________________
૧૮૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧-૬૯
1
પ્રટને લગતી ચર્ચાઓ સારા પ્રમાણમાં પ્રગટ કરવામાં આવતી હતી, એમ છતાં એમાં વિશાળ સમાજના પ્રશ્નો – પછી તે રાજકીય હોય, સામાજિક હોય કે તાત્વિક હોય - તેની ચર્ચા-વિચારણાને મહત્ત્વનું સ્થાન મળતું અને તેનું નામ સંપ્રદાયસૂચક હોવા છતાં તેની દષ્ટિ બિનસાંપ્રદાયિક હતી. આમ છતાં તેના આ વિશાળ
સ્વરૂપની જોઈએ તેટલી કદર થતી નથી એમ લાગતું હતું, અને જેનેતર મિત્રો તરફથી એવા ઉદ્ગારો સાંભળવામાં આવતા કે એનું નામ પ્રબુદ્ધ જૈન છે તો એમાં લખાણો પણ જૈન સમાજના પ્રશ્નોને લગતાં જ હોવાં જોઈએ એવા ખ્યાલથી પ્રબુદ્ધ જૈન તરફ અમારૂં ધ્યાન ખેંચાતું નથી. આ અનુભવ ઉપરથી પ્રબુદ્ધ જૈનને વ્યાપક પ્રચાર થાય અને તે પાછળ રહેલી બિનકોમી – બિન સાંપ્રદાયિકદષ્ટિથી ગુજરાતી ભાષા-ભાષી જૈન સમાજ પરિચિત થાય એ હેતુથી તા. ૧-૫-૫૩ થી અમે પ્રબુદ્ધ જૈન એ નામ બદલીને પ્રબુદ્ધ જીવન એ નામે સંઘના મુખપત્રને પ્રગટ કરવું શરૂ કર્યું. આ વિચાર યા વલણને, શ્રી રતિભાઈ જણાવે છે તે મુજબ, વ્યાપકતાના મેહ તરીકે કોઈ વર્ણવે તો તે સામે મને કોઈ વાંધો જ નથી. પણ આજ સુધીના અનુભવ ઉપરથી મને લાગે છે કે નામપરિવર્તન પાછળ રહેલો હેતુ પૂરા અંશમાં સફળ થયો છે. આજે પ્રબુદ્ધ જીવને તેના સંપાદન પાછળ રહેલી ઉદાત્ત દષ્ટિના કારણે ગુજરાતી ભાષાના પત્રકાર સાહિત્યમાં સારી એવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે અને તેનું વાંચન પણ બહોળા પ્રમાણમાં થાય છે. ચાલુ વર્ષના શરૂ શરૂના ચારપાંચ અંકમાં પ્રગટ થયેલા પ્રબુદ્ધ જીવન પ્રત્યે સદ્ભાવ દાખવતા પત્રે પણ આ બાબતને પૂરતો પુરાવે છે. અલબત્ત, આ નામપરિવર્તનનું એક પરિણામ જરૂર આવ્યું છે કે “પ્રબુદ્ધ જૈન ”ના અસ્તિત્વ દરમિયાન તેમાં જૈન સમાજના પ્રશ્નોની છણાવટ જે બહોળા પ્રમાણમાં આવતી હતી તે પ્રમાણ નામ પરિવર્તન બાદ જરૂર ઘટયું છે અને હું માનું છું કે નામપરિવર્તનનું આ ગુણપરિવર્તન સ્વાભાવિક છે. આમ છતાં પણ જૈન સમાજને વધારે વ્યાપકપણે સ્પર્શતા પ્રશ્નો, જેમ કે જૈન તીર્થોને પ્રશ્ન, જૈન એકતાનો પ્રશ્ન, મહાવીર નિર્વાણ ૨૫૦૮મી શતાબ્દીને પ્રશ્ન, મુહપતિને પ્રશ્ન, સાધુસંસ્થાના પ્રશ્ન, વિજ્ઞાન સાથે સંબંધ ધરાવતી ધાર્મિક માન્યતાને પ્રશ્ના, - આવા પ્રશ્નો અંગે જ્યારે જ્યારે