________________
પ્રભુદ્ધ જીવન
તા. ૧૬-૧૨-૬૯
ખાતાના અમલદારને 'ભળાવીને નિરાંતે ઉદ્દઘાટના અને સમારંભેામાં મહાલ્યા કરે છે. પરિણામે દેશની સામાન્ય અને ગરીબ જનતાનું ભાગ્ય સરકારી તંત્રના વધુ જેવા માથાભારે અમલદારોને હાથ પડી જાય છે. પછી તો આ બનાસકાંઠા જિલ્લાના રાહતકાર્ય જેવી પ્રજાની દુર્દશા ન થાય તો જ નવાઈ! જ્યાં વાડને જ ચીભડાં ગળી જવાનો પરવાને મળી જાય, ત્યાં પછી ચીભડાંનું ધણીધારી કોણ ? હિંદુસ્તાનની હાલત બરાબર આવી છે, આમાં ગુનેગાર સરકારી તંત્રને યોગ્ય શિક્ષા થશે, અને દીન-દુ:ખી પ્રજાજનોને ન્યાય અને રાહત મળશે, એવી અપેક્ષા કેવી રીતે રાખી શકાય ? બલિહારી છે, આપણા લાકશાહી સરકારી તંત્રની !
આ બાબતની ચર્ચા અમે અહીં ખાસ હેતુસર કરી છે. અત્યારે ગુજરાત અને રાજસ્થાનના જૂદા જુદા વિભાગેામાં બહુ આકરો દુષ્કાળ પ્રવર્તે છે, અને જે વિભાગા ગયા વર્ષે દુષ્કાળમાં સપડાયા હતા તે વિભાગા ઉપર ફરી દુષ્કાળના પંજો ફરી વળ્યા. એ સ્થિતિ પડતા ઉપર પાટુ જેવી વધુ વસમી બની ગઈ છે. એટલે આ સંકટમાંથી સામાન્ય અને ગરીબ વર્ગને તેમ જ પશુધનને ઉગારી લેવા માટે સરકારી રાહે તેમ પ્રજા તરફથી પણ લાખો રૂપિયાની જોગવાઈ કરીને સમર્થ પ્રયત્ન કરવામાં આવે એ સ્વાભાવિક છે અને ફરજરૂપ પણ છે. પણ જો એની સ્થિતિ બનાસકાંઠાનાં રાહતકાર્યો જેવી થવાની હોય તો પ્રજા અને પશુઓના બચાવની દષ્ટિએ એનું પરિણામ શૂન્ય જેવું જ આવવાનું. ‘જૈન’ પત્રમાંથી સાભાર ઉત નિરામિષાહાર જીવનવિકાસના માનવ્યમા
રતિલાલ દીપચંદ દેસાઈ
(ડૉ. વસંતકુમાર ન. જાઈ આહારશાસ્ત્રજ્ઞ તરીકે પ્રતિષ્ઠા પામેલ દાકતર છે. નિરોગીને આહાર' નામે પુસ્તિકામાં સમતોલ અને પોષક આહારની સરળ રીતે સમજ આપનાર ડૉ. જાઈ મુંબઈની હાકિન ઈન્સ્ટિટયૂટમાં વીસેક વર્ષથી પોષણ અને સ્વાસ્થ્ય સંબંધી સંશાધનકાર્ય કરી રહ્યા છે. આ લેખમાં એમણે માનવીના આહારની મીમાંસા કરી છે. તંત્રી)
ઉગ્ર ચિત્તવૃત્તિ અને સંહારશકિત એ પ્રાણીમાત્રનાં મુખ્ય લક્ષણા છે. પ્રાણીસૃષ્ટિમાંના એકાદ (વાંદરા જેવા) પ્રાણીને વિપુલ સમજણશકિત અર્પી ઈશ્વરે માનવની ઉત્પત્તિ કરી મનાય છે.
