SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૯-૧૧-૬૯, કાંઈક સર. સંભળાય છે. તો પછી આ સમગ્ર બિહારદાનના અર્થ શું સમજ? તેને અર્થ બિહારમાં આમૂલ ક્રાંન્તિ થઈ રહી છે એમ સમજવું કે આ ગ્રામદાનું પેપરદાનથી હજુ કોઈ વધારે મૂલ્ય નથી એમ સમજવું? આ બાબતને ખુલાસો અધિકૃત સ્થળેથી ' કરવામાં આવે એ અત્યંત જરૂરી છે. આગામી વસતિગણતરી અને કોમી તારવણી: - અમદાવાદવાળા ડું કાન્તિલાલ શાહ કેટલાએક દિવસ પહેલાં લખાયલા એક કાર્ડમાં જણાવે છે કે: “અમદાવાદમાં જે બની ગયું તેથી દિલ બહુ વ્યથિત તથા ખાટું થઈ ગયું. મનમાં વિચાર આવતા હતું કે ભારતીય નાગરિક હિન્દુ છે કે મુસ્લિમ છે, શીખ છે કે ખ્રિરતી છે એ આપણે અને સરકાર ભૂલી જઈએ તે ? સરકાર એવી નોંધ કરે નહિ અને રાખે નહિ તે? હું રાજકારણને અભ્યાસી નર્થી એટલે આ વિચારની ઉપયોગિતા ખરી કે નહિ તે કહી શકતો નથી, પણ પ્રબુદ્ધ જીવનમાં આપે લખ્યું છે કે, જૈનએ આગ્રહપૂર્વક જૈન તરીકે નોંધણી કરાવવી-તે સમજાયું નહિ.” 3. કાતિલાલ શાહને આ વિચાર વ્યવહારુ નથી, વાસ્તવિકતા સાથે સુસંવાદી નથી. અન્ય. નાના દેશમાં મોટા ભાગે એક જ ધર્મના અનુયાયીઓ અને એક જ જાતિના લોકો વસતા હોય છે, જ્યારે ભારત ઘણો મેટો ખંડ-સદશ દેશ છે, જ્યાં અનેક ધર્મના અને અનેક પ્રાદેશિક વિલક્ષણતા ધરાવતા લોકો વસે છે અને તેમના જીવનમાં આ ધર્મભેદ, અને પ્રાદેશિક ભેદ મહત્ત્વનું સ્થાન ધરાવતો હોય છે. આવા ભેદો એકમેકને ઓળખવામાં પણ બહુ ઉપયોગી નીવડે છે. અને સામાન્ય જનતર આવા ભેદોને ભૂલી જઈને માત્ર ભારતીય તરીકે પરસ્પર વ્યવહાર કરે એ શકય જ નથી. એવી જ રીતે ડૉ. કાતિલાલ શાહ સૂચવે છે તે મુજબ, ભારતની વસતિગણતરીમાં આવા ભેદસૂચક બાનાં કાઢી નાંખવાથી અને સૌ કોઈ ભારતીય છે એવો દેખાવ ઊભું કરવાથી ભારતીયતાની ભાવના વધારે પુષ્ટ બનવાને કઈ સંભવ નથી. * ભારતને પ્રશ્ન દેશભરમાં વ્યાપી રહેલું વૈવિધ્ય આવા કૃત્રિમ ઉપાયો વડે નાબૂદ કરવાનું નથી, પણ પ્રસ્તુત વૈવિધ્યમાં એકતાની ભાવનાને સુદઢ કરવાને છે; નાત જાત કે ધર્મના ભેદોને પ્રાધાન્ય આપતા માનસને સંસ્કારીને આપણ સર્વને ગાઢપણે સ્પર્શતી એકતાને ઉપર લાવવાનું છે, બીજે ગમે તે હોય પણ હું ભારતીય પહેલો છું અને ભારતીય છેલ્લો છું–આવી ભાવનાને-આ વિચા- રને – આપણો સર્વના માનસમાં સુપ્રતિષ્ઠિત ક્રવાને છે. પ્રશ્ન આખો કઈ વૃત્તિ, કઈ વલણને પ્રાધાન્ય આપવું તે છે. કુદરતે, ઈતિહાસ, સંસ્કૃતિએ પેદા કરેલું ભૌગોલિક, પરંપરાગત અને સાંસ્કૃતિક વૈવિધ્ય કોઈ કાળે નાબૂદ થઈ શકે તેમ છે જ નહિ. વ્યાપક એકતાને પ્રત્યક્ષ અનુભવ કરવો એ આપણું લક્ષ્ય છે. બીજા નાના દેશોમાં આ સંધિવું સરળ છે. ભારતના પ્રજાજનો માટે, સંપ્રદાયગત, ધર્મગત અભિનિવેશે ચિરનિહિત હોવાથી, આ સાધવું મુશ્કેલ છે. પણ જો એક પ્રજા તરીકે, એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે કર્યું હોય તે આ એકતાને - રાષ્ટ્રીય એકીકરણને – માર્ગ અપનાવ્યા સિવાય આપણા માટે બીજો કોઈ વિકલ્પ નથી. - આગામી વસતિપત્રકમાં જેને જૈન તરીકે પોતપોતાની નોંધ કરાવવાનું સૂચન કરવું જૈન સમાજના એક અંગભૂત વ્યકિત તરીકે મને આવશ્યક લાગ્યું. જ્યારે ભારતવ્યાપી વસતિપત્રક તૈયાર કરવામાં આવે ત્યારે જેમ તે દ્વારા પ્રાદેશિક અને સાંgદાયિક ઘટકોને પોતપોતાની જનસંખ્યા