જરૂર જણાઈ ત્યારે ત્યારે પ્રબુદ્ધ જીવનમાં તેને લગતી ચર્ચા-વિચારણાને પૂરો અવકાશ આપવામાં આવ્યા છે. આમ વિશાળ ક્ષેત્રને વરેલા પત્રમાં એક ધાર્મિક સમાજ કે સંપ્રદાયને લગતા પ્રશ્નોની ચર્ચાને સીમિત અવકાશ હોઈ શકે એ સહજ સમજી શકાય તેવું છે અને એ સ્વાભાવિક પણ છે. એટલા પૂરત શ્રી રતિભાઈને એ આક્ષેપ હું સ્વીકારું છું કે જૈન સમાજને પ્રબુદ્ધ જીવનનો તેમની દૃષ્ટિએ જે લાભ મળવો જોઈએ તે મળ્યું નથી. પણ એ ઉપરથી તેઓ જે એમ. સૂચવવા માગે છે કે પ્રબુદ્ધ જીવને પોતાના નામપરિવર્તન દ્વારા કોઈ વિશેષ હિત સાધ્યું નથી એ તેમને આક્ષેપ મને સ્વીકાર્ય નથી. , નામપરિવર્તનના કારણે મારા દિલમાં કોઈ અફસ કે વસવસે નથી.
માનવીનું ચિતન પિતે જે રીમિત સંયોગમાં જન્મ્યો અને ઉછર્યો હોય તે સંયોગના પ્રભાવ નીચે શરૂ થાય છે અને પ્રારંભમાં પોતાની નાત, જાત, ધર્મ, સંપ્રદાય અને સાંકડા ભૌગોલિક સીમાડા પૂરતું તે સંકીર્ણ હોય છે. તે માનવી જે વિકાસલક્ષી હોય તે તેના આ સીમાડા અને બંધને વિસ્તૃત થતા જાય છે અને તેનું ચિંતન વિશાળ બનતું જાય છે. પહેલાં તે અમુક સંપ્રદાયની વિચારસરણીથી પરિબદ્ધ હોય છે અને અમુક નાન સમાજ એ જ તેની વૈચારિક દુનિયા હોય છે. આવી વ્યકિતમાં ઉત્ક્રાન્તિ થતાં ધર્મના, સંપ્રદાયના અને દેશના સાંકડા સીમાડા ઓળાંગીને તે આગળ વધતી ચાલે છે અને સંપ્રદાય અને સાંકડા સમાજની નાની બાબતને અમુક કાળે તે અરાધારણ મહત્ત્વ આપતી હતી તેના સ્થાને તે તે
બાબતો તેના વિશાળ બનતાં જતા ચિત્તનના ક્ષેત્રમાં પરિમિત અને સમુચિત સ્થાને ગોઠવાતી જાય છે અને તેનું ચિંતન નવાં નવાં પરિમાણોને સ્પર્શનું આગળ ને આગળ વધતું જાય છે. વિચાર ક્રાન્તિને આ સ્વાભાવિક વિકાસક્રમ છે. આવી વ્યકિત માટે પાછા હઠવું કે જે સંકીર્ણતામાંથી છૂટીને તે બહાર નીકળી છે તેમાં પાછા સમાવું તે કોશેટામાં અમુક વખત પુરાઈ રહેલા અને સમય પાકતા પાંખ લાધતા અને કોશેટામાંથી બહાર નીકળતા કીડાને કોશેટામાં પાછા સમાવા જેટલું જ અશકય છે. આ જ વિચારધારા કોઈ ચક્કસ પ્રકારની પ્રચારલક્ષી વિચારસણી સાથે બંધાયેલી નહિ પણ સાંકડા વર્તુલ યા ક્ષેત્રથી શરૂ કરવામાં આવેલાં અને એમ છતાં પણ સ્વાભાવિક વિકાસનુક્રમને અનુસરતા વિચારપ્રધાન સામયિકને ' લાગુ પડે છે. “પ્રબુદ્ધ જેન’માંથી પ્રબુદ્ધ જીવનમાં પરિણમેલા સામયિકની વિકાસકથા પણ કાંઈક આ પ્રકારની છે.