આ રીતે સદીઓપૂર્વે માત્ર એક જ વિશિષ્ઠ પ્રકારના ‘પ્રાણી’ મારફતે સર્જનહારે માનવતાનું સિંચન કર્યું ગણાય. વિકાસક્રમની દષ્ટિએ પ્રાણીસૃષ્ટિમાં આવી ‘બાયેલાજિલ' ઉન્નતિ ઈશ્વરે બુદ્ધિપૂર્વક આદરી હશે એવી સામાન્ય માન્યતા છે.
આમ ઉન્નતિ પામેલા આ માનવના પૂર્વજ વાંદરો આજે પણ નિરામિષાહાર પાળે છે; જ્યારે માનવ પોતે પોતાના સ્વાર્થ કાજે પ્રાણીસંહારના પ્રશ્ન અંગે માનવતાને તિલાંજલી આપવામાં અચકાતો નથી. પરિણામે ખારાકની ઉત્પત્તિ, પ્રાપ્તિ કે પસંદગીના સંદર્ભમાં આ પ્રકારની માનવતાની ઉપેક્ષા આપણા કહેવાતા શિક્ષિત સમાજમાં રોજ-બ-રોજ વધુ ને વધુ નજરે પડે છે. પ્રોટિન અંગે બુદ્ધિભ્રમ
નિરામિષાહારી તાજ્ય એવાં પ્રાણીજ ખાઘ સરવાળે વધુ પૌષ્ટિક છે એવી એક પ્રચલિત હકીકતથી બુદ્ધિશાળી નાગરિક આમિષાહાર તરફ ઢળતા જાય છે. આવા શિક્ષિત નાગરિક હરહંમેશ એક જ સવાલ પૂછતો હોય છે: “ઉત્તમ કક્ષાનાં પ્રોટિન અન્નશાકાહારીને કેવી રીતે સહેલાઈથી સાંપડે ? વારંવાર ચર્ચાતા આ વાજબી પ્રશ્નને સંતોષકારક જવાબ મોટા ભાગના દાકતરો પણ જ્વલ્લે જ આપતા હોવાથી, શાકાહાર એ એક ઊતરતી પંકિતનો ખોરાક સમૂહ હોવા જોઈએ એવા બુદ્ધિભ્રમ (આબસેશન) શિક્ષિત વર્ગમાં પ્રવર્તે લે છે. સુધરેલા વર્ગ ઉત્તમ
s
૧૮૫
પોષણના બહાને મોટે ભાગે આનંદ માણવા ઘરે નહિ તે બહાર માસાંહાર પસંદ કરે છે.
આવા જ બુદ્ધિભ્રમથી ઘેરાયેલા પુરુષ બાળકોના શારીરિક વિકાસને માટે ગૃહિણીની પ્રબળ મનોભાવનાની વિરુદ્ધ જઈ, પોતાના બાળકોને ઈંડાં આપવાનો આગ્રહ પણ કયારેક સેવે છે. રુચિ-અરુચિ, પાચન-શેષણનો વિચાર કર્યા વગર ખવડાવાતા આવા ખાદ્યપદાર્થથી ઈચ્છિત સ્વાસ્થ્ય-વિકાસ ન જોતાં એ ઘણીવાર અકળાય પણ છે.
આ કારણે અત્યારે આમિષાહારની, એટલે કે શાકાહારીને તાજ્ય એવા પ્રાણીજન્ય પદાર્થોની, સ્વાસ્થ્ય અને પોષણ માટેની આવશ્યકતા વિચારવાનું જરૂરી બન્યું છે. આમ તો આ વિષય ભારે વિસ્તાર માગે એવો છે, પણ આપણે એ સંક્ષેપમાં જ અહીં વિચારીએ.
મત્સ્ય-માંસ
સમુદ્રતટ કે વિશાળ નદી કિનારાના જનસમૂહ ફકત જાતમહેનતથી પોતાને મળતાં માછલાં પર નભે એ આર્થિક વાસ્તવિકતા ગણાય. પરંતુ દેશના મોટા ભાગના સમાજને જ્યાં માછલાં પણ અન્ય ખાદ્યોની જેમ ખરીદવાં રહ્યાં, તેવા સંજોગામાં માંસમાછલાં સ્વાસ્થ્ય જાળવવા માટે આવશ્યક ખરાં ? એવા પ્રશ્નનો બહુ ચોક્કસ રીતે ઉત્તર આપી શકાય કે ‘હરગીઝ નહિ.'
નાગપુર પાસેના એક ગ્રામસ્વાસ્થ્ય તાલીમ કેન્દ્રમાં તાલીમ લેતા દાકતરો તથા પરિચારિકાઓને પોતાના ખારાકની પસંદગી વિષે પૂછતાં તેમાંના ત્રીજા ભાગની વ્યકિતએ લેખિત જણાવ્યું કે “.. અમે આમ તે શાકાહારી છીએ, પરંતુ ઘરની બહાર માંસમાછલી ખાવાના અમને વાંધો નથી ... !” આ છે આવતી કાલના જવાબદાર નાગરિકોની નિખાલસ મનોવૃત્તિ. એ સહુના એવા વલણની પાછળ મનોબળની અપૂર્ણતા કારણભૂત માનું છું. તેથી જ આવા વારંવાર મળતા જવાબથી મને ઝાઝું આશ્ચર્ય થતું નથી. જયાં તેઓ પોતે પ્રાણીઓને મારતાં નથી કે મરતાં જોતાં નથી તેવા સંજોગામાં મરેલાં પ્રાણીને ખાવામાં રહેલી બિનઆવશ્યક ક્રૂરતા એ કર્યાંથી નિહાળે?
શાકાહારી પ્રચારકોનો અનુભવ છે કે બકરાં - ઘેટાં કે પશુપક્ષીની કતલ ચલ-ચિત્રોમાં પણ નિહાળે તે પણ ગમે તે ધર્મના અનુયાયી માટે ભાગે વેજિટેરીયન્સ’ની હરોળમાં બેસવાનું પસંદ કરશે. રાતેારાત વગર પ્રચારે બદલાઈ ગયેલા આવા માનવીઓનું સ્વાસ્થ્ય આ પલટાથી જોખમાયું હોય એવા દાખલા મળતા નથી. ઊલટાનું અન્ન - શાકાહારી રહીને સ્વાસ્થ્ય કે જળવાય તે અંગે સજાગ રહેવાને પ્રોત્સાહન મળે છે.
શાકાહાર: પ્રાણીની પસંદગી
જન્મજાત માંસાહારી સમાજના વિચારપલટો કરવાનો આ કોઈ પ્રયાસ છે જ નહિ—હાય નહિ, કારણ કે નાનપણની રીત-રસમ મોટપણમાં જાત-અનુભવથી—નહિ કે સાહિત્ય - વાંચનથી બદલાય છે.
આ માંસાહારી સમાજ પણ મુખ્યત્વે ગાય કે બકરી, ઘેટું કે ડુક્કકર જેવાં વનસ્પત્યાહારી પ્રાણીઓને જ અપનાવે છે,
‘... તો પછી માનવ, સીધેસીધા અનાદિ, ફળ-ફળાદિ ખાઘોના વનસ્પતિ - આહારને જ શું કામ ન અપનાવે?... શ્રીમતી રૂક્ષ્મણીદેવી એરૂડલે કહેલી આ વાત વિચારવા જેવી તો જરૂર છે જ.
વનસ્પતિ - આહાર કરનારે અને એમાં પ્રામાણિક શ્રાદ્ધા ધરાવનારે ઈંડાં અને દૂધનો ઉપયોગ કરવા કે નહીં એવા પ્રશ્ને વારંવાર ચર્ચાય છે. આપણે આ અંગે પણ થોડો વિચાર કરી લઈએ.
ઈંડાં અંગે વિચારીએ છીએ તે લાગે છે કે માંસવર્ગનું આ ખાદ્ય વાસ્તવમાં માંસ નથી. તે લેવામાં માનવતાની દષ્ટિએ શાકાહારીને હરકત હોવી ન જોઈએ એમ ખુદ ગાંધીજી માનતા. પરંતુ