેનનું અવસાન થયા પછી મનુબહેનને ઉછેરવાની જવાબદારી તત્કાળ પૂરતી પૂજ્ય કસ્તુરબા ગાંધીએ ઉપાડી લીધી હતી. પરંતુ આગાખાન જેલમાં તેમનું અવસાન થતાં એ જવાબદારી સંપૂર્ણપણે પૂજય ગાંધીજીએ પોતે ઊઠાવી લીધેલી.
બાપુ-મારી મા” એ પુસ્તકમાં મનુબહેન લખે છે કે “બસ, આ દિવસથી બાપુજીએ જેમ માતા એની ૧૪-૧૫ વર્ષની કન્યાને ઉછેરે એ રીતની ખાસ ઉછેર શરૂ કરી. ૧૩-૧૪-૧૫-વર્ષની બાળા સહેજે માતાના સાન્નિધ્યમાં રહે છે અથવા માતાનું સાન્નિધ્ય વધારે માંગે છે. બાપુએ પણ મારા ખાવા પીવામાં, પહેરવેશમાં, મારી માંદગીમાં, કશે જવા આવવામાં, મારા અભ્યાસમાં, અરે ત્યાં સુધી કે હું દર અઠવાડિયે માથાના વાળ બરાબર કરું છું કે નહિ એનું ઝીણવટભર્યું ચિતવન શરૂ કરવાનું કર્યું, તે અત્ત ઘડી સુધી એ ચિતવન એવું જ રહ્યું.”
મનુબહેન, ગાંધીજીની શીળી છત્રછાયામાં તેમના નિર્વાણની ક્ષણ સુધી રહ્યાં, એટલું જ નહિ પણ, જયાં સુધી તેઓ તેમના અન્તવાસી રહ્યાં હતાં ત્યાં સુધી તેમણે અસાધારણ નિષ્ઠાથી બાપુજીની સેવા બજાવી. ગાંધીજીના ઘડતરને લીધે મનુબહેનનું વ્યકિતત્વ સોળે કળાએ ખીલી ઉઠયું હતું.
ગાંધીજીના જીવનનાં અનેક સ્મરણો મનુબહેને લખ્યાં છે, જે ગ્રંથસ્થ થયાં છે. ગાંધીજીની સ્મૃતિ સાથે સંકહળાયેલાં તેમનાં પુસ્તકોનાં નામ આ પ્રમાણે છે: “બાપુજીના જીવનમાં પ્રેમ ને શ્રદ્ધા” “બાપુજીના જીવનમાંથી: ભાગ ૧ થી ૪”, “બાપુ–મારી મ” બા–બાપુની શીળી છાયામાં” “બિહાર: કોમી આગમાં” “એકલો જાને રે” “ગાંધીજીનું ગૃહમાધુર્ય: વિરાટ દર્શન” શ્રી ગીરધરલાલ દફતરીને મુંબઈના સ્થાનકવાસી જૈન સંઘે અર્પણ કરેલો રૂા. ૧,૧૩,૧૩૧ને ચેક - શ્રી કાંદાવાડી જૈન સંઘ, જૈન સ્થાનકવાસી કન્ફરન્સ અને તે સમુદાયની બીજી અનેક સંસ્થાઓની છેલ્લાં ૪૦ વર્ષથી અવિરત સેવા બજાવનાર સ્થાનકવાસી જૈન સમાજના અગ્રણી અને મુંબઈ સંઘના પ્રમુખ શ્રી ગીરધરલાલ દામોદર દફતરી વિ. સં. ૨૦૨૬ કાર્તક સુદ ૧૧-તા. ૧૯-૧૧-૬૯ના રોજ પોતાના સેવારત અને સનિષ્ટ જીવનનાં ૭૭ વર્ષ પૂરાં કરીને ૭૮મા વર્ષમાં પ્રવેશતા હોઈને, તેમને બહુમાનપૂર્વક રૂ. ૧,૩૧,૧૩૧નો ચેક અર્પણ કરવાને સમારંભ શ્રી કાંદાવાડી જૈન સ્થાનકવાસી સંઘ તરફથી આગ્રાવાળા શેઠ શ્રી અચલસિહજી જૈન એમ.પી.ના પ્રમુખપદે તા. ૩૦-૧૧-૬૯ના રોજ સવારના ભાગમાં યોજવામાં આવ્યા હતા અને આ પ્રસંગે તેમના અનેક સહકાર્યકર્તાઓએ તેમ જ જૈન મુનિવરોએ શ્રી ગીરધરભાઈને ભાવભરી અંજલિ આપી હતી.
