________________
તા. ૧૬-૧૨-૬૯
પ્રબુદ્ધ જીવન
૧૮૩
-
બને કેટલે ફાયદો થાય. એટલે હું પ્રભુને પ્રાર્થના કરતી હતી કે તારે જવાબ ‘હા’માં આવે. હવે જ્યાં સુધી છેલ્લે જવાબ ‘હા’માં ન આવે ત્યાં સુધી હું અન્ન નહિ લઉં. - પ્રાર્થના કરીએ ને જવાબ ન આવે એવું બને જ નહીં. મેં જોયું કે બા એટલા માટે જ પ્રાર્થના કરતી હતી કે જવાબ હાંમાં આવે. બાની પ્રાર્થના મને જો રોકવા માટે નહીં પણ મને એકલવી માટે હતી !
બાએ કહ્યું “તું નહિ જાય તે મને વધારે દુઃખ થશે.”
આમ જ્યારે માં પૂરા દિલથી દીકરાનું ભલું કરે તે દીકરો તેને માટે શું ન કરે ? ત્યારે દિલમાં કેટલી લાગણી જન્મે ? દુનિયામાં એવી પવિત્રતા હોય તો શું ન થઈ શકે? કુટુંબભાવના સારું કામ કરાવે છે. ઉત્તમ કામ કરાવે છે.
માતાનું સ્વરૂપ કેવું હોય તે મારા કાકાના દીકરાની પત્નીના મારા ઉપર આવેલા એક પત્રમાંથી જોવા મળે છે. તે લખે છે કે “હું ટૂંક જ સમયમાં માં થવાની છું. બાળકને હું શરીરમાં ફરતું અનુભવું છું. તે બાળક મારૂં છે તેની જાણે હજી મને પ્રતીતિ થતી નથી. બાળક જમણેથી ડાબે ને ડાબેથી જમણે ફરે છે. પરીકા આવે છે; તૈયારી નથી કરી. હું ઉતાવળ કરી ન બેસું એવું લાગે છે. મને થોડે કુદરત સામે ય રોષ છે. થોડે રેજ છે, કુદરતે છેડી રાહ જોઈ હોત તે સારું થાત. હવે કરી રાહ નહીં જેવા દે.”
પણ તે લખે છે કે: “આવ બાળક આવ. આપણે સાથે મળીને રસ્તે કાઢીશું.” આ શિખ'ઉ માતાના ઉદ્ગારે છે. દરેક સ્ત્રી, પછી ગમે તેટલાં છે:કરાં થયાં હોય છતાં યે, શિખાઉ માતા જ હોય છે. એમાંથી ભાવનની પવિત્રતા શિખવાની છે. તે જીવનની જવાબદારી માટે તૈયાર થઈ જીવન માટે રસ્તો કરી શકીએ.
આ છોકરી સુંદર ભાવ સરળતાથી રજૂ કરી શકે તેને માટે શું કારણ છે?
યુરોપમાં વૃદ્ધ લોકોનાં આશ્રામ હોય છે. દીકરા-દીકરી પરણીને છૂટા થયા પછી જેમનું સંભાળ લેનારૂં કોઈ ન હોય તેવાં વૃદ્ધો આ આશ્રમમાં રહે છે. તેની સંચાલિકા બહુ ભલી છે. તેણે મને એક વડનો પરિચય આપતાં કહ્યું કે આ સ્ત્રી એકલી છે. તેને પતિ ગુજરી ગયું છે. તેને દીકરે છે, પરણેલો છે, આ શહેરમાં જ છે. પણ તે તેને સાથે રાખતા નથી. અરે, મળવાય આવતું નથી.”
મેં કહ્યું: “આ બહુ ખરાબ કહેવાય. તેને પત્ર લખવો જોઈએ. મારા કહેવાથી તેણે દીકરાને પત્ર લખાવ્યું. પણ તેમાં કોઈ પણ જાતની ફરિયાદ નહોતી. કેવળ એટલી વાત લખી હતી કે “હું સુખેથી રહું છું, નું કોઈ કોઈ વાર આવતે જ.”
