________________
પ્રભુ જીવન
તા. ૧૬-૧૨-૬૯
ગાયનું દૂધ કૂતરા પી ગયા !: રાષ્ટ્રીય ભ્રષ્ટતાના નાદર નમૂને!
સ્વરાજ્યના બાવીસ વર્ષના વહીવટ દરમિયાન દેશના લોકોએ કરવેરા રૂપે અને ધીરાણ રૂપે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને અબજો રૂપિયા આપ્યા. ઉપરાંત જૂદા જૂદા દેશોમાંથી પણ સરકારને ધીરાણ રૂપે તેમ જ સહાય રૂપે અબજો રૂપિયા મળ્યા. એ બધાય રૂપિયા, સરકારી તિજોરી તળિયાઝાટક થઈ જાય એ રીતે ખરચાઈ ગયા ! અને છતાં દેશના ગરીબ માનવીનું ભાગ્ય ગરીબ જ રહ્યું, ભૂખ્યા માનવીએ એઠવાડ ખાતાં, પતરાવળાં ચાટતાં અને રોટી, વસ્ત્ર અને રહેઠાણ માટે ટળવળતાં જ રહ્યા! અને બાદશાહખાન જેવા ખુદાના ફિરસ્તા, હિંદના સાચા હિતસ્ત્રી અને ગરીબોના સાચા બેલીને, આપણા દેશની ભયંકર દુર્દશા જોઈને, સ્વરાજ્યના બાવીસ વર્ષના વહીવટ દરમ્યાન ભારતવર્ષના ગરીબ વધારે ગરીબ બન્યા અને અમીર વધારે અમીર બન્યો, એવી વેદનાભરી વાણી ઉચ્ચારવી પડી !
૧૮૪
સ્વરાજ્યને સુરાજ્યમાં પલટાવીને દેશના અદનામાં અદના માનવીનું ભાગ્ય સુધરે એ રીતે દેશમાં સર્વોદયની સ્થાપના કરવાનું ધ્યેય કેમ સાવ રોળાઈ-વીસરાઈ ગયું, એવો પ્રશ્ન ઘણાને મુંઝવી રહ્યો છે. પણ જો બુદ્ધિને ઉઘાડી રાખીને આપણે નગ્ન અને કડવા સત્યને સ્વીકારવા તૈયાર હોઈએ તો આપણને એ સમજતા વાર ન લાગવી જોઈએ કે આ બધાં વર્ષ દરમ્યાન ગાયને દોહીને સામાન્ય અને ગરીબ જનતાની પુષ્ટિ માટે મેળવેલું દૂધ સરકારી તંત્રના કે સરકારી તંત્રમાં વગ ધરાવતા કૂતરાઓને જ હવાલે થતું રહ્યું છે! અને પાઘડીનો વળ છેડે આવી ગયા હોય એમ આ રાષ્ટ્રીય ભ્રષ્ટતા એની છેલ્લી ટોચે પહોંચી ગઈ હોય એવા એક એકથી ચઢિયાતા દાખલાઓ મળવા લાગ્યા છે. આપણી રાષ્ટ્રીય ભ્રષ્ટતાના આવા જ એક નાદર નમૂના ગુજરાતમાં બનાસકાંઠામાં ગત વર્ષ થયેલ દુષ્કાળ રાહતકાર્યમાં થયેલ બેશરમ અને અસાધારણ ગેલમાલ અને ભ્રષ્ટાચારના તાજેતરમાં જાણવા મળ્યો છે.
આ ગાલમાલ અને ભ્રષ્ટાચારની તપાસ માટે નિમાયેલ તપાસ સમિતિની, કેટલીક ઊંઘ ઉડાડી મૂકે એવી વિગતો અમદાવાદથી પ્રગટ થતા ‘ગુજરાત સમાચાર' દૈનિકના તા. ૧-૧૨-૬૯ના અંકમાં પ્રગટ થઈ છે. આ વિગતામાંની થોડીક વિગતો અહીં આપવી ચિત અને જરૂરી છે. એ અહેવાલ કહે છે કે
“ગુજરાત રાજ્યમાં દુષ્કાળ રાહતના કામોમાં ગેરરીતિઓ થયાની ફરિયાદ ઠેરઠેરથી ઉઠવા પામી છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ગલબાભાઈ પટેલે આવી ફરિયાદો મળતાં ત્રણ સભ્યોની એક તપાસ સમિતિ નીમી હતી. આ સમિતિએ તાજે તરમાં સુપરત કરેલ પ્રાથમિક અહેવાલમાં રજૂ કરેલ માહિતીમાંથી કેટલીક તેમના જ શબ્દોમાં નીચે આપી છે.