- શ્રી ગીરધરભાઈ દફતરી જેવા આજીવન સમાજસેવક, જે સમુદાય સાથે તેમને વર્ષોજૂને સંબંધ છે તે સમુદાય આ રીતે બહુમાન કરે તે સર્વ પ્રકારે યોગ્ય છે. જેને પ્રકાશના તા. ૮-૧૨-૬૯ના અંકમાં જણાવવામાં આવ્યું છે તે મુજબ, શ્રી ગીરધરભાઈની આજ સુધીની જીવનચર્યાનો વિચાર કરતાં જણાવવું જ રહ્યું કે તે ખરેખર એક આદર્શ શ્રાવક છે. વર્ષો પહેલાં તેમણે રૂા. ૪૦,૦૦૦નું જે પરિગ્રહ પરિમાણ સ્વીકારેલું તેને આજે એ રકમનું મૂલ્ય આટલું બધું ઊતરી જવા છતાં, તેઓ એક સરખી નિષ્ઠાથી
ચુસ્તપણે વળગી રહ્યા છે અને એ નિયત રકમ ઉપર દર વર્ષે પિતાની આવકમાં જે કાંઈ વધારો થાય તેને જનસેવા અર્થે તેઓ સતત ઉપયોગ કરતા રહ્યા છે. આ ઉપરાંત સંયમ અને સાદાઈ તેમના જીવનમાં તાણાવાણા માફક વણાયેલાં છે. પહેરવા ઓઢવાના કપડાની પણ તેમને મર્યાદા છે. ખાવાપીવાની વસ્તુઓ પણ તેઓ દરરોજ અમુક સંખ્યામાં જ લે છે. રાત્રી ભોજનનો તેમણે ત્યાગ કર્યો છે. શુદ્ધ ખાદીનાં કપડાં તેઓ વર્ષોથી એક સરખાં પહેરે છે. વર્ષો પહેલાં જે ડબલ રૂમમાં તેઓ રહેતા હતા ત્યાં જ આજે પણ તેઓ રહે છે. તેમનાં ધર્મપત્ની સી. સૂરજબહેન પણ શ્રી ગીરધરભાઈના પગલે સાથ્વી જેવું સાદું અને સંયમી જીવન ગાળી રહેલ છે.
શ્રી ગીરધરભાઈને ઘેર જાઓ કે ઑફિસે જ; તેમને સવારે મળે કે રાત્રે મળે; તેઓ સેવાના કામમાં સદા નિમગ્ન માલુમ પડશે. જે સંસ્થાઓની તેઓ જવાબદારી ધરાવતા હોય છે તે સંસ્થામાં તેઓ નિયમિત જવાના અને તે સંસ્થાની નાની મોટી બધી બાબત ઉપર તેઓ પૂર ધ્યાન આપવાના. તે સંસ્થાનું સંચાલન કરકસરપૂર્વક, ચોકસાઈપૂર્વક, અને વ્યવસ્થિત રીતે ચાલે તે માટે તેઓ પૂરેપૂરા જાગૃત અને પ્રયત્નશીલ રહેવાના. સવારથી રાત્રી સુધી સમાજ અને ધર્મના ઉત્કર્ષમાં રચીપચી રહેનાર આવી વ્યકિત આજે મળવી મુશ્કેલ છે. ૭૮ વર્ષની ઉમ્મરે પણ તેઓ યુવાનને શરમાવે તેવી ધગશ અને ઝડપથી સમાજ અને ધર્મની સેવા બજાવી રહ્યા છે. તેના પાયામાં તેમની નિષ્ઠા તથા સાદું અને સંયમી જીવન રહેલાં છે.
