________________
તા. ૧-૧૨-૬૯
પ્રબુદ્ધ જીવન
૧૯૧
છતાં પોતાના મતભેદો જાહેરમાં આવવા ન દીધા અને દેશના હિતમાં નહેરુની આગેવાની સ્વીકારી. બાબુ પુરુષોત્તમદાર ટન્ડનને પોતે કેંગ્રેસના પ્રમુખસ્થાને લાવ્યા હતા. નહેરુ સાથે ન બનવાથી, ટન્ડન બાબુને છૂટા થવું પડયું. આ કડવો ઘૂંટડે પી ગયા. આ બધા મહાપુરુષ હતી. મેટા દિલની હતી.
- ઈન્દિરાજી સામે આક્ષેપ | ઈન્દિરા ગાંધી સામે બે મુખ્ય આક્ષેપ છે. એક શિસ્તભંગને અને બીજે સામ્યવાદીઓના ટેકાથી સત્તા જમાવે છે અને દેશને સામ્યવાદ તરફ ઘસડી જાય છે.
શિસ્તભંગને આરેપ ખોટો નથી. પણ શિસ્તના બંધનને મર્યાદા હોય છે. યથાવત્ સ્થિતિ Statusquo જાળવી રાખવા શિસ્ત મોટું સાધન છે, પણ જ્યાં વર્તમાન સ્થિતિથી મેટ અસંતેષ હોય અને સ્થાપિત હિતે અથવા સત્તાધિશો સામે લડવું પડે, ત્યાં શિસ્તભંગ અનિવાર્ય છે કારણ કે તે બળવો છે. બળ કરનાર નિષ્ફળ થાય તે ઉખડી જાય. સફળ થાય તે શિસ્તભંગ જરૂરી હતો એમ લેિખાય. ગાંધીજીએ સવિનય કાનૂન ભંગ કર્યો ત્યારે વિનીતેને . આ જ આક્ષેપ હતો કે પ્રજા કાયદાનું ઉલ્લંઘન કરતી થશે અને કાયદા અને વ્યવસ્થા પ્રત્યે આદર નહિ રહે તે અરાજકતા થશે. ગાંધીજીએ કહ્યું હતું કે સત્યાગ્રહી શિસ્તમાં માને છે. જેલ જાય તે જેલના બધા નિયમ પાળશે પણ શિસ્તને નામે અન્યાય સહન નહિ કરે. કેટલાક લોકો હજી પણ માને છે કે ગાંધીજીએ પ્રજામાં કાયદા અને સત્તા સામે જે વ્યાપક અનાદર લાભે કર્યો તેના પરિણામે હજી પણ સમાજમાં વ્યાપક અશિસ્ત રૂપે દેખાય છે. બે પાંચ ટકા માણસે અનાદર કરે તે શિસ્તને નામે પગલાઓ લેવાય. પણ ૭૫ ટકાને વિરોધ હોય અને ૨૫ ટકા સત્તા પર હોય ત્યારે શિસ્તને નામે હકૂમત ભેગવવાનો અધિકાર તેમને રહેતા નથી.
સામ્યવાદને ખાટો આક્ષેપ 'ઈન્દિરા ગાંધી દેશને સામ્યવાદ તરફ લઈ જાય છે તે આપ સાચે નથી. નહેરુ સામે પણ આ જ આક્ષેપ થતા. બેંગલોરમાં સ્વીકારેલ આર્થિક નીતિ સામ્યવાદ તરફ લઈ જતી હોય તે ઈન્દિરા ગાંધી અને સિન્ડિકેટના બધા સભ્યો સામ્યવાદી છે. ઈન્દિરા ગાંધીને જે વર્ગ વિરોધ કરે છે તેને ખરો વિરોધ તો બેંગ્લોરની આર્થિક નીતિ સામે છે. પણ આ વિરોધ જાહેર રીતે કરી શકે તેમ નથી એટલે તેમને સામ્યવાદી કહી ઉતારી પાડવાનું કરે છે. સામ્યવાદીઓ એમને પોતાના સ્વાર્થે કે આપે છે, જેમ સ્વતંત્ર પક્ષ અને જનસંઘ સિન્ડિકેટને ટેકે આપે છે. દિલ્હીની મહાસમિતિની બેઠક પછી તે તેમની સામે હવે એવો આક્ષેપ થાય છે કે નહેરુની પેઠે, ઈન્દિરા ગાંધી પણ સમાજવાદની વાત જ કરે છે. તે દિશામાં કાંઈ નક્કર વરિત પગલા લેતા નથી અથવા લેવાના નથી. આ બેઠકમાં આર્થિક નીતિના અમલ માટે ચોક્કસ પગલાંઓની જાહેરાત થશે એમ ધાર્યું હતું તેવું કાંઈ ન બન્યું એટલે ઈન્દિરા ગાંધીના કેટલાય સાથીદારો નિરાશ થયા છે. ઈન્દિરા ગાંધીના પક્ષે એમ કહેવાયું કે પાર્લામેન્ટ ચાલુ હોવાથી નીતિવિષયક જાહેરાત અન્યત્ર કરવી તેમાં પાર્લામેન્ટનું માનભંગ ગણાય. જે હોષ તે. ઈન્દરા ગાંધીએ સામ્યવાદીઓ કે ડાબેરીઓને રાજી રાખવાની કઈ ઉતાવળ . બતાવી નથી
ઈન્દિરાજી માટે વિકટ માર્ગ ઈન્દિરા ગાંધીને માર્ગ ઘણા વિકટ છે. વડીલ નેતાઓને .વિધ તે છે જ. ઈન્દિરા ગાંધીના પક્ષમાં જેઓ અત્યારે દેખાયું છે તે બધા જ સાચા દેશહિતચિતક કે સમાજવાદી નથી. લેભથી, લાલચથી, ભયથી, સ્વાર્થથી, ઘણાં ચાલુ ગાડીએ બેસી જાય. પિતાનું હિત ન સચવાય તે નિરાશ થીય, અસંતેષ જાગે. આવું કાંઈક શરૂ પણ થયું છે. નવી વર્કિંગ કમિટીની રચનાથી કેટલાકને , અસંતોષ થયો છે. બધાને રાજી કયાંથી રાખી
શકાય ? કેટલાક ભૂતપૂર્વ સામ્યવાદી હતા એવા પણ ઘુસ્યા છે. સુબ્રમણ્યમે કહ્યું કે, મારી ભૂલ થઈ હશે, નવા પ્રમુખ સુધારી લેશે. ઈન્દિરા ગાંધીની પૂરી કટી છે. આવા શંભુમેળાને કાબૂમાં રાખવા અને પિતાના ધ્યેયને વળગી રહેવું સહેલું નથી. સિન્ડિકેટના સભ્યોની એ જ ગણતરી છે કે વખત જતાં કેટલાય ખરી પડશે. સિન્ડીકેટ પક્ષે આ પરિણામ માટે બધા મૂહો અને યુકિતઓ અજમાવાય છે. રાજયમાં પક્ષાન્તરો જેમ થયા તેમ કોંગ્રેસના આ બે પક્ષમાં કેટલાક પ્રમાણમાં થશે. તક્નાદીઓ બધે હોય છે, પણ ત્યાં જ ઈન્દિરા ગાંધીની નેતૃત્વશકિતને મુકાબલે થશે. અત્યાર સુધી તેમણે હિંમત, સાહસ અને આત્મવિશ્વાસ બતાવ્યા છે.
જમણેરી પક્ષોને કોઈ સ્થાન નથી . ઈન્દિરા ગાંધી ટકે કે પડે. એક વાત સાફ છે, જમણેરી પક્ષને કોઈ સ્થાન નથી. અસમાનતા, ગરીબાઈ, ઝડપથી દૂર કરે અને સ્થાપિત હિતને નાબૂદ કરે એ પક્ષ જ પ્રજાને સાથ પામશે. સિન્ડિકેટને પક્ષ સત્તા સ્થાન મેળવી શકશે તે પણ તેણે આ જ દિશામાં વેગથી જવાનું રહેશે. ઈન્દિરા ગાંધીને તેડી પાડીને કદાચ સામવાદીઓને જ બળ મળશે. સામ્યવાદ અટકાવવો હોય તે સાચે લેકશાહી સમાજવાદ વરિત સ્થાપિત કરવા માટે, તેમના માર્ગમાં અવરો નાખવાને બદલે તેમને સહાયભૂત થવું અને તકવાદીઓ એમની પડખે ચડયા હોય તેમને હઠાવવા. વર્તમાન સંજોગોમાં સિન્ડિકેટ આવું કોઈ વલણ સ્વીકારે તેવું દેખાતું નથી, તેથી અસ્થિરતા રહેશે. છેવટ કદાચ પ્રજાએ વચગાળાની ચૂંટણીથી નિર્ણય કરવાનું રહેશે. વચગાળાની ચૂંટણીને અનુભવ આશાસ્પદ નથી. કઈ પક્ષ કદાચ સ્પષ્ટ બહુમતીમાં ન આવે તે અસ્થિરતા વયે જ, બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહારમાં આ જ અનુભવ છે. વચગાળાની ચૂંટણી કરવી પડે એટલી હદે ઈન્દિરા ગાંધીને તંગ કરવામાં કોઈને લાભ નથી, દેશને તે નથી જ,
આ ગાંધીજીને માર્ગ નથી. એક વાત સમજી લેવી. અત્યારે જે બની રહ્યું છે તે ગાંધીજીનું રાજકારણ નથી, તેમને માર્ગ નથી, તેમની નીતિ નથી, તેમનાં મૂલ્ય નથી. ગાંધીજીનું નામ વટાવવાને કોઈ પક્ષને અધિકાર રહ્યો નથી. અત્યારના કોંગ્રેસના આંતરવિગ્રહમાં સૌજન્ય નથી, વિવેક નથી, મર્યાદા નથી, બેમાંથી એકેયે પક્ષે આર્થિક નીતિ પણ ગાંધીજીની નથી. મેટા પાયા ઉપરનું ઔદ્યોગિકરણ અને તેના અનિષ્ટ, આર્થિક નીતિમાં રહ્યાં છે. મૂડીવાદ, સમાજવાદ કે સામ્યવાદ એ ત્રણેયની જીવનદષ્ટિ એક જ છે. ભૌતિક સમૃદ્ધિની, કેન્દ્રિકરણની. તેમાં ગાંધીજીની સાદાઈ, સંયમી જીવન, જીવનની ઓછી જરૂરિયાત, આર્થિક અને રાજકીય સત્તનું વિકેન્દ્રિકરણ-આ કાંઈ નથી. નેહરુએ જ દિશા પલટાવી હતી. . હું કોઈ રાજકીય પક્ષમાં નથી. મારે કોઈ રાજકીય આકાંક્ષા નથી. બને તેટલું તટસ્થપણે વર્તમાન પરિસ્થિતિને વાસ્તવિક અભ્યાસ અને ચિત્તનને પરિણામે મને સૂઝે છે તે લખું છું. તેમાં ભૂલ કે અધૂરાપણું હશે પણ એટલું કહું કે પ્રમાણિક વિચારો છે, સ્વાર્થ નથી. કોઈ નિરીક્ષક ભૂલ બતાવે તે આવકારું. પણ નિરીક્ષક પોતે કોઈ એક રાજકીય પક્ષને વરેલ હોય (Committed) તે મારી અને તેમની દષ્ટિ જુદી રહેવાની. વર્તમાનપત્રો માટે હું લખતું નથી. મારા મિત્ર ભાઈ પરમાનંદ કાપડિયા પરાણે લખાવે ત્યારે પ્રબુદ્ધ જીવન માટે કાંઈક લખું છું.’ ‘જન્મભૂમિ'ના તંત્રીને મેગ્ય લાગ્યું તે એક લેખ ઉધૂત કર્યો. આ પણ છાપે છે. તેમાં તેમને સંપૂર્ણ સ્વતંત્રતા છે. મારા વિચારે નવા નથી. બેંગ્લોર અધિવેશનથી આ વિચારે “પ્રબુદ્ધ જીવનમાં ઓપતો રહ્યો છું. રોટરી કલબ કે લાયન્સ ક્લબ કે અન્યત્ર, શેતાગણની ચિન્તા કર્યા વિના મારા વિચારો જાહેર કર્યા છે. ૩૦ વર્ષથી. લોકશાહી સમાજવાદમાં માનું છું. તેને કાંઈક અંશે અમલમાં મૂકવાને અવસર હવે આવ્યું છે એમ લાગવાથી તે આવકારું છું.
ચીમનલાલ ચકુભાઈ શાહ