પરમાનંદ - ક્રિયાકેશ સંપાદક : શ્રી મેહનલાલ બાંઠિયા શ્રીચંદ ચેરડિયા
દેશ તથા વિદેશના દાર્શનિક વિદ્વાનો દ્વારા બહુ પ્રશંસાપાત્ર બનેલ ‘લેશ્યકોશના પ્રકાશન બાદ તરતમાં જ ક્રિયાકેશ પ્રકાશિત થઈ રહ્યો છે. મૂલ્ય રૂ. ૧૫. ૩૧ મી ડિસેમ્બર ૧૯૬૯ સુધીમાં આગળથી ઍર આપનારને ૨૦ ટકા કમિશન આપવામાં આવશે. પોસ્ટ ખર્ચ નહિ લાગે. મૂલ્ય સહિત આગળથી ઑર્ડર નીચેના સરનામે મેલવા વિનંતિ છે :
જૈન દર્શન સમિતિ-૧૬ સી, ડોવર લેઈન, ક્લકત્તા-૨૯ શ્રી મુંબઈ જૈન યુવક સંધના નવા કાર્યાલયનું
તથા શ્રી પરમાનંદ કાપડિયા સભાગ્રહનું
ઉદ્દઘાટન ચાલુ ડિસેમ્બર માસની ૨૫મી તારીખ અને ગુરુવારે સવારે ૯-૩૦ વાગ્યે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના નવા કાર્યાલયનું અને શ્રી પરમાનંદ કાપડિયા રસભાગૃહનું પૂજય કાકાસાહેબ કાલેલકરના વરદ હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવશે. આ શુભ પ્રસંગે સંઘના સભ્યોને, પ્રબુદ્ધ જીવનના ગ્રાહકોને અને સંઘના સર્વ કોઈ મિત્રો અને પ્રસંશકોને ઉપસ્થિત થવા અને સંઘના આ મંગળ પ્રસંગને આવકારવા અમારું ભાવભર્યું નિમંત્રણ છે.
સમારંભસ્થળઃ ચીમનલાલ ચ. શાહ-પ્રમુખ વનિતા વિશ્રામ સભાગૃહ પરમાનંદ કું. કાપડિયા-ઉપપ્રમુખ
કાર્યાલયસ્થળ : ટોપીવાળા મેન્શન, બીજે માળ ચીમનલાલ જે. શાહ). ૩૮૫, સરદાર વલ્લભભાઈ સુબોધભાઈ એમ. શાહ)
પટેલ રોડ, મુંબઈ-૪. વિષય સૂચિ
પ્રક કુટુંબભાવના ફાધર વાલેસ
૧૮૧ ગાયનું દૂધ કૂતરા પી ગયા! રાષ્ટ્રીય ભ્રષ્ટતાને નાદર નમૂને રતિલાલ દીપરાંદ દેસાઈ ૧૮૪ નિરામિષાહાર: જીવન વિકાસને માનવ્ય માર્ગ
3. વસંતકુમાર ન. જાઈ ૧૮૫ ગુરુ વિષે રતુભાઈ દેસાઈ
૧૮૬ ‘પ્રબુદ્ધ જીવન પર તહોમતનામું
રતિલાલ મફાભાઈ શાહ ૧૮૭ પદવીદાન સમારંભ પ્રવચન ગગનવિહારી લ. મહેતા પ્રકીર્ણ નોંધ: ગાંધીજીના પરમાનંદ
૧૯૧ અન્તવાસી શ્રી મનુબહેન ગાંધી નું અકાળ અવસાન, શ્રી ગિરધરલાલ દફતરીને મુંબઈના સ્થાનકવાસી જૈન સંઘે અર્પણ કરેલ રૂ. ૧,૧૩, ૧૩૧, ને ચેક ઘાતકીપણાની પણ આ તે કેવી પરાકાષ્ટા, આત્મકથન.
વિમલાબહેન ઠકાર ૧૯૨
૧૮૯