________________
૨૦૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૨-૬૯
વાર અમારી પાસે જરાયે પૈસા ન હતા. નાતાલ હતી. ફટાકડા લેવા હતા, પણ પૈસા વગર શી રીતે લઈએ? પણ પૈસા ન હોવાને કારણે ફટાકડા ન ખરીદાયા તેનું અમને દુ:ખ નહેતું થયું. અમારાં માબાપ એ જ અમારી મેટામાં મેટી ને મહામુલી સંપત્તિ હતાં. અમારા સહુના ઉછેર પાછળ તેમણે ઘણી બધી કાળજી રાખી હતી.
' સુખમય કુટુંબજીવન અમારું કુટુંબજીવન સુખમય હતું. જીવનમાં પ્રસન્નતા હતી. અલબત્ત, અમારે ય ઘણી કટોકટી આવી હતી. જીવનની ઘણી લીલીસૂકી અમે નિહાળી છે, અનુભવી છે. હર્ષોલ્લાસના તેજ પછી વિષાદને અંધકાર પણ અમારા જીવનમાં એછો નથી ચૂંટાયો. આર્થર ગુજરી ગયા ત્યારે અમારા ઘરમાં વિષાદ સાલભર મુકામ કરી રહ્યો હતો. હું માનું છું કે જીવનયાત્રા દરમિયાન સુખની હરિયાળીના પટ અને દુ:ખને રણવિસ્તાર–બંને આવવા જોઈએ. લોકો સુખની પાછળ અવિરત દેટ મૂકે છે, પણ ક્યું સુખ? જે પ્રકારના સુખની મૃગયાએ તેઓ નીકળ્યા છે તે કદાચ પ્રાપ્ત થશે ત્યારે મને ખાતરી છે કે આઘાતની લાગણી સાથે તેમને એ ભાન થશે કે પોતે શોધતા હતા એ સુખને કોઈ અર્થ જ નથી. સમસ્યામાંથી મુકિત એ સુખમય અવસ્થા નથી. જેની જિંદગીમાં સમસ્યાઓ જ ઉપસ્થિત ન થાય, કોઈ આહવાન ઝીલવાં ન પડયાં હોય, નિષ્ફળતા અને પરાજ્યને જેણે ઓળખ્યાં નથી અને વિષાદને જેણે જાણ્યું નથી એ માનવીએ જિન્દગીનું એક ઘણું મેટું પરિમાણ ગુમાવ્યું છે એમ હું માનું છું.
| મારી મહત્ત્વાકાંક્ષા 0 નાને હતું ત્યારે હું રેલ-સડકને ઈજનેર થવાની મહત્વાકાંક્ષા સેવતા હતા અને એવી તે કંઈક મહત્ત્વાકાંક્ષાઓ હું સેવતો હતે અને મારા સહુથી પ્રિય વિષય કોઈ હોય તે એ ભૂગોળ. ઈતિહાસ પણ એટલા જ પ્રિય વિષય હતો. નાના હતા ત્યારે આખી દુનિયા જોઈ વળવાનાં સ્વપ્નાં સેવ. અવકાશયાનને યુગ તે અત્યારે છે. હું નાનો હતો ત્યારે જો આ યુગ પ્રવર્તતા હોત તે અવકાશયાત્રીને હેભેટ ધારણ કરેલે હું કેવું લાગતું હતું તેની કલ્પના ઘણીવાર કરું છું.