પત્ર લખ્યા પછી પેલી સંચાલિકા બાઈએ કહ્યું કે શિરનામું આપે પિસ્ટ કરું. પણ માએ શિરનામું આપવાની ના પાડી. કેમ ? પૂછયું. “તમે તેને ત્યાં જાઓ. તમે તેને મારા વિશે ફરિયાદ કરશે, વઢ. મારા દીકરાને કઈ હેરાન કરે એવું હું ઈચ્છતી નથી હું જ શિરનામું લખી જાતે પોસ્ટ કરીશ.” તે બાઈની મમતા જુઓ, દીકરો ભલે ગળવા ન આવે પણ તેને કોઈ ભેઠો ન પાડે એય તે જુવે છે.
પૂ. કાકા સાહેબની વાતેમાંથી આ વાત જાણવા મળી. ખ્રિસ્તિધર્મમાં પ્રોટેસ્ટન્ટ અને કેટલીક બે પંથ છે. તેમાં કેવીકેની એક વાત મને ગમે છે. તેમનામાં માતાની ભાવના છે. મેરી પ્રત્યે પૂજ્યભાવ છે, જે બીના પંથમાં નથી. હું જ્યારે એક કલીક સંસ્થાની મુલાકાતે ગયો ત્યારે મેરીનું બાવલું જોયું. મેં સાષ્ટાંગ પ્રણામ કર્યા.
- કાકાસ'હેબે એમ કેમ કર્યું હશે ? તેમણે કહ્યું કે મેરીમાં મેં મારી માતાની મૂર્તિ જોઈ. એટલે જ મારાથી સાષ્ટાંગ કર્યા વિના ન રહેવાયુ.
કુટુંબ ધર્મમાં માતાની ભાવના આવે છે. તે સિવાય કંઈક ખૂટે છે તેમ લાગે છે.
ઈશુ જુસ લઈને બલિદાન માટે જતા હતા ત્યારે મેરી સાથે હતાં. મરતી વેળા ઈશુએ કહ્યું કે “હું મારું મન તે સહન કરીશ, પણ મારી માની સામે મારે મરવું પડશે તેનું દુ:ખ છે.” 5.
મેરીએ પણ તેવી જ રીતે કહ્યું : “મારું શું થશે તેની મને | ચિન્તા નથી, પણ મારા દીકરાનું મત મારી સામે થાય છે એની મને ચિન્તા છે. આમ કુટુંબભાવના પિતાનું દુ:ખ ભુલી બીજાને ખ્યાલ કરાવે છે. - ઈશુને ખીલા ઠોકાયા ત્યારે તેમની છેલ્લી ઘડીએ તેમની મા અને તેમના પ્રિય શિષ્ય બે જ જણ હતાં. ત્યારે ઈશુએ છેલ્લા શબ્દોમાં શિષ્યને કહ્યું : “જો આ તારી બા છે.”
બાને કહ્યું: “જો આ તારો દીકરો છે.” આ શબ્દથી તેમની વેદનાને ખ્યાલ આવી શકશે.
હું તે ૨૦ વર્ષ પહેલાં જ મારી બાની વિદાય લઈ અહીં આવ્યું હતું. ફરી મળવાની ખાતરી તે નહતી જ. છેલ્લી વાર બાને મળે ત્યારે મેં ભગવાનને પ્રાર્થના કરી કહ્યું : “ભગવાન, આ મારી બા છે. હું નથી રહેવાને. એ તારી બા છે. તારે હવે તેની સંભાળ રાખવાની છે.”
વીસ વર્ષે તેની સાક્ષી મળી. ભગવાને સંભાળ લેવાનું કામ પાર પાડયું હતું. મને બાને મળીને સંપ ને આનંદ થશે.