“કોલરવાડા લવાણા રોડ પાછળ રૂા. ૩,૮૭,૪૩૦ના ખર્ચ થયાનું સબ ડિવિઝનલ . ઈજનેરે જણાવ્યું હતું. એ પછી નાયબ ઈજનેરે રૂા. ૩,૦૯૮૫૪ના ખર્ચ થયાના આંકડા આપ્યા. પરંતુ વાસ્તવમાં આ રસ્તાના માટીકામ પાછળ ા. ૧,૧૦,૦૦૦થી વધારે ખર્ચ થયું હોય તેમ લાગતું નથી. સમિતિ સંપૂર્ણ માપ વગેરે લીધા પછી એવા નિર્ણય ઉપર આવી છે કે આ એક જ કામમાં ગ઼. બે લાખથી પોણા ત્રણ લાખની ગાલમાલ થઈ છે.
“અધમ પાપાચાર : સમિતિની તપાસમાં જણાયું કે બહેનોના શિયળ ઉપર પણ ભ્રષ્ટાચારના પંજો ફેલાયો હતો. મજૂરોએ તપાસ સમિતિને નિસાસા નાંખતાં કહ્યું કે ઘરમાં જુવાન બૈરી કે જુવાન છેકરી હોય તો એ ગુન્હો બને છે. સરકારી અધિકારીઓ જવાન બૈરી કે છે!કરીને માલવા માટે કહે અને જે ના પાડવામાં આવે તો એ બધાને કામમાં લેવાની ના પાડવામાં આવતી હતી. અમારી સમક્ષ બહેનોના શિયળ લૂંટવાની જે માહિતી આવી છે તે અહીં રજૂ કરી શકીએ તેમ નથી. પરંતુ ગરીબ જનતા પર આ જાતનો જુલમ જોઈ હૃદય કંપી ઊઠે છે.
“બોલતા નક્કર પુરાવા: નિ:સહાય ઠંડીથી ધ્રુજતા મજૂરોને રક્ષણ આપવા સાદડીઓ ખરીદવામાં પણ ગોલમાલ કરવામાં આવી છે. સાદડીઓ ખરીદ્યા વિના નાણાં ઉઘરાવવામાં આવ્યાનું જણાયું છે. મજૂરોને નાણાં ઓછાં ચૂકવવામાં આવ્યા છે. મજૂરોના નામો, મસ્ટરમાં જેટલી રકમમાં સહી લીધી છે તેનાં કરતાં ઘણી ઓછી રકમ ચૂકવાયાના સેંકડો બનાવા જોવા મળ્યા છે. ગેગમેન પ્રભુ દલાને શ. ૭૬૦ પ્રથમ સપ્તાહમાં ચૂકવવામાં આવ્યાનું હિસાબમાં જણાવ્યું છે, પરંતુ વાસ્તવમાં તેને માત્ર રૂા. ૩૬,૦૦ ચૂકવવામાં આવ્યા છે. બીજા સપ્તાહમાં જ્ઞ. ૪૪ ઉધારમાં આવ્યા છે, જ્યારે તેને રૂા. ૨૧.૮૫ આપવામાં આવ્યા હતા. પ્રભુ દલા ભણેલા હોવા છતાં મસ્ટરમાં તેને અંગુઠો લેવામાં આવ્યો છે. સરકારી ચોપડે ૬૧૪૮ બ્રાસ માટીકામ એક તળાવ પર થયાના પૈસા ઉધારવામાં આવ્યા છે, જ્યારે વાસ્તવમાં ૨૭૭૦ બ્રાસ જ માટીકામ કરવામાં આવ્યું છે. બ્રોડ તળાવ ઉપર ૨૯૨૮ બ્રાસ માટીકામ થયાનું જણાવ્યું છે, પરંતુ વાસ્તવમાં ૬૦૮ બ્રાસ માટીકામ થયું છે.