રાજકારણના મહાસાગરમાં મેં કયા સંજોગોમાં ઝુકાવ્યું તે વાત જરાક રસિક પણ છે. ત્યારે હું મિડલ રિવરમાં મેરીલેન્ડ ખાતે હતે. માર્ટિન માર્સ નૌકાયાન માટે હું મેટા મેટા કોન્ટેકટસ કરી રહ્યો હતું. યુદ્ધને અંત આવતાં કોન્ટેકટસને પણ અંત આવ્યો. એ વેળા મારા એક જૂના મિત્રને તાર આવ્યું. એમાં મને પુછાવ્યું હતું કે, “ઊંગ્રેસના સંચાલન અર્થે અમે ઉમેદવારની શોધમાં છીએ. ઉમેદવારે નક્કી કરનારી સમિતિ સમક્ષ તમે બીજા સાથે ઉપસ્થિત થશે?” તાર મળતાં જ હું વિમાનમાં ઊપડશે. સમિતિ સમક્ષ દશ મિનિટ પ્રવચન કર્યું અને પ્રવચન કરીને પાછા ફર્યો. એક અઠવાડિન ચામાં જ મને જાણ કરવામાં આવી કે ઉમેદવાર તરીકે મારી પસંદગી થઈ છે. એ સમાચાર ખરેખર રોમાંચક હતા. માનસિક ઉશ્કેરાટ જન્માવનારા હતા. ઉમેદવાર તરીકે બહાર પડયા પછી ચૂંટાઈ આવવા માટે આંદોલન શરૂ થયું. એ આંદોલનમાં પણ એક ઉશ્કેરટ ન હતા. સેનેટમાં હું ચૂંટાઈ આવ્યું. સ્પર્ધાવૃત્તિ એ મારી પ્રકૃતિનું એક મહત્ત્વનું લક્ષણ છે અને એ વૃત્તિને હું તિરસ્કાર નથી. વ્યકિતમાત્રમાં એ વૃત્તિ હોવી જ જોઈએ. તમે લોકોને સ્પર્ધાવૃત્તિવિહીન ન બનાવી દો. તમે તેમ કરો તે જ ઘડીએ પ્રજા વ્યકિતત્ત્વવિહીન બની જાય છે. સ્પર્ધાવૃત્તિ ખેતી વસ્તુ નથી, અપતત્વ નથી. રાજકારણમાં ઝુકાવનારે તો એ વૃત્તિ કેળવવી જ જોઈએ, એટલું જ નહિ, એ વૃત્તિનું એનામાં પ્રાધાન્ય હોવું જોઈએ. “સ્પર્ધામાં ઝુકાવ્યું તે વિજય મેળવીને જ જંપીશ” એ ખુમારી હેવી જોઈએ. રાજકારણના પ્રવાહમાં પડેલાનું લક્ષ્ય વિજ્ય અને કેવળ વિજય જ હોઈ શકે,
એમ છતાં પરાજય થાય તો પુન: વિજય મેળવવાની એની વૃત્તિમાં ઓટને કોઈ સ્થાન નથી.
પ્રમુખપદની સ્પર્ધા અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી માટે સ્પર્ધામાં ઝુકાવ્યું ત્યારે, એ વસ્તુ મારે માટે જ નહિ, અમારા સમગ્ર કુટુંબ માટે એક મહા અગ્નિકસેટી સમી નીવડવાની મને ખાતરી હતી. અમે ચૂંટણીનું આંદોલન ઉપાડયું અને પ્રતિદિન તેની ઉગ્રતા વધતી જતી હતી. આ ચૂંટણી વેળા એક વાતને મને સતત ખ્યાલ રહ્યો હતો કે અમેરિકાના સારા કે ઈતિહાસમાં અત્યારે જે પ્રકારની જવાબદારી આવી પડી છે એવી ક્યારેય નથી આવી, અને હું માનું છું કે ભવિષ્યમાં આ પ્રકારની જવાબદારી કદાચ નહિ આવે. પ્રજાને શિરે આવી જવાબદારી યુગમાં એકાદ વાર આવે છે, અને જો એ ઉપાડી લેવાની તક પ્રજાએ ઝીલી ન લીધી હોય તે પછી તેને માટે ભવિષ્ય જેવું કશું રહ્યું ન હોય. અલબત્ત, આ ઘડીએ હું જ અમેરિકાને તારણહાર રહીશ એવી કોઈ ગર્વગ્રંથિથી પીડાતું નથી, પરંતુ આ બાબતમાં મારે જે અનુભવ છે એ અપૂર્વ છે. જાગતિક પરિસ્થિતિથી હું સારી રીતે જ્ઞાત છું; જગતના નેતાઓની મને સમ્યક પિછાન છે; આ જગતમાં જે મેટામેટા સંઘર્ષો અત્યારે પ્રવર્તે છે તેનું પણ મને સ્પષ્ટ ક્લન થયું છે અને મને એમ લાગે છે કે,
