________________
૧૮૬
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૨-૬૯
પોતે પ્રખર આહારસુધારક હોવા છતાં રોજિંદા આહારમાં તેની હિમાયત કદીએ કરી નથી. ખેરાક માટે ન સર્જાયેલું ઈંડું પાષણની દષ્ટિએ સમતોલ કે પૂર્ણ ન કહી શકાય. કારણ કે તેમાં ચરબીતત્ત્વની પ્રમાણમાં સાકરી પદાર્થ નહિવત્ છે. - હવે રહી દૂધની વાત. આ દૂધ મેળવવામાં વાછરડાને અન્યાય કે હાનિ પહોંચતી હોય તે નિરામિષાહારીને તે પણ તાજ્ય હોવું જોઈએ, એવું વૈજ્ઞાનિક દષ્ટિબિંદુ ધરાવનાર વર્ગની જીવદયાના પ્રચીરકો સામે પ્રસંગોપાત થતી દલીલમાં તથ્ય સમાયેલું છે.
પાણીશુદ્ધ નિરામિષાહારીવર્ગ (“વેગનવર્સ) દૂધ આદિ તમામ પ્રાણીજન્ય ખાઘોને સમજણપૂર્વક નિષેધ કરનાર એવા “વેગન - વર્ગ” ના નિરોગી અનુયાયીઓને ત્રણેક વર્ષ પૂર્વે લંડનમાં નિહાળ્યા; તેમાંના એકાદ દાકતર સાથે આવા ચુસ્ત અન્ન - શાકાહારથી સંસ્કૃતિ, તાજગી, વગેરે પર થતી અસર અંગે ચર્ચા પણ કરી. પરિણામે દૂધ - દહીં વ. ની હાલની અનિવાર્યતા - જગતભરના “વેજિટેરિયન’ સમાજમાંથી કયારે ફીક્કી પડશે એ વિચાર વધુ દઢ થયો.
આ નાનાશા “વેગન - સમૂહ'ને સ્વાસ્યની જાળવણી માટે બોટલિયા દૈનિકસની કે અન્ય કોઈ પૂરક પોષકતત્વોની દવારૂપે પણ ખાસ જરૂર રહેતી નથી.
ખાદ્યની પસંદગીનું મહત્ત્વ સુયોગ્ય ખાધોની પસંદગી એ સૌ કોઈ માટે જુદા જુદા સંજોગોમાં પ્રશ્ન થઈ પડે છે; વળી શાકાહારને વરેલા સમાજ માટે તે તે જટીલ બનતે રહ્યો છે. તેમાં કે તેમની ખરીદશકિત ઓછી હોય કે થાય ત્યારે તો પૌષ્ટિક ખાદ્ય-સમૂહને અમલ એક સમસ્યા બની રહે છે, આ નિરાશાજનક પરિસ્થિતિને કોઈ ઉપાય?... હા ... છે. વિચારશીલ વ્યકિતને આ માટે બે ત્રણ સૂચને આ પ્રમાણે કરી શકાય:
(૧) આમિષાહારી સમાજના આહારના પરિચય ઉપરાંત નિરામિષાહાર અપનાવીને એકંદરે સ્વાધ્યમય જીવન ગાળતાં કુટુંબની ઘર-આંગણના આહારની રીત-રસમ તથા ખાદ્ય - સમૂહના પ્રકાર વગેરેને અભ્યાસ વધુ લાભદાયી નીવડશે.
(૨) એછા આહારથી વધુ તાજગી મેળવવા માટે પિતાના રોજિંદા ખોરાકના ગુણદોષ તરફ વધુ સજાગ રહી શકાય.
(૩) ભાગ્યે જ લેવાતાં ખાઘો - જેવાં કે કઠોળ, લીલોતરી વ.ને આહારમાં આવરી લેવા તે અંગેની સપ્રમાણ માહિતી મેળવવાને ગૃહિણીને પ્રયાસ કુટુંબને લાંબે ગાળે ફાયદો પહોંચાડશે.
. આ સૂચનાઓના અસરકારક અમલ માટે સૌ પ્રથમ જોઈએ ઈચ્છાશક્તિ (વીલ પાવર). ગૃહિણી માટે બીજી આવશ્યકતા તે ખાદ્ય સમૂહ (અર્થાત : વાનગી - સામગ્રી) ની લોકોપયોગી સાહિત્ય-સામગ્રી. - રસુંદર વાનગીઓનાં અનેક પુસ્તકો હવે તો મળતાં થયાં છે. જેમાં મહદશે સ્વાદ, રૂપરંગ, સજાવટ વ. ને પ્રાધાન્ય અપાયું હોય છે. તાજેતરમાં અમદાવાદથી જ્યોતિસંધે પ્રગટ કરેલું (શ્રી ચંદુલાલ કા. દવે લિખિત) “સસ્તી પિષક વાનગીઓ’ પુસ્તક આ બધાંયમાં જુદી ભાત પાડી રહે છે. તેના લેખકે સામાન્ય રીતે સર્વેને પોસાય એવાં ખાઘો ક્યા પ્રકરે, ક્યારે કેટલા પ્રમાણમાં લેવા યોગ્ય છે તેની વાસ્તવિક પેજના વાચક્વર્ગ સમક્ષ રજૂ કરી છે. મૂળ સમાજસુધારક એવા આ નિવૃત્ત થયેલા આચાર્ય -લેખકે આ કૃતિથી જન્મજાત નિરામિષાહાર સમાજની સેવા કરી છે એમ કહી શકાય.