પ્રસ્તુત પ્રસંગે ઉપર જણાવ્યું તે મુજબ તેમને અર્પણ કરવામાં આવેલ રૂા. ૧,૩૧,૧૧૧ના ચેકમાં પિતા તરફથી બીજે રૂા. ૫૦૦૧ ચેક ઉમેરીને કુલ રૂ. ૧,૩૬,૧૧૨ની રકમ તેમણે કાંદાવાડી સ્થાનકવાસી સંઘને સ્વધર્મી માનવરાહત માટે અર્પણ કરેલ છે.
આ વિશાળ દુનિયામાં ટપકા જેવડે આ સ્થાનકવાસી સમાજતેટલા નાના સરખા વર્તુળમાં રહીને પણ તેમણે અખંડ સેવા અને સ્વાર્પણભર્યા જીવનનું જે દર્શન કરાવ્યું છે તે અદ્દભુત અને અસાધારણ આદરને પાત્ર છે. તેમને સુદઢ આરોગ્ય અને ચિરાયુષ પ્રાપ્ત થાય અને નદીનો વહેતે પ્રવાહ જેમ જળવિતરણ કરતો જ રહે છે તેમ તેમનું અવશેષ જીવન પણ સેવાકાર્યોથી સતત નીતરતું રહે એવી આપણી શુભેચ્છા અને પ્રાર્થના હો! ઘાતકીપણાની પણ આ તે કેવી પરાકાષ્ટા?
તા. ૫-૧૨૬૯ના ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના શ્રી એન. ચક્રવર્તીને નીચે મુજબ એક પત્ર પ્રગટ થયો છે :
મીસીસ સુન્ડા થાઁ તા. ૨૬-૨૭મીનાં નવેમ્બરના પત્રમાં પિકાર કરે છે કે ઉત્તર વિયેટનામ ૧૯૫૭ના જીનીવા કરારની સમજતી મુજબ વર્તતું નથી. તે સન્નારી એમ પણ પૂછે છે કે માંદા અને ઘાયલ લોકોને હજુ કેમ મુકત કરવામાં આવ્યા નથી ? “પણ અમેરિકન સૈનિકોએ સાંગ માઈ ગામડામાં જે સામુદાયિક કતલ કરી છે અને તેમના ઘરબાર માલ મિલ્કતને ભસ્મીભૂત કરેલ છે તે વિશે અમેરિકાને શું જવાબ આપવાનું છે? એક બાર વર્ષની છોકરી ઉપર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને પછી તેને બંદુકના ભાલાથી વીંધી નાખવામાં આવી હતી. એક બાઈએ બાળકને જન્મ આપ્યો ને દશ કલાક થયા ન થયા અને તેની ઉપર આક્રમણ કરવામાં આવ્યું હતું અને પછી તે બાઈને મારી નાખવામાં આવી હતી.
“અમેરિકાના લોકોએ આ પ્રકારના અત્યાચાર હજારોની સંખ્યામાં કર્યા છે. મીસીસ થર્કોને હું પુછી શકું કે અમેરિકાના લકોએ આ બધા અત્યાચારો માનવતાની ભાવનાથી પ્રેરાઈને કર્યા છે? તેણે બીજાને દોષ કાઢવા પહેલાં પોતનાં દેશની શાન ઠેકાણે લાવવી ઘટે છે.”
આ દિલકંપાવનારી હકીકતોને ટીકાટીપૂણની કોઈ જરૂર નથી. માનવી એક વખત કેવળ પશુ હતો; આજે તે પશુ મટીને રાક્ષસ બન્યો છે. માનવી તો રહ્યો જ નથી.
પરમાનંદ