તેમ જ પિતાના ઘટકને લગતી બીજી અનેક બાબતે જાણવાની અપેક્ષા રહે છે તેમ જ એક વિશિષ્ટ વિચારસરણી ઉપર નિર્માણ થયેલા જૈન સમાજને પણ આવી ચક્કસ અને આધારભૂત માહિતી મેળવવાની અપેક્ષા રહે એ સ્વ ભાવિક છે. આમ છતાં અનુભવથી માલુમ પડયું છે કે એવા કેટલાય લોકો છે કે જેઓ જૈન હોવા છતાં આ બાબતની ચોક્કસ નોંધ કરાવવામાં ઉદાસીનતા સેવે છે અને જેમને બદલે વૈશ્ય કે, વાણિયા એમ નોંધાવે છે અને એ કારણે ધારવામાં આવે છે તે કરતાં જૈન સમુદાયની સંખ્યા વસતિપત્રકમાં બહુ ઓછી બહાર પાડવામાં આવે. છે આવું ઘણા જેનેનું માનવું છે. આ કારણે આગામી વસતિગણતરીમાં ઉપરના મુદ્દા ઉપર જૈનેનું ખાસ ધ્યાન ખેંચવાનું મને ઉચિત લાગ્યું છે.. પરમાનંદ શ્રી મંગળજી ઝવેરચું શ્રી નારણદાસ ગાંધીએ “ચરખા ઘર' ની અનોખી જના, ગાંધી શતાબ્દી વર્ષ માટે તૈયાર કરી છે. શ્રી જયપ્રકાશ નારાયણ, શ્રી ઢેબર, શ્રી રાધાકૃષણ બજાજ વગેરેના એ જવાને શિર્વાદ મળ્યા છે. સૂતર કાંતી તેની ઉપજમાંથી સતત રેટિયા જ્યાં ચાલે એવું રેંટિયા ગૃહ ઊભું કરવાની આ યોજના છે. આ પ્રવૃત્તિ સાથે ખૂબ સંકળાયેલા એવા જનાને બાદ કરીને, બહારથી આવેલી આંટીઓમાં પહેલી ભેટ શ્રી મંગળજી ઝવેરચંદ મહેતાએ મેલી છે એમ શ્રી નારણદાસ ગાંધીના પુત્ર જણાવે છે, આ મંગળજીભાઈ મહેતાને પરિચય મેળવીએ. એમની વય આજે લગભગ ૮૩ વર્ષની છે. એકવડીયું શરીર અને નાનું કદ છતાં ૮૩ વર્ષે પણ જુવાની શરમાય એમ ટટ્ટાર ચાલે છે. - લગભગ ગાંધીપ્રવૃત્તિની શરૂઆતનાં વર્ષોથી જ એમણે ખાદી પહેરવા માંડી. તાકા લઈ ઘેર ઘેર ફરી ખાદી વેચવી પડતી એ સમય પૂરે થયો અને ખાદી વેચવા ખાદીભંડારે શરૂ થયાં ત્યારે એમણે ૧૧ * પણ પાલણપુરમાં વર્ષો સુધી ખાદીભંડારનું સંચાલન કર્યું. ખાદી ઉત્પાદન માટે પણ પ્રયાસ કર્યા પણ ઉત્પાદન સફળ ન થયું. અને ત્યારથી જ રાજ છે સાત ક્લાક કાંતવા માંડયું. આ ઉંમરે આજે પણ એ છથી સાત કલાક રોજ કાંતે છે. ૧૯૩૬ લગભગ ગાંધીજીએ ખાદીના કામની અને એમાં પડતી મુશ્કેલીઓ જાણવા જુદા જુદા ખાદીભંડારના સંચાલકોને બોલાવ્યા હતા. શ્રી પંગળજીભાઈ પણ એમાં હતા. ઊઠતાં ઊઠતાં એમણે જાતે કંતેલી ખાદીનાં બે ધોતિયાં બાપુના ખેાળામાં ભેટ ધર્યા. બાપુએ પૂછયું: ‘જ કેટલો સમય કાંતે છે?' મંગળજીભાઈએ જવાબ દીધો: ‘છ સાત ક્લોક.' બાપુએ આશીર્વાદ આપ્યા “ગોકળ ગાય જેવો ન થતે, રોજ કાંતતે રહેજે!' અને સરદાર વલ્લભભાઈએ ટકોર કરી ‘કાંતવામાં ખાદી ભંડારનું કામ ભૂલતા નહિ.” શ્રી મંગળજીભાઈ આ પ્રસંગને ભકિતભાવે યાદ કરે છે. એમના કાંતેલા સૂતરમાંથી લગભગ સો વાર કાપડ થાય છે. એમની જરૂરત ૩૦વારની. એટલે ૭૦ વાર કાપડ કે એની આંટીઓ કોઈ સંસ્થાને, કઈ શાળાને ભેટ આપે છે. કયારેક વેચી એટલી રકમ સંસ્થાઓને મોકલે છે. મુંબઈ જૈન યુવક સંઘને પણ એમણે જાતે કાંતેલ સૂતરની રકમ મેક્લી હતી. કામની આ સતત પ્રવૃત્તિ અને જૈનેનાં અને સાર્વજનિક કામે જેવાંકે જીવદયા વિગેરેમાં - આવી કાંઈક પણ કરી છૂટવાની પરોપકારી પ્રવૃત્તિઓ કરનાને પ્રભુ દીર્ધાયુષ આપે! તારાચંદ લક્ષ્મીચંદ કોઠારી :
SR No.525954
Book TitlePrabuddha Jivan 1969 Year 30 Ank 17 to 24 and Year 31 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1969
Total Pages286
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy