________________
તા. ૧૬-૧૨-૬૯
પ્રબુદ્ધ જીવન
‘પ્રબુદ્ધ જીવન” પર તહેામતનામું
શ્રી પરમાનંદભાઈ,
પ્રસંગ પ્રાપ્ત થયે સામે ગમે તેવી મહાન વ્યકિત કે સંઘ હાય છતાં એના ગુણ-દોષોની સમાલોચના કરવામાં આપ નિર્ભીક રહ્યા છે, નીડર રહ્યા છે. સાથે કોઈની વધુ પડતી પ્રશંસા કે વધુ પડતી ટીકા કરવામાં પણ આપે ઉચ્ચ ધારણ જાળવ્યું હોઈ આપની ન્યાયતુલા પ્રશંસાપાત્ર ગણાય છે અને એ કારણે આપે સમાજમાં એક પ્રકારનું વૈશિષ્ઠય પ્રાપ્ત કર્યું છે. આવા ગુણા સાથે ‘પ્રબુદ્ધ જીવન’ દ્વારા ઊંચા પ્રકારનું તાત્ત્વિક અને મૌલિક વાચન પીરસતા રહી સમાજની આપ ઉત્તમ સેવા બજાવી રહ્યા છે. એના કોઈથી ઈનકાર થઈ શકે તેમ નથી.
‘પ્રબુદ્ધ જીવન ' ના તાજેતરના કેટલાક અંકોમાં વાચકો તરથી આપના કાર્યને બિરદાવતા અને આપની પ્રશંસા ગાતા અનેક પત્રો વાંચવા મળ્યા છે એ જ એનો પૂરાવો છે. હું પણ એ બધા સાથે પૂરો સંમત છું. આમ છતાં “ પ્રબુદ્ધ જીવન પર એક દષ્ટિએ તહોમતનામું મૂકયા સિવાય રહી શકતો નથી. કારણકે એણે જૈન સમાજના એક માત્ર સુધારક અને યુગદષ્ટિ આપતા ‘પ્રબુદ્ધ જૈન ’ના ઉચ્છેદ કરી જૈન સમાજની સેવા લૂંટી લીધી છે. ‘ પ્રબુદ્ધ જીવન' જે મૌલિક સાહિત્ય આજે પીરસી રહ્યું છે એ ‘પ્રબુદ્ધ જૈન ” દ્વારા પણ પીરસી શકાત અને જનતાની સેવા કરી શકાત. પણ વ્યાપકતાના મેાહમાં નવું નામ ધારણ કરવાથી કઈ પ્રકારની વિશેષ સેવા થઈ હશે એ હું જાણતા નથી. પણ એટલું તો જાણી શકું છું કે એક વિશાળ વર્ગની સેવા છેડવાથી એ વર્ગને મેટા લાભથી વંચિત થવું પડયું છે. ૩૦–૪૦ વર્ષ પહેલાં તા “ જૈન હિતેચ્છુ ’ આદિ બીજા પણ જૈન પત્રો હતા, જે નવયુગને અનુરૂપ પ્રજા જાગૃતિનું કાર્ય કરી રહ્યા હતા. પણ જ્યારે આજે એવું એક પણ પત્ર રહ્યું નથી, અને જે છે તેમને પણ અમુક વર્ગની શુભેચ્છા પર જ નભવું પડે એવી પરિસ્થિતિમાં મુકાવું પડયું છે અને આથી એવા વર્ગને કંઈ પણ ન ગમતું આવી ન જાય એની તકેદારીમાં સદા ચિંતિત રહેવું પડે છે. આ કારણે નથી પ્રગટતું એમનામાં કોઈ વિચારતેજ કે નથી મળતું કોઈ માર્ગદર્શન.
જૂની પુરાણી ધર્મકથાઓ, ઉત્સવૅા, મહોત્સવાના લાંબાં જાહેરાત લાંબાં વર્ણનો, તપસ્યાઓની અને મુનિવર્ગના વિહારો આપવા પૂરતા જ એ સીમિત બની રહ્યા છે. પરિણામે નથી જાણવા મળતા જૈન સમાજના આંતરપ્રવાહા કે અન્ય સમાજો સાથેના સંપર્ક અને એમની નીતિરીતિને કારણે ઊઠતી અસરો, વૈજ્ઞાનિક ઝડપી સંશોધનને કારણે સૂર્ય ઊગ્યે દુનિયા રોજ નવા પરિવર્તન સાથે જાગે છે અને રોજ નવા નવા પ્રવાહો નિર્માણ થયે જાય છે. પણ એમ છતાં ચાર દીવાલો વચ્ચે ગોંધાઈ રહીને આપણે હજુ બારમા સૈકાનું જ જીવન જીવી રહ્યા છીએ અને દુનિયા સાથે આપણે કશે જ સંબંધ નથી એવા ખ્વાબમાં ઊંઘ્યા કરીએ છીએ. અમદાવાદમાં હરેક ધર્મના સંતો શાંતિની સ્થાપના માટે નગરમાં ફર્યા તેમ જ મારારજી દેસાઈના નેતૃત્વ નીચેની જાહેર પ્રાર્થનામાં હરેક ધર્મોની પ્રાર્થનાઓ ગવાઈ. પણ જૈન સમાજને આ વીસમી સદી સાથે જાણે કશી જ લેવાદેવા ન હોય એવા વર્તાવ રાખી એ કઈ સદીમાં જીવે છે એવા એણે એક પ્રશ્ન ઊભા કર્યા છે. છતાં દુ:ખની વાત કે જૈનપત્રા આ અંગે એક હરફ પણ ઉચ્ચાર
વાની હિંમતે કરી શકયા નથી. સમાજની લગામ જેમના હાથમાં છે એ વર્ગને ખુશ કરવાની નીતિને કારણે નથી આપી શકતા એ સમાજને માર્ગદર્શન કે નથી આપી શકતા કોઈ નવા વિચાર, પરિણામે સમાજનું વિચાર દારિદ્રય દિન પર દિન વધતું જાય છે. કોઈ નવા વિચાર સમાજ સહન જ નથી કરી શકતા, અને કોઈ નવા
7
૧૮૭
幾
વિચાર મૂકવાની હિંમત કરે છે તે તરત જ એની સામે ‘ધર્મદુશ્મન ’ ‘શાસનદ્રોહી’‘મિથ્યાત્વી' કહી એવી આંધી ચડાવવામાં આવે છે કે એ ફરી બોલવાની હિંમત જ કરી શકતો નથી. આ ભય-ગભરાટથી જૈનપત્રો એકતાના પ્રશ્ન હોય, સમાજસુધારાનો પ્રશ્ન હોય, જૈન તત્વજ્ઞાન વિરુદ્ધ લખાયેલા કોઈ પુસ્તકની સમાલાચનાનો પ્રશ્ન હોય કે વૈજ્ઞાનિક સંશોધનનો પ્રશ્ન હોય. પણ જો એ એમના આરાધ્યદેવાની નાપસંદગીના પ્રશ્ન હોય તો લેવાના ચેકખા ઈનકાર કરે છે.