જીવનમાં પેષણ અને વિકાસ માટે સુયોગ્ય ખાદ્યની પસંદગી ખૂબ જરૂરી છે. આ અંગે સ્વસ્થપણે વિચારનારાઓને લાગશે જ કે વેજિટેરિયેનિઝમ એ અન્નપસંદગી માત્રને સ્થૂળ પ્રશ્ન નથી. વિચારશીલ માનવી માટે તે તે જીવન વિક્સાવવાને એક માત્ર માનનીય માનવ્યને માર્ગ છે. નિરીક્ષકમાંથી સાભાર ઉદ્ભૂત ડૅ. વસંતકુમાર ન. જાઈ
ગુરુ કીધા મેં ગેકુળનાથ, ઘરડા બળદને ઘાલી નાથ : ધન હરે, ઘોખો નવ હરે,
એ ગુરુ કલ્યાણ શું કરે?” -અખા ભગતની આ ક્ષય વેદના-વાણી છે
ભગતે ગુરુ ગોકુલનાથની કંઠી બાંધી હતી. ગુરુજીએ ભકતની સેવા હરી, અને ધન પણ હર્યું; પરંતુ તે તેના મનને ઘેખે હરી શક્યા નહીં: -માટે વિનવું છું કે :
તમે ગુરુની શોધમાં જશે નહીં; કોઈ ગુરુની કંઠી બાંધશે નહીં; ગુરુની ગાડીએ બેસશે નહીં; કે ગુરુપૂજાની વેવલાઈને વશ થશે નહીં. જે ગુરુ શિષ્યની સેવા લે છે, જે ગુરુ શિષ્યને દ્રવ્યને હરે છે, જે ગુરુ શિષ્યની અવ્યભિચારીણી ભકિતને વાંછે છે; અને છતાં, શિષ્યની બાંય ગ્રહી શકતું નથી, કેશિષ્યના સંશને છિન્ન કરી શકતો નથી, તે ગુરુ નથી. તે કેવળ ગુરુપદનું પૂતળું છે.
ગુરુ વિષે - માટે તમે ગુરુની શોધમાં જશે નહીં; કે કોઈને ગુરુપદે સ્થાપશો નહીં : અને કદી ગુરુ કરો તે – તમારા આત્માને જ ગુરુ ગણજો, અને તેનું જ શિષ્યત્વ સ્વીકારો. આત્મા જ ગુરુ છે, અને આત્મા જ શિષ્ય છે. આત્માની વાણી જ ગુરુવાણી છે. એ તમે સાંભળી શકો તે સંભળજો. અને વળી, જે ગુરુ ઉચ્ચાસને બિરાજે છે, અને ગાદીથી બે વેંત નીચે શિષ્યને હેઠે બેસવા દે છે, તે પણ ગુરુ નથી એ નથી તેનું ગુરુત્વ. ગુરુનું ગુરુત્વ સક્લ શિષ્ય અને ભકતમાત્રને સમાન મિત્ર, બંધુ અને સખાભાવે સ્વીકારવામાં અને સ્થાપવામાં છે. જે ગુરુશિષ્યને ઉચ્ચાસને બેસારવા ચાહી પોતીકું આસન નીચે શોધે છે, કે શિષ્યથી પરાજ્ય વાંછે છે, તે જ સાચે ગુરુ છે, એ તેનું અલૌકિકત્વ છે.
E તમે ગુરુ રામક્ષ શીશ પણ નમાવશે નહીં, કે ચરણરજ લેશે નહી; કે પાદપ્રક્ષાલન કરી ચરણામૃત પણ પીશે નહીં. જે બીજાને નમાવી, નમન ઝીલવા જેટલું હીન અને અહંયુકત બને છે, તે ગુરુ નથી, નથી જ, પરંતુ જે તે ટટાર રહી, અન્યને ટટાર અને દ્રઢ રાખી શકે છે, પિતે અણનમ અને નિર્ભીક રહી, શિષ્યને અણનમ, દ્રઢ અને નિર્ભીક કરી શકે છે, તે જ સાચે ગુરુ છે. અને એવા સાચા ગુરુ તમે પોતે જ છે. અને તે ગુરુ તે તમારામાં વસતે આત્મા અને આત્માનું ચૈતન્ય છે. આમ ગુરુ છે, અને આત્મા જ શિષ્ય છે, એ જ ગુરુને શિષ્યભાવે શોધો અને મિત્ર ભાવે પામે ? * .
રતુભાઈ દેસાઈ
* “મર્મર અને ખેતી” નામક તાજેતરમાં
' પ્રકટ થનાર પુસ્તકને એક ખંડ.