SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ પ્રબુદ્ધ જીવન બરતરફ કરતાં ઠરાવને દુ:ખદ ગણાવી, એકતા માટે પ્રયત્ન કરવા શ્રી પાટિલ અને હાફીઝકાને આદેશ આપ્યો. મહાસમિતિની બેઠકમાં ગુજરાતની પેઠે, મુંબઈના સભ્યોને હાજર ન રહેવાના આદેશ આપ્યો નહિ. શ્રી પાટિલનું માન જાળવવા આ ઠરાવ થયો તેમ દેખાય છે. મુંબઈની ઘણાં વર્ષો તેમણે અવિરત સેવા કરી છે. આજે તેમનાથી જુદા પડે છે એવા સાથીઓ પણ, તેમણે રાજીનામું આપવું પડે એવી પરિસ્થિતિમાં તેમને મૂકવા ઈચ્છતા ન હતા. પણ એ કાં સુધી ચાલશે ? મુંબઈમાં કાગ્રેસનું અધિવેશન મુંબઈ પ્રદેશ સમિતિ અને મહારાષ્ટ્ર પ્રદેશ સમિતિ સાથે મળી યેજશે એવી જાહેરાત થઈ છે. મુંબઈ પ્રદેશ સમિતિ દ્રિધાભર્યું વલણ કયાં સુધી ચાલુ રાખી શકશે? ગુજરાતમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ સાહેબે જોરદાર રીતે અનેક વખત જાહેર કર્યું છે કે ગુજરાત કૉંગ્રેસ વડીલ નેતાઓને જ સાથ આપશે. મુખ્ય પ્રધાન શ્રી હિતેન્દ્ર દેસાઈનું પણ એ જ વલણ છે. ગુજરાતમાં પણ ખળભળાટ શરૂ થયો છે. અંદરથી ચાલુ નેતાગીરી સામે કેટલા અસંતોષ છે તેનું માપ હવે પછી નિકળશે. શ્રી ઢેબરભાઈ ગુજરાત-સૌરાષ્ટ્રના કોંગ્રેસજનને કાંઈક ચોક્કસ માર્ગદર્શન આપશે એવી આશા હતી. પાતાનો અભિપ્રાય અસંદિગ્ધપણે તેમણે જાહેર કર્યો છે. યુવાન પેઢીને સૂકાન સોંપી, વડીલ નેતાઓએ સલાહકાર રહેવું એમાં તેમને દેશનું હિત જણાય છે. મહાસમિતિ અને કેંગ્રેસનું ખુલ્લું અધિવેશન બોલાવી, બહુમતીના નિર્ણય સ્વીકારવા એ વિકલ્પ પણ તેમણે સૂચવ્યા છે. છેવટ, કૉંગ્રેસને લોકસેવક સંઘમાં પલટાવવી અને રાજકીય પક્ષો દરેકે પોતાના કરી લેવા એમ કહ્યું છે. પણ તેમનું મનામંથન કોઈ સક્રિય પગલાં લેવા તરફ તેમને વાળતું હોય તેમ હજી જણાતું નથી. દિલ્હીમાં હોવા છતાં, તેની મહાસમિતિની બેઠકમાં હાજર ન રહ્યા. કાગ્રેસના હવે બે અધિવેશનો થાય છે – મુંબઈમાં અને અમદાવાદમાં–તે કાં હાજર રહેશે તે જોવાનું રહે છે. અત્યારે તો કોંગ્રેસને લોકસેવક સંઘમાં પલટાવવાની પ્રવૃત્તિ પ્રત્યે તેમનું વલણ છે. પણ આ કાર્ય અત્યારના સંજોગામાં અશકય છે તે તે પોતે પણ જાણે છે. ગુજરાતનું, ગુજરાત બહાર દેશમાં વસતા લાખે। ગુજરાર્તીઓનું અને દેશનું સમગ્રપણે હિત શેમાં છે તે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની પ્રજાએ પોતે જ નિર્ણય કરવાનો છે. સંભવ છે કે કેટલાક વખત, ગુજરાત તેના વિશિષ્ટ સંજોગોને કારણે, એકલું, અણનમ ઊભું રહે. ઉત્તર પ્રદેશમાં, કમલાપતિ ત્રિપાઠી અને બીજા આઠ પ્રધાનાના રાજીનામા પછી, ચંદ્રભાણ ગુપ્તને વિધાનસભામાં બહુમતી રહી નહિ. પણ એ તે કસાયેલા યાદ્ધા છે. ૨૯ નવા પ્રધાને નીમી દીધા. સત્તા ટકાવવા શું ન થાય ?છતાં ટકશે નહિ. બિહારમાં પોતાનું વર્ચસ્વ રાખવા, શ્રી નિલિંગપ્પાના પાર્લામેન્ટરી બાડે, હરિહરસિંગને પ્રધાનમંડળ રચવા આદેશ આપ્યો, પણ નિષ્ફળ ગયા. પશ્ચિમ બંગાળમાં સંયુકત દળ ડામાડોળ છે. મુખ્ય પ્રધાન અજય મુકરજી પોતે જ તેમની સરકાર સામે સત્યાગ્રહ કરશે! કેરળમાં બન્યું તેમ, માર્કિસ્ટ સામ્યવાદીઓની દાદાગીરી અને ગુંડાગીરીથી ત્રાસી, બંગાળના બીજા પક્ષો, વિકલ્પ રાજ્યરચના વિચારી રહ્યા છે. માયસારમાં વિરેન્દ્ર પાટિલની સ્થિતિ એટલી સ્થિર નથી. શ્રી પાટિલ યુવાન છે. ભવિષ્યનો વિચાર કરવાના છે. છેવટ માયસારનું હિત લક્ષમાં લેવું પડશે, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ આસામ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, જમ્મુ, કાશ્મીર, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, આ બધાં રાજ્યો અને તેની કોંગ્રેસ સમિતિઓના ઈન્દિરા ગાંધીને સાંથ છે. બિનકૉંગ્રેસી રાજ્યા—પંજાબ, તામિલનાડુ, કેરળ, ઓરિસા પણ પેાતાના હિતમાં ઈન્દિરા ગાંધીને ટેકો આપે છે. આ કાં ટકશે ? કૉંગ્રેસના બન્ને પક્ષેામાં હવે એકતા થાય એવા સંભવ દેખાતા નથી. રાગદ્વેષ ઘણાં ઊંડા ઉતર્યા છે. આ ભંગાણથી તા. ૧૬-૧૨-૬૯ દેશના એક ખૂણેથી બીજા ખૂણા સુધી વ્યાપક પરિણામે આવશે. જુદા પડવું અનિવાર્ય છે તે કાંઈક સમજણપૂર્વક, વિવેક – મર્યાદાથી ન બને ? આક્રમણ – પ્રતિઆક્રમણની પરંપરા ચાલુ રાખવી જ પડશે ? દેશને આ આંધીમાંથી બચાવી ન શકાય ? બળાબળનું માપ કાઢવા, બહુમતી પક્ષે ૨૬મી ડિસેમ્બરે મુંબઈમાં ખુલ્લું અધિવેશન નક્કી કર્યું જે સમયે સુરતમાં સિન્ડિકેટ જૂથની મહાસમિતિ મળવાની હતી, જેથી એક વ્યકિત બન્ને સ્થળે હાજર ન રહે અને પેાતાનું વલણ સ્પષ્ટ કરવાની ફરજ પડે. હવે સિન્ડકેટ જૂથે ૧૯-૨૦ ડિસેમ્બરે અમદાવાદમાં ખુલ્લું અધિવેશન જાહેર કર્યું. આવું કરવું જરૂરનું હતું ? બળાબળનું માપ કાઢવાનો આ માર્ગ છે? Financial Expressના અગ્રલેખમાં કહ્યું છે તેમ, it is an effort to avoid confrontation and it would mean that syndicate is on a weak wicket and wants to bid for time. કયાં સુધી ? અમદાવાદના અધિવેશનમાં દિલ્હી મહાસમિતિમાં થયેલ ઠરાવા કદાચ રદ કરવામાં આવશે. મુંબઈમાં દિલ્હીનું પુનરાવર્તન થશે. સામાન્યજન વિમાસણમાં પડે છે. તેને એમ થાય છે કૈં આ બધું શેને માટે છે? આર્થિક નીતિ વિષે મતભેદ નથી એમ કહેવાય છે. કોંગ્રેસ વિરોધ પક્ષ ચાર ડગલા આગળ જવાને દાવા કરે છે. મહાસમિતિના ૫૦ સભ્યોએ નિવેદન બહાર પાડયું છે કે મિલકતને લગતા મૂળભૂત હક રદ કરવા જોઈએ. તારકેશ્વરી સિંહા અને સૂચેતા કૃપલાણીએ આ નિવેદનને આવકાર્યું છે. કોંગ્રેસ વિરોધ પક્ષ તરફથી શ્રી મેરારજીભાઈએ તેની નીતિની જાહેરાત કરી તેમાં જણાવ્યું કે તેમાં કાંઈ નવું નથી. બેંગલેાર અધિવેશનની જ નીતિ છે અને તેને બનતી ત્વરાએ અમલમાં મૂકવી જોઈએ. તો આ સંઘર્ષ શેનો છે? કૉંગ્રેસના નામનો, બે બળદની જોડીના નિશાનન, ધ્વજને, મિલકતના, સંસ્થાના તંત્રના, (organisation ) અને કોંગ્રેસના નામ પ્રત્યે અને તેની ૮૪ વર્ષની તપશ્ચર્યા માટે, પ્રજાને હજી જે કાંઈ રહીસહી મમતા અને વફાદારી કૉંગ્રેસ પ્રત્યે રહી છે તેના લાભ મેળવવાના ? નિશાન ઈલેક્શન કમિશને નક્કી કરવાનું છે. નામ અને ધ્વજ બહુમતી હોય તેને જ રહે; મિલ્કતોનું વિભાજન સમજણપૂર્વક થાય. કોંગ્રેસ પ્રત્યેની મમતા અને વફાદારી તે ધૂળધાણી થઈ રહી છે, જે લાયકાત અને પ્રજાની સેવા પ્રમાણે મેળવવી રહેશે. આટલું સમજણપૂર્વક થશે કે છેવટ સુધી, કોઈ પણ સાધનથી અને કોઈ પણ રીતે, લડી લેવાનું રહેશે ? સિન્ડિકેટ જૂથ માટે બે વિકલ્પો છે. હવે એ નિશ્ચિત થયું છે કે તે પક્ષ લઘુમતિમાં છે. આ વાસ્તવિકતા સ્વીકારી, કૉંગ્રેસમાં રહી, બંધારણીય રીતે, પોતાની બહુમતી કરવાના પ્રયત્ન કરે અને અત્યારે જે બહુમતીમાં છે તેમને તંત્ર ચલાવવા દે. આ શક્ય ન હોય તા, છૂટા થઈ, પોતાનો પક્ષ રચે અને પેાતાની રીતે, બીજા પક્ષે પેઠે, સરકારના વિરોધ પક્ષ તરીકે રહે. પણ લઘુમતી, બહુમતી ઉપર પોતાના નિર્ણયો લાદવાના પ્રયત્ન કરે તે લોકશાહી રીત નથી. ગાંધીજી શું કરતા? કોંગ્રેસમાં ઘણી કટોટી આવી. વર્કિંગ કમિટી ગાંધીજીના વિચારો ન સ્વીકારે એવું બન્યું. ત્યારે ગાંધીજી કોંગ્રેસથી છૂટા થયા છતાં સલાહ આપતા રહ્યા. નહેરુને ગાંધીજી સાથે ઓછા મતભેદ ન હતા. વાસ્તવમાં ગાંધીજીના ઘણાં વિચારો નહેરુએ સ્વીકાર્યા ન સ્વરાજ પક્ષ થયો, પોતાના જીવનની આખરી લડત, હિંદ છાડો–ને રાજગોપાલાચારીએ વિધર્યો, તેમની સલાહ વિરુદ્ધ દેશના ભાગલા સ્વીકાર્યા ત્યારે ઝેરના પ્યાલો પી જઈ મહાસમિતિમાં જાતે જ બચાવ કર્યો. નહેરુ અને સરદાર વચ્ચે એછા મતભેદ ન હતા, કેટલાક તીવ્ર હતા. કોંગ્રેસ સંસ્થાનું સૂકાન સરદારના હાથમાં હતું. તેમણે ધાર્યું હોત તે નહેરુને ખૂબ પરેશાન કરી શકત. હતા. 2
SR No.525954
Book TitlePrabuddha Jivan 1969 Year 30 Ank 17 to 24 and Year 31 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1969
Total Pages286
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy