________________
२०४
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૨-
૯
+
:
મૂળ
અધિકાર–Fundamental Rights
&
આપણાં દેશના બંધારણના ભાગ ત્રીજામાં નાગરિકના મૂળ- અધિકારો આપવામાં આવ્યાં છે. તા. ૨૭-૨-૬૭ ને દિવસે સુપ્રીમ- કોર્ટે એક ચુકાદો આપ્યો છે કે આ અધિકાર છીનવી લે અથવા ન્યુન થાય (Take away or abridge) એ, બંધારણમાં કોઈ ફેરફાર કરવાની પાર્લામેન્ટને સત્તા નથી. એ. ચૂકાદાથી ગંભીર સમસ્યા ઊભી થઈ છે. પાર્લામેન્ટને આવી સત્તા છે તે સ્પષ્ટ કરવા, બંધારણની કલમ ૩૬૮ માં ફેરફાર કરતા એક ખરડો શ્રી નાથ પાઈએ લોકસભામાં રજૂ કર્યો છે. સરકાર આ ખરડાને ટેકો આપે છે એવું જાહેર થયું છે. આ ખરડા ઉપર લેકસભાની ગઈ બેઠકમાં ઉગ્ર ચર્ચા થઈ. સરકાર ટેકો આપે છે એવું જાહેર થયું હોવા છતાં, કેંગ્રેસના સભ્યોમાં પણ આ વિષે તીવ્ર મતભેદ છે. તેથી આ ખરડા ઉપરની વિશેષ ચર્ચા મુલતવી રહી છે. દરમ્યાન દેશમાં આ વિશે વિવાદ ચાલી રહ્યો છે. .
સામાન્યપણે લોકોમાં એ ખ્યાલ છે કે મૂળ અધિકારોમાં ફેરફાર કરી શકાય નહિ. વિશેષ, એ પણ ખ્યાલ છે કે સુપ્રીમ કોર્ટ ચુકાદો આપે તે છેવટને ગણાવે જોઈએ અને પછી તે ચુકાદો રદ થાય એ કોઈ કાયદો પાર્લમેન્ટ કરવા ન જોઈએ. સુપ્રીમ કોર્ટ માટે લોકોમાં, યોગ્ય રીતે, એટલે આદર છે કે સુપ્રીમ કોર્ટના ચૂકાદાને અવગણતે કોઈ કાયદો થાય તે લોકો અયોગ્ય ગણે છે. આ બધા અતિ અગત્યના પ્રશ્નો છે અને લોકોને તે વિશે સાચી સમજણ આપવાની જરૂર છે. ' આ પ્રશ્ન નો ઊભા થયા છે એમ નથી. બંધારણમાં જે ફેરફારો કરવામાં આવ્યા છે તેને અનુક્રમે પહેલે, બીજો, ત્રીજો વગેરે સુધારા એમ કહેવામાં આવે છે. આવી રીતે આજ સુધી કુલ સત્તર સુધારાઓ થયા છે. તેમાં પહેલા, ચોથા, સાતમા, સોળમાં તથા સત્તરમાં સુધારાથી મૂળ અધિકારોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. પહેલે સુધારો થશે ત્યારે જ, મૂળ અધિકાર છીનવી લે અથવા ન્યુન કરે, એ ફેરફાર કરવાની પાર્લમેન્ટને સત્તા નથી એવી અરજી સુપ્રીમ કોર્ટને કરવામાં આવી હતી. આ પ્રશ્નની પૂરી છણાવટ થઈ હતી અને સુપ્રીમ કોર્ટે તા. ૫-૧૦-૫૧ ને રોજ સર્વાનુમતે ચુકાદો આપ્યું હતું કે બંધારણમાં આ ફેરફાર કરવાની પાર્લામેન્ટને સત્તા છે. આ ચુકાદો આપનાર પાંચ ન્યાયાધિશ હતા. (૧) વડા ન્યાયમૂર્તિ હરિલાલ કણીયા, (૨) પતંજલિ શાસ્ત્રી, (૩) બી. કે. મુખરજી (૪) એ. આર. દાસ (૫) ચંદ્રશેખર આયર. આમાંના કેટલાક પાછળથી એક પછી એક વડા ન્યાયમૂર્તિ થયા. આ કેસમાં અરજદાર શંકરીપ્રસાદ હતા. આ ચુકાદાને માન્ય રાખી, ત્યાર પછી, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટે અને બીજી કોર્ટોમાં ઘણાં ચુકાદાએ અપાયા છે. ત્યાર પછી ૧૯૬૪માં સત્તર સુધારો થશે જેણે મૂળ અધિકારમાં કેટલાક ફેરફાર કર્યા. ફરીથી સુપ્રીમ કોર્ટને અરજી કરવામાં આવી કે આવા ફેરફાર કરવાની સુપ્રીમ કોર્ટને સત્તા નથી. આ કેસમાં અરજદાર સજજનસિંહ હતા. આ અરજીમાં શંકરીપ્રસાદના કેસના ચુકાદાને પડકારવામાં આવ્યા ન હતાબન્ને પક્ષે સ્વીકાર્યું હતું કે ચુકાદો બરાબર છે. પણ બીજાં કારણે થી સત્તરમાં સુધારાને પડકાર આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે સર્વાનુમતે આ બીજાં કારણોને માન્ય રાખ્યા નહિ. પણ આ કેસમાં ચુકાદો આપ્યો તે પાંચ જજોએ, શંકરીપ્રસાદના ચુકાદાને પણ ફરીથી તપામ્યો - જે જરૂરનું ન હતું - અને તેમ કરતાં, ત્રણ જજો - ગજેન્દ્રગડકર, વાંછું અને રધુવર દયાલે, શંકરીપ્રસાદના ચુકાદાનું પૂર્ણ સમર્થન કર્યું. બે જજે, મુધોલકર અને હીદાયતુલ્લાએ આ ચુકાદા વિશે શંકા ઉઠાવી. સત્તરમાં સુધારો સુપ્રીમ કોર્ટે આ કેસમાં સર્વાનુમતે માન્ય રાખ્યો.
૧૯૬૬માં ગોલકનાથ નામની વ્યકિતએ સુપ્રીમ કોર્ટને અરજી કરી ફરીથી મુદો ઉઠાવ્યો કે સત્તરમાં સુધારો કરવાની પાર્લામેન્ટને સત્તા ન હતી, શંકરીપ્રસાદના કેસને ચુકાદો ખૂટે છે અને સુપ્રીમ
કોર્ટે ફરીથી તેની વિચારણા કરવી જોઈએ. સજજનસિંહના કેસમાં બે જજોએ શંકરીપ્રસાદના કેસના ચુકાદા વિષે શંકા ઉઠાવી હતી તેને આધાર લઈ, સુપ્રીમ કોર્ટે તે ચુકાદાની ગોલકનાથના કેસમાં ફરી વિચારણા કરી. આ વખતના વડા ન્યાયમૂર્તિ જસ્ટીસ સુબ્બારાવ દ્રઢપણે એવા મતના હતા કે, પાલમેન્ટને આવી સત્તા હોવી ન જોઈએ. એટલે તેમણે ૧૧ જજોની બેંચ રચી, શંકરીપ્રસાદના ચુકાદાને બદલાવવા તક લીધી. બીજા કોઈ વડાન્યાયમૂર્તિ હોત તો કદાચ આવું બન્યું ન હોત. આ વખતે જે ૧૧ જજોએ આ કેસ સાંભળ્યું, તેમાંથી ૬ જજોએ શંકર પ્રસાદ કેસના ચુકાદાને ખોટો ઠરાવ્યું. પાંચ જજોએ તેનું સમર્થન કર્યું. એટલે એકની બહુમતીથી શંકર પ્રસાદ કેસને ચૂકાદો રદ થયા અને પાર્લમેન્ટને મૂળ અધિકારો છીનવી લેવાય અથવા ન્યુન થાય એ બંધારણમાં ફેરફાર કરવાની સત્તા નથી એમ હાલ સુપ્રીમ કોર્ટના નિર્ણય થયો ગણાય.
આવી રીતે, ૧૬ વર્ષ પછી, સુપ્રીમ કોર્ટે એક બહુમતીથી, પોતાનો અભિપ્રાય બદલાવ્યો.
સંખ્યાની દષ્ટિએ જોઈએ તો શંકરીપ્રસાદના કેસમાં પાંચ જજોએ સર્વાનુમતેથી ચૂકાદો આપ્યો, સજજનસિંહના કેસમાં, ત્રણ જજોએ તેનું પૂર્ણ સમર્થન કર્યું, અને ગલકનાથના કેસમાં પાંચ જજોએ તેનું સમર્થન કર્યું. એટલે ૧૩ જજોએ અભિપ્રાય આપ્યો કે પાર્લામેન્ટને આવી સત્તા છે અને ૮ જજોએ આ અભિપ્રાય આપ્યો કે સત્તા નથી. તેમાં સજજનસિંહના કેસમાં જે બે જજે હતા. વાંછુ અને હિદાયતુલા તેઓ ગોલકનાથના કેસમાં પણ હતાં. - તેમાંથી વાંછુઓશંકરીપ્રસાદના કેસનું સમર્થન કરેલું તે અભિપ્રાય કાયમ રાખે,
જ્યારે હિદાયતુલાએ શંકા ઉઠાવેલી તે પાકી થઈ અને શંકરીપ્રસાદના રકાદાથી વિરુદ્ધ મત આપે. એકંદરે આ પ્રશ્નની ચોક્કસપણે વિચારણા કરવાની જેને જરૂર પડી એવા ૧૯ જજોમાંથી, ૧૨ જજોએ પાર્લામેન્ટને સત્તા છે એવો અભિપ્રાય આપ્યું અને ૭ જજોએ, સત્તા નથી એવો અભિપ્રાય આપ્યું. પણ ગાલકનાથના કેસના ૧૧ જોમાં ૬ જજોને એક અભિપ્રાય થયે - જેમાં હિદાયતુલ્લા એક છે - એટલે બહુમતિ અભિપ્રાય અત્યારે છેવટને ગણાયો.
પ્રશ્નના ગુણદોષને વિચાર કરતા પહેલાં, આટલી વિગતથી મેં આ પ્રશ્નને ઈતિહાસ આપ્યા છે, એ બતાવવા માટે કે આ પ્રશ્ન કેટલો અટપટો છે અને તેને વિશે કેટ તીવ્ર મતભેદ હોઈ શકે છે. વળી સુપ્રીમ કોર્ટના ચુકાદાને આપણે જરૂર માન આપીએ; પણ સુપ્રીમ કોર્ટના જજોમાં જ તીવ્ર મતભેદ હોય ત્યારે, આ ચુકાદો છેવટને અથવા અંતિમ સત્ય છે એમ માનવાને કારણ રહેતું નથી. દરેક જજે, પોતાનો અભિપ્રાય આપતાં, સબળ કારણો આપ્યા છે, જે હવે પછી ટૂંકમાં બતાવીશ. આવા સંજોગોમાં, જે પાર્લામેન્ટ, બંધારણમાં ફેરફાર કરી, સ્પષ્ટ કરવા ઈચછે કે મૂળ અધિકારોમાં ફેરફાર કરવાની તેને સત્તા છે – જે સત્તા સુપ્રીમ કોર્ટે ૧૯૫૧ થી માન્ય રાખી હતી - તે પાર્લામેન્ટ કોઈ ભારે અનર્થ કરી રહી છે અથવા
સુપ્રીમ કોર્ટને મો અનાદર કરી રહી છે એમ કઈ સમજદાર . વ્યકિત નહિ કહે. આજે દેશમાં એક હવા પેદા થઈ છે કે પાર્લામેંટ અથવા ધારાસભાને ઉતારી પાડવા અને કોર્ટે જ એક રક્ષણહાર છે એમ માનવું. ન્યાયાલયને જરૂર અને પૂર્ણ આદર કરવાનું ખાસ કરી સર્વોચ્ચ અદાલતને. નાગરિક હકકોના એ ચેકીદાર છે અને રાજ્યના અન્યાયથી પ્રજાને બચાવનાર છે. પણ તેની મર્યાદા પણ સમજી લેવી જોઈએ. અને પિતાની મર્યાદામાં સર્વોપરી છે. અંતે તો પ્રજાના ચુંટાયેલા પ્રતિનિધિઓની સંસ્થા જ રાજયની નીતિ ઘડી શકે છે, તે યોગ્ય હોય કે અયોગ્ય. આ પ્રતિનિધિઓનું વર્તન કેટલાક સમયથી ખેદજનક રહ્યું છે, એમ છતાં સંસ્થા પ્રત્યે તિરસ્કાર કેળવવાથી લોકશાહીને જ નુકસાન કરીશું. - હવે પછી આ પ્રશ્નના ગુણદોષની આપણે વિચારણા કરીશું. અપૂર્ણ
ચીમનલાલ ચકુભાઈ શાહ