________________
તા. ૧–૧૨–૦૯
- પ્રબુદ્ધ જીવન .
૧૭૫
મક
રામ દવેને લેખ, જે તા. ૨૬-૯-૬૯ના ભૂમિપુત્રમાં પ્રગટ થયો છે તે, પ્રબુદ્ધ જીવનના વાચકોની જાણકારી માટે નીચે પ્રગટ કરવામાં આવે છે. તંત્રી)
તા. ૧૧ સપ્ટેમ્બરે ગુજરાત વિદ્યાપીઠમાં ચર્મ કાકાસાહેબ કાલેલકરના પ્રમુખસ્થાને એક નાની પરિષદ મળી હતી. ગાંધી
તારકની કલ્પનાના જનક શ્રી - t . . ૮ પ્રતાપરાય મહેતા બેંગલોરથી ખાસ
આવ્યા હતા. ગાંધી વિદ્યાપીઠ તરફથી મેં તથા ગુજરાત વિદ્યાપીઠ તરફથી શ્રી ઠાકોરભાઈ દેસાઈએ આવેલા સજજનેનું સ્વાગત ક્યાં
પછી શ્રી પ્રતાપરાયે પિતાની
* ૫ને સમજાવી હતી. ગાંધી-નામ માટે પસંદ કરેલા તારે પ્રથમ પંકિતના ૨૦ તારાઓ પૈકીને છે, અને તેની વિશેષતા એ છે કે એને આજ સુધીના જમાનામાં ખાસ કંઈ નામ મળ્યું નથી. શ્રી પ્રતાપરાય નભોમંડળને એક ખાસ ગોળા બનાવી લાવ્યા હતા, જેમાં આકાશનાં નક્ષત્રો બતાવવામાં આવ્યાં હતાં. આપણીથી તારાઓનાં અંતરોની કલ્પને આપતાં સધિને પણ તેમણે સભાને બતાવ્યાં. તારાઓના નકશા બતાવનારી છત્રીએ પણ તેમણે પ્રદર્શિત કરી.
આ પછી શ્રી કાકાસાહેબે પ્રમુખસ્થાનેથી સુંદર પ્રવચન કર્યું, જેમાં તેમણે જેલમાં ગાંધીજીને તારાદર્શનને કે રસ ચડાવ્યો હતો તેનું રસિક વર્ણન કર્યું હતું.
પ્રમુખશ્રીના પ્રવચન બાદ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી ઉમાશંકર જોષીએ નીચેને પ્રસ્તાવ રજૂ કર્યો હતો : - “પ્રાચીન કાળથી બધા દેશના લોકોએ આકાશના મુખ્ય મુખ્ય તારાઓને મનગમતાં નામે આપ્યાં છે અને એ રીતે માનવજાતિમાંની ઋષિમુનિ જેવી ચિરસ્મરણીય વ્યકિતઓનાં એમણે સ્મારક બનાવ્યાં છે. આજે આપણા યુગમાં મહાત્મા ગાંધીજીએ માનવજાતિને સત્ય, અહિંસા, સંયમ અને સેવા દ્વારા સંસ્કૃતિને આદર્શ આપ્યો છે. તેથી એમને નામે પણ આકાશના કઈ તારાને ઓળખવાનું નક્કી કરીએ તો તે ઉચિત ગણાશે. "
“આપણે ત્યાં ધ્રુવ, સપ્તર્ષિ શ્રવણ, ગતિ વગેરે નામે છે જ. ત્યારે ધ્રુવ અને સપ્તર્ષિની આસપાસને એક તેજસ્વી તારે, જે આજે પશ્ચિમમાં હંસ મંડળના પુચ્છ તરીકે ઓળખાય છે અને જેનું ગ્રીક નામ Deneb છે, એને આપણે “ગાંધી-તારક” તરીકે ઓળખીએ એવી દરખાસ્ત એક જ્યોતિષ તેમ જ ગાંધીજીના પ્રેમી સજજન તરફથી થઈ છે.
“ધ્યાનમાં રાખવાની એક વાત એ છે કે આજે પૃથ્વીની ધરી જે તારા તરફ તાકે છે તે તારાને આપણે ધ્રુવ તરીકે ઓળખીએ છીએ. પૃથ્વીની ધરીની દિશા સ્થિર ગણાય છે ખરી, છતાં ભમરડાની પેઠે એનું માથું પણ અમુક હજાર વરસે એક ચક્ર ફરી લે છે.
જ્યોતિષીઓએ એની ગતિનું ગણિત શોધી કાઢયું છે, તે પ્રમાણે આજથી અમુક હજાર વર્ષ પછી આ ડેનેબ, જેને આપણે “ગાંધીતારક”નું નામ આપવા માગીએ છીએ, તે ધ્રુવ તારો થશે. આજના ધ્રુવ તારા કરતાં આ ધ્રુવ તારો અનેક ગણે ઉજજવળ છે, અને આકાશમાં પ્રથમ પંકિતના તારાઓ પૈકીનું એક છે. ' “આ બધી વિગતેનો વિચાર કરી આ પરિષદ આ સૂચનાને સ્વીકાર કરે છે અને તમામ દેશવાસીઓને અને દુનિયાને પણ ભલામણ કરે છે કે હવે પછી પંચાંગમાં, જ્યોતિષ ગ્રન્થામાં અને
સામાન્ય સાહિત્યમાં તેમ જ કાવ્યમાં આ તારકને આપણે “ગાંધીતારક” કહેવા લાગીએ.'
ઠરાવને પ્રથમ જાણીતા જ્યોતિષવેત્તા શ્રી હરિહરભાઈ ભટ્ટ અનુમોદન આપ્યું હતું, અને હાલ આપણે નમ્રભાવે ભારતમાં જ આ નામ પ્રચલિત થાય એમ ઈચ્છા કરીએ એવી ભલામણ કરી હતી. બીજાઓએ પણ ઠરાવને પિતાના ટેકા આપ્યા બાદ સભાએ ઠરાવને સર્વાનુમતિથી પસાર કર્યો હતો.
ગાંધી-તારકની કલ્પનાને ગુજરાતમાંની સર્વ યુનિવર્સિટીઓના કુલપતિએાએ તેમ જ અનેક શિક્ષણ સંસ્થાઓના આચાર્યોએ વધાવી લેતા રાંદેશા મોકલ્યા હતા.
- જુગતરામ દવે શબ્દોની સાચવણ ૪ સજીવસૃષ્ટિમાં આપણે મનુષ્યો બેલકા પ્રાણીએ છીએ. ભાષા આપણું બળ છે, આપણી શકિત છે અને એ વડે જ આપણી સભ્યતા. આટલી પાંગરી છે. વાણીનું કાર્ય વસ્ત્રની જેમ વ્યકિતની શોભા જ વધારવાનું નથી, પણ વ્યકિતના હૃદયને આવિષ્કાર કરવાનું પણ છે. આ વાણી એટલે ટોળે મળેલા સારા સારા શબ્દોને સમૂહ નહીં, પણ ચક્કસ વિચાર કે ભાવને ન્યાયપૂર્ણ વકતવ્ય આપી શકતું સબળ શબ્દગૂંફન. વ્યકત કરવા ધારેલા વિચાર કે ભાવને ગ્ય રીતે અને યોગ્ય ઢબે ન્યાય આપી શકે તે જ ખરી ભાષા.
એવી આ ભાષા એકે એક શબ્દ કિંમતી, નિત્યનૂતન અને પોતાની તાજગી સદાય જાળવી રાખનાર છે. એને–એના મર્મને આંચ ન આવવા દેવી એ એના ભાષક તરીકેની આપણી ફરજ છે. શબ્દનું અસલ તેજ ચાલ્યું ન જાય, તેને ઘસારો ન પહોંચે અને કયારેય પણ પિતાનું બળ બરાબ? વ્યકત કરી શકે તેવું જોમ તેનું ટકી રહે એટલી ચીવટ આપણે સેવવી જ જોઈએ.’
ખેદ સાથે કહીએ કે શબ્દોની આવી સાચવણી આપણી પાસે નથી. આપણી શબ્દશકિતને વેડફી નાખી આપણી ભાષાના નૂરને આપણે હાનિ પહોંચાડીએ છીએ. જેમ આવે તેમ અને જ્યાં ને ત્યાં શબ્દ વાપરી નાખતી પ્રજા શબ્દને ઘસારો પહોંચાડે છે, શબ્દને તેના અસલ રણકાથી વેગળો કરી બેદે બનાવી મૂકે છે.
એક સભ્ય માનવી તરીકે બીજી વસ્તુની અને બીજી બાબતેની જેટલી સાચવણ આપણી પાસે છે તેટલી શબ્દોની સાચવણ આપણી પાસે નથી. વળી શબ્દની વાત અનેખી છે. એક વાર ઘસારે પામેલ શબ્દની ફરી મરમ્મત થઈ શકતી નથી. એક વખત ' તેજ ઑઈ બેસેલ શબ્દમાં ફરી એવું તેજ આવી શકતું નથી. તેને રણકો ચાલી ગયા પછી તે બેદો જ રહેવા પામે છે. | શબ્દને ઉપયોગ શબ્દભંડોળનું પ્રદર્શન કરવા માટે નથી. શબ્દને ઉપયોગ આપણું અજ્ઞાન કે આપણી શૂન્યતા ઢાંકવા માટે પણ નથી. કોઈ પણ જાહેર વકતા કે લેખક જ્યારે આ લોભમાં ફ્રાય છે ત્યારે પ્રજાની આ મૂડીને આંચ પહોંચાડે છે. સભ્યતા અને સંસ્કૃતિના વિવિધ ક્ષેત્રોની નવી નવી ક્ષિતિજો ખૂલતાં નવા શબ્દોથી ભાષા સમૃદ્ધ બની શકે. નવી ભૂમિકા પર પગ મૂકતાં કેટલાક શબ્દોનો ઉપગ ન પણ રહે. પરંતુ જે શબ્દો સનાતન જેવા છે તેને ઉપયોગ બહુ વિવેકપૂર્વક થવો જોઈએ.
તળી તોળીને, આપણા લક્ષ્યને બરાબર પાર પાડે તેવા જ શબ્દનો ઉપયોગ કરી આપણા કથનને બરાબર ઘાટ આપવો જોઈએ
અને આપણી ભાષનું હીર અને નૂર સાચવવું જોઈએ. જેમ ફાવે તેમ શબ્દો વાપરી નાખવાથી ભાષાના હીર અને ખમીરને હાનિ પહોંચે છે. આવા ગુનાહમાં એક ભાષાવીર તરીકે, એક ભાષાપ્રેમી તરીકે જાગૃત વ્યકિતએ નહિ ફસાવું જોઈએ.
લલિત શાહ