એ લોકો એમ માનતા હોય છે કે જનતાને આમ અંધારામાં રાખવાથી તેમ જ જડ, રૂઢિપ્રિય અને વિચારહીન રાખવાથી જ ધર્મનું રક્ષણ થઈ શકશે. આ કારણે સ્વતંત્ર વિચારકોના મંતવ્યને ગૂંગળાવી દેવામાં એ ધર્મ માને છે અને તેથી જનતા વિચારોની આપ-લે દ્વારા સ્વતંત્રપણે વિચાર કરતી થાય એને એ નાપસંદ માને છે. હરેક વસ્તુને અપવાદ હોય છે એમ કોઈ કોઈ પત્રો કદાચ કયારેક સ્વતંત્ર સૂર કાઢતા હશે, પણ એકંદર તે જૈનપત્રોની આ જ લાચાર દશા છે. આ કારણે જેણે વર્ષો સુધી જૈન સમાજને જાગૃત કરવા અને દુનિયા સાથે કદમ મિલાવવા પ્રશંસાપાત્ર કાર્ય કર્યું છે એ ‘ પ્રબુદ્ધ જૈન’ની કાયાપલટથી હું ખૂબ નિરાશ થયો છું. જ્યારે એણે પેાતાનું રૂપ–પરિવર્તન કર્યું હતું ત્યારે પણ મારો વિરોધ હતો અને આજે તો એ સકારણ બન્યો છે. ‘ પ્રબુદ્ધ જૈન ’ની અપેક્ષા ‘પ્રબુદ્ધ જીવન’થી કોઈ વિશેષ મેાટી સેવા થઈ હોય તેમ હું માનતો નથી. એથી આશા રાખું છું કે જ્યારે આજે જૈન સમાજને જાગૃત કરવાની મોટી જરૂર છે ત્યારે ‘પ્રબુદ્ધ જીવન’ ફરી ‘પ્રબુદ્ધ જૈન’ બને અથવા તો જૈન સમાજની સેવા માટે એ નવા પત્રને જન્મ આપે. એ કાર્ય માટે આજે કોઈ તૈયાર થતું દેખાતું નથી ત્યારે સહેજે જ આપના તરફ દષ્ટિ વળે છે. એથી વિશાળ જૈન સમાજની સેવા અને માર્ગદર્શન માટે મુંબઈ જૈન યુવક સંઘ કાયાકલ્પ કરી ફરી જાગૃત થાય એવી આશા રાખું છું. છેવટે ઈચ્છું છું કે કોઈને કોઈ પ્રાણવાન યુવાનેા બહાર આવી, પ્રજાજાગૃતિના આ કાર્યને અપનાવી લે એ માટે આપ પ્રેરણા તો આપશે જ અને એ દ્વારા આ ખેટ પૂરી કરવા પ્રયત્ન કરશો.
શાહ રિતલાલ મફાભાઈ
જવાબ
શ્રી રતિલાલ મફાભાઈનું ઉપરનું તહોમતનામું વાંચીને તેના બચાવ યા ખુલાસારૂપે ‘પ્રબુદ્ધ જીવન ' ના તંત્રી તરીકે મને થોડુંક કહેવાનું પ્રાપ્ત થાય છે. '
પ્રસ્તુત નામપરિવર્તન કર્યાને આજે ૧૧ વર્ષ થયાં. આ નામપરિવર્તન કરવામાં આવ્યું તે વખતે પણ શ્રી. રતિલાલ માફભાઈ શાહ જણાવે છે તે મુજબ તેમણે તેનો વિરોધ કર્યાનું મને કોઈ સ્મરણ નથી. એ સંબંધમાં અન્ય દિશાએથી કોઈ પણ વિરોધી સૂર ઊઠયાનું પણ મારા ધ્યાનમાં નથી, આજે ૧૧ વર્ષના ગાળે જ્યારે તિભાઈ જેવા એક જૂના મિત્ર અને ચિન્તક ‘પ્રબુદ્ધ જીવન’ ઉપર એટલે કે તેના નામ—પરિવર્તનની મુખ્ય જવાબદારી જેની છે તેવા મારી ઉપર જ્યારે આવું તહામતનામું ઘડીને મેકલે છે ત્યારે કયા સંયોગામાં એ નામપરિવર્તન કરવામાં આવ્યું હતું અને તે પાછળ કેવું ચિંતન અને વિચારણા હતી અને છે તેની થોડી વિગતો રજૂ કરવાનું પ્રસ્તુત બને છે.
પ્રબુદ્ધ જૈન આજથી ૩૦–૩૧ વર્ષ પહેલાં શરૂ કરવામાં આવ્યું ત્યારથી તેનું ૧૧ વર્ષ પહેલાં નામપરિવર્તન કરવામાં આવ્યું ત્યાં સુધીની મુદત દરમિયાન પણ એ કોટિના જૈન સામયિકોથી તેની ભાત નિરાળી હતી. એ વર્ષોના ‘પ્રબુદ્ધ જૈન ’ માં જૈન સમાજના