________________
Regd. No. M H. 117 વાર્ષિક લવાજમ રૂા. ૭
પબુ જીવન
પ્રબુદ્ધ જૈનનુ નવસંસ્કરણ વર્ષ ૩૦ : અંક ૧૯
મુંબઇ, ફેબ્રુઆરી ૧૬ ૧૯૬૯, શનિવાર પરદેશ માટે શિલિંગ ૧૫
તંત્રી: પરમાનંદકુંવરજી કાપડિયા
અમેરિકાના નવા પ્રમુખ રિચાર્ડ
નિકસનની
આત્મકથા
(અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ રિચાર્ડ નિકસન સત્તારૂઢ થાય છે ત્યારે તેમના જીવનમાં ડોકિયું કરીને તેમના મહાન વ્યકિતત્વની ઝાંખી કરવાનું સ્થાને લેખાશે. તેમની વિચારસૃષ્ટિથી અલ્પાંશે પણ પરિચિત થવાનું એટલું જ રસપ્રદ નીવડશે. નિકસનના જીવનની ઝલક તેમની જ બાનીમાં પામવાનું સવિશેષ રસિક થઈ પડશે. પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા બાદ તેમની મુલાકાતની ફિલ્મ ઉતારાયેલી અને તે પ્રસંગે તેમને પૂછાયેલા પ્રશ્નોના તેમણે જે ઉત્તરો આપ્યા તેને સંકલિત કરીને અહીં અખંડસ્વરૂપે રજૂ કરવામાં આવ્યા છે. તંત્રી)
આજે, અલબત્ત, મારા રાષ્ટ્રના અને સારાયે જગતના રાજકારણના પ્રવાહમાં હું આપાદ મસ્તક ડૂબેલા રહું છું એ સાચું છે. કિન્તુ મારે એ પણ જણાવવું જોઈએ કે મારા રાજકારણન આ ઉત્કટ રસ એ પૂર્વ પ્રાપ્ત વારસાના કોઈ અંશ રૂપે નથી.મારાં માતા-પિતા તેમ જ દાદા-દાદીને પણ રાજકારણનું એવું કોઈ ઘેલું લાગ્યું ન હતું.
શ્રી મુંબઇ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટ નક્લ ૪૦ પૈસા
મારી શૈશવાવસ્થા અને કિશારાવસ્થાની સ્મૃતિએ મારા ચિત્તમાં હુજીએ લીલીછમ તાજી છે. મારાં શાળાજીવનનાં સંસ્મરણામાં આમ તે વિશિષ્ટ એવું કશું નથી. હું મારો અભ્યાસ મારું દાદીને ત્યાં રહીને કરતા, કારણ, અમારા ઘરમાં અભ્યાસ માટે જોઈએ એવી શાંતિ કયારેય મળી શકતી નહિ. એક તો એ પ્રમાણમાં નાનું હતું, કુટુંબના સભ્યોની સંખ્યા પણ કઈ ઓછી નહિ; અને ઘર આખા દિવસ કુટુંબીજનોથી ગાજતું રહેતું. મારાં દાદીના આવાસ ઘણા વિશાળ હતો અને ત્યાં દિવસે પણ તપોવનના જેવી શાંતિ અને પ્રસન્નતા અનુભવાતાં. મારાં માતાપિતા રહેતાં હતાં એ ઘરનું વાતાવરણ નગરજીવનના કોલાહલના પ્રતીક જેવું હતું. મારાં દાદી અનહદ પ્રેમાળ અને વત્સલ હતાં. મારે માટે એમને લાગણી અને મમતા ના હોય જ, પરન્તુ કણજાણે શાથી અને તે વેળા તે મને કશી કલ્પના પણ ન જ હોય, પરન્તુ એમને મારે માટે અપેક્ષાઓ ઘણી હતી. દાદીમા સંપત્તિવાન ખાસ કહેવાય નહિ, તોયે દર નાતાલમાં મને ૨૫ ડીલર ભેટ આપતાં. એ આર્થિક મંદીના કાળમાં ૨૫ ડોલરનું મારે મન તે કેટલું બધું અસાધારણ મૂલ્ય હોય તે સમજી શકાય એવું છે. મા – બાપથી હું કાંઈ અળગા નહાતા રહેતા. મારાં મા કક્વેર સંપ્રદાયનાં હતાં અને લગ્નપૂર્વ મારા પિતા મેથોડિસ્ટ સંપ્રદાયના હતા. લગ્નપૂર્વે બંનેનું ક્લીફોનિયામાં મિલન થયેલું. પિતા એહીઓથી ત્યાં પહોંચ્યા હતા અને મા ઈન્ડિઆનાથી ત્યાં ગયેલા. એ વેળા મારા પિતા મોટરમેન હતા.