મારાં ગુજરાતી પુસ્તકોની પહેલી નકલ હું તેને એકલું છું. હું તેને મળે ત્યારે તે તે પુસ્તક જોઈ રહી હતી. મેં પૂછયું “બા તું વાંચી શકે છે.?” તેણે કહ્યું, “મને સમજણ પડે છે કે નહીં, પણ એ તારું લખાણ છે એટલું જ મારે માટે પૂરતું છે.” મને ય થયું કે બા વાંચે છે, જુએ છે - એ પૂરતું છે. હવે કોઈ બીજું વાંચે કે ન વાંચે તેની ચિંતા નથી.
મિલનનું સુખ હતું તેવું વિગનું દુ:ખ પણ આવ્યું. બાને આશીર્વાદ મળે. બાએ કહ્યું: “ગરીબનું કામ એ મારું કામ છે. મારા આશીર્વાદ છે.” આહીં આવી હું ઘરમાં દાખલ થયે તે ટપાલને મેટ ઢગલે થયે હતો. તેમાં જોયું તે પહેલા જ કાગળ બાને હતે. યુરોપથી કાગળ વિમાનમાં આવે તેય ચાર પાંચ દિવસ લાગે. મને થયું હજી કાલે તે હું બાની સાથે હતા ને આજે અહીં કાગળ કેવી રીતે પહોંચ્યો?
કાગળમાં તેને ખુલાસે હતા.: લખ્યું હતું કે, “તું મારી સામે લે છે હું તને આ પત્ર લખી રહી છું. ચાર દિવસ પછી તું જવાને છે, માટે આ કાગળ હું આજે ટપાલમાં નાખીશ, જેથી તું ત્યાં પહોંચીશ ત્યારે તરત એ તને મળે. ગમશે ને? આ દિવાની. શી વાત કરું? ભગવાનને આભાર માનીએ કે આપણને ભેગાં કર્યા ને આટલા દિવસ સુધી સાથે રાખ્યાં. એને પ્રસાદ છે. તારા જવાથી મને હવે કેટલું દુ:ખ થશે એ તે તું ય સમજી શકવાને નથી., પણ ભગવાનના હાથમાંથી જેમ સુખ લીધું છે તેમ દુ:ખ પણ હવે સ્વીકારીએ. મારી ચિન્તી ને ૨. તું એ લોકોની વચ્ચે રુડું કામ કરી રહ્યો છે એ હું જાણું છું. એ યુવાનેની સારી સેવા કરી રહ્યો છે એ ચાલુ રાખજે, બેટા. એ યુવાને પણ મારા દીક્રાએ છે, એમને માટે પણ મારે આશીર્વાદ છે. એમને ખબર ન હોય પણ હું એમને માટે રોજ ભગવાનને પ્રાર્થના કર" છું. અને તારા હાથે એ પવિત્ર કામ થાય એ મારા જીવનને મોટામાં મેટે આનંદ છે. આ દેહને હવે ભરોસે નહિ, મેહ પણ નહિ, પણ તું એ કામ કરી રહ્યો છે એ આનંદ સાથે હું હજુ જીવીશ, અને ભગવાન બેલાવે ત્યારે એ આનંદ સાથે જઈશ. હું ત્યાં પહોંચી ગયો હશે એટલે તરત ફરીથી કામે લાગજે. હા. એ કામ છે. ડીને અહીં મારી સંભાળ લેવા આવ્યા એ માટે મને એક વાર તે તારી આભાર વનવા દે. ભગવાન તાર ભલું કરે, બેટા. તારા કોગળની રાહ જોઉં છું, હવે તે કાગળની જ સહ જોવાની રહીને! જરૂર લખજે.”
આ માતાની ભાવના ધર્મની ભાવના છે.
કુટુંબ સાધના એ ઉત્તમ સાધના છે. આવી બધાને પ્રતીતિ થાય તે કુટુંબમાં ઉત્તમ કામ કરી શકીએ. ભગવાન પાસે જઈએ ત્યારે જગતને ગુહદ્ કુટુંબ માનીએ, પ્રભુને પરમ પિતા સમજી તેની પ્રાર્થના કરીએ !
ફાધર વાલેસ