“આ તળાવ ઉપર કામ કરનાર મજૂરોએ ગેંગ દીઠ રૂા. ૧૦ આવરશીયરને દર સપ્તાહે કામ પર રાખવા બદલ લાંચ આપવી પડી છે. રાહત કામોમાં માટી ખાદવાના સાધના મજૂરો ઊંચકી લાવ્યા હતા, છતાં કોઈ ગધેડાવાળાના વાઉચરોમાં મજૂરીના પૈસા ઉધાર્યા છે.
“સાત તળાવાના માટીકામમાં રૂા. ૧,૩૧,૦૦૦ ચૂકવ્યા છે. જ્યારે વાસ્તવમાં ખર્ચ રૂા. ૬૦૦૦૦ થયું છે. રૂા. ૭૧૦૦૦ની ઉચાપત થઈ છે.
ધાવણા બાળકનું નામ : ભાટરાળ ગામે ઉકેડા રૂપા નામનાં મજૂરના નામે મજૂરી ચુકવ્યાનુ મસ્ટરમાં જણાવ્યું હતું, પરંતુ તેના બાપ રૂપા મનજી અને તેની માએ કહ્યું કે, આ છોકરો કદી કામ ઉપર આવ્યો નથી, કારણ કે તે ધાવણા છે, કામ કરી શકે તેમ નથી. માએ ધાવણા છેકરાને સમિતિ સમક્ષ રજૂ કર્યો હતો. નેનાવા ગામે હેગેાળા પ્રેમાનું નામ મજૂરોમાં લખ્યું છે. અન્યત્ર રેશમ હેગાળા, પ્યારી હેગેાળા અને નીલા હેગાળા એવી ત્રણ સ્ત્રીઓને નાણા ચૂકવાયાં છે. તપાસ કરતાં જણાયું કે, આ ત્રણ હેગેળાની પત્ની નથી. હેગેાળાએ કહ્યું કે તેની પત્નીની ઉમર ૩૦ વર્ષની છે. તેની બે નાની દીકરીઓ છે, છતાં મસ્ટરમાં પુખ્ત ઉંમરનાં ગણી નાણાં ચૂકવાયાં છે.
“દુર્દશાની કરુણ કથની: કામો ઉપર દેખરેખ રાખતા ઓવરશીયરો ઈજનેરોને અમુક રકમ ચૂકવતાં હતાં. ડીસાના ઓવરશીયરે લોકોને ચૂકવેલી ઓછી રકમમાંથી એકઝીકયુટીવ ઈજનેરને અમુક ૨કમ ચૂકવ્યાનું કબૂલ કર્યું હતું. કામ ઉપરના ઘણા માણરોા ઈજનેરના સગા હતા. સમિતિને જણાયું કે દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં લોકોએ જીવવા માટે પીવાના પાણીના પ્યાલા સુદ્ધાં મફતના ભાવે બજારોમાં વેચી દીધાં છે, એટલું જ નહિ પણ બહેન દીકરીઓનાં શિયળ પણ વેચાયા છે. આમ છતાં પણ રાહત કામા શરૂ નહિ થવાને કારણે લોકો માલમિલકત મૂકી હીજરત કરી ગયા છે.”
‘ગુજરાત સમાચાર’માં જે હકીકતો આપવામાં આવી છે તેમાંની કેટલીક હકીકતા જ અમે અહીં આપી છે, અને ‘ગુજરાત સમાચારે’ પણ તપાસ સમિતિના અહેવાલમાંથી તારવીને કેટલીક આગળ પડતી હકીકતે જ આપી છે. એટલે આખા અહેવાલ તે કેટલા ભયજનક હશે, એની તો કલ્પના જ કરવી રહી.
દરેક સરકારી ખાતાના ઉચ્ચાસને એક એક પ્રધાન બેલ હોવા છતાં આટલી હદની નીતિભ્રષ્ટતા અને આચારભ્રષ્ટતા ફાલે ફ લે એ માટે કોને શું કહીએ? આના અર્થ એ કે પ્રધાનોં પેાતાની સ્વાર્થસાધનામાં વિક્ષેપ ન આવે એ માટે સત્તાની સાઠમારીમાં રચ્યાપચ્યા રહે છે, અથવા તો પોતાના ખાતાના વહીવટનો હવાલા પોતાના
4