બંને જણાનું મિલન એક ધાર્મિક સંમેલન પ્રસંગે થયેલું. યુવાન વયે પણ બંને જણાં ખૂબ ધાર્મિક વૃત્તિનાં હતાં. એ બંનેનું પ્રથમ મિલન જીવનભરના સખ્યમાં પરિણમ્યું. બંનેના સંવનનકાળ છ માસથી વધુ નહોતો. બંને લગ્નગ્રંથિથી જોડાયા તો ખરાં, પરંતુ પછી એક મુશ્કેલી ઊભી [થઈ, કારણ બંનેના સંપ્રદાય ભિન્ન ભિન્ન હતા. આ સંપ્રદાયભિન્નતાના પિતાએ સરળતાથી ‘વેકર’ સંપ્રદાય અપનાવી લઈને તોડ કાઢયો. પિતા સ્વભાવે ઘણા કડક હતા. બાળઉછેરની અર્વાચીન પદ્ધતિમાં એમને જરાયે શ્રદ્ધા નહોતી, એ તે
માનતા કે બાળકને મેથીપાક ન ચખાડો તો એ સખણાં રહે જ નહિ અને સારાં યે ન નીવડે. બાળકને સજા કરાયુ નહિ એ વાત તેમને ગળે કદી ઊતરી નહોતી. મા સ્વભાવે ઘણાં દૃઢ મનનાં હતાં. પણ
તે સાથે અત્યંત શાંત. ૮૩ વર્ષ સુધી એ જીવ્યાં પણ તે દરમિયાન મે ક્યારે ય ઊંચે સાદે બેાલતાં તેમને સાંભળ્યાં ન હતાં. બાળકોને
મારવાની ! વાત જ શી! કદી અમને ધમકાવ્યા હોવાનું ચૂ સ્મરણમાં નથી અને અમે બે ભાઈએ બાળપણમાં બહુ ડાહ્યા ડમરા હતા એવું મેં નહોતું. પણ છતાં અમને માતાના ધાક એ રીતે લાગતો કે અમે કંઈ પણ અજગનું કરી બેસીશું તો એની કોમળ લાગણી ઘવાશે. માના અવાજમાં જ કંઈક એવું હતું કે અમે તોફાન : કરતાં અચકાતા. સ્વસ્થ, ધીમા પણ મક્કમ અને છતાં વાત્સલ્યનીતરતો માના અવાજ હજીયે મારા કાનમાં ગૂંજ્યાં કરે છે. અમારા કુટુંબમાં કોઈને કશું વ્યસન ન મળે. કોઈ સુરાપાન ન કરે. કોઈ ધૂમ્રપાન પણ ન કરે.
કપરા દિવસો
મારો એક સહુથી નાના ભાઈ હતો. એનું નામ આર્થર. મેનિનજાઈટિસથી એનું મૃત્યુ નીપજેલું એ વેળા હું હાઈસ્કૂલમાં ભણતા હતો. આર્થર પૂરાં પાંચ વર્ષ સુધી માંદગીને કારણે બિછાનાવશ રહેલા, ત્રણ વર્ષ સુધી તો મા આર્થરને લઈને એરિઝોના જઈને રહ્યાં, ત્યારે ઘરની અને અમારી સંભાળ પિતાએ રાખેલી. એ સરસ રસાઈ કરી જાણતા. અમે પણ ઘરકામમાં પિતાને મદદરૂપ થતા; અલબત્ત અમારી ગુંજાયશ પ્રમાણે. એ દિવસે ઘણા કપરા હતા. અમને જીવનપંથ એવા દુર્ગમ કે કાંટાળા નહાતા લાગ્યો. મને લાગે છે કે અમે બધાં બહુ ઝડપથી મેટાં થઈ ગયાં હતાં. અમારો એક સ્ટર હતા; સ્ટોર પિતાએ કર્યો હતો. સ્ટોરમાં અમે પણ કામ કરતા, અમે શાળાએ જતા, ઘરકામમાં મદદ કરતા અને સ્ટોરમાં પણ કામ કરતા, સ્ટોર ઉપરાંત પિતાએ એક સર્વિસ સ્ટેશન બાંધ્યું હતું. એ સ્ટેશન બ્રીટીઅર અને લા હાબ્રા વચ્ચે હતું. અમે ત્યારે નહાતા સંપત્તિવાન કે નહાતા છેક અચિન. મને આ સંબંધમાં જનરલ આઈઝનાવરનું એક નમુનેદાર વિધાન સાંભરી આવે છે. પ્રમુખ માટે પોતે ઉમેદવારી નોંધાવી પછી પહેલી જ વાર એમણે પ્રવચન કરેલું. તેના પ્રારંભ એમણે આ રીતે કરેલા: “હું ધારું છું કે આપણે અશ્ચિન છીએ. પરંતુ ખૂબીની વાત એ છે કે અચિનતા આપણે કદી જાણી નથી.” અમે યે અકિંચન હતા, પરંતુ તેન અમે કદી વસવસેા કે વિવાદ અનુભવ્યાં નથી. મને યાદ છે કે એક
©