આ પ્રકારનો અનુભવ ધરાવનારે પિતાની લાયકાતો પ્રજા સમક્ષ રજૂ કરવી જોઈએ. મને અમેરિકાની સામપ્રત પેઢીને જ નહિ, ભાવિ પેઢીને પણ ખ્યાલ આવે છે અને મને માત્ર અમેરિકન પ્રજાને જ નહિ, સમસ્ત જગતની પ્રજાને વિચાર આવે છે. એ પ્રજાઓ વર્તમાન સંઘર્ષમાંથી સફળતાપૂર્વક બહાર આવશે કે વિલય પામશે એ સર્વને આધાર અમેરિકામાં અમે શું કરીએ છીએ એના પર છે. જો કંઈ પણ પુરુષાર્થ કરવાનો હોય તો તે કરવાની ઘડી અત્યારની છે. શાંતિ અને આઝાદી ટકી રહેશે કે નહિ તેને આધારે અમેરિકાને સ્પર્ધા દ્વારા કઈ ઉત્તમોત્તમ નેતાગીરી સાંપડે છે તેના ઉપર છે. યુદ્ધને અંત આણવો કે શાંતિ જાળવવી બેમાંથી એકેય વસ્તુ સહેલી નથી. અલબત્ત, યુદ્ધ ચડવા કરતાં શાંતિની સુરક્ષા કરવાનું કાર્ય ઘાયું વિકટ છે. અલબત્ત શાંતિનું અવતરણ માત્ર શાંતિની ભાવના સેવવાથી નથી થતું. આજે જે જાતના જગતમાં આપણે જીવીએ છીએ એમાં એવા પણ માનવીઓ છે જેમને અભિગમ અમારા કરતાં નિરાળે છે. તેઓ યુદ્ધનું જોખમ વહોરવા તત્પર છે. સામ્યવાદી જગતમાં એવી વ્યકિતઓ છે જ; એટલે આ પરિસ્થિતિમાં અમારે શાંતિની રક્ષા કરવી હોય તો અમારે સારી નેતાગીરીની જરૂર રહેવાની જ. એ નેતાગીરી માત્ર શાંતિની અભિપ્સા ધરાવે એટલું જ પર્યાપ્ત નથી; એ નેતાગીરી વિચારસંપન્ન, શાંત અને સ્વસ્થચિત્ત પણ હેવી જોઈશે. એ સાથે એની મંત્રણા કરવાની શકિત પણ એવી હેવી જોઈશે કે એ શરણાગતિને તો ટાળે જ, સાથે યુદ્ધને પણ ટાળે. (“જન્મભૂમિ પ્રવાસી”માંથી સાભાર ઉધૂત) વિશ્વશાંતિના મહાપ્રસ્થાનને પ્રારંભ કરવા અમેરિકાના નવા પ્રમુખને પ્રાણવાન અનુરોધ
(તા. ૨૦-૧-૬૯ના રોજ અમેરિકાના પ્રમુખ તરીકેની મહાન જવાબદારી સ્વીકારતા નવા પ્રમુખ શ્રી રિચાર્ડ નિકસને કરેલા મંગળ પ્રવચનના અહેવાલનો સંકલિત અનુવાદ).
અમેરિકાના ૩૭મા પ્રમુખ શ્રી રિચાર્ડ નિકસને વોશિંગ્ટનમાં કેપિટલ હીલ ખાતે પોતાના નવા હોદ્દાના તા. ૨૦-૧-૬૯ ના રોજ શપથ લેતાં પોતાને ડાબે હાથ બાઈબલનાં જે ફકરા પર મૂક્યો હતો તે ફકરો આ પ્રમાણે છે:
"And he shall judge among the nations and shall rebuke many people; and they shall beat their Swords into ploughshares, and their spears into pruning hooks; nation shall not lift up sword against nation, neither shall they learn war any more.'
નવા પ્રમુખે આ ફકરા પોતાની જાતે જ પસંદ કર્યો હતો; વિયેટનામનું યુદ્ધ બંધ કરવાની તેમની આકાંક્ષાની ઝાંખી એમાં