SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૨-૧૯ પ્રબુદ્ધ જીવન ૨૦૩ આપણને થાય છે. તેમણે પોતાના પહેલા જ પ્રવચનમાં જગતના સામ્યવાદી દેશને અમેરિકા સાથે શાંતિમય સ્પર્ધામાં - મનુષ્યના જીવનને વધારે સમૃદ્ધ બનાવવાની સ્પર્ધામાં અને નહીં કે એકબીજાના પ્રદેશે જીતવાની સ્પર્ધામાં – ઉતરવા આહ્વાન કર્યું હતું. તેમણે પિતાનું જીવન, પિતાની તમામ તાકાત અને પોતાની સમગ્ર બુદ્ધિશકિત જગતના તમામ રાષ્ટ્રો વચ્ચે શાંતિ જાળવવાના પ્રયાસમાં સમપણ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રતિજ્ઞાની તમામ દેશને જાણ કરતાં તેમણે કહ્યું, “મારો આ સંદેશ જગતના નબળા અને સબળા તમામ લોકોને પહોંચાડશે. જે શાંતિને આપણે પ્રાપ્ત કરવા માંગીએ છીએ એ પાછળ એક દેશ પર બીજા દેશનું સ્વામિત્વ ની કોઈ તાનિ નથી પરંતુ તે પાછળ લોકોને યાતના ભોગ. વવી પડી છે તેમના પ્રત્યે કરુણા દાખવવાની, જે લોકોએ આપણે વિરોધ કર્યો છે તેમના વિશે સમજદારી કેળવવાની, અને પૃથ્વી પરના તમામ લોકોને પોતપોતાનું ભાવી પસંદ કરવાની તકો ઊભી કરવાની ભાવના રહેલી છે.” તેમના સમગ્ર પ્રવચન દરમ્યાન શાંતિને નાદ ગુંજતો રહ્યો હતો. તેમના અભિપ્રાય પ્રમાણે આજે વિશ્વમાં શાંતિ અનિવાર્ય છે, જો સંપૂર્ણ વિનાશમાંથી જગતને બચાવવું હોય છે. આજના પ્રમુખ નિક્સન એ દશ વર્ષ અગાઉના મી. નિકસન કરતાં જદી જ તરી આવે છે. દશ વર્ષ અગાઉ પણ તેઓ શાંતિમાં તે માનતા જ હતા, પણ તે અમેરિકાને સ્વીકાર્ય હોય તેવા પ્રકારની શાંતિમાં, જ્યારે આજે તેઓ અમેરિકા આજની દુનિયામાં શાન્તિસ્થાપક બિરૂદ પ્રાપ્ત કરે એવી ભાવનાપૂર્વક અદ્યતન જગતમાં શાન્તિ સ્થાપવાને પુરુષાર્થ કરવા માગે છે. તેમણે પોતાના આ ઉદ્ઘાટન પ્રવવચનમાં કહ્યું, “મારા આ સન્માનમાં અમેરિકા માટે જગતને શાંતિને માર્ગે દોરવાની તક સમાયેલી છે. આપણે કદાચ બધાને આપણા મિત્રો ન બનાવી શકીએ, પણ કોઈને પણ દુશમન બનાવવામાંથી તે આપણે ચોક્કસ જ બચી શકીએ છીએ. તમામ રાષ્ટ્રોને હું જણાવવા માગું છું કે વાટાઘાટોને માટે અમારાં દ્વાર હંમેશાં ખુલ્લાં જ રહેશે. હું જાણું છું કે શાંતિ માત્ર ઈચ્છવાથી આવતી નથી. હું એ પણ જાણું છું કે દિવસે સુધી–અરે, વરસ સુધી–લાંબી વાટાઘાટો કરવી પડે તે પણ, એના વિના આપણા માટે બીજો કોઈ આરો નથી.” પ્રમુખ નિકસને તેમના ૨000 શબ્દોવાળા પ્રવચનમાં મોસ્કોની નવી ઓફરને ઉલ્લેખ કર્યો નહોતો. અમેરિકાના નવા રાજકર્તાઓ સાથે આગશઓની મર્યાદા બાંધવાના વિષયમાં મોસ્કોએ ચર્ચાવિચા- રણા ચાલુ કરવાની ઓફર તાજેતરમાં જ કરી હતી. અસલ તે આ વાતચીતે ગયા ઉનાળામાં શરૂ થવાની હતી, પરંતુ રશિયાએ ચેકોસ્લોવેકીયા પર કરેલા આક્રમણને કારણે મુલતવી રાખવામાં આવી હતી. વિશ્વમાં શાંતિને પ્રસ્થાપિત કરવાને આદર્શ નજર સામે રાખવાને અનુરોધ કરતાં પ્રમુખ નિકસને કહ્યું, “જ્યાં આજ સુધી શાંતિને જાકારો મળે છે, ત્યાં આપણે શાંતિને આવકાર્ય બનાવવી છે; જ્યાં શાંતિ નબળી પડી છે ત્યાં આપણે તેને મજબૂત બનાવવી છે, અને જ્યાં શાંતિ હંગામી છે ત્યાં આપણે તેને કાયમી બનાવવી છે.” : વિદાય લઈ રહેલા પ્રમુખ જોનસનના રાજવહીવટ પાસેથી સત્તાની ફેરબદલી સરળ રીતે કરી રહેલી–૧૯૬૦ પછીની પ્રથમ રિપબ્લીકન પક્ષની–સરકારને સંપૂર્ણ સહકાર આપવાની અમેરિકન પ્રજાને પ્રમુખ નિકસને હાકલ કરી. તેમણે કહ્યું, “આ એક એવી ભાગ છે કે જેમાં આવી રહેલા દર્શકો-કે કદાચ સદીઓ પણ જે આકાર ધારણ કરવાના છે તેની શરૂઆત છુપાયેલી છે. ઈતિહાસની મોટામાં મોટી નવાજેશ ‘શાંતિના પ્રણેતા’ને ઈલ્કાબ છે. અને હું માનું છું કે અમેરિકન પ્રજા. પિતાના પર આવી રહેલી આ મહીને જવાબદારી અદા કરવા તૈયાર છે.” ચૂંટણી ઝુંબેશ દરમ્યાન એમણે ગ્રહણ કરેલી Forward Together સામૂહિક આગેકૂચ-ની ઘોષણા વિશે ખુલાસો કરતાં કહ્યું કે “ટુગેધર” એટલે ગોરા અને કાળા લોકોની બે નહીં પણ એક જ રાષ્ટ્ર તરીકેની આગેકૂચ. તેમણે કહ્યું કે હબસીઓના હકકોને પ્રસ્થાપિત કરતા કાયદાઓ તો આપણે પસાર કરેલા છે; પણ હવે જે કરવાનું બાકી રહ્યું છે તે તે રને કાયદામાં આપણે હવે પ્રાણ પૂરવાનાં છે.” વિયેટનામના યુદ્ધ અને હબસી ઈલાકામાં ચાલી રહેલી મારફાડને કારણે દેશના માટે પેદા થઈ રહેલી વિષમ પરિસ્થિતિ વિશે એમણે ખેદ વ્યકત કરતાં કહ્યું કે, “આપણી પાસે વિપુલ સંપત્તિ હોવા છતાં આપણાં મને છીછરાં બની ગયાં છે; એક બાજુ આપણે ચંદ્ર સુધી પહોંચી જવાની અતિભવ્ય સિદ્ધિ હાંસલ કરી છે, જ્યારે બીજી બાજુ અહીં ધરતી પર આપણે ક્ષુલ્લક મતભેદો પર એકબીજા સાથે બાખડી રહ્યા છીએ.” અમેરિકન પ્રજાને તેમણે થોડું આંતરનિરીક્ષણ કરીને માનવીના મને. પેદા કરેલી આ કટોકટીને ઉકેલ મન પાસેથી જ મેળવવા અનુરોધ કર્યો હતે. આગળ ચાલતાં તેઓએ ડેમોક્રેટીક પક્ષની છેલ્લા બે સરકારોએ આપેલાં “Now Frontier' અને “Great Society” એ આકારનાં વચનની કાંઈક અંશે ટીકા કરતાં કહ્યું, “આ મુશ્કેલીભર્યા વર્ષો દરમ્યાન આપણે શબ્દોની માયાજાળમાં ફસાયેલા રહ્યા છીએ. આપણે ઉદાત્ત સ્વપ્ન સેવ્યાં, જેને આપણે સાકાર કરી શકયાં નહીં. જ્યાં સુધી આપણે એકબીજાના દોષ જોતાં અટકીએ નહીં ત્યાંસુધી આપણે એકબીજાના અનુભવમાંથી કશે સાર ગ્રહણ કરી શકીએ નહીં. આપણે પોતે જ્યાં સુધી બૂમ મારવી બંધ ન કરીએ ત્યાં સુધી આપણી વાત અને આપણા શબ્દો કોઈ સાંભળી શકે પણ નહીં. “મારી સરકાર પોતાના પક્ષે સૌ કોઈને સાંભળવા ખુલ્લા દિલથી તૈયાર રહેશે, બધા લોકોની હૈયાની વાત ધ્યાનપૂર્વક સાંભળવાને અમારો પ્રયત્ન રહેશે. કોઈની ગુસ્સાભરી, કોઈની આતુરતાભરી ને કોઈની નિરાશા ભરી. જે લોકોને આ ભવ્ય સાહસમાં ભાગ લેવામાંથી બાકાત રાખવામાં આવ્યા છે તેમને અમે અંદર લઈ લઈશું અને જે લોકો બહાર રહી ગયા છે તેમને અમારી સાથે થઈ જવામાં મદદ કરીશું. આત્મતત્વને કેન્દ્રમાં રાખીને જે મહાન મંદિર આપણે બાંધવું છે તે કાર્યમાં દરેક જણ, એક પછી એક, અકેક ૫થ્થર ઊંચકે અને પેાતાની બાજુવાળાને પહોંચાડે - સંભાળપૂર્વક, મદદરૂપ થવાની ભાવનાપૂર્વક.” આંતરરાષ્ટ્રીય બાબતેમાં પિતાને લાંબા ગાળાને સંબંધ યાદ કરતાં મી. નિકસને કહ્યું, “છેલ્લાં વીસ વર્ષ દરમ્યાન હું જગતના ઘણાખરા દેશમાં ફર્યો છું અને મોટા ભાગના રાજપુરુષને મળ્યું છું. પરિણામે જગતને બે ભાગમાં વહેંચી રહેલા–વિભાજિત કરી રહેલા–ભય અને તિરસ્કારના મહાન પરિબળોને હું સમજ્યો છું. દુનિયાના તમામ દેશે જ્યારે યુદ્ધથી ભયભીત છે અને જગતના તમામ લોકો જ્યારે શાંતિ ચાહે છે, ત્યારે આજે પહેલી જ વાર સમય શાંતિના પક્ષે વધારેમાં વધારે અનુકૂળ છે. આજે આપણે અવકાશનું સંશોધન કરી રહ્યા છીએ. એવા વખતે નવતર દુનિયામાં આજે આપણે સાથે જ પ્રવેશ કરીએ–નવી દુનિયામાં જીતવા માટે નહિ, પણ એક નવા સાહસમાં ભાગીદાર થવા માટે.' - પિતાના પ્રવચનના અંતમાં તેમણે આશાવાદ વ્યકત કરતાં કહ્યું, “આપણે એક આખી રાત્રિને અંધકાર પસાર કર્યો છે, હવે જ્યારે મેંસૂઝણું થવાની તૈયારી છે ત્યારે આપણે બાકી રહેલા અંધકારને દોષ ન દઈએ. આપણે પ્રકાશને ઝીલવાનું કામ કરીએ. ભાવિના ગર્ભમાં આપણા માટે આશાના સુંદર કિરણે છુપાયેલાં છે.” સંકલનઃ સુબોધભાઈ એમ. શાહ.
SR No.525954
Book TitlePrabuddha Jivan 1969 Year 30 Ank 17 to 24 and Year 31 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1969
Total